Vicheshwar Mahadev - Mankuva

Vicheshwar Mahadev - Mankuva Great Place to visit..

ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ માનકુવા ગામથી ઉત્તર અને વાયવ્ય કોણે આવેલ વિચેશ્વર મહાદેવ જ્યાં ભગવાન સ્વામિનારાયણ અનંત સંતો અને ભક્તો સંગાથે અહી અનેક વખત પધારીને સરોવરમાં સ્નાન કર્યું છે, સમયે મહાદેવની પૂજા કરી છે અને દેહ, આત્મા અને શ્રીમન્નારાયણનો બોધ કરાવનારી દિવ્ય વાણી વહાવી છે.

આ પ્રાચીન સ્થળ વર્ષો પહેલા ઘણું નાનું અને અવિકસિત હતું. આ માટે માનકુવાના તત્કાલિન વડીલ હરિભક્તોને ઇ.૧૯૪

૮માં ભુજ મંદિર સ. મહંત સ્વામી શ્રીવલ્લભદાસજી, શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી, સ્વામી નંદકિશોરદાસજી એ આ પવિત્ર પ્રસાદી સ્થાનનો વિકાશ કરવા કહેલું એ સમયે થોડો થોડો વિકાશ થતો રહ્યો. પછી પૂજ્ય મહંત સ્વામી હરિસ્વરૂપદાસજી, સ્વામી મોરલીમનોહર દાસજીની આજ્ઞા હેઠળ આ પવિત્ર સ્થળનના વિકાશમાં હરિભક્તોએ ખૂબ પુરુષાર્થ કર્યો છે.

પવિત્ર ભુજ મંદિરના સંતોની આજ્ઞાથી તળાવ બનાવાની કામગીરી શરૂ થઇ. લોકોને બેસવા સભામંડપ થયો તથા વિશાળ મેદાન તૈયાર થયું, વિવિધ વૃક્ષો વવાયાં અને અનેક નવાં-નવાં કાર્યોનાં પ્રારંભ થયો.

આવા પવિત્ર સ્થાનના વિકાશ કાર્યમાં સ્થાનિક હરિભક્તોએ ઉત્તમ સુવિધાનો વિકાસ કર્યો છે, એમાં સંતો, ગામના વડીલો વિશેષ પણે આપણા જ ગામનાં માતા સમાન સાંખ્યયોગી મહંત ધનબાઈ ફઈ તથા વીરબાઈ ફઈ તેમજ અન્ય સાંખ્યયોગી બહેનો, તેમજ નવયુવાનોના અથાગ પરિશ્રમનું આ પરિણામ છે કે આજે આ સ્થળ ધાર્મિક અને પ્રવાસન સ્થળ તરીકે સુવિખ્યાત થયું છે.

આ સ્થળમાં પારંપરિક રીતે ધાર્મીક ઉત્સવ, જન્માષ્ટમી, શિવરાત્રી, ઉત્સવ સાથે નાગપાંચમના પ્રસાદી ઉજમણી અને શાકોત્સવ જેવા ઉત્સવો થાય છે અને એમાં ભુજ મંદિરના સંતોની પધરામીણી થાય, કથા વાર્તા થાય અને એમાં આખું માનકુવા ગામ આ ઉત્સવ જોડાય છે.

આજે આ પવિત્ર સ્થળમાં ભક્તિના વાતાવરણ સાથે , ગાય માટે નીરણ કેન્દ્રની વ્યવસ્થા કરી છે, પક્ષી માટે પાણી અને ચણ વ્યવસ્થા, બાળકો માટે બાળરમતના ગાર્ડન, યુવાનો માટે રમત - ગમતના મેદાન, વડીલો માટે Walkway, વડીલ સત્સંગીઓ માટે સત્સંગની વાતો કરવાનું પવિત્ર સ્થળ થયું છે. શાળાના વિદ્યાર્થીઓ માટે કે પરિવાર સુંદર પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામ્યુ છે.

આ સ્થાન પર માનકુવા ગામના આપણી સમાજના યુવાનો ભેગા થઈએ સમયે સમયે વૃક્ષા રોપણ, સફાઈ કાર્યