01/02/2017
શિક્ષાપત્રી સંપૂણ
**********************************
હું જે તે મારા હદયને વિષે શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું. તે શ્રી કૃષ્ણ કેવા છે તો જેના ડાબા પડખાને વિષે રાધિકાજી રહ્યાં છે અને જેના વક્ષઃસ્થળને વિષે લક્ષ્મીજી રહ્યાં છે અને વૃંદાવનનેવિષે વિહારના કરનારા છે. (૧)
અને વૃતાલય ગામન. વિષે રહ્યાં એવા સહજાનંદસ્વામી જે અમે તે અમે જેતે નાના પ્રકારના જે સર્વે દેશ તેમને વિશે રહયા એવા જે અમારા આશ્રિત સર્વે સત્સંગી તે પ્રત્યે શિક્ષાપત્રીને લખિએ છીએ. (૨)
શ્રી ધર્મદેવ થકી છે જન્મ જેમનો એવા જે અમારા ભાઇ રામપ્રતાપજી ઇચ્છારામજી તેમના પુત્ર જે અયોધ્યાપ્રસાદ નામે અને રઘુવીર નામે (જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વે સત્સંગીના આચાર્યપણાને વિષે સ્થાપન કર્યા છે) (૩)
તથા અમારા આશ્રિત એવા જે મુકુંદાનંદ આદિક નૈષ્ઠીક બ્રહ્મચારી તથા અમારા આશ્રિત જે મયારામ ભટ્ટ આદિક ગૃહસ્થ સંત્સંગી (૪)
તથા અમારે આશ્રિત જે સુવાસિની અને વિધવા એવી સર્વે બાઇઓ તથા મુશતાનંદ આદિક જે સર્વે સાધુ (પ)
એ સર્વે તેમણે પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્ત્રનેવિશેષે પ્રમાણરુપ અને શ્રીમન્નારાયણની સ્મૃતિએ સહિત એવા જે અમારા રુડા આશિર્વાદ તે વાંચવા (૬)
અને આ શિક્ષા પત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વેના જીવનું હિત કરનારી છે. (૭)
અને શ્રીમદ્દ ભાગવત પુરાણ આદિક જે સતશાસ્ત્ર તેમણે જીવનના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય આ લોકને પરલોકને વિષે મહાસુખિયા થાય છે. (૮)
અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તેતો કુબુધ્ધિવાળા છે અને આ લોકને પરલોકને વિષે નિશ્ર્ચે મોટો કષ્ટને જ પામે છે. (૯)
તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર આવધાનપણે વર્તવું (પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહિં) (૧૦)
(હવે જે વતર્યાની રીત કહી છીએ જે) અમારા જે સત્સંગી તેમણે કોઇપણ જીવ પ્રાણિમાત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જૂ, માંકડ, ચાચંડ, આદિક જીવ તેમની પણ હિંસા કયારેય ન કરવી (૧૧)
અને દેવતા અને પિતૃ તેમના યણને અર્થે પણ બકરાં, મૃગલા, સસલાં, માંછલા, આદિક કોઇ જીવની હિંસા ન કરવી કેમ જે અહિંસા છે તેજ મોટો ધર્મ છે એમ સર્વ શાસ્ત્રોમાં કહ્યું છે (૧૨)
અને સ્ત્રી, દ્રવ્ય અને રાજય જેની પ્રાપ્તિને અર્થે પણ કોઇ મનુષ્યની હિંસા તો કોઇ પ્રકારે કયારેય પણ ન કરવી (૧૩)
અને આત્મઘાત તો તીર્થને વિષે પણ ન કરવો ને ક્રોધ કરીને ન કરવો અને કયારેય કોઇ અયોગ્ય આચરણ થઇ જાય તે થકી મૂંઝાઇને પણ આત્મઘાત ન કરવો અને ઝેર ખાઇને તથા ગળે ટુંપો ખાઇને તથા કુવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદી કોઇ રીતે આત્મઘાત ન કરવો. (૧૪)
અને જે માંસ છે તે તો યણનું શેષ હોય તો પણ આપત્કાળમાં પણ કયારેય ન ખાવું અને ત્રણ પ્રકારની સુરા અને અગીયારસ પ્રકારનું મધ તે દેવતાનું નૈવેધ્ય હોય તો પણ ન પીવું (૧પ)
