23/08/2026
ઉમા સંસ્કારધામ મોરબીની મુલાકાત
અમેરિકા ખાતે વસવાટ કરતા અને મૂળ ભાયાવદરના વતની તથા વિજાપુરા વિદ્યાર્થી ભવન, સીદસરમાં ‘કર્ણ’ની ભૂમિકા અદા કરતા શ્રી અશ્વિનભાઈ જાવિયા, સિદસર મંદિરના કારોબારી સભ્ય શ્રી વિઠ્ઠલભાઈ કોરડીયા તેમજ વિજાપુરા સંકુલના આચાર્યશ્રી અને કર્મચારીગણ દ્વારા આજે ઉમા સંસ્કારધામ, ઉમા મેડિકલ, પાટીદાર કરિયર એકેડેમી, પાટીદાર જનસેવા કેન્દ્ર તથા કન્યા છાત્રાલય, મોરબીની મુલાકાત લેવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન તમામ સંસ્થાઓની વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરી, કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, મોરબી દ્વારા સમાજહિતમાં કરવામાં આવી રહેલી વિવિધ સેવાકીય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓની સરાહના કરવામાં આવી હતી.
સમાજના શિક્ષણ, આરોગ્ય, સેવા અને સંસ્કાર ક્ષેત્રે થઈ રહેલી આ કામગીરીને મહાનુભાવો દ્વારા બિરદાવવામાં આવી તે સમગ્ર સંસ્થા પરિવાર માટે ગૌરવની વાત છે.
સેવા • શિક્ષણ • સંસ્કાર • સમાજ ઉત્થાન 🙏