Vadwalamandir Dudhrejdham

Vadwalamandir Dudhrejdham Shree Vadwala Mandir Dudhrej is a religeon organization.....
(81)

આ હિંદુસ્તાન ની પાવનધરા ઊપર આદિ શંકરાચાર્ય ભગવાન, જગદગુરુ શ્રી રામાનુજ ચાર્ય ઍવમ જગદ ગુરુ શ્રી નિમ્બાકા ચાર્ય અને જગદગુરુ શ્રી રામનંદ ચાર્ય તથા અનેક આચાર્યો ઍ ઈશ્વર ના અવતારો ઍ જન્મ લઈને આ ભારત ખંડનો મહિમા વધાર્યો છે. તો આપણે જેનો મહિમાં કવિઑ, સાહિત્યકારો અને શબ્દોના જાણકાર એવા માં ભારતના કવિઑએ અને ભજન ની અંદર જેને પોતાનું અને સદગુરુનો જ્યાં અદભુત મહિમા છે જે દેશમાં ગુરુ શિષ્ય, માતા – પ

િતા, ભાઈ – બહેન અને આતિથ્ય જેનું એટ્લે કે હિમાલય જેવો જેનો આવકર છે.એવા ધન્યધરા સૌરાષ્ટ્રની ને વંદુ વારંવાર.

કવિઑ કહે છે કે ભારત દેશમાં જન્મ લેવો એ દુર્લભ છે. અને સૌરાષ્ટ્રમાં (કાઠીયાવાડ) માં જન્મ લેવો દેવો ને પણ અતિદુર્લભ છે. તો આવો જેનો આવકાર અને જ્યાં ભગવાન શ્રી દ્વારકાનાથ પણ અતિ આનંદ સહિત જ્યાં નિવાસ કર્યો એવિ રમણિય દ્વિપ એટ્લે સૌરાષ્ટ્ર ની ધરા જે ધરા ઊપરસમુદ્રનારાયણ ઘુઘવાટા કરી રહ્યા છે. જે સાગરના કિનારે શ્રી સોમનાથ, શ્રી દ્વારીકાધીશ, શ્રી નાગેશ્વ્રરમ અને નવનાથ સિધ્ધ ચોર્યાસીના જ્યાં બેસણા છે. એવો ગર્વો ગિરનાર જ્યાં અખંડ આસન રાખીનેબેઠો છે. એવી સૌરાષ્ટ્રની પાવનધરા એક સૌર્ય, બલીદાન, સાધુતા, વિરતા, ત્યાગ, સમર્પણ અને અન્ન નો જ્યાં અખંડ મહિમા છે એવી ધિંગી ધરા ઝાલાવાડ્ની રમણીય ભુમી માં આવેલું સમસ્ત ભારતવર્ષના રબારી સમાજનું શ્રધ્ધા,આસ્થાનું કેન્દ્ર છે.

આ પાવન શ્રી વડવાળા ધામ સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકામાં સુરેન્દ્રનગર ગામથી પાંચેક કિલોમીટર દુર ઉત્તર દિશામાં ધ્રાંગધ્રા જવાના રસ્તા ઉપર દૂધરેજ નામનું ગામ આવેલું છે. આ દૂધરેજ ગામમાં આચાર્ય ની પરંપરામાં ૨૧ માં શિષ્ય શ્રી નીલકંઠસ્વામીની પ્રેરણાથી અને તેઓશ્રીના શુભ આશીર્વાદથી શ્રી વૈષ્ણુના ધર્મધામ સમુ શ્રી વટપતિ (વડવાળા દેવ) ભગવાનનું આશ્રમ સ્થાન આવેલું છે. તેમના આરાધ્યદેવ અયોધ્યાપતિ ભગવાન શ્રી રામચંદ્રજી છે અને તે શ્રી વટપતિ કે વડવાળા નામે સમગ્ર ગુજરાતમાં તેમજ ગુજરાત બહાર જાણીતા છે.

Address

Dudhrej Ta. Wadhwan Dist. Surendranagar
Surendranagar District
363040

Alerts

Be the first to know and let us send you an email when Vadwalamandir Dudhrejdham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Vadwalamandir Dudhrejdham:

Share