અને કયારેક પોતાથી કાંઇક અયોગ્ય આચરણ થઇ ગયું હોય અથવા કોઇ બીજાથી. અયોગ્ય આચરણ થઇ ગયું હોય તો શસ્ત્રાદિકે કરીને અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું (૧૬)
અને ધર્મ કરવાને અર્થે (ધર્મ કાર્યને માટે)પણ અમારા સત્સંગીએ કોઇપણ ચોરીનું કાર્ય ન કરવું અને ધણિયાનું જે કાષ્ઠ પુષ્પ આદિક વસ્તુ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું (૧૭)
અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો. અને જુગટું આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ભાંગ, ભફર, માજમ, ગાંજો, એ આદિક જે કેફ કરનારી વસ્તુ તે ખાવી નહીં અને (પીવી પણ નહીં) (૧૮)
અને જેના હાથનું રાંધેલુ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેનું રાંધેલુ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રીકૃષ્ણભગવાનની પ્રસાદી ચરપામૃતના મહાત્મ્યે કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિષે ગ્રહણ ન કરવું (અને જગન્નાથપુરીને વિષે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નથી) (૧૯)
અને પોતાના સ્વાર્થની સિધ્ધિને અર્થે પણ કોઇના પર મિથ્યા અપવાદ આરોપણ ન કરવો અને કોઇને ગાળ તો કયારેય નદેવી (૨૦)
અને દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદની નિંદા કયારેય ન કરવી અને ન સાંભળવી. (૨૧)
જે દેવતાને સુરા અને માંસનું નૈવેધ થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેધન ખાવું (૨૨)
અને માર્ગને વિષે ચાલતે શિવાલયાદિક જે દેવમંદિરો આવે તેને જોઇને તેને નમસ્કાર કરવા અને આદર થકી તે દેવનું દર્શન કરવું. (૨૩)
અને પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઇ સત્સંગીએ ત્યાગ જ કરવો અને પરધર્મનું આચરણ કરવું તથા કલ્પીત ધર્મનું આચરણ ન કરવું. (૨૪)
અને જેના વચનને સાંભળવે કરીને શ્રી કૃષ્ણભગવાનની ભકિતને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય તેના મુખથકી ભગવવાનની કથા વાર્તા ન સાંભળવી (૨પ)
અને જે સત્ય વચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય એવું જે સત્ય વચન તે કયારેય ન બોલવું અને જે કૃતધ્ની હોય તેના સંગનો ત્યાગ કરવો અને વ્યવહારકાર્યને વિષે કોઇની લાંચ ન લેવી. (૨૬)
અને ચોર, પાપી, વ્યસની, પાંખડી, કામી તથા કિમિયા આદિક ક્રિયાએ કરીને જનનો ઠગનારો એ છ પ્રકારના જે મનુષ્ય તેમનો સંગ ન કરવો. (૨૭)
અને જે મનુષ્ય ભકિતનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદ તેને વિષે અતિશય લોલુપથકા પાપને વિષે પ્રવર્તતા હોય છ તે મનુષ્યનો સમાગમ ન કરવો (૨૮)
અને જે મનુષ્ય ભકિતનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદ તેને વિષે અતિશયઅને જે શાસ્ત્રને વિષે શ્રીકૃષ્ણ ભગવાન તથા શ્રીકૃષ્ણભગવાનના જે વરાહમદિક અવતારો તેમનું યુકિતએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર તે કયારેય ન માનવાં અને ન સાંભળવા (૨૯)
અને ગાળ્યા વિનાનું જળ તથા દૂધ તે ન પીવું અને જે જળને વિષે ઝીંણા જીવ ઘણા હોય તે જળે કરીને સ્નાનાદિક ક્રિયા ન કરવી (૩૦)
અને જે ઔષધ દારુ તથા માંસ તેણે યુકત હોય તે ઔષધ કયારેય ન ખાવું અને વળી જે વૈધના આરણને જાણતા ન હોઇએ તે વૈધે આપ્યુ જે ઔષધ તે પણ કયારેય ન ખાવું. (૩૧)
અને લો અને શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વજર્યા એવાં સ્થાનક જે જીર્ણ દેવાલય
તથા નદી તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર તથા વૃક્ષની છાયા તથા ફુલવાડી, બગીચાએ આદિક જે સ્થાનકને તેમને વિષે કયારેય પણ મળમૂત્ર
ન કરવું તથા થુંકવું પણ નહીં. (૩૨)
અને ચોર માર્ગે કરીને પેસવું નહિ અને નિકળવું નહિ અને જે સ્થાનક ધણીયાતું હોય તે સ્થાકને વિષે તેના ધપીને પૂછયા વિના ઉતારો ન કરવો (૩૩)
અને અમારા સત્સંગી જે પુરુષમાત્ર તેમણે બાઇ માણસના સુખથકી જ્ઞાનવાર્તા ન સાંભળવી અને સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજા સંગાથે તથા રાજાના માણસ સંગાથે વિવાદ ન કરવો. (૩૪)
અને ગુરુ અપમાન ન કરવું. તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિષે પ્રતિષ્ઠીત મનુષ્ય હોય તથા જે વિદ્વાન મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વનું અપમાન ન કરવું. (૩પ)
અને વિચાર્યા વિના તત્કાળ કોઇ કાર્ય ન કરવું અને ધર્મ સંબંધી જે કાર્ય તે તો તત્કાળ કરવું અને પોતે જે વિધા ભણ્યા હોઇએ તે બીજાને ભણાવવી અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો (૩૬)
અને ગુરુ દેવ અને રાજા એ ત્રણના દર્શનને અર્થે જયારે જવું ત્યારે ઠાલે હાથે ન જવું અને કોઇનો વિશ્ર્વાસઘાત ન કરવો અને પોતાને મુખે કરીને પોતાના વખાણ ન કરવા (૩૭)
અને જે વસ્ત્ર મહેર્યે થકે પણ પોતાનાં અંગ દેખાય તેવું જે ભુંડું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમપે ન પહેરવું (૩૮)
અને શ્રીકૃષ્ણ ભગવાનની જે ભકિત તે ધર્મે રહીત એવી કોઇ પ્રકારે ન કરવી અને અજ્ઞાની એવાં જે મનુષ્ય તેમની નિંદાના ભય થકી શ્રીકૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો જ નહી. (૩૯)
અને ઉત્સવના દિવસે વિષે તથા નિત્ય પ્રત્યે શ્રીકૃષ્ણના મંદિરમાં આવ્યા જે સત્સંગી પુરુષ તેમણે તે મંદિરને વિષે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓ તેમણે પુરુષોનો સ્પર્શ ન કરવો અને મંદિરમાંથી નિસર્યા પછી પોત પોતાની રીતે વર્તવું (૪૦)
અને ધર્મવંશી ગુરુથકી શ્રીકૃષ્ણની દિક્ષાને પામ્યા એવા બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિષે તુલસીની બેવડી માળા નિત્યે ધારવી અને લલાટ, રદય અને બે હાથ એ ચારે ઠેકાણે ઊધ્વપુંડ તિલક કરવું. (૪૧)
અને તે તિલક જે તે ગોપીચંદનને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતાં બાકી રહ્યું અને કેસર કંકુમાદિકે યુકત એવું જે પ્રસાદીનું ચંદન તેણે કરીને તિલક કરવું (૪૨)
અનુ તે તિલકના મધ્યને વિષે જ ગોળ એવો જે ચાંદલો તે જેતે ગોપીચંદને કરીને કરવો અથવા રાધિકાÒ અને લક્ષ્મીજી તેનું પ્રસાદીનું એવું જે કુંમકુંમ તેણે કરીને તે ચાંદલો કરવો. (૪૩)
