SHREE Mahalaxmi Mandir THAN

SHREE Mahalaxmi Mandir THAN Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SHREE Mahalaxmi Mandir THAN, Religious organisation, Thangadh.

ઉપનિષદો એ આપણા ધર્મના એ જ્ઞાન પુંજ  છે જે બ્રહ્મવાદ નું અનુમોદન કરી આપણા અચેતન મન અને મસ્તિષ્ક ને ચેતનવંત તથા ઉર્જાવાન ક...
09/08/2026

ઉપનિષદો એ આપણા ધર્મના એ જ્ઞાન પુંજ છે જે બ્રહ્મવાદ નું અનુમોદન કરી આપણા અચેતન મન અને મસ્તિષ્ક ને ચેતનવંત તથા ઉર્જાવાન કરી તેમાં અમૂલ્ય જ્ઞાનનો દીપ પ્રજવલિત કરી શકે છે

ઉપરની છબીમાં આપેલો શ્લોક ઈશોપનિષદ (ઈશાવાસ્યોપનિષદ) નો પ્રથમ શ્લોક છે.

પરમ પૂજ્ય મહર્ષિ શ્રી સ્વામી સચ્ચિદાનંદજી પરમહંસ મહારાજ દંતાલીવાળા, આ મંત્ર ને બહુ જ સરળ શબ્દોમાં સમજાવતા કહે છે કે દરેક પાસે એક પરમાત્માનું જગત હોય છે અને બીજું પોતાનું વ્યક્તિગત જગત હોય છે જે વ્યક્તિગત જગતમાં તમે પોતે તમારા માતા-પિતા સંતાનો પતિ પત્ની સગા વહાલા તમારી નોકરી ધંધો વગેરે વગેરે હોય છે. તમારે પોતાના જગતને પરમાત્મા થી ઢાંકી દેવાનું છે એટલે કે તમારા પિતાએ પરમેશ્વર છે તમારા માતા એ પરમેશ્વર છે જેમાં આપણને વગેરે વગેરે તમારા ધંધા અથવા તો નોકરીના સ્થાનને મંદિર બનાવી દો અને પ્રમાણિત બનો દરેક જગ્યાએ પરબ્રહ્મ પરમાત્મા ની દિવ્ય અનુભૂતિ કરો તથા તમારી પાસે જે પણ પદાર્થો તેને પણ સંયમપૂર્વક,પાચ્ય રીતે ઉપયોગ કરો જેમ કે ભોજન કરતા પહેલા પ્રથમ પ્રભુને તે અર્પણ કરો તે પ્રસાદ થઈ જશે કોઈના પણ સંપત્તિની ઈર્ષા કદાપી પણ કરવી નહીં
🛕🚩🕉 શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિર થાનગઢ તા થાનગઢ જી સુરેન્દ્રનગર

ભગવત ગીતાના ત્રીજા અધ્યાય એટલે કે કર્મયોગ ના નવમા શ્લોકમાં યોગેશ્વર પરમાત્મા પ્રભુજી શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે “હે અર્જુન, પ્રભુને વહાલુ લાગે તેવું( પરોપકાર યુક્ત) કર્મ કોઈપણ પ્રકારનો સ્વાર્થ રાખ્યા વિના કર ( તે મુક્તિરૂપ કે મોક્ષ રુપ છે).પ્રભુ પ્રીતિ વિનાનું અન્ય નિમિત્તે કરેલું કર્મ બંધન રૂપ થઈ જાય છે.
આ ઉપરાંત ત્રીજા અધ્યાયના 22 મા શ્લોકમાં પણ પ્રભુ કહે છે કે હે પાર્થ ત્રણેય લોકમાં મારા માટે કોઈ જ કર્તવ્ય નથી કારણ કે મારે કશું જ પ્રાપ્ત કરવાનું નથી તો પણ હું સતત કર્તવ્ય કર્મોમાં લાગ્યો જ રહું છું.
ઉત્તમ કર્તવ્ય અને કર્મ બોધ નું પ્રાગટ્ય એટલે ઇશ ઉપનિષદનો ઉપરની છબીમાં આપેલો દ્વિતીય શ્લોક “તમારા જગતમાં તમે જે કંઈ પણ કાર્ય કરો છો તેના ઉપર પ્રભુનું આવરણ ઢાંકી દઈ કર્મ કરો અને સો વર્ષ સુધી જીવવાની ઈચ્છા કરો એના સિવાય નો બીજો કોઈ ઉત્તમ માર્ગ નથી અને આવી રીતે પ્રભુ નું આવરણ કરીને જે કંઈ પણ કર્મ કરશો તેમાં કોઈ જ પણ પ્રકારનું બંધન થતું નથી.”
🕉🚩🛕શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિર થાનગઢ તા થાનગઢ જી સુરેન્દ્રનગર

ગીતાજીના 16 માં અધ્યાય "દૈવાસુરસંપદ્વિભાગ યોગ" માં શ્લોક નંબર એક થી ત્રણ માં 26 લક્ષણો દૈવી સંપત માનવ માં કહેવામાં આવ્યા છે જેવા કે 1 નિર્ભયતા 2 ચિતની શુદ્ધિ 3 જ્ઞાન 4 દાન 5 નિયંત્રણ 6 યજ્ઞ 7 સ્વાધ્યાય 8 તપ 9 સરળતા 10 અહિંસા 11 સત્ય 12અક્રોધ 13 ત્યાગ 14 શાંતિ 15નિંદા ન કરનાર 16 દયા 17 અલોલુપ 18 મૃદુ 19 અચાપલમ્ 20 તેજ 21 ક્ષમા 22 ધૈર્ય 23 સ્વચ્છતા 24 અદ્રોહ 25 નિર્ભિમાની 26 લજ્જા
આ 26 લક્ષણો ધરાવતા માનવને અભીજાત કહેવામાં આવે છે કે જેમને ઈશ્વર કૃપાથી આત્મજ્ઞાન પ્રાપ્ત થયેલું હોય છે અને ઈશ્વર ના અસીમ આશીર્વાદથી તેઓ રાષ્ટ્રમાં, રાજ્યમાં, સમાજમાં, તથા ગામમાં સુવ્યવસ્થા કરી સુરલોકનું નિર્માણ કરતા હોય છે

જ્યારે દંભી, ઘમંડી ,અભિમાની, ક્રોધી, ક્રૂર ,અને અજ્ઞાની મનુષ્ય આસુરી સંપત છે જેને ઉપરની છબીમાં આપેલા ઈશ ઉપનિષદના ત્રીજા મંત્ર માં આત્માની હત્યા કરનારા કહેવામાં આવ્યા છે જેઓ અત્ર તત્ર સર્વત્ર અવ્યવસ્થા અને અંધાધુંધી ફેલાવી અસુર લોક નું સર્જન કરતા હોય છે.
પ્રેરક: પરમ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ મહારાજ, દંતાલી
🕉🚩🛕 શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિર ,થાનગઢ તા થાનગઢ જી સુરેન્દ્રનગર

29/07/2026
29/07/2026
🙏🌸🌺🌸🌺🌸🌺🙏
29/07/2026

🙏🌸🌺🌸🌺🌸🌺🙏

पुनम निमित्त दीप माला 🚩
30/06/2026

पुनम निमित्त दीप माला 🚩

Address

Thangadh
363530

Opening Hours

Monday 6am - 8pm
Tuesday 6am - 8pm
Wednesday 6am - 8pm
Thursday 6am - 8pm
Friday 6am - 8pm
Saturday 6am - 8pm
Sunday 6am - 8pm

Telephone

9426491701

Website

Alerts

Be the first to know and let us send you an email when SHREE Mahalaxmi Mandir THAN posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to SHREE Mahalaxmi Mandir THAN:

Shortcuts

Share