Shree Bhidiya Samast Kharwa Samaj Bhidiya-Veraval

Shree Bhidiya Samast Kharwa Samaj Bhidiya-Veraval Hindu religion

17/08/2026
જય રામદેવજી મહારાજ      શ્રી ભીડીયા સમસ્ત ખારવા સમાજ દ્વારા કેવટ ભુવન ખાતે ફિશરમેન અવેરનેસ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવામા...
07/08/2026

જય રામદેવજી મહારાજ

શ્રી ભીડીયા સમસ્ત ખારવા સમાજ દ્વારા કેવટ ભુવન ખાતે ફિશરમેન અવેરનેસ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો. કાર્યક્રમમાં *માનનીય SP સાહેબ, PSI સાહેબ, SOG અધિકારીશ્રી, ભીડીયા સમસ્ત ખારવા સમાજના પટેલશ્રી ચુનીલાલ લાલજીભાઈ ડાલકી, બોટ એસોસિએશનના પ્રમુખશ્રી હરેશભાઈ ગોવિંદભાઈ દરી, સમાજના પંચ આગેવાનો* તેમજ *કોળી સમાજના પ્રમુખશ્રી, સાગરપુત્ર ફાઉન્ડેશનના પ્રમુખશ્રી, વેરાવળ સમસ્ત ખારવા સમાજના પ્રમુખશ્રી અને સદભાવના એસોસિએશનના પ્રમુખશ્રી* તથા ખલાસી ભાઈઓ ટંડેલ ભાઈ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓએ માછીમારોને કાયદાકીય જાગૃતિ, દરિયાઈ સુરક્ષા, સાવચેતી તથા મહત્વપૂર્ણ માર્ગદર્શન અને ઉપયોગી માહિતી આપી હતી.

*જય રામદેવજી મહારાજ*             જય રામદેવજી સાથ જણાવવાનું કે તા. 04-08-2026 ના રોજ શ્રી ભીડીયા સમસ્ત ખારવા સમાજ ના પટેલ...
04/08/2026

*જય રામદેવજી મહારાજ*

જય રામદેવજી સાથ જણાવવાનું કે તા. 04-08-2026 ના રોજ શ્રી ભીડીયા સમસ્ત ખારવા સમાજ ના પટેલ શ્રી તથા પ્રમુખશ્રી ની વરણી માટે બહુડી સંખ્યા માં ભેગા થયેલ અને ચર્ચા વિચારણા કરી સર્વાનુમતે પટેલ શ્રી તરીકે ચુનીલાલ લાલજીભાઈ ડાલકી તથા ઉપ પટેલ શ્રી તરીકે રમેશભાઈ રામજીભાઈ ડાલકી અને ખારવા સમાજના બોટ એસોસિએશન ના પ્રમુખ શ્રી તરીકે હરેશભાઈ ગોવિંદભાઈ દરી ની નિમણૂંક કરવામાં આવેલ છે જે બદલ ખૂબ ખૂબ અભિનંદન અને સાથો-સાથ ઉપ પ્રમુખ શ્રી તરીકે પરેશભાઈ લાલજીભાઈ કોટિયા
રાજેશભાઈ લખમભાઈ દરી
નરેન્દ્રભાઈ માવજીભાઈ ડાલકી
પ્રકાશભાઈ કેશવભાઈ કોટિયા
ઈશ્વરભાઈ બાબુભાઈ ડાલકી
જીતેન્દ્રભાઈ રામાભાઈ આંજણી
પ્રવિણભાઇ રામજીભાઈ ગોહેલ
ની નિમણૂંક કરવામાં આવેલ છે.

27/07/2026

આત્મનિર્ભર ભારતનું આંગણું ગુજરાત!

ગુજરાત શિપબિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-2026 દ્વારા આપણું ગુજરાત દેશના શ્રેષ્ઠ શિપબિલ્ડિંગ અને રિપેરિંગ સેન્ટર તરીકે સ્થાપિત થશે.

શ્રી રામદેવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા ના  54 વર્ષ નિમિત્તે પવિત્ર હવન તથા મહાપ્રસાદનુંઆયોજન શ્રી ભીડિયા સમસ્ત ખારવા સમા...
25/07/2026

શ્રી રામદેવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા ના 54 વર્ષ નિમિત્તે પવિત્ર હવન તથા મહાપ્રસાદનું
આયોજન શ્રી ભીડિયા સમસ્ત ખારવા સમાજ દ્વારા તારીખ: 25-07-2026 (શનિવાર)
સમય: બપોરે 4:00 કલાકે પ્રસાદ
સ્થળ: શ્રી રામદેવજી મંદિર, ભીડીયા મંદિર તમામ ભાઈઓ, બહેનો અને વડીલોને પરિવાર સાથે પધારી હવનના દર્શન કરી મહાપ્રસાદનો લાભ લેવા હાર્દિક આમંત્રણ...

16/07/2026

🌼 રામદેવજી અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ 🌼

બાબા રામદેવજીના આશીર્વાદથી
તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યનો સદાય વાસ રહે.
આ પવિત્ર અષાઢી બીજનો પાવન તહેવાર તમારા પરિવાર માટે આનંદ અને સફળતા લઈને આવે.

જય બાબા રામદેવજી! 🙏

23/06/2026
ભીડિયા ખારવા સમાજ દ્વારા 23 મો સમૂહલગ્ન તારીખ કુલ ટોટલ ચાર રાઉન્ડ સાથે આયોજિત
06/06/2026

ભીડિયા ખારવા સમાજ દ્વારા 23 મો સમૂહલગ્ન તારીખ કુલ ટોટલ ચાર રાઉન્ડ સાથે આયોજિત

સોમનાથનો ઈતિહાસ વિનાશ કે હારનો નહીં પરંતુ વિજય અને પુનઃનિર્માણનો છે.જય સોમનાથ 🙏
11/05/2026

સોમનાથનો ઈતિહાસ વિનાશ કે હારનો નહીં પરંતુ વિજય અને પુનઃનિર્માણનો છે.

જય સોમનાથ 🙏

Address

Veraval

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Bhidiya Samast Kharwa Samaj Bhidiya-Veraval posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category