Dhamm Banas Buddh Vihar Palanpur - ધમ્મ બનાસ બુદ્ધ વિહાર પાલનપુર

  • Home
  • India
  • Palanpur
  • Dhamm Banas Buddh Vihar Palanpur - ધમ્મ બનાસ બુદ્ધ વિહાર પાલનપુર

Dhamm Banas Buddh Vihar Palanpur - ધમ્મ બનાસ બુદ્ધ વિહાર પાલનપુર Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dhamm Banas Buddh Vihar Palanpur - ધમ્મ બનાસ બુદ્ધ વિહાર પાલનપુર, Religious organisation, Palanpur.

ધમ્મ બનાસ બુદ્ધ વિહાર પાલનપુર દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે સૌ બાળકો અને યુવાનોને (નાગરિકોને) હાર્દિક નિ...
22/03/2025

ધમ્મ બનાસ બુદ્ધ વિહાર પાલનપુર દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે સૌ બાળકો અને યુવાનોને (નાગરિકોને) હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.
🙏🙏🙏🙏🙏
સામાજિક ક્રાંતિના અગ્રદૂત મહામના જ્યોતિ રાવ ફુલે અને બાબા સાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે આયોજિત
👇👇👇👇👇
(૧) ચિત્ર સ્પર્ધા
(૨) વક્તૃત્વ સ્પર્ધા
(૩)વેશભૂષા/એકપાત્ર અભિનય
(૪)રંગોળી સ્પર્ધા
માં ભાગ લેવા ૦૫ વર્ષથી ૧૭ વર્ષનાં બાળકો અને યુવાનોએ નીચે સામેલ ગુગલ ફોર્મમાં તા.૦૭/૦૪/૨૦૨૫ સુધીમા રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
દરેક સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને સ્થળ પર ઇનામો આપવામાં આવશે.

સ્પર્ધા તા.૧૦/૦૪/૨૦૨૫ ને ગુરુવારે
સમય: સવારે ૯ થી ૧૨ સુઘી
સ્થળઃ સમતા વિદ્યા વિહાર સ્કુલ કંપાઉન્ડ, સોનબાગ સામે, પાલનપુર.. મુકામે યોજાશે.

https://forms.gle/ZPZddVtSvQdzsUfGA

ઉપરોક્ત લિંક પર ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન કરાવી લેવા માટે ખાસ વિનંતી છે 🙏
આયોજક:- ☸️ધમ્મ બનાસ બુદ્ધ વિહાર☸️ પાલનપુર

તારીખ 24/11/2024 ના રવિવારે સંવિધાન દિવસના ઉપલક્ષમાં સમય સવારે 9 :00 થી બપોરે 12 :00 વાગ્યા સુધી કુલ ત્રણ સ્પર્ધાઓનું આય...
17/11/2024

તારીખ 24/11/2024 ના રવિવારે
સંવિધાન દિવસના ઉપલક્ષમાં સમય
સવારે 9 :00 થી બપોરે 12 :00 વાગ્યા સુધી
કુલ ત્રણ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે:

(૧) રંગોળી સ્પર્ધા: ભારતીય સંવિધાન ,રાષ્ટ્રીય ચિહ્નનો અને રાષ્ટ્રીય મહામાનવોના જીવનને લગતા પ્રસંગો અને ચિત્રોની જ રંગોળી દોરવાની રહેશે.

(૨) ચિત્ર સ્પર્ધામાં પણ રંગોળીની જેમ જ ચિત્રો દોરવાના રહેશે.
(૩) વકૃતવ સ્પર્ધા :ભારતીય સંવિધાન એક માનવતાવાદી ગ્રંથ કેમ ? આ વિષય અથવા વ્યક્તિને ગમે તે સંવિધાન સંદર્ભે સ્પીચ આપી શકશે.

- ભારતના નાગરિકોને આ ભારતીય સંવિધાને શુ શુ આપ્યું તેમજ દેશની એકતા અને અખંડિતતા માટે આ સંવિધાન એક મહત્વનો દસ્તાવેજ છે એ બાબતની પ્રદર્શની રાખવામાં આવેલ છે.
જેનો સહ પરિવાર અવશ્ય લાભ લેવા જાહેર નિમંત્રણ છે.
- આ સંવિધાન ઉજવણી કાર્યક્રમમાં કોઈ પણ ધર્મ ,જાતિ નો વ્યક્તિ ભાગ લઈ શકશે.
સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારો નીચેની લિંકમાં આપેલ Google form ભરવા વિનંતી.
https://forms.gle/nCJZEj1T11jLEWSw9

જય ભારત...
જય સંવિધાન...

✍🏻Dhamm Banas Buddh Vihar Palanpur - ધમ્મ બનાસ બુદ્ધ વિહાર પાલનપુર

13/10/2024
☸️ધમ્મ બનાસ બુદ્ધ વિહાર પાલનપુર દ્વારા અશોક વિજ્યા દશમીની ભવ્ય ઊજવણી ☸️        "અશોક વિજયા દશમી" ની ઊજવણી ધમ્મ બનાસ બુદ્...
13/10/2024

☸️ધમ્મ બનાસ બુદ્ધ વિહાર પાલનપુર દ્વારા અશોક વિજ્યા દશમીની ભવ્ય ઊજવણી ☸️


"અશોક વિજયા દશમી" ની ઊજવણી ધમ્મ બનાસ બુદ્ધ વિહાર પાલનપુર જિલ્લો બનાસકાંઠા દ્વારા ગઈકાલે ખુબ જ ધામધૂમથી કરવામાં આવી.તમામ ધમ્મ ઉપાસક અને ઊપાસિકાઓ પરીવાર સાથે સાંજે સિમલા ગેટ પાલનપુર ખાતે ડૉ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે સામૂહિક બુદ્ધ વંદના કરી ત્યારબાદ ડૉ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ને ફૂલહાર પહેરાવીને ધમ્મ નગર યાત્રા નગરના નકકી કરેલ રૂટ માં આગળ વધી.

ધમ્મ રેલીમાં જોડાયેલા ધમ્મ મિત્રો સફેદ પહેવેશ , ગળામાં પંચશીલ નો ખેસ અને હાથમાં પંચશીલ ફ્લેગ તેમજ ધમ્મ મિત્રોની શિસ્તબદ્ધ રેલી જોઇને નગરજનો ખૂબ જ પ્રભાવિત થયા.
બોદ્ધ ધમ્મ કી ક્યાં પહેચાન
"માનવ માનવ એક સમાન"
વિશ્વ ને પ્રેમ મૈત્રી અને કરૂણા નો સંદેશ આપનારા મહામાનવ તથાગત ગૌતમ બુદ્ધ ના માર્ગે મહાન સમ્રાટ અશોક આગળ વધે છે એજ માર્ગે અને એજ દિવસે ડૉ બાબાસાહેબ આંબેડકર પણ ધમ્મ ના માર્ગે આગળ વધી ભારતને પ્રબુદ્ધ ભારત તરફ પ્રેરિત કરવાની પ્રેરણા આપે છે.
પાલનપુર નગરમાંથી ધમ્મ નગરયાત્રા કાર્યક્રમના સ્થળ સમતા વિદ્યાવિહાર પાલનપુર સભા સ્વરૂપે મળે છે.

❇️કાર્યક્રમની શરુઆતમાં ઉપાસિકાઓ દ્વારા મહામાનવ તથાગત બોદ્ધ, સમ્રાટ અશોક અને બોધિસત્વ ડૉ બાબાસાહેબ આંબેડકરના ફોટાઓની સામે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું.
ત્યારબાદ સામૂહિક બુદ્ધ વંદના કરવામાં આવી.

❇️બુદ્ધ વંદના બાદ ધમ્મ બનાસ બુદ્ધ વિહાર પાલનપુરના ખજાનચી આયુ. ગલબાકાકા દ્વારા પ્રાસંગિક પ્રવચન આપાવમાં આવું.ધમ બનાસ બુદ્ધ વિહાર ના પ્રમુખ આયુ. સતીશ રાષ્ટ્રપાલ સાહેબ દ્વારા અશોક વિજ્યા દશમીના ઐતિહાસિક પ્રસંગની ખૂબ જ સચોટ અને સરળ જાણકારી આપતું પ્રવચન આપવામા આવ્યું.ચક્રવર્તી સમ્રાટ અશોકના જીવદયા અને સમનાતા સ્થાપિત કરવા માટેની ધમ્મ પ્રત્યેની નિષ્ઠા, સમર્પણ, ત્યાગ અને સક્રિયતાનો પરિચય કરાવ્યો.આયુ. દિનેશ બોદ્ધ દ્વારા પોતાની આગવી શૈલીમાં જાતિવાદ અને અન્ધશ્રદ્ધામાંથી મૂકત બનીને ચક્રવર્તી સમ્રાટ અશોક અને ડૉ બાબાસાહેબ આંબેડકરના દ્વારા અંગીકાર કરેલ ધમ્મ તરફ આગળ વધવાની પ્રેરણા આપવામા આવી.

સમતા વિદ્યાવિહાર પાલનપુરના પ્રમુખ આયુ. બાબુભાઈ સોલંકી સાહેબ દ્વારા આભાર દર્શન તેમજ સમાજને ડૉ બાબાસાહેબ આંબેડકરના વિચારોને વ્યવહારિક જીવનમાં અમલીકરણ કરવા માટેની પ્રેરણા આપવામા આવ્યું.સમગ્ર કાર્યક્રમમાં એન્કરિંગ આયુષ્માન ગોવિંદભાઈ કંબોઇયા દ્વારા કરવામાં આવ્યું.

ધમ્મ પાલન ગાથા કરીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી.
કાર્યક્રમની પૂર્ણાહુતિ ના અંતે ઉપસ્થિત તમામ ધમ્મ મિત્રોને સ્વરુચિ ભોજન પીરસવામાં આવે છે.
અશોક વિજ્યા દસમીના કાર્યક્રમને સફળ બનાવવામાં તન,મન, ધનથી સહભાગી બનનારા તમામ નામી અને અનામી ઉપાસક અને ઊપાસીકાઓને ધમ્મ બનાસ બુદ્ધ વિહાર પાલનપુર ખૂબ ખૂબ સાધુવાદ પાઠવે છે.🙏🏻☸️🙏🏻☸️🙏🏻☸️

✍🏻 "ધમ્મ બનાસ બુદ્ધ વિહાર પાલનપુર,જિલ્લો બનાસકાંઠા "

જય ભીમ...નમો બુદ્ધાય...💐💐💐આજ રોજ તારીખ:-૨૭/૦૭/૨૦૨૪ - શનિવારના રોજ રાત્રે ૯:૦૦ કલાકથી ૧૧:૦૦ કલાક સુધી  અમદાવાદથી પધારેલ આ...
27/07/2024

જય ભીમ...
નમો બુદ્ધાય...💐💐💐
આજ રોજ તારીખ:-૨૭/૦૭/૨૦૨૪ - શનિવારના રોજ રાત્રે ૯:૦૦ કલાકથી ૧૧:૦૦ કલાક સુધી અમદાવાદથી પધારેલ આદરણીય "ધમ્મચારી મિગાર" દ્વારા ધમ્મ બનાસ બુદ્ધ વિહાર પાલનપુર ખાતે ધમ્મ દેશના આપવામાં આવી.

જેમાં બાબાસાહેબએ આપેલ દાનનું મહત્વ સમજાવ્યું.બાબાસાહેબના જીવન અને કાર્યો વિશે માહિતી આપી.બૌધ્ધ ધમ્મ અનુસાર મૈત્રી કરુણાસભર જીવન કેવું રીતે જીવવુ? વગેરે બાબતો વિશે ચર્ચા કરવામાં આવી.