અને પોતાના ધર્મને વિષે રહ્યા અને શ્રીકૃષ્ણના ભકત સતશૂદ્ર તેમણે તો તુળશીની માળા અનેઊધ્વપુંડ્ર તિલક તે બ્રાહ્મપ ક્ષત્રિય, વૈશ્યની પેઠે ધારવા (૪૪)
અને તે સચ્છૂદ્ર થકી બીજા જે જાતિએ કરીને ઉતરતાં એવા ભકતજન તેમણે તો ચંદનાદિક કાષ્ઠની બેવડીમાળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠની વિષે ધારવી અને લલાટને વિષે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું. (૪પ)
અને જે બ્રહ્મણાદિકને ત્રિપુંડ્ર જેવું આડુ તિલક કરવું તથા રુદ્રાક્ષની માળા ધારણ કરવી એ બે વાનાં પોતાની કુળ પરંપરાએ કરીને ચાલ્યાં આવ્યાં હોય અને તે બ્રાહ્મપાકિ અમારા આશ્રિત થયા હોય તો પણ તેમણે ત્રિપુંડ્ર અને રુદ્રાક્ષનો કયારેય ત્યાગ ન કરવો. (૪૬)
નારાયણ અને શિવજી એ બેનું એકાત્મ પણું જ જાણવું. જેમ જે વેદને વિષે એ બેનું બ્રહ્મણે કરીને પ્રતિપાદન કર્યું છે. (૪૭)
અને અમારા આશ્રિત જે મનુષ્ય તેમણે શાસ્ત્રે કહ્યો જે આપદધર્મ તે અલ્પ આપતકાળને વિષે મુખયપણે કરીને કયારેય ગ્રહણ ન કરવો. (૪૮)
અને અમારા સત્સંગી તેમણે નિત્ય સુર્ય ઉગ્યાથી પહેલાજ જાગવું અને શ્રીકૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને પછી જ શૌચવિધિ કરવા જવું. (૪૯)
અને પછી એક સ્થાનને વિષે બેસીને દાણ કરવું અને પછી પવિત્ર જળે કરીને સ્નાન કરીને પછી ધોયેલું વસ્ત્ર એક પહેરવું અને એક ઓઢવું (પ૦)
અને તે પછી પવિત્ર પૃથ્વીને વિષે પાથરેલું અને શુધ્ધ કોઇ બીજા આસનને અડયું ન હોય અને જેની ઉપર સારી પેઠે બેસાય એવું આસ તેને વિષે પૂર્વમુખે અથવા ઉત્તરમુખે બેસીને આચમન કરવું (પ૧)
અને પીસ સત્સંગી પુરુષમાત્રને ચાંદલો સહીત ઉધર્વપુંડ્ર તિલક કરવું અને સુવાસિની જે સ્ત્રીઓ તેમણે તો પોતાના ભાલને વિષે કુંકુમનો ચાંદલો કરવો (પ૨)
અને વિધવા સ્ત્રીઓએ પોતાના ભાલને વિષે તિલક ન કરવું તે ચાંદલો પણ ન કરવો તે પછી તે સર્વે જે અમારા સત્સંગી તેમણે મને કરીને કલ્પ્યાં જે ચંદન પુષ્પાદિક ઉપચાર તેમણે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની માસી પૂજા કરવી. (પ૩)
અને તે પછી જે શ્રીરાધાકૃષ્ણની ચિત્રપ્રતિમા તેનું આદર થકી દર્શન કરીને નમસ્કાર કરીને પછી પોતાના સામથ્ર્ય પ્રમાણે શ્રીકૃષ્ણનો જે અષ્ટક્ષર મંત્ર તેનો જપ કરીને તે પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું. (પ૪)
અને જે અમારા સત્સંગીમાં અંબરીષ રાજાની પેઠે આત્મનિવેદી એવા ઉત્તમ ભકત હોય તેમણે પણ પ્રથમ કહ્યું તેવી રીતે અનુક્રમે કરીને માનસી પૂજા પર્યનત સર્વે ક્રિયા કરવી (પપ)
અને જેતે આત્મનિવેદી ભકત તેમણે પાષણની અથવા ધાતુની જે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલિગ્રામ તેની જે પૂજા તે દેશકાળને અનુસરીને પોતાના સામથ્ર્ય પ્રમાણે પ્રાપ્ત થયા જે ચંદન પુષ્પ ફળાદિક વસ્તુ તેણે કરીને કરવી અને પછી શ્રીકૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો. (પ૬)
અને પછીશ્રીકૃષ્ણ ભગવાનના જે સ્તોત્ર અથવા ગ્રંથ તેનો પાઠ તે પોતાના સામથ્ર્ય પ્રમાણે કરવો અને જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમણે શ્રીકૃષ્ણ ભગવાનનું નામ કિર્તન કરવું (પ૭)
અને પછી શ્રીકૃષ્ણભગવાનને નૈવેધ કરીને પછી તે પ્સાદિનું એવું જે અન્ન તે જમવું
ને તે જે આત્મ નિવેદી વૈષ્ણવ તેમણે સર્વ કાળને વિષે પ્રીતિએ કરીને શ્રીકૃષ્ણ ભગવાનની સેવા પરાયણ થવું. (પ૮)
અને નિર્ગુણ કહેતા માયાનાં જે સત્વાદિક ત્રણ ગુણો તેણે રહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેના સબંધથકી તે આત્મનિવેદી ભકતની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે તેથી આત્મનિવેદી ભકતને જે તે નિર્ગુણ કહ્યા છે. (પ૯)
અને જે આત્મનિવેદી ભકત તેમણે શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ કયારેય ન પીવું અને પત્ર કંદ ફાળાદીક જે વસ્તુ તે પણ શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું (૬૦)
અને વળી સર્વે જે અમારા સત્સંગી તેમણે વૃધ્ધવસ્થાએ અથવા કોઇ મોટા આપત્કાળે કરીને અસમર્થપણું થઇ ગયે સતે પોતે સેવવાનું જે શ્રીકૃષ્ણનું સ્વરુપ તે બીજા ભકતને આપીને પોતે પોતાના સામથ્ય્ર પ્રમાણે વર્તવું (૬૧)
અને જે શ્રીકૃષ્ણનું સ્વરુપ પોતાને સેવનાને અર્થે ધર્મ વંશના જે આચાર્ય તેમણે જ આપ્યું હોય અથવા તે આચાર્ય જે સ્વરુપની પ્રતિષ્ઠા કરી હોય તે જ સ્વરુપને સેવવું અને તે વિના બીજુ જે શ્રીકૃષ્ણનું સ્વરુપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવવા યોગ્ય નથી. (૬૨)
અને અમારા જે સર્વ સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને તે ભગવાન તેના નામનું ઉચ્ચ સ્વરે કરીને કિર્તન કરવું (૬૩)
અને તે શ્રીકૃષ્ણની જે કથા વાર્તા તે પરમ આદર થકી કરવી અને સાંભળવી અને ઉત્સવને દિવસે વાજિંત્રે સહિત શ્રીકૃષ્ણનાં કિર્તન કરવાં (૬૪)
અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે જે પ્રકારે પૂર્વે કહ્યું તે પ્રકારે કરીને જ નિત્ય પ્રત્યે કરવું અને સંસ્કૃત અને પ્રાકૃત એવા જે સદગ્રંથ તેમનો અભ્યાસ પણ પોતાની બુધ્ધિને અનુસારે કરવો (૬પ)
અને જે મનુષ્ય જેવા ગુણે કરીને યુકત હોય તે મનુષ્યને તેવા કાર્યને વિષે વિચારીને જ પ્રેરવો પણ જે કાર્યને વિશે જે યોગ્ય ન હોય તે કાર્યને વિષે તેને કયારેય ન પ્રેરવો. (૬૬)
અને પોતાના જે સેવાક હોય તે સર્વની પોતાના સામરર્થ્ય પ્રમાણે અન્ન વસ્ત્રદિકે કરીને યથાયોગ સંભાવના નિરંતર રાખવી (૬૭)
અને જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચન કરીને દેશકાળાનુસારે યથા યોગ્ય બોલવવો પણ એથી બીજી રીતે ન બોલાવવો (૬૮)
અને વિનયે કરીને યુકત એવા જે અમારા આશ્રિત સત્સંગી તેમણે ગુરુ, રાજા, અતિવૃધ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વીએ છ જણા આવે ત્યારે સન્મુખ ઉઠવું તથા આસન આપવું તથા મધુર વચને બોલાવવા ઇત્યાદિક ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું. (૬૯)
અને ગુરુદેવને રાજા એમને સમીપે તથા સભાને વિષે પગ ઉપર પગ ચઢાવીને ન બેસવું તથા વસ્ત્રે કરીને ઢિંચણને બાંધી ન બેસવું (૭૦)
અને અમરા આશ્રિત જે સર્વે સતસંગી તેમપે પોતાના આચાર્ય સંગાથે કયારેય પણ વિવાદ ન કરવો અને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન ધન વસ્ત્રદિકે કરીને તે પોતાના આચાર્યને પૂજવા (૭૧)
અમારા જે આશ્રિત જન તેમણે પોતાના આચાર્યને આવતા સાંભળીને આદર થકી તત્કાળ સન્મુખ જવું અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની ભગોળ સુધી વળાવવા જવું (૭૨)
અને ઘણુંક છે ફળ જેને વિષે એવું પણ જે કર્મ તૈ જો ધર્મ રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું, કેમ જે ધર્મ છે તેજ સર્વ પુરુષાર્થનો આપનારો છે મોજ્ઞે કોઇક ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ન કરવો (૭૩)
અને પૂર્વે થયા જે મોટા પુરુષ તેમણે પણ જો કયારેય અધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું અને તેમણે જે ધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ કરવું. (૭૪)
અને કોઇની પણ જે ગૃહ્યવર્તા તે તો કોઇ ઠેકાણે પણ પ્રકાશ કરવી જ નહિ અને જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે જ સન્માન કરવું પણ સમદ્રષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહિ. (૭પ)
અને અમારા જે સર્વે સતસંગી તેમણે ચાતુર્માસને વિષે વિશેષ નિયમ ધારવો અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિષે વિશેષ નિયમ ધારવો. (૭૬)
અને તે વિશેષ નિયમ તે કિયા તો ભગવાાની કથાનું શ્રવણ કરવું તથા કથા વાંચવી તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું તથા પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપુજા કરવી તથા ભગવાનના મંત્રનો જપ કરવો તથા સ્તોત્રનો ,ાઠ કરવો તથા ભગવાાને પ્રદક્ષિણાઓ કરવી. (૭૭)
તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા એ જે આઠ પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્યા છે તે માટે એ નિયમમાંથી કોઇ એક નિયમ જે તે ચોમાસાને વિષે વિશેષ પણે ભકિતએ કરીને ધારવો. (૭૮)
અને સર્વ જે એકાદશીઓ તેમું વ્રત જે તે આદરથકી કરવું તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિક જન્મદિવસ તેમનું વ્રત જે તે આદરથકી કરવું તથા શિવરાત્રીનું વ્રત જેતે આદરથકી કરવું અને તે વ્રતના દિવસને વિષે મોટા ઉત્સવ કરવા (૭૯)
અને જે દિવસે વ્રત નલ ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશય યત્ને કરીને દિવસની નિંદ્રાનો ત્યાગ કરવો, કેમ જે જેમ મૈથુને કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે. તેમજ દિવસની નિંદ્રાએ કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થાઇ છે. (૮૦)
અને સર્વ વૈષ્ણવના રાજા એવા જે શ્રીવલ્લભાચાર્ય તેના પુત્ર જે શ્રી વિઠ્ઠલનાથજી તે વ્રત અને ઉત્સવના નિર્ણયને કરતા હતા. (૮૧)
અને તે વિઠ્ઠલનાથજીએ કર્યો તેને જ અનુસરીને સર્વે વ્રત ને ઉત્સવ કરવા અને તે વિઠ્ઠલનાથજીએ કહી જે શ્રીકૃષ્ણની સેવા રીતિ તેનું જ ગ્રહણ કરવું (૮૨)
અને સર્વે જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિક જે તીર્થ તેમની યાત્રા જેતે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દીન જનને દયાવાન થવું (૮૩)
અને અમારા જો આશ્રિત તેમણે વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતિ અને સુર્ય એ પાંચ દેવ પુજયપણે કરીને માનવા (૮૪)
અને જો કયારેક ભૂતપ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે તો નારાયણકવચનો જપ કરવો અથવા હનુમાનજીના મંત્રનો જપ કરવો પણ એ વિના બિજા કોઇ ક્ષુદ્ર દેવના સ્તોત્ર અને મંત્રનો જાપ જ કરવો (૮પ)
અને સુર્યનું ને ચંદ્રમાનું ગ્રહણ થાય ત્યારે અમારા જે સર્વે સત્સંગી તેમણે બીજી સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઇને શ્રીકૃષ્ણ ભગવાનના મંત્રનો જપ કરવો. (૮૬)
અને તે ગ્રહણ મુકાઇ રહ્યા પછી વસ્ત્રસહિત સ્નાન કરીને અમારા ગૃહસ્થ સત્સંગી હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી (૮૭)
અને અમારા સત્સંગી એવા જે ચારે વર્ણના મનુષ્ય તેમણે જન્મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાળવું (૮૮)
અને જે બ્રાહ્મણ વર્ણ હોય તેમણે શમ,દમ,ક્ષમા અને સંતોષ એ આદિક જે ગુણો તેમણે યુકત થવું અને જે ક્ષત્રિય વર્ણ હોય તેમણે શૂરવીરપણું અને ધીરજ એ
આદિક જે ગુણ તે યુકત થવું. (૮૯)
અને વૈશ્ય વર્ણ હોય તેમણે કૃષિકર્મ તથા વાપિજય-વ્યાપાર તથા વ્યાજવટો એ આદિક જે વૃતિઓ તેમણે કરીને વર્તવું અને શૂદ્ર વર્ણ હોય તેમણે બ્રાહ્મણાદિક ત્રણ વર્ણની સેવા કરવી એ આદિક વૃતિઓ તેમણે કરીને વર્તવું (૯૦)
અને જે દ્વિજ હોય તેમણે ગર્ભાધાનાદિક સંસ્કાર તથા આહ્નિક તથા શ્રાદ્ધ એ ત્રણ જેતે
પોતાના ગૃહ્યસુત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધનસંપતિ હોય
તે પ્રમાણે કરવા (૯૧)
અને કયારેક જાણે અથવા અજાણે જો નાનું મોટું પાપ થઇ જાય તો પોતાની શકિત પ્રમાણે તે પાપનું પ્રાયશ્ર્ચિત કરવું. (૯૨)
અને ચાર વેદ તથા વ્યાસ સૂત્ર તથા શ્રીમદભાગવત નામે પુરાણ તથા મહાભારતને વિષે આવેલું શ્રીવિષ્ણુ સહસ્ત્રનામ (૯૩)
તથા શ્રીમદભાગવત ગીતા તથા વિદુરજીએ કહેલી જે નીતી તથા સ્કંદપુરાણનો જે વિષ્ણુખઠ તેને વિષે રહ્યું એવું જે શ્રી વાસુદેવમહાત્મ્ય (૯૪)
અને ધર્મશાસ્ત્રના મધ્યમાં રહી એવી જે યાજ્ઞવલ્કય ઋષિની સ્મૃતિ એ જે આઠ સચ્છાસ્ત્ર તે અમને ઇષ્ટ છે. (૯પ)
અને એ પોતાના હિતને ઇચ્છતા એવા જે અમારા સર્વે શિષ્ય તેમપે એ આટ સચ્છાસ્ત્ર જેતે સાંભળવાં અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે સચ્છાસ્ત્ર જેતે ભણવાં તથા ભણાવવાં તથા એમની કથા કરવી. (૯૬)
અને તે આટ સચ્છાસ્ત્રમાંથી આચાર વ્યવહાર અને પ્રયશ્ર્ચિત એ ત્રણનો જે નિર્ણય કરવો તેને વિષે તો મિતાક્ષરા ટીકાએ યુકત એવી જે યાજ્ઞવલ્કય ઋષિની સ્મૃતિ, તેનું ગ્રહણ કરવું (૯૭)
આઠ સચ્છાસ્ત્રને વિષે જે શ્રીમદભાગવતપુરાણ તેના દશમને પંચમ નામે જે બે સ્કંધ તે જેતે શ્રીકૃષ્ણભગવાનના મહાત્મ્ય જાપવાને અર્થે સર્વથી અધિકપણે જાણવાં (૯૮)
અને દશમસ્કંધ તથા પંચમસ્કંધ તથા યાજ્ઞવલ્કયની સ્મૃતિ એ જે ત્રણ તે અનુક્રમે
