Faith Community Fellowship

Faith Community Fellowship Faith Community Fellowship is a Faith-Based Organization that ministers to the Indian Community.

12/08/2023
07/07/2023
07/07/2023

✨ આજનું વચન ✨
"કેમકે તમારે ઉતાવળથી નીકળવાનું નથી, ને નાસીને જવાનું નથી ; કેમ કે યહોવા તમારી આગળ ચાલશે, ને ઈસ્ત્ત્રાએલનો દેવ તમારો પીઠરક્ષક થશે."📖યશાયા 52:12📖'આજે પરમેશ્વર પિતા સૌને એ ખ્રિસ્તી વિશ્વાસમાં ચાલવા દોરવણી આપે છે. કેમકે ખ્રિસ્તી વિશ્વાસ પ્રમાણે આપણે ડાબે કે જમણે જોવાની જરૂર નથી. કેમકે પરમેશ્વર પિતા પોતે પોતાના આત્મા દ્વારા આપણી આગળ પ્રથમ જાય છે અને આપણને માર્ગ બતાવે છે. અને પાછળ પણ તેમની હાજરી દ્વારા તેઓ આપણું રક્ષણ કરે છે.'👏🏻આકાશમાંના મારા પિતા, પ્રભુ ઈસુના અનુયાયી તરીકે તેમના બતાવેલ માર્ગ ઉપર પૂરા વિશ્વાસ તથા આધિનતા સાથે ચાલવા ઉત્તેજન આપવાને માટે તમારો આભાર. પ્રભુ ઈસુના નામમાં આમીન👏🏻

07/06/2023

⚡ આજનું વચન ⚡
"તેના ઘાઓથી તમે સાજા થયા."📖1 પિતર 2:24📖'પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વહાલાઓ, અત્યારના જીવનમાં કેવળ શારીરિક ઘા કે બીમારી ઉપરાંત અન્ય ઘણા પ્રકારના ઘા તમારા હૃદયમાં, મનમાં, જીવનમાં પડેલા હોય છે. જેવા કે આત્મિક બીમારી (અંધાપો), આર્થિક સંકડામણ, સંબંધોમાં કડવાશ, કે અન્ય કોઈ... પરંતુ બાઈબલ આજે એ સર્વ ઘામાંથી છુટકારો પામવાનો રસ્તો બતાવે છે. કે જે ખ્રિસ્ત ઈસુમાં મળે છે. અને તમને સાજાપણું આપે છે.'👏🏻આકાશમાંના મારા પિતા, આજે પ્રભુ ઈસુના નામમાં મારા જીવનના સર્વ પાસામાં તમારું દૈવી સામર્થ્ય સ્વીકારું છું, તમે મને જે જગ્યાએ જરૂર છે ત્યાં સાજો કરનાર છો માટે તમારો આભાર. પ્રભુ ઈસુના નામમાં આમીન👏🏻

07/05/2023

ઈસુ તેને કહે છે કે, ઊઠ, તારું બિછાનું ઊંચકીને ચાલ. તરત તે માણસ સાજો થઈને પોતાનું બિછાનું ઊંચકીને ચાલતો થયો. (યોહાન ૫:૮,૯)
વ્હાલાઓ, ૩૮ વર્ષની માંદગી અને એ પણ કેવી કે તે વ્યક્તિ અહીંયાથી ત્યાં પણ ચાલીને જઈ શકતો નથી, ગબડીને જઈ શકતો નથી. ૩૮ વર્ષ માંદગીના એટલે અડધી જીંદગી પરંતુ, માંદા માણસને આશા હતી કે મને સાજાપણું મળશે અને એક દિવસે પ્રભુ ઈસુ આવ્યાને તેને કહ્યું કે, ઊઠ ને તારું બિછાનું ઊંચકીને ચાલતો થા. ત્યારે પેલા માંદા માણસે એમ નથી કીધું કે પ્રભુ મને સ્પર્શ તો કરો. તેણે માત્ર પ્રભુએ કહ્યું તે પ્રમાણે કર્યું અને સાજાપણું પામ્યો. વ્હાલાઓ, જન્મથી આજે આપણી જેટલી ઉંમર થઈ છે તેટલા વર્ષોથી આપણે પણ આત્મિક રીતે માંદા જ છીએ. પ્રભુ આપણને ઊઠવા કહે છે, ઊઠીને ચાલવા કહે છે પણ પ્રભુની વાણી આપણે સાંભળતા જ નથી તો આત્મિક સાજાપણું ક્યાંથી મળશે? આવો વહાલાઓ, પ્રભુ ઈસુનો એ મીઠો, મધુરો અવાજ સાંભળીએ અને તેમની તરફ પાછા ફરીએ. ભલે આપણે આત્મિક જીવનમાં નબળા તથા અશક્ત બની ગયા હોઈએ પ્રભુ આપણને ઊંચકશે, આપણને ઊઠાડશે પ્રભુ તરફ પાછા ફરીએ.

પ્રાર્થના: પ્રભુ, હું આત્મિક રીતે માંદો છું, મારો હાથ પકડીને મને ઊઠાડો. મને તમારા સામર્થ્યથી ભરો. પ્રભુ ઈસુના નામમાં આમેન.

✨પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સવારની પ્રેમી સલામ ✨

📖 બાઈબલ વાંચન📖   માથ્થી 10 : 37 - 42
07/03/2023

📖 બાઈબલ વાંચન📖
માથ્થી 10 : 37 - 42

07/03/2023

💫 આજનું વચન 💫
"વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે."📖ગીતશાસ્ત્ર 1:3📖'પ્રભુના એક સેવકે સંદેશામાં એકવાર વાત કહેલી કે સફળતા એ મનુષ્યને પરમેશ્વર પિતા તરફથી આપવામાં આવેલો સર્વ પ્રથમ આશીર્વાદ છે. કેમકે મનુષ્યને આ પૃથ્વી ઉપર ઉત્પન્ન કર્યા બાદ સૌથી પહેલાં પરમેશ્વર પિતાએ તેમને આશીર્વાદ આપતાં કહ્યું હતું કે,“સફળ થાઓ, ને વધો.”ઉત્પત્તિ 1:28 પ્રમાણે. માટે જો તમે જીવનમાં કોઈ બાબતે વારંવાર નિષ્ફળતા પામી રહ્યા છો તો તમે ઉભા રહીને તપાસવાની જરૂર છે કે શું તમે પરમેશ્વર પિતાના ઈરાદા પ્રમાણે જઈ રહ્યા છો કે કેમ!'👏🏻આકાશમાંના મારા પિતા, તમારા દૈવી ઈરાદા પ્રમાણે ચાલવા દોરવણી આપવાને માટે તમારો આભાર. પ્રભુ ઈસુના નામમાં આમીન👏🏻

06/27/2023

💥 આજનું વચન 💥
"જેથી હંમેશાં તમારી પાસે સર્વ વાતે પુષ્કળ સમૃદ્ધિ હોવાને લીધે, તમે સર્વ સારાં કામોની વૃદ્ધિ કરતા રહો."📖કરિંથીઓને બીજો પત્ર 9:8📖'પ્રભુ ઈસુમાં મારા વહાલાઓ, આ દુનિયામાં સર્વ લોકો આર્થિક રીતે ધનવાન થવા ખૂબ મહેનત કરે છે અને કદાચ તેઓ ધનવાન હોય છે તો તેને ટકાવી રાખવા પણ મહેનત કરે છે. અને આ નાશવંત ધનની જ અભિલાષા રાખવા જતાં અભિમાન, અહંકાર જેવાં પાપનો ભોગ બને છે. પરંતુ બાઈબલ આજે જણાવે છે કે, જો તમે એ બાબતે આશીર્વાદિત છો તો તમારે હવેથી સર્વ સારા કામોમાં પણ વૃદ્ધિ કરતા રહેવાની છે, કે જેથી તમારા એ સારા કાર્યો દ્વારા પરમેશ્વર પિતાને મહિમા મળે. અને એમ તમે આર્થિક સાથે આત્મિક રીતે પણ એ આત્મિક દાનો દ્વારા આ પૃથ્વી પરના જીવનમાં ધનવાન થશો.'👏🏻 આકાશમાંના મારા પિતા, આત્મિક દાનો દ્વારા આત્મિક જીવનમાં પણ ધનવાન થવા અને એમ સારા કામો દ્વારા તમારા નામનો મહિમા થાય તેમ જીવવા દોરવણી આપવાને માટે તમારો આભાર. પ્રભુ ઈસુના નામમાં વિશ્વાસથી માંગુ છું આમીન 👏🏻

06/21/2023

⭐ આજનું વચન ⭐
"આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતાને ધન્યવાદ હો. તેમણે પોતે ઘણી દયા રાખીને મૂએલાંમાંથી ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કરીને સજીવન આશાને માટે આપણને નવો જન્મ આપ્યો છે."📖1 પિતર 1:3‭📖'પ્રભુ ઈસુમાં મારા વહાલાઓ, કેમ જ્યારે કોઈ પણ વ્યક્તિ ખ્રિસ્ત ઈસુને ખરા હૃદયથી પસ્તાવો કરી પોતાના અંગત તારનાર અને પ્રભુ તરીકે સ્વીકારે છે ત્યારે ભલે તે ગમે તે જાતપાત, જ્ઞાતિનો હોય પણ તે ખ્રિસ્તમાં નવી વ્યક્તિ બની જાય છે. કેમકે જયારે તમે પ્રભુ ઈસુના મરણ અને પછી સજીવન થવા વિષે વિશ્વાસ રાખી કબુલાત કરો છો ત્યારે આજના વચન પ્રમાણે પરમેશ્વર પિતા ખચીત તમને પણ પાપી જીવનની અવસ્થામાંથી બહાર કાઢી ખ્રિસ્ત ઈસુમાં આત્મિક રીતે નવો જન્મ આપે છે. કે જેથી ત્યાર બાદનું જીવન, આયુષ્ય તમે એ વચનના દેશમાં (સ્વર્ગીય સ્થાન) જવાની આશામાં જીવી શકો.'👏🏻આકાશમાંના મારા પિતા, મારા પાપોનો પસ્તાવો કરી માફી માંગતા તમારી હજૂરમાં આવતાં પ્રભુ ઈસુના મરણ, પુનરુત્થાન અને બીજા આગમનને કબૂલ કરુ છું, એ ધન્ય ઘડી સુધી એ આશામાં ધીરજ સાથે વિશ્વાસુ રહેવા અદભુત રીતે સહાય કરવાને માટે તમારો આભાર માનું છું. પ્રભુ ઈસુના નામમાં આમીન👏🏻

Address

11850 Brookville Road
Indianapolis, IN
46239

Alerts

Be the first to know and let us send you an email when Faith Community Fellowship posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Faith Community Fellowship:

Share