Nazareth Preaching Center , Dashrath, Vadodara

Nazareth Preaching Center , Dashrath, Vadodara Nazareth Methodist Church , Dashrath, Vadodara .

14/12/2025
આજે તા-૧૬-૧૧-૨૫ અને રવિવાર સાબ્બાથ દિન ( પવિત્ર દિવસે ) સવારે ૯:૦૦ કલાકે સ્થાનિક મંડળીના પાળક રેવ બેન્જામિન પરમાર સાહેબન...
16/11/2025

આજે તા-૧૬-૧૧-૨૫ અને રવિવાર સાબ્બાથ દિન ( પવિત્ર દિવસે ) સવારે ૯:૦૦ કલાકે સ્થાનિક મંડળીના પાળક રેવ બેન્જામિન પરમાર સાહેબની આગેવાની હેઠળ ભક્તિ સભાની શરૂઆત કરવામાં આવી હતી, અને ગીતો, સ્તોત્ર, પ્રાર્થનાઓ સાથે સ્તુતિ આરાધના કરી વચનો માં લુક-૪-૧૪-૨૨ માંથી ( GRC ) Treasure અને વડોદરા ડિસ્દ્રિક ના D,S રેવ ઇમાનુએલ કાન્ત સાહેબ દ્વારા હૃદયસ્પર્શી વચનો આપ્યા હતા, અને મંડળી વતી બૂકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું, અને મંડળીમાં બાપ્તિસ્માની ક્રિયા કરવામાં આવી હતી અને મંડળી વતી પ્રેમ ભોજન ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, આ બધી વ્યવસ્થા માટે ઇશ્વર પિતાનો હૃદય ના ઉંડાણથી અમો મંડળી વતી આભાર માનીએ છીએ, નાઝરેથ પ્રિચીઞ સેન્ટર દશરથ ,વડોદરા ડિસ્દ્રિક.

આજરોજ તા -૧૫/૬/૨૦૨૫ ને રવિવાર પિતૃદિન ના રોજ સવારે ૯:૦૦ કલાકે સ્થાનિક મંડળીના પાળક રેવ બેન્જામિન પરમાર સાહેબની આગેવાની હ...
15/06/2025

આજરોજ તા -૧૫/૬/૨૦૨૫ ને રવિવાર પિતૃદિન ના રોજ સવારે ૯:૦૦ કલાકે સ્થાનિક મંડળીના પાળક રેવ બેન્જામિન પરમાર સાહેબની આગેવાની હેઠળ ભક્તિ સભાની શરૂઆત કરવામાં આવી હતી, અને મંડળીમાં પિતૃદિન ની ઉજવણી કરતાં શારોન મેથોડિસ્ટ ચચૅ વડોદરા ના સભ્ય અને વિકલીફ ઇન ઇન્ડિયા સંસ્થા ના કાયૅરત અને ઇંગ્લિશ ચેનલ ચચૅ સેન્ટનરી મેથોડિસ્ટ ચચૅ વડોદરામાં સેવા આપનાર સ્ટીવન ક્રિશ્ચન સાહેબની હાજરીની નોંધ લેવામાં આવી હતી, અને પિતા તરીકે અને આજના વચનના સેવક ને સ્થાનિક મંડળી વતી બૂકે આપી શુભેચ્છાઓ પાઠવી હતી, અને ગીતો ,સ્તોત્ર, પ્રાર્થનાઓ સાથે સ્તુતિ આરાધના કરી વચનો માં લુક -૧૫-૧૧-૩૨ માંથી એક પિતા નાં બે દિકરાઓ વિશે અદભૂત ખૂલાસાસહિત આત્મિક વચનો આપ્યા હતા, અને સ્થાનિક મંડળીના પિતાઓને પણ તેમના બાળકો દ્વારા ફૂલ કલગી આપી શુભેચ્છાઓ પાઠવી હતી, અને મંડળી વતી ચા-નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, આ બધી વ્યવસ્થા માટે સ્થાનિક મંડળીના સભ્ય હસમુખભાઈ પરીવાર નો સિંહ ફાળો રહ્યો હતો,આ બધી વ્યવસ્થા માટે ઇશ્વર પિતાનો હૃદય ના ઉંડાણથી અમો મંડળી વતી આભાર માનીએ છીએ, નાઝરેથ પ્રિચીઞ સેન્ટર દશરથ, વડોદરા, મંડળી વતી,

તા-૪/૫/૨૫ ને રવિવારના રોજ સવારે ૮:૦૦ કલાકે સ્થાનિક મંડળીના પાળક રેવ બેન્જામિન પરમાર સાહેબની આગેવાની હેઠળ ભક્તિ સભાની શરૂ...
05/05/2025

તા-૪/૫/૨૫ ને રવિવારના રોજ સવારે ૮:૦૦ કલાકે સ્થાનિક મંડળીના પાળક રેવ બેન્જામિન પરમાર સાહેબની આગેવાની હેઠળ ભક્તિ સભાની શરૂઆત કરવામાં આવી હતી, અને ગીતો, સ્તોત્ર, પ્રાર્થનાઓ સાથે વચનો માં માત્થી-૨૮-૧-૧૧ માં થી પુનરુત્થાન ની વાસ્તવિકતા વિશે અદભૂત ખૂલાસાસહિત આત્મિક વચનો આપ્યા હતા, અને આજની ભક્તિ સભા આશીર્વાદીત રહી હતી, અને ભક્તિ સભા પછી મંડળીના પાળક સાહેબ અને પરીવાર સાથે મંડળીના સવૅ સભ્યો સાથે મળી નિલકનાથ રિસોર્ટ ( આજવા નીમેટા ) પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું, અને