કરીને અમારું ભકિતશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર છે, કહેદા દશમસ્કંધ તે ભકિત શાસ્ત્ર છે અને પંચમ સ્કંધ તે યોગ શાસ્ત્ર છે અને યાજ્ઞવલ્કયની સ્મૃતિ તે ધર્મશાસ્ત્ર છે એમ જાણવું (૯૯)
અને શ્રીરામાનુજાચાર્યે કર્યું એવુ જે વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય તથા શ્રીભગવતગીતાનું ભાષ્ય એ જે બે તે અમારું અધ્યાત્મશાસ્ત્ર છે એમ જાણવું (૧૦૦)
અને એ સર્વે સચ્છાસ્ત્રને વિષે જે વચન તે શ્રીકૃષ્ણ ભગવાનનું સ્વરુપ તથા ધર્મ તથા ભકિત તથા વૈરાગય અને ચારના અતિ ઉત્કર્ષપણાને કહેતાં હોય (૧૦૧)
તે વચન જેતે બીજા વચનો કરતાં પ્રધાનપણે માનવાં અને શ્રીકૃષ્ણભગવાનની ભકિત તે ધર્મે સહિત જ કરવી એવી રીતે તે સર્વે સચ્છાસ્ત્રનું રહસ્ય છે (૧૦૨)
અને શ્રુતિ સ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણવો, અને શ્રીકૃષ્ણભગવાનને વિષે મહાત્મ્ય જ્ઞાને સહિત જે ૅણો સ્નેહ તે ભકિત જાણવી (૧૦૩)
અને શ્રીકૃષ્ણભગવાનના વિના અન્ય પદાર્થમાં પ્રીતી નહિ તે વૈરાગ્ય જાણવો અને જીવઘ માયા અને ઇશ્ર્વર તેમના સ્વરુપને જે રુડી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ (૧૦૪)
અને જે જીવ છે તે રદયને વિષે રહ્યો છે ને અણું સરખો સુક્ષ્મ છે તે ચૈતન્યરુપ છે ને બધુ જાણનારો છે અને પોતાની જ્ઞાનશકિતએ કરીને નખથી શીલા શિખા પર્યત સમગ્ર પોતાના દેહ પ્રત્યે વ્યાપીને રહ્યો છે અને અચ્છેય, અભેદ, અજર, અમર ઇત્યાદીક છે લક્ષ્મણ જેના એવો જીવ છે એમ જાણવો (૧૦પ)
અને જે માયા છે તે ત્રિગુણાત્મિકા છે અને અંધકારરુપ છે ને શ્રીકૃષ્ણ ભગવાનની શકિત છે અને આ જીવને દેહ તથા દેહના જે સંબંધી તેમને વિષે અહંતમત્વની કરાવનારી છે એમ માયાને જાણવી (૧૦૬)
અને જે ઇશ્ર્વર છે તે જેમ રદયને વિષે જીવ રહ્યો છે તેમ તે જીવને વિષે અંતર્યામીપણે કરીને રહ્યા છે ને સ્વતંત્ર છે ને સર્વ જીવને કર્મફળના આપનારા છે એમ ઇશ્ર્વરને જાણવા (૧૦૭)
અને તે ઇશ્ર્વર તે કયા તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે ઇશ્ર્વર છે અને તે શ્રીકૃષ્ણ જેતે આપણા ઇષ્ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે (૧૦૮)
અને સમર્થ એવા જે શ્રીકૃષ્ણ તે જે રાધિકાજીએ યુકત હોય ત્યારે શ્રીરાધાકૃષ્ણ એવે નામે જાણવા અને રુકમણીરુપ જે લક્ષ્મીરુપ જે લક્ષ્મી તેમપે યુકત હોય ત્યારે શ્રી લક્ષ્મીનારાયણ એવે નામે જાણવા (૧૦૯)
અને એ શ્રીકૃષ્ણ જેતે અર્જુને યુકત હોય ત્યારે શ્રી નરનારાયણ એવે નામે જાણવા અને વળી તે શ્રીકૃષ્ણ જેતે બળભદ્રાદિકને યોગ. કરીને હોય ત્યારે તે તે નામે કહેવાય છે એમ જાણવું (૧૧૦)
અને એ જે રાધાદિક ભકત તે જેતે કયારેક તો તે શ્રીકૃષ્ણ ભગવાનને પડખે હોય છે અને કયારેક તો અતિ સ્નેહે શરીને શ્રીકૃષ્ણભગવાનના અંગને વિષે રહે છે ત્યારે તો તે શ્રીકૃષ્ણ ભગવાન એકલ જ હોય એમ જાણવા (૧૧૧)
એ હેતુ માટે શ્રીકૃષ્ણ ભગવાનનાં જે સ્વરુપ તેમને વિષે સર્વે પ્રકારે કરીને ધેદ ન જાણવો અને ચતુર્ભુજપણું અષ્ટભુજપણું સહસ્ત્રભુજપણું ઇત્યાદિક જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે તે શ્રીકૃષ્ણ તેમની ઇચ્છાએ કરીને છે એમ જાણ