17/02/2021
Agashi Maha Tirth ke Tirthodharak,
હૃદયસ્પર્શી પ્રવચનકાર, શ્રધ્ધેય ગુરુદેવ પ.પૂ.આ.ભ. શ્રી યશોવર્મસૂરીશ્વરજી મહારાજા તથા પૂ.સા.શ્રી વિપુલમાલાશ્રી.જી મ.સા ના સંયમ જીવનના 57માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે વિરાર થી વલસાડ(રેલ્વે તથા હાઈ વે) સુધી કાર્યરત “શ્રમણ સેવા ગ્રુપ" દ્વારા... મુંબઈ થી અમદાવાદ તથા મુંબઈ થી નાશિક સુધી આવતા તમામ વિહારધામોમાં “Complete Primary Treatment Kit" મુકવામાં આવેલ છે.જેનો લાભ અનેક ગુરુભકતો એ લીધેલ છે
આ કીટમાં શારીરિક અસ્વસ્થતા સમયે જરૂરી એવી *પ્રાથમિક સારવાર અર્થે કેટલીક દવાઓ, પ્રાથમિક ચિકિત્સાના સાધનો આદિ ઉપલબ્ધ છે. જેના દ્વારા ડોક્ટર સાથે ઓનલાઇન કન્સલ્ટ કરીને તાત્કાલિક સારવાર મેળવી શકાશે.
*સર્વે શ્રમણ - શ્રમણી ભગવંતો સહ મુમુક્ષુ આદિ પણ આ કીટનો લાભ આપશોજી.
આ સાથે ઇમરજન્સી માટે ડૉક્ટરના ફોન નંબર પણ નીચે આપ્યા છે તો આ સેવાનો પણ લાભ લઈ શકો છો..