02/09/2020
મિ.રિપોર્ટર ન્યુઝ વેબ પોર્ટલ એ હાલમાં જ પોતાના સ્થાપનાના 2 વર્ષ સફળતાપૂર્વક આપ સૌ મિત્રો, સ્નેહીઓ, વાચકો, જાહેરાત આપનારા વિવિધ ક્લાયન્ટ ના અપાર પ્રેમ, માર્ગદર્શન અને પ્રોત્સાહન તથા સાથ સહકાર દ્વારા પૂર્ણ કર્યા છે.
આ 2 વર્ષ ના સમયગાળામાં મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ એ પણ જેમ કોઈ પણ ધંધામાં ઉતાર ચઢાવ આવે તેવા તમામ પ્રકારના અનુભવો મેળવ્યાં છે.
આ મેળવેલાં અનુભવો દ્વારા મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ તથા તેના તમામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર સતત સુધારા અને ટેકનોલોજી ના અપડેશન કર્યા છે, આવનાર સમયમાં વધુ સરળ માહિતી આપ સુધી પહોંચાડી શકાય તેવી નવી ટેકનોલોજી લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
આ 2 વર્ષના મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ ના સફરમાં જે વાચકોએ વિશ્વાસ વ્યક્ત કરીને અમને વધુ સારું કરવા પ્રોત્સાહિત કર્યા છે તેવા તમામ, પોતાની ટીકા અને આલોચના દ્વારા અમને સતત ટેકનોલોજી અને સારા કન્ટેન્ટ પીરસવા માટે પ્રેર્યા છે તેવા તમામ દર્શકો - વાચકો તેમજ મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ ને ધબકતું રાખવામાં સિંહફાળો આપનારા જાહેરાત આપનારા તમામ ક્લાયન્ટ મિત્રો - વડીલોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
એમાંય માર્ચમાં covid 19 ના શરૂ થયેલા કહેર અને મહામારી એ તો દરેક લોકો, વેપારી, બિઝનેસમેન, સરકારી કર્મચારીઓ, તબીબો, પોલીસ તથા તમામ સફાઈ કર્મચારીઓની લાઈફ જ બદલી નાખી. આ મહામારી ને રોકવામાં પોતાની જિંદગી અને પરિવારજનો પરવા કર્યા વિના કોવીડ સંક્રમિત દર્દી ની સેવા કરનારા તમામ તબીબો, પેરા મેડિકલ સ્ટાફ - નર્સિંગ સ્ટાફ, લોક ડાઉન માં ઉમદા ફરજ બજાવનારા તમામ પોલીસ કર્મચારીઓ તથા સફાઈ કર્મચારીઓને કેવી રીતે ભૂલી શકાય. આ તમામ કરોડો કરોડો અભિનંદન ને પાત્ર છે.
છેલ્લે પણ અંતિમ નહિ.... મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ ની સફળતાના શિખરો સર કરવામાં સૌથી મોટી ભૂમિકા ભજવનારા અમારા તમામ વાચકો અને દર્શકો ને લાખ લાખ વંદન - પ્રણામ. વાચકો અને દર્શકો ના પ્રેમ, આદર, ટીકા અને આલોચના ના લીધે જ અમે સફળતાના શિખરો પર મક્કમ મને આગળ વધી રહ્યા છે...
ખાસ આભાર : મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ અને તેની ટીમ ને 2 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી સંદર્ભે જે વાચકો - દર્શકો, મિત્રો - સ્નેહીઓ, વડીલો પોતાના શબ્દો ને નાનકડા વિડિયો દ્વારા અમારા whatsapp no પર આશીર્વાદ અને શુભેચ્છા પાઠવી રહ્યાં છે તેમના વિડિયો ટૂંક સમયમાં મિ.રિપોર્ટર પોર્ટલ અને FB page પર મુકાશે.
ધીરજ ઠાકોર
www.mrreporter.in
9978099786
7016252800