04/09/2024
https://www.facebook.com/share/WCVT8LiAzgHoFD9Z/?mibextid=qi2Omg
સાઉથ ગુજરાત કાઉન્સિલ - SGPC નો 26 મો પદગ્રહણ સમારંભ યોજાયો હતો.
પી પી સવાણી ગ્રુપના મહેશ સવાણી સમારંભના પ્રમુખ તરીકે, VNSGU નાં પૂર્વ ઉપકુલપતિ પ્રેમ શારદાજી સમારંભના પ્રમુખ તરીકે, સુરતના કામદાર આગેવાન નૈશેધ દેસાઈ તથા ડે. લેબર કમિશનર એમ.સી. કારયા માનદ્ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સન્માનનીય મહેમાનોએ પ્રસંગોચિત પ્રવચન કર્યા હતા અને SGPC ની સતત ચાલતી રહેલી કામગીરીને બિરદાવી હતી અને નવ નિમણૂક પ્રમુખ નીરવ રાણા અને તેમના પદાધિકારીઓ આશિષ ગુજરાતી ઉપપ્રમુખ તરીકે, દિલીપ ચશ્માવાળા દ્વિતીય ઉપપ્રમુખ તરીકે, સંજય પંજાબી માનદ મંત્રી તરીકે, અને માનદ્ ખજાનચી તરીકે દીપેશ શાકવાળા , તત્કાલીન પૂર્વ પ્રમુખ ભદ્રેશભાઈ શાહ ટીમને શુભેચ્છા આપતા, આવતા વર્ષના સંભવિત કાર્યો માટે સહકારની પ્રતિબધ્ધતા દાખવી હતી. ત્યારબાદ સંસ્થામાં ઉદાર હાથે દાન આપનાર દાતાઓનું સંસ્થા તરફથી શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. નવા નીમાયેલા પ્રમુખ નીરવ રાણાએ સંસ્થા માટે સતત કાર્ય કરતાં રહેનાર માજી પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો