Shree Karandiya Veer Dada Temple

Shree Karandiya Veer Dada Temple પાટણ એ એક ધાર્મિક નગરી સાથે પ્રાચીન અને ઐતિહાસિક નગરી છે
(6)

પાટણ એ એક ધાર્મિક નગરી સાથે પ્રાચીન અને ઐતિહાસિક નગરી છે અને તેના પુરાવા પાટણ માં ઉભેલ અનેક મંદિરો અને સ્થાપત્યો આપી રહ્યા છે ત્યારે તેવું જ એક પાટણ ના ઈતિહાસ સાથે જોડાયેલું જૈન ધર્મ નું પ્રાચીન મંદિર એટલે કે કરંડિયાવીર મંદિર જે શહેર માં રક્ષક દેવ તરીકે પણ ઓળખાય છે ચાલો પ્રાચીન રક્ષક દેવ ના ઈતિહાસ પર કરીએ નજર કેમ કેહવાયા છે આ દેવ ને રક્ષક દેવ અને કોને કરી હતી તેમની શહેર માં સ્થાપના.

પાટણ નું કરંડ

િયાવીર દાદા નું મંદિર વર્ષો પુરાણું છે તેના ઈતિહાસ સાથે સ્ત્રલીંગ તળાવ ના ખોદકામ સાથે સંકળાયેલો છે સોલંકી કુળ રાજાઓ નું રાજ હતું ત્યારે પાટણ માં અનેક સ્મારકો બન્યા હતા તો અનેક સ્થાપત્યો ના સમારકામ રાજા સિદ્ધરાજે કરાવ્યા હતા ત્યારે પાટણ ની પોરાણિક સ્ત્રલીંગ તળાવ નું ખોદકામ કરવા માટે રાજા સિદ્ધરાજ દ્વારા રાજસ્થાન ( મારવા )થી ખોદકામ અને રીનોવેશન માટે કારીગર વર્ગ ને બોલાવામાં આવ્યા હતા તે કારીગરો પોતાની સાથે જૈન શ્રાવકો ના કુળ દેવતા શ્રી કવડયજ્ઞ ને પાટણ માં લાવ્યા હતા અને તેમના કામગીરી ના સમય ગાળા દરમ્યાન તેમની રક્ષા માટે પાટણ ની ટેકરી પર તેમને સ્થાપિત કર્યા હતા અને કવડયજ્ઞ દેવ ને કરંડિયા આરૂઢ કરાયા એટલે ત્યાર થી આજદિન સુધી આ દેવ કરંડિયા દેવ તરીકે પ્રસિદ્ધ થયા છે અને જૈનો આ કવડયજ્ઞ દેવ ને પોતાના કુળ દેવતા માનતા હોઈ આ કરંડિયાવીર દાદા ના મંદિર ને તેમનું કુળદેવતા મંદિર તરીકે દરજ્જો આપી પોતાના તમામ સામાજિક પ્રસંગો નિજ મંદિર પરિસર માં રીતી રીવાજ મુજબ ઉજવે છે અને જેટલું જૈન દેરાસર નું મહત્વ છે તેના સમક્ષ આ કરંડિયાદાદા ના મંદિર નું મહત્વ જોવા મળે છે અને વર્ષ દરમ્યાન હજારો ની સંખ્યા માં જૈન ભક્તો દાદા ના દર્શન કરવા આવે છે તો નવ દંપતી પણ આ મંદિર માં લગ્ન ની અંતિમ વિધિ કરી ને જ નવ લગ્નજીવન માં પ્રવેશ કરે છે

કરંડિયા વીર દાદા એ રક્ષકદેવ પણ કેહવાતા હોઈ જૈન સમુદાય લોકો સહીત મોટી સંખ્યા માં શહેરીજનો નિજ મંદિર માં દાદા ના દર્શન કરવા આવે છે અને પોતાના પરિવાર સહિત પોતાના જીવન માં કોઈ પણ વિધ્ન ના આવે અને હમેશા અનેક મુસીબતો થી રક્ષા મેળવવા દાદા ના દર્શન કરવા અચૂક પધારશે અને દાદા ના દર્શન કરી સુરક્ષા કવચ મેળવે છે
તો સાથે સાથે નિજ મંદિર પરિસર આવનારા ભક્તો ને મનોરજન મળી રહે તે માટે મંદિર ના ટ્રસ્ટ દ્વારા પરિસર માં બાગ બગીચા સાથે મીની પ્રાણી સંગ્રહાલય પણ બનાવામાં આવ્યું છે જેમાં રંગબેરંગી સસલા કાચબા પોપટ સહીત અનેક પ્રાણીઓ અને પક્ષીઓ પાંજરા માં મુકવામાં આવ્યા છે અને જેને નિહાળી આવનારા સો ભક્તો આનદ વિભોર થઇ જાય છે દાદા ના સાંન્ધીય માં વિહાર કરી ભક્તિ સાથે આનદ મેળવે છે

પાટણ ને વિરાસત માં મળેલ અનેક ઐતિહાસિક મંદિરો પૈકી એક આ કરંડિયા વીર દાદા ના મંદિર નો પણ ઉલ્લેખ છે ત્યારે શહેર ને હજારો વર્ષ થી જે સુરક્ષા મળી રહી છે તેનું કારણ પણ આ રક્ષકદેવ ને માનવામાં આવે છે ત્યારે આ રક્ષકદેવ ના મંદિર ને જો પુરાતત્વ વિભાગ કે રાજ્ય સરકાર દ્વારા પ્રવાસી સ્થળ તરીકે જાહેર કરવામાં આવે તો આ મંદિર ની ભવ્યતા અને અખંડતા ઉજાગર થાય અને લોકપ્રિયતા વધે તેવી અનેક સંભવના ઓ જોવા મળી રહી છે

Address

Karandiya Veer Dada Temple, Near Ranki Vav,
Patan
384265

Telephone

02766232478

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Karandiya Veer Dada Temple posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Shree Karandiya Veer Dada Temple:

Share