જય ભીમ...નમો બુદ્ધાય...💐💐💐આજ રોજ તારીખ:-૨૬/૦૭/૨૦૨૪ - શુક્રવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકથી ૧૦:૩૦ કલાક સુધી  અમદાવાદથી પધારેલ...
27/07/2024

જય ભીમ...
નમો બુદ્ધાય...💐💐💐
આજ રોજ તારીખ:-૨૬/૦૭/૨૦૨૪ - શુક્રવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકથી ૧૦:૩૦ કલાક સુધી અમદાવાદથી પધારેલ આદરણીય "ધમ્મચારી મિગાર" દ્વારા ધમ્મ બનાસ બુદ્ધ વિહાર પાલનપુર ખાતે ધમ્મ દેશના આપવામાં આવી.

જેમાં બાબાસાહેબનું જીવન અને કાર્યો, બૌધ્ધ ધમ્મ દીક્ષા,અરિય અષ્ટાંગિક માર્ગ, બૌધ્ધ જીવન શૈલી, બૌધ્ધ ધમ્મનું ભવિષ્ય વગેરે બાબતો વિશે ચર્ચા કરવામાં આવી.

આજ રોજ તારીખ:-૨૪/૦૭/૨૦૨૪ - બુધવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકથી ૧૦:૩૦ કલાક સુધી બોધિસત્વ બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકર લિખિત બુ...
24/07/2024

આજ રોજ તારીખ:-૨૪/૦૭/૨૦૨૪ - બુધવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકથી ૧૦:૩૦ કલાક સુધી બોધિસત્વ બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકર લિખિત બુદ્ધ અને તેમનો ધમ્મ પુસ્તકનું વાંચન ધમ્મ બનાસ બુદ્ધ વિહાર કરવામાં આવેલ.
આજ રોજ નીચે મુજબના પ્રકરણનું વાંચન અને ચર્ચા કરવામાં આવી.

👉🏻પહેલો ખંડ
-સિદ્ધાર્થ ગૌતમ કેવી રીતે બોધિસત્વમાંથી બુદ્ધ બન્યા
- પહેલો ભાગ
- જન્મથી પ્રવજ્યા સુધી
૧.તેમનું કુલ
૨.તેમના પૂર્વજ
૩.તેમનો જન્મ
૪.અસિતનું આગમન
૫.મહામાયાનું મૃત્યુ
૬.બાળપણ તથા શિક્ષણ

તમામ ધમ્મ ઉપાસક ઉપસિકાઓએ દર સોમવાર,બુધવાર અને શુક્રવારના રોજ ધમ્મ બનાસ બુદ્ધ વિહારમાં રાત્રે ૮:૩૦ કલાકથી ૧૦:૩૦ કલાક સુધી હાજર રહી ધમ્મનો લાભ લેવા અનુરોધ છે

આજ રોજ તારીખ:-૨૨/૦૭/૨૦૨૪ થી દર સોમવાર,બુધવાર અને શુક્રવાર રાત્રે ૮:૩૦ કલાકથી ૧૦:૩૦ કલાક સુધી બોધિસત્વ બાબાસાહેબ ડૉ.ભીમરા...
22/07/2024

આજ રોજ તારીખ:-૨૨/૦૭/૨૦૨૪ થી દર સોમવાર,બુધવાર અને શુક્રવાર રાત્રે ૮:૩૦ કલાકથી ૧૦:૩૦ કલાક સુધી બોધિસત્વ બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકર લિખિત બુદ્ધ અને તેમનો ધમ્મ પુસ્તકનું વાંચન ધમ્મ બનાસ બુદ્ધ વિહાર ખાતે શરૂ કરવામાં આવેલ છે.તમામ ધમ્મ ઉપાસક ઉપસિકાઓએ ધમ્મનો લાભ લેવા અનુરોધ છે.
આજ રોજ તા.૨૨/૦૭/૨૦૨૪ના રોજ નીચે મુજબના મુદ્દાઓનું વાંચન અને ચર્ચા કરવામાં આવી.

સમર્પણ
પ્રકાશકીય
મંગલકામના
પુરોવચન
પરિચય
ભૂમિકા
આમુખ

અષાઢ પૂર્ણિમા -"ધમ્મચક્કપવત્તનદિન" વિશેષ...👇👇👇👇👇તિપિટક એટલે  ત્રણ પિટક (પોટલી કે પટારો). એમાં સંગ્રહિત ભગવાન બુદ્ધની વાણ...
22/07/2024

અષાઢ પૂર્ણિમા -"ધમ્મચક્કપવત્તનદિન" વિશેષ...
👇👇👇👇👇
તિપિટક એટલે ત્રણ પિટક (પોટલી કે પટારો). એમાં સંગ્રહિત ભગવાન બુદ્ધની વાણી એટલે સુત્તપિટક, વિનયપિટક અને અભિધમ્મપિટક.
આજે અષાઢ પૂર્ણિમા એટલે કે ભગવાન બુદ્ધે સારનાથ/વારાણસી ના ઈસિપતન મૃગદાયમાં પંચવગ્ગિય ભિક્ખુઓને પ્રથમ ઉપદેશ આપી "ધમ્મ ચક્કપવત્તન" કર્યું.

આ પાવન પ્રંસગે ધમ્મ બનાસ બુદ્ધ વિહાર પાલનપુર દ્વારા સવારે પ્રભાત રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ ઉપાસક અને ઉપાસિકાઓએ સફેદ વસ્ત્રો અને પંચશીલના ખેસ અને ધ્વજ સાથે ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો.

ધમ્મ રેલી બાદ સમતા વિદ્યા વિહાર પાલનપુર ખાતે પરમ આદરણીય ભંતે ડૉ .સિદ્ધાર્થ વર્ધન ( રાજસ્થાન) દ્વારા દિન વિશેષનું મહત્વ સમજાવવામાં આવ્યું તેમજ ભગવાન બુદ્ધના મનાવતાવાદી અને વિજ્ઞાનવાદી અભિગમને આગળ ધપાવવા માટે આહવાન કર્યું.
આ પ્રંસગમાં સહભાગી બનનારા , ધમ્મ દાન આપનારા તેમજ સમતા વિદ્યા વિહાર સ્કૂલના સંચાલકોનો ધમ્મ બનાસ બુદ્ધ વિહાર પાલનપુર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.
🙏🙏🙏🙏🙏
☸️☸️☸️
✍🏻 ધમ્મ બનાસ બુદ્ધ વિહાર પાલનપુર

જય ભીમ...નમો બુદ્ધાય...*બુદ્ધ ધમ્મ દીક્ષા સમારોહ*તા.16-10-2022 રવિવાર ના રોજ સવારે 9 વાગેસ્થળ:-  ધમ્મ બનાસ બુદ્ધ વિહાર પ...
14/10/2022

જય ભીમ...
નમો બુદ્ધાય...
*બુદ્ધ ધમ્મ દીક્ષા સમારોહ*
તા.16-10-2022 રવિવાર ના રોજ સવારે 9 વાગે
સ્થળ:- ધમ્મ બનાસ બુદ્ધ વિહાર પાલનપુર, ગુલાબ પાર્ક સોસાયટી, પોલીસ હેડ ક્વાર્ટર ની પાછળ, ગણેશપુરા રોડ, પાલનપુર
આયોજક:- ધમ્મ બનાસ બુદ્ધ વિહાર, પાલનપુર
જીલ્લો:- બનાસકાંઠા
9978509198
9727012874
સર્વે ધમ્મ ઉપાસક ઉપાસિકાઓ અને ધમ્મ પ્રેમી જનતાને જાહેર નિમંત્રણ છે.

Address

Palanpur
385001

Website

Alerts

Be the first to know and let us send you an email when Dhamm Banas Buddh Vihar Palanpur - ધમ્મ બનાસ બુદ્ધ વિહાર પાલનપુર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share