Umiya Parivar

Umiya Parivar fan page of umiya mataji This is community for all Patel's....all over the world...just come in and share Ur thoughts about life and success.
(883)

Google's survey:
* PATEL is the 2nd in India, 5th in Asia and 11th in World most Common Surname.
*15% of India and 70% of Gujarati's baseness handle by PATEL
*PATEL surname have423 different type of sub Surname.
*65% NRI are PATEL.
*PATEL is a official surname of 43 country."

પિછા વિના મોર ના સોભે,
મોતિ વિના હાર ના સોભે,
તલવાર વિના વીર ના સોભે,
પટેલ વિના ધરા ના સોભે.......

27/08/2026
26/08/2026

વોલીબોલ ટુર્નામેન્ટ - સરદારધામ કુમાર છાત્રાલય

સરદારધામ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ટીમવર્ક, શિસ્ત અને રમતગમતની ભાવનાનું સુંદર પ્રદર્શન કર્યું.

સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન રાજકોટનો ભવ્ય શુભારંભ સમારોહ યોજાયોસરદારધામ દ્વારા શિક્ષણ, કારકિર્દી, કૌશલ્ય વિકાસ, રોજગાર અને યુ...
25/08/2026

સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન રાજકોટનો ભવ્ય શુભારંભ સમારોહ યોજાયો

સરદારધામ દ્વારા શિક્ષણ, કારકિર્દી, કૌશલ્ય વિકાસ, રોજગાર અને યુવા સંગઠનના ક્ષેત્રે સમાજના સર્વાંગી વિકાસ માટે સતત કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનને વધુ વેગ આપવા સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન રાજકોટનો ભવ્ય શુભારંભ સમારોહ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગાનથી થઈ હતી. સરદારધામના પ્રમુખસેવક ગગજીભાઈ સુતરીયાએ વર્ષ 2016થી 2026 સુધીની કામગીરીનું રિપોર્ટ કાર્ડ રજૂ કરી 2027થી 2047 સુધીના રોડમેપની જાહેરાત કરી હતી. શિક્ષણ, સુરક્ષા, સમૃદ્ધિ, તંદુરસ્તી અને યુનિટીના પાંચ સંકલ્પો સાથે યુવા શક્તિને શિક્ષણ, વ્યવસાય, ઉદ્યોગ અને રોજગાર ક્ષેત્રે આગળ વધારવા પર ભાર મૂકાયો હતો. સમાજ માટે લોહીનું ટીપે ટીપું અર્પણ કરવાની વાત કરતાં ગગજીભાઈ સુતરીયા ભાવુક બન્યા હતા.

અધ્યક્ષસ્થાને મૌલેશભાઈ ઉકાણી, ચેરમેન શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, સિદસર ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે સૌરાષ્ટ્ર ઝોનના ક્લાસ-1 અને ક્લાસ-2 અધિકારીઓનું સન્માન તથા યુવા સંગઠનના સભ્યોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. રાજકોટ કણકોટ ખાતે સરદારધામ ભવનનું સાત માળનું ચણતર પૂર્ણ થઈ ચૂક્યું છે અને બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. વર્ષ 2027માં ભવનના લોકાર્પણનો સંકલ્પ સમારોહની વિશેષતા રહ્યો હતો. સમારોહમાં ટ્રસ્ટીઓ, ટીમ સરદારધામ, યુવા સંગઠન, GPBO, ઔદ્યોગિક-વ્યાપારી અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન GPBO તથા યુવા સંગઠન સૌરાષ્ટ્ર ઝોનના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.

GPBOની 28મી વિંગ ‘FERRIC’નું રાજકોટમાં થયું ભવ્ય લોન્ચિંગસરદારધામ સંચાલિત Global Patidar Business Organisation (GPBO) Ne...
24/08/2026

GPBOની 28મી વિંગ ‘FERRIC’નું રાજકોટમાં થયું ભવ્ય લોન્ચિંગ

સરદારધામ સંચાલિત Global Patidar Business Organisation (GPBO) Network દ્વારા રાજકોટના પાટીદાર ઉદ્યોગસાહસિકો અને વ્યવસાયિકોને એક મજબૂત બિઝનેસ નેટવર્ક સાથે જોડવાના ઉદ્દેશથી GPBOની 28મી વિંગ ‘FERRIC - RAJKOT’ નું ભવ્ય લોન્ચિંગ તા. 22 ઓગસ્ટ, 2026, શનિવારના રોજ Regency Lagoon Resort, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. GPBO દ્વારા સતત વિસ્તરતા બિઝનેસ નેટવર્કમાં FERRICનું લોન્ચિંગ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બની રહેશે. ખાસ કરીને રાજકોટના બિઝનેસ ઉદ્યોગસાહસિકો માટે Networking, Business Referrals, Collaboration અને Business Growthની નવી તકો ઊભી કરવા FERRIC મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે.

GPBOની 28મી વિંગનું આ લોન્ચિંગ તેની ઝડપી સંગઠનાત્મક વૃદ્ધિ અને બિઝનેસ કમ્યુનિટીને વધુ સશક્ત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. રાજકોટના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત ઉદ્યોગસાહસિકો અને વ્યવસાયિકોને પરસ્પર જોડાણ, અનુભવ અને વ્યવસાયિક તકોના આદાન-પ્રદાન માટે એક મજબૂત પ્લેટફોર્મ ઉપલબ્ધ થશે. આ પ્રસંગે ઉદ્યોગસાહસિકો, બિઝનેસમેન તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. GPBOનું મુખ્ય ધ્યેય બિઝનેસ કમ્યુનિટીને એકસાથે લાવી “STRONGER TOGETHER | SMARTER TOGETHER | GREATER TOGETHER” ના વિચાર સાથે પરસ્પર સહયોગ, વિકાસ અને નવી બિઝનેસ તકોને પ્રોત્સાહન આપવાનું છે. રાજકોટમાં FERRICના આ ભવ્ય લોન્ચિંગ સાથે GPBO Networkના વિસ્તરણને નવી ગતિ મળશે અને રાજકોટના ઉદ્યોગસાહસિકો માટે બિઝનેસ વૃદ્ધિનું નવું દ્વાર ખુલશે.

સરકારી યોજનાઓ સરળ રીતે જાણો, સમજો અને તેનો લાભ મેળવો - સરદારધામ સરકારી યોજના માર્ગદર્શન કેન્દ્ર
20/08/2026

સરકારી યોજનાઓ સરળ રીતે જાણો, સમજો અને તેનો લાભ મેળવો - સરદારધામ સરકારી યોજના માર્ગદર્શન કેન્દ્ર

સરદારધામ સમાજ સુરક્ષા કેન્દ્ર - સમાજની સુરક્ષા, સહયોગ અને માર્ગદર્શન માટે હંમેશા તમારી સાથે.
20/08/2026

સરદારધામ સમાજ સુરક્ષા કેન્દ્ર - સમાજની સુરક્ષા, સહયોગ અને માર્ગદર્શન માટે હંમેશા તમારી સાથે.

સરદારધામ ખાતે ભારતના 80મા સ્વાતંત્ર્ય દિનની ગૌરવપૂર્ણ ઉજવણી સાથે “સમાજ સુરક્ષા કેન્દ્ર” અને “સરકારી સહાય યોજના માર્ગદર્શ...
17/08/2026

સરદારધામ ખાતે ભારતના 80મા સ્વાતંત્ર્ય દિનની ગૌરવપૂર્ણ ઉજવણી સાથે “સમાજ સુરક્ષા કેન્દ્ર” અને “સરકારી સહાય યોજના માર્ગદર્શન કેન્દ્ર”નું થયું ઉદ્ઘાટન

ભારતના 80મા સ્વાતંત્ર્ય દિનની પાવન ઉજવણી નિમિત્તે સરદારધામ અમદાવાદ ખાતે રાષ્ટ્રભક્તિ, સમાજસેવા અને સમાજકલ્યાણને સમર્પિત ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજને વંદન સાથે કરવામાં આવી હતી. આ ગૌરવપૂર્ણ ક્ષણે સરદારધામ કન્યા છાત્રાલયના ભુમિદાતાશ્રી કૃપેશભાઈ ગાજીપરા તેમજ કન્યા છાત્રાલય વીંગદાતાશ્રી ગોપાલભાઈ પટેલ -કડીના વરદહસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

સ્વાતંત્ર્ય દિનની ઉજવણીને વધુ અર્થપૂર્ણ બનાવતા સરદારધામ દ્વારા સમાજહિતલક્ષી બે નવી પહેલો “સમાજ સુરક્ષા કેન્દ્ર” અને “સરકારી યોજના માર્ગદર્શન કેન્દ્ર” નું વિધિવત્ ઉદ્ઘાટન ટીમ સરદારધામ હોદ્દેદારોના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન કાર્યક્રમ દ્વારા સમાજના વિવિધ વર્ગોને સરકારી યોજનાઓ, સહાય અને સુરક્ષા સંબંધિત માર્ગદર્શન સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો મહત્વપૂર્ણ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમને વધુ રાષ્ટ્રભક્તિમય બનાવવા સરદારધામના દીકરા-દીકરીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરીને સૌમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરી હતી. ઉપરાંત દેશભક્તિના રંગે રંગાયેલા ગ્રુપ ડાન્સ તથા દેશભક્તિ ગીતોની રજૂઆતો કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની હતી.

આ પ્રસંગે સરદારધામના ટ્રસ્ટીઓ, દાતાશ્રીઓ, આમંત્રિત મહેમાનશ્રીઓ, GPBO -યુવા સંગઠન સભ્યો, અધિકારી મિત્રો અને હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

મુંબઈમાં ‘પાટીદાર બિઝનેસ વિઝન-2026’નું થયું ભવ્ય આયોજન. સરદારધામના માર્ગદર્શન અને GPBO Network દ્વારા મુંબઈના ઐરોલી ખાતે...
13/08/2026

મુંબઈમાં ‘પાટીદાર બિઝનેસ વિઝન-2026’નું થયું ભવ્ય આયોજન. સરદારધામના માર્ગદર્શન અને GPBO Network દ્વારા મુંબઈના ઐરોલી ખાતે ‘પાટીદાર બિઝનેસ વિઝન-2026’ નોલેજ અને નેટવર્કિંગ સમિટનું સફળ આયોજન થયું હતું. આખો દિવસ ચાલેલા આ કાર્યક્રમમાં 570થી વધુ વેપારીઓ, ઉદ્યોગસાહસિકો અને મહિલા બિઝનેસ લીડર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. બિઝનેસ ગ્રોથ, ટીમવર્ક, લીડરશિપ અને નેટવર્કિંગ અંગે વિવિધ નિષ્ણાતોના માર્ગદર્શન સાથે પ્રેરણાદાયી ટ્રેનિંગ સેશન યોજાયા હતા. સ્ટાર્ટઅપ્સને ઇન્વેસ્ટર પિચિંગ, ૨૦થી વધુ પ્રોડક્ટ ડિસ્પ્લે અને GPBO Network અંગે વિશેષ Visitor Awareness Program યોજાયો હતો. 20%થી વધુ મહિલા ઉદ્યોગસાહસિકોની સક્રિય ભાગીદારી સાથે ટોચના ત્રણ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. સરદારધામ GPBOના ‘સંપર્કથી સમૃદ્ધિ અને બિઝનેસ ગ્રોથ’ના વિઝનને આગળ ધપાવતી આ સમિટ પાટીદાર બિઝનેસ કોમ્યુનિટીને વધુ સંગઠિત અને વૈશ્વિક સ્તરે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ હતી.

Address

Sidsar
Sidsar
360530

Alerts

Be the first to know and let us send you an email when Umiya Parivar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Umiya Parivar:

Shortcuts

Share

Category