Shree Aashapura Maa

Shree Aashapura Maa We are known as Aai Shri Ashapura Parivar (ASAP) with blessings of Param Pujya Guru Maa Ashapura as our inspirer. P. Guru Maa have transformed millions

21/08/2018
24/02/2018

એમ અનેક પ્રકારનાં, બહુ બહુ ઊઘાડ્યાં બાર । કલ્યાણ કરવા કારણે, અલબેલે જાણો આ વાર ।।૧।।
આપ સંબન્ધે સંત સંબન્ધે, વર્ણી સંન્યાસી સંબન્ધે સોય । સાંખ્યજોગી સત્સંગી સંબન્ધે, શ્રેય પામ્યાં સહુ કોય ।।૨।।
મંદિર મૂર્તિ સંબન્ધે, કર્યા કલ્યાણના ઊપાય । એ માંહેલો પ્રસંગ પ્રાણીને, થાય તો ભવદુઃખ જાય ।।૩।।
જેમ અન્ન ધન આપી આપણું, કરે કંગાલને કોટિધ્વજ । એમ સમાજ દૈ તારે જીવને, એની સઈ આશ્ચરજ ।।૪।।
ચોપાઈ –
એમ બહુ બહુ પરકારેરે, વાલે જીવ તાર્યા આ વારેરે । બહુ હરિ કરી પરમાર્થરે, તાર્યા જીવ વાવરી સામર્થ્યરે ।।૫।।
વળતો વિચાર કર્યો છે વાલેરે, આવું આવું ઘણું કેમ ચાલેરે । મોટાં મોટાં કરાવ્યાં મંદિરરે, તેમાં રાખિયા સંત સુધીરરે ।।૬।।
પણ તેતો સંત છે જો ત્યાગીરે, વસી કેમ સકશે વીતરાગીરે । મમત વિના મંદિર કેમ રે’શેરે, વાત બંધ એ કેમ બેસશેરે ।।૭।।
જેહ ત્યાગી છે ત્રિયા ધન તણારે, દેહ સુખથી નિરાશી ઘણારે । તેણે નહિ જળવાય જાગ્યરે, નથી વાત એ બનવા લાગ્યરે ।।૮।।
માટે એના કરૂં એક ધણીરે, તો રાખે ખબર એની ઘણીરે । પછી સરવાર દેશથી સંબંધીરે, તેને તેડાવી જાયગા દિધિરે ।।૯।।
સ્થાપ્યા દત્તપુત્ર પોતે સ્થિરરે, અવધપ્રસાદ ને રઘુવીરરે । તેને આપે કર્યા આચારજરે, કરવા બહુ જીવનાં કારજરે ।।૧૦।।
આપ્યાં વે’ચી મંદિર ને દેશરે, જેમાં કોઈને ન થાય કલેશરે । સાધુ સત્સંગીના ગુરૂ કીધારે, દેશ ઊત્તર દક્ષિણ વે’ચી દીધારે ।।૧૧।।
કહે સહુ સહુને દેશે રે’જોરે, સારો સહુને ઊપદેશ દેજોરે । તમને માનશે પૂજશે જેહરે, મોટા સુખને પામશે તેહરે ।।૧૨।।
અન્ન ધન આપશે અંબરરે, પશુ વાહન ને વળી ઘરરે । ફળ ફુલ દલ જળ દેશેરે, તેતો અખંડ ધામને લેશેરે ।।૧૩।।
એહ આદિ જે આપશે વસ્તરે, એવા ઘર ધારી જે ગૃહસ્થરે । વળી પધરાવશે પોતાને ઘેરરે, કરશે સેવા વળી સારી પેરરે ।।૧૪।।
વળી કરશે સન્માન એનુંરે, મારે કરવું છે કલ્યાણ તેનુંરે । એમ આચારજથી કલ્યાણરે, થાશે સહુ જીવનું સુજાણરે ।।૧૫।।
માનો મોક્ષનો છેલ્લો ઊપાયરે, એહ ઊપરાંત નથી કાંયરે । મૂર્તિ આચારજ ધર્મપાળરે, રે’શે કલ્યાણ તે બહુ કાળરે ।।૧૬।।
જેજે એને કોઈ આશરશેરે, તેતો જરૂર ભવજળ તરશેરે । કરશે દર્શનને ગુણ લેશેરે, વળી પો’ચ્ય પ્રમાણે કાંઈ દેશેરે ।।૧૭।।
શ્રદ્ધા સહિત સેવા કરે સોઈરે, વળી રાજી થાશે એને જોઈરે । એવા જન જેજે જગમાંયરે, તેની કરવી મારે સહાયરે ।।૧૮।।
મારી ઈચ્છા છે હમણાં એવીરે, પરમ પ્રાપતિ સહુને દેવીરે । માટે મોક્ષનું મોટું દ્વારરે, અમે ઊઘાડિયું છે આ વારરે ।।૧૯।।
આચારજથી બહુ ઊદ્ધરશેરે, જાણો બ્રહ્મનગર વાસ કરશેરે । એમ શ્રીમુખે કહ્યું શ્રીજીયેરે, જન સૌ સત્ય માની લિજીયેરે ।।૨૦।।
ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે સપ્તત્રશઃ પ્રકારઃ ।।૩૭।।

Address

2/310 Mandpeshwar Dham, Laxman Mahatre Road, Beside Mandpeshwar Caves, Borivali West
Mumbai
400103

Telephone

02228918555

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Aashapura Maa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share