Swayam Sevak

Swayam Sevak Adinathi Satsang mandal Tapi

જય જય મચ્છેન્દ્ર સમર્થજય જય ચંડિકાજય શ્રી રામપૂજ્ય શ્રી છોટેદાદાના પવિત્ર આદેશથી આદિનાથી સત્સંગ મંડળ તાપી દ્વારા દર શનિવ...
24/05/2026

જય જય મચ્છેન્દ્ર સમર્થ
જય જય ચંડિકા
જય શ્રી રામ

પૂજ્ય શ્રી છોટેદાદાના પવિત્ર આદેશથી આદિનાથી સત્સંગ મંડળ તાપી દ્વારા દર શનિવારે વિવિધ સ્થળોએ હનુમાન ચાલીસાના પાઠ, સત્સંગ તથા ભજન-કીર્તનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

તા. 23/05/2026, શનિવારના રોજ સોનગઢ તાલુકાના ધમોડી ગામ ખાતે આવેલ ભવાની માતાના મંદિરે આદિનાથી સત્સંગ મંડળના સદસ્યો તેમજ ધમોડી ગામના ગ્રામજનોના સહયોગથી ભવ્ય મંદિર પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પવિત્ર પ્રસંગે સમગ્ર ગામમાં ભક્તિમય તથા ધાર્મિક માહોલ સર્જાયો હતો. કાર્યક્રમ દરમિયાન આરતી, સત્સંગ, હનુમાન ચાલીસાના પાઠ, ભજન-કીર્તન તથા મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગામના આગેવાનો, યુવાનો, વડીલો તેમજ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ, શાંતિ અને આધ્યાત્મિક ઊર્જા સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

સાને દાદા કી જય
છોટે દાદા કી જય

*જય જય મચ્છેન્દ્ર સમર્થ જય શ્રી રામ*🙏 🌸🌸🌸🌸🌸🌸🙏*વિસ્વ વંદનીય પરમ પૂજ્ય શ્રી છોટેદાદા (વર્તમાન ગાદીપતિ નવનાથ ધામ બીલીમોરા) ...
09/02/2026

*જય જય મચ્છેન્દ્ર સમર્થ જય શ્રી રામ*
🙏 🌸🌸🌸🌸🌸🌸🙏

*વિસ્વ વંદનીય પરમ પૂજ્ય શ્રી છોટેદાદા (વર્તમાન ગાદીપતિ નવનાથ ધામ બીલીમોરા) ના આદેશ* થી ગુજરાત તથા મહારાષ્ટ્ર ના વિવિધ ગામોમાં હનુમાન ચાલીસા નો પાઠ અને ભજન-સત્સંગનું આયોજન કરી ધર્મ જાગરણ, સમાજ વ્યસન મુક્ત બને અને સનાતન ભારતીય સંસ્કૃતિની ધજા ફરકતી રહે એ ઉદેસ્ય થી નાથપંથી ગુરુભકતો અને ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો મળી સત્સંગ કરી રહ્યા છે.

👉 જાન્યુઆરી માસનો સત્સંગ👈

તારીખ:- 08/02/2026
સમય :- 8:00
વાર:- શનિવાર
ગામ :- ટાપરવાડા
તાલુકો :- સોનગઢ
જીલ્લો :- તાપી
નામઃ- શ્રીમતી રૂધીબેન નાનજીભાઈ ગામીત દ્વારા સત્સંગ રાખવામાં આવ્યો હતો
જેમાં આદિનાથી સત્સંગ મંડળના સદસ્ય તથા વિવિધ ગામ ના ઘર્મપ્રેમી લોકો મોટી સંખ્યા માં ભેગા થઈ હનુમાન ચાલીસા નો પાઠ અને ભજન કીર્તન કરી અલખ જગાવી હતી.
સદગુરુ શ્રી સાનેદાદા કી જય🙏
સદગુરુ શ્રી છોટેદાદા કી જય🙏
🙏 *જય શ્રી રામ*🙏

Address

Songadh
Vyara

Telephone

+918160436344

Website

Alerts

Be the first to know and let us send you an email when Swayam Sevak posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share