03/06/2025
ભાજપે પસંદ કરેલ વિસાવદર વિધાનસભાના ઉમેદવાર વિશે વિસ્તૃત માહિતી.
જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કમાં ખેડૂતોના નામે ધિરાણ મેળવીને ૧૦૦ કરોડ કરતા વધુનું કૌભાંડ કરનાર કૌભાંડીને ઈનામ સ્વરૂપે ટિકિટ આપવામાં આવી..
જૂનાગઢ શહેરમાં સરકારી વોંકળાની જમીન પોતાની માલિકીની બતાવીને સરકારી જમીનમાં હાઈરાઈઝ બિલ્ડિંગ બનાવનાર જમીન માફિયાને ટિકિટ આપવામાં આવી.
જૂનાગઢ જિલ્લામાં અનેક નકલી મંડળીઓ (કાગળ ઉપરની બોગસ મંડળીઓ) બનાવીને જિલ્લા યાર્ડ, તાલુકા યાર્ડ તેમજ જિલ્લા સહકારી બેંક ઉપર ગેરકાયદેસરનો કબજો કરનાર માથાભારે વ્યક્તિને ટિકિટ આપવામાં આવી.
મગફળી તેમજ ચણાના ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં ખેડૂતો પાસેથી રજીસ્ટ્રેશન દીઠ પૈસા પડાવી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનાર તોડબાજને ટીકીટ આપવામાં આવી.
જૂનાગઢ જિલ્લાના તમામ સરકારી વિકાસના કામોમાં પોતાના કમિશનની કટકી કરનાર કટકીબાજને ટિકિટ આપવામાં આવી.
સાવજ ડેરી તેમજ જિલ્લા માર્કેટિંગ યાર્ડ અને જિલ્લા સહકારી બેંકમાં પૈસા લઈને પોતાના મળતિયાઓને લાગવગથી સહકારી નોકરીએ લગાડનાર ભ્રષ્ટાચારીને ટિકિટ આપવામાં આવી.
જૂનાગઢ જિલ્લા આખામાં જે ભાજપના કાર્યકર્તાઓ અને સામાન્ય માણસો અસહમતી દર્શાવે તો તેમના ઉપર ખોટી એફઆઈઆર કરાવીને ધાક બેસાડવાની હલકી માનસિકતા ધરાવતા વ્યક્તિને ટિકિટ આપવામાં આવી.
ટૂંકમાં, ભાજપ તરફથી હલકી માનસિકતા ધરાવતા, કૌભાંડી, ભ્રષ્ટ, દુષ્ટ, માથાભારે, તોડબાજ, કટકીબાજ અને જમીન માફિયા પ્રકારના અતિ-દુર્ગુણો ધરાવતા વ્યક્તિને ટિકિટ આપવામાં આવી.
Kirit Patel
Gopal Italia Isudan Gadhvi Manoj Sorathiya Durgesh Pathak Gopal Rai