, આ બધી વ્યવસ્થા માટે ઇશ્વર પિતાનો હૃદય ના ઉંડાણથી અમો મંડળી વતી આભાર માનીએ છીએ,( મંડળીના સભ્ય રીતેશ ભાઇ એ ) પ્રવાસ માટે ના બધા જ કામ ના મેનેજમેન્ટ માટે અમો મંડળી વતી આભાર માનીએ છીએ, નાઝરેથ પ્રિચીઞ સેન્ટર દશરથ, વડોદરા, મંડળી વતી,

આજે તા-૨૦/૪/૨૫ ને રવિવારને  (ઇસ્ટર) ડે નિમિત્તે સવારે ૯:૦૦ કલાકે સ્થાનિક મંડળીના પાળક રેવ બેન્જામિન પરમાર સાહેબની આગેવાન...
20/04/2025

આજે તા-૨૦/૪/૨૫ ને રવિવારને (ઇસ્ટર) ડે નિમિત્તે સવારે ૯:૦૦ કલાકે સ્થાનિક મંડળીના પાળક રેવ બેન્જામિન પરમાર સાહેબની આગેવાની હેઠળ ભક્તિ સભાની શરૂઆત કરવામાં આવી હતી, અને ગીતો, સ્તોત્ર અને પ્રાર્થના સાથે વચનો માં માકૅ-૧૬-૧-૮ માં થી પુનરુત્થાન વિશે બાઇબલ સેમીનરી વાસદ ના પ્રિન્સીપાલ રેવ કિરીટ પરમાર સાહેબે હૃદય સ્પર્શી વચનો આપ્યા હતા, અને રેવ કિરીટ પરમાર સાહેબ ને તથા વાસદ પાસ્ટોરેટ ના સેક્રેટરી શ્રી મનોજ ભાઇ તથા સ્થાનિક મંડળીના પાળક રેવ બેન્જામિન પરમાર સાહેબ અને પરીવાર સાથે મંડળીના સભ્ય જોસેફ ભાઇ રાણા અને પરીવાર સાથે ભક્તિ સભામાં નવા જોડાયેલાં સભ્ય વિલ્યમભાઇ (થામણા) તથા પાઉલભાઇ (વિઝોલ) અને મંડળીના સભ્ય જોનભાઇ મેકવાન, હસમુખભાઈ અને રીતેશ ભાઇ સાથે સાત વાણી પર બોલનાર સંદેશ વાહકોને બુકે તથા ફૂલ કલગી આપી બહુમાન કરવામાં આવ્યું હતું અને મંડળીના સભ્યોએ ભક્તિ સભામાં ભજન મંડળ દ્વારા ગીત ગાઇને ઇશ્વર પિતાનો મહિમા કર્યો હતો, અને જોનભાઇ અને રીતેશ ભાઇ પરીવાર તરફથી પ્રેમ ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી, આ બધી વ્યવસ્થા માટે ઇશ્વર પિતાનો હૃદય ના ઉંડાણથી અમો મંડળી વતી આભાર માનીએ છીએ, નાઝરેથ પ્રિચીઞ સેન્ટર દશરથ, વડોદરા,

આજરોજ તા -૨૫/૧૨/૨૪ ને બુધવાર નાતાલ ના પવૅ ને સવારે ૯:૦૦ કલાકે સ્થાનિક મંડળીના પાળક રેવ બેન્જામીન પરમાર સાહેબની આગેવાની હ...
25/12/2024

આજરોજ તા -૨૫/૧૨/૨૪ ને બુધવાર નાતાલ ના પવૅ ને સવારે ૯:૦૦ કલાકે સ્થાનિક મંડળીના પાળક રેવ બેન્જામીન પરમાર સાહેબની આગેવાની હેઠળ આત્મિક ગીતો સ્તોત્રો તથા પ્રાથૅનાઓ સાથે વચનો માં માત્થી-૨-૧-૧૪. માંથી અદભૂત, અને હૃદય સ્પર્શી સંદેશો આપ્યો હતો, અને મંડળી દ્વારા સ્થાનિક પાળક સાહેબને લવ-ગીફટ અને પુષ્પ ગુચ્છ આપી આભાર માનવામા આવ્યો હતો,તથા વર્ષ દરમિયાન ચર્ચ ની બધી વ્યવસ્થાઓ કરવા બદલ હસમુખભાઈ તથા પરીવારને પુષ્પ ગુચ્છ આપી તેમની સેવાઓને માટે આભાર માન્યો હતો, અને રાજુભાઇ (રાજીવ નગર) ચર્ચ શણગાર કરવામાં આવ્યું હતું તે બદલ સહ પરિવાર ને લવ-ઞીફટ અને પુષ્પ ગુચ્છ આપી આભાર માન્યો હતો, અને દિકરી દિવ્યા દ્વારા એક્શન સોંગ કરવામાં આવ્યું હતું, અને મંડળીના તમામ ભાઇ-બહેનોએ સાથે મળીને રાસ-ગરબાની મઝા માણી હતી, અને સૌ સાથે મળીને પ્રેમ ભોજન કરવામાં આવ્યું હતું, અને સૌ સાથે મળીને આજના નાતાલ પર્વની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી, અને આ બધી વ્યવસ્થાઓને માટે ઈશ્વર પિતાનો હૃદયના ઊંડાણથી અમો મંડળી વતી આભાર માનીએ છીએ, નાઝરેથ પ્રીચીઞ સેન્ટર દશરથ વતી

21/12/2024

Address

Dashrath
Vadodara
391740

Website

Alerts

Be the first to know and let us send you an email when Nazareth Preaching Center , Dashrath, Vadodara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share