Shree Govardhannathji Haveli Manjalpur Vadodara

Shree Govardhannathji Haveli Manjalpur Vadodara શ્રી ગોવર્ધનનાથજી હવેલી માંજલપુર ગ્રીન પાર્ક સોસાયટી વડોદરા

શ્રીનાથજી સેવા ટ્રસ્ટ સંચાલિત માંજલપુરની પુણ્યભૂમિમાં વિકસેલ શ્રી ગોવર્ઘનનાથજીની હવેલી એ વૈષ્ણવોનું આશ્રર્યતીર્થ છે. વૈષ્ણવોના શ્રધ્ઘાપૂર્ણ સહકાર અને પ.પૂ.ગો. ૧0૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના આશીર્વાદથી આ હવેલી એ ઉત્તરોત્તર વિકાસ સાધ્યો છે.

નિકુંજ નાયક શ્રી ગોવર્ધનઘરણ, પ.પૂ.ગો. ૧0૮ શ્રી ઈન્દિરા બેટીજી મહોધ્યા હસ્તક નાનકડા પણ સોહામણા મંદિરમાં ૧૧વર્ષ સુધી બિરાજયાં હતા, ત્યાંથી ઠાકોરજી વ્રજઘામના

વિશાળ સંકુલમાં પધાર્યા. પરંતુ આ ભૂમિને જાણે ઠાકોરજીનો વિરહ સાલ્યો તેથી અથવા આ ભૂમિ ઠાકોરજી માટેજ નિર્માણ થઈ હોય એમ, સ્થળનું સવત્પાવિત્ર્ય અને પ્રભુસુવાસ ત્યાં ચિરસ્થાયી રહયો, દોઢેક વર્ષ બાદ, ઠાકોરજીએ જ સોસાયટીના રહીશોમાં આ સ્થળે હવેલી બનાવવાની જાણે પ્રેરણા આપી. દૈવી વિચારનો અમલ પણ તત્કાલ થયો. બીજા જ દિવસે જયપુર પહોંચી જઈ, શ્રી ગોવર્ઘનનાથજીનું સ્વરૂપ પઘરાવી લાવ્યા. હસતા મુખારવિંદવાળા પ્રથમ સ્વરૂપને નિહાળતાજ પ.પૂ.શ્રી દ્વારકેશલાલજીએ પ્રસન્નતા વ્યકત કરી. ૧૩ નવેમ્બર ૨000ના રોજ પ.પૂ.ગો. ૧૦૮શ્રી વ્રજેશક્રુમારજી મહારાજશ્રી (કાંકરોલી નરેશ) અને પ.પૂ.ગો, ૧0૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના કરકમળો દ્વારા સ્વરૂપ પ્રતિષ્ઠા કરવામાં આવી. વૈષ્ણવોને મહાપ્રસાદ સાથે આનંદ ઉત્સવ ઉજવાયો, આયોજકોએ હવેલીના શિસ્તબધ્ઘ પારદર્શી વહીવટ માટે ટ્રસ્ટ બનાવ્યું અને ૩ જુલાઈ ૨00૧ના રોજ ટ્રસ્ટની નોંધણી કરાવી.

ટ્રસ્ટીઓના ઉત્સાહ અને કુનેહથી, ઠાકોરજીના સુખ માટે નૂતન હવેલીની યોજના અન્વયે, ૯ જાન્યુઆરી ૨00૪ના રોજ હવેલીનો શિલાન્યાસ કરવામાં આવ્યો. અલ્પ સમયમાં તો હવેલી તૈયાર થઈ ગઈ અને ૨૨ ઓગષ્ટ ૨00૪ના રોજ નવી હવેલીમાં ફરીથી ઠાકોરજીની પ્રતિષ્ઠા કરવામાં આવી. ત્યારબાદ, હવેલીના પ્રથમમાળે સત્સંગહોલ / શિક્ષણભવનનું નિર્માણ કરવામાં આવ્યું. જેનું લોકાર્પણ ૨૧ ડીસેમ્બર ૨00૫ના રોજ થયું. એક દશકામાં નૂતન નંદાલય તરીકે સુપ્રતિષ્ઠિત થયેલ હવેલી સંકુલની ગતિવિધિ ઉપરાંત, ષુષ્ટિમાર્ગ વિશેની કેટલીક પ્રાથમિક સમજનો રસપ્રદ આલેખ પણ સ્મરણિકામાં રજૂ કર્યો છે. વરિષ્ઠ વૈષ્ણવો માટે પુષ્ટિધર્મની આ વિગતો નવી નથી પરંતુ વૈષ્ણવ પરિવારોની નવી પેઢીને લક્ષમાં રાખીને આ લેખો પ્રસ્તુત કર્યા છે.

Address

Green Park Society, Bh Mahatma Gandhi School, Manjalpur Naka, Manjalpur, Vadodara
Vadodara
390011

Telephone

+919662420405

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Govardhannathji Haveli Manjalpur Vadodara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Shree Govardhannathji Haveli Manjalpur Vadodara:

Shortcuts

Share