Vejima asram Lodhva

Call Directions Contact the place of worship

Vejima asram Lodhva Bhajan... Satsang only bhajan kirtan and devosonal worck at aasram

22/09/2026

જય સીયારામ 🙏🙏

ૐ નમોઃ નારાયણ 🙏*॥ જય શ્રી વેજીમાં ॥**જય શ્રી વેજીમાં સનાતન આશ્રમ, લોઢવા - પાધરુકા - એક પ્રકૃતિ વચ્ચે વસેલી જાગૃત ભૂમિ ની...
13/09/2026

ૐ નમોઃ નારાયણ 🙏

*॥ જય શ્રી વેજીમાં ॥*

*જય શ્રી વેજીમાં સનાતન આશ્રમ, લોઢવા - પાધરુકા - એક પ્રકૃતિ વચ્ચે વસેલી જાગૃત ભૂમિ ની ગાથા*

આ કોઈ નવી જગ્યા નથી. આ તો વર્ષો જૂની, પ્રાચીન અને જાગૃત તપોભૂમિ છે. એક સમય એવો હતો જ્યારે અહીં કોઈ ફરકતું પણ નહોતું. ચારે બાજુ સૂનકાર હતો, જગ્યા વેરાન પડી હતી.

ત્યારે આ વેરાન ભૂમિ ને જાગૃત કરવા સૌ પ્રથમ *પૂજ્ય મોજગીરી બાપુ* અહીં પધાર્યા. કોઈ પણ સુવિધા વગર એમણે અહીં એક *નાનકડી ઝૂંપડી બાંધીને* રહેવાનું શરૂ કર્યું. એમની તપસ્યા અને ભજન ના કારણે જ આ સૂની જગ્યા માં ફરી દીવો પ્રગટ્યો. એ નાનકડી ઝૂંપડી એ જ આજના આશ્રમ નો પહેલો પાયો છે.

મોજગીરી બાપુ પછી આ જગ્યા ની સેવા *પૂજ્ય રામચંદ્રગીરી બાપુએ* સંભાળી. બાપુ નો સ્વભાવ ખૂબ જ શાંત અને એકાંતપ્રિય હતો. એમણે પોતાની રીતે આશ્રમ નું જતન કર્યું અને થોડો ઘણો વિકાસ પણ કર્યો, પણ શાંત પ્રકૃતિ ના કારણે આ જગ્યા નો વધારે પ્રચાર ન થઈ શક્યો.

હાલ સેવક છોટીયા બાપુ અને સૌ ભક્તો ના સહકાર થી આ જગ્યા ફરી *વિકાસ ની ગતિ ના આરે* છે.

*પ્રકૃતિ ના ખોળે વસેલું દિવ્ય ધામ*

આ આશ્રમ ની સાચી સુંદરતા તો તેની *પ્રકૃતિ* છે. આ આશ્રમ બજાર વચ્ચે નથી, આ તો *એકદમ પ્રકૃતિ ના ખોળા માં* વસેલો છે. ચારે બાજુ નજર કરો તો લીલા છમ ખેતરો, ખુલ્લું આકાશ અને વડલા-પીપળા જેવા ઘટાદાર વૃક્ષો. અહીં કોઈ ઘોંઘાટ નથી, કોઈ પ્રદૂષણ નથી. અહીં તો ફક્ત પવન નો અવાજ, પાંદડા નો ખખડાટ અને પક્ષીઓ નો મીઠો કલરવ સંભળાય છે.

સવાર ના પહોર માં જ્યારે સૂરજ ના કિરણો ખેતરો ઉપર પડે છે ત્યારે આખો આશ્રમ સોના જેવો ચમકે છે. ઠંડા પવન માં જ્યારે લાઉડસ્પીકર માં ભજન વાગે ત્યારે એવું લાગે કે વૈકુંઠ માં આવી ગયા હોઈએ. બપોરે વડલા ના ઘટાદાર છાંયા નીચે બેસો તો બધો થાક ઉતરી જાય.

સાંજ નો સમય તો અહીં સૌથી અદભુત હોય છે. આથમતા સૂરજ ની લાલીમા, ખેતર ની માટી ની સુગંધ અને એ જ સમયે *ગૂગલ ના ધૂપ ની દિવ્ય આરતી*. ધૂપ નો ધુમાડો સાંજ ના પવન માં ભળીને જ્યારે ચારે બાજુ ફેલાય છે ત્યારે આખું વાતાવરણ પવિત્ર થઈ જાય છે.

આશ્રમ ની બાજુમાં જ *શ્રી પંચપીપળીયા હનુમાનજી મહારાજ* પાંચ પીપળા ની વચ્ચે બિરાજે છે. પવન માં પીપળા ના પાંદડા હાલે ત્યારે એવું લાગે કે હનુમાનજી પોતે આશ્રમ ની રક્ષા કરી રહ્યા છે.

અહીં *સવાર-સાંજ લાઉડસ્પીકર માં મધુર ભજનો વાગે છે*, એટલે આખો દિવસ અહીં *એકદમ ભક્તિમય માહોલ* રહે છે. પ્રકૃતિ ની શાંતિ અને ભજન ના સૂરો ભેગા મળે ત્યારે મન આપોઆપ ભક્તિ માં લીન થઈ જાય છે.

આ તો *સનાતન ધર્મ ની ભૂમિ* છે. અહીં કોઈ એક નો અધિકાર નથી, આ તો આપણા સૌ નું ઘર છે. જે જગ્યા ને કોઈ નહોતું પૂછતું એ આજે પ્રકૃતિ અને ભક્તો ના સહકાર થી ફરી ધમધમતી થઈ રહી છે.

*આવો, આ પ્રકૃતિ વચ્ચે વસેલા દિવ્ય ધામ ના દર્શન કરો અને સેવા નો લાભ લો.*

*આપણી સંસ્કૃતિ.... આપણી વિરાસત... આપણો વારસો...*

*જય શ્રી વેજીમાં! જય પંચપીપળીયા હનુમાન!*

*સ્થળ: જય શ્રી વેજીમાં સનાતન આશ્રમ, લોઢવા - પાધરુકા, તા. સુત્રાપાડા, જી. ગીર સોમનાથ*

કેવલ એક ભજન ભરોસો 🙏🙏
12/09/2026

કેવલ એક ભજન ભરોસો 🙏🙏

25/07/2025

Facebook પર મારા 5માં વર્ષની ઉજવણી. તમારા સતત સમર્થન બદલ આભાર. હું તમારા વિના તેને ક્યારેય બનાવી શક્યો ન હોત. 🙏🤗🎉

17/07/2024

કુંદનગીરી બાપુ... પાંડવ તળાવ (લાહ તળાવ )

Address

Lodhva
Sutrapada
362275

Telephone

+919904034253

Website

Alerts

Be the first to know and let us send you an email when Vejima asram Lodhva posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Vejima asram Lodhva:

Shortcuts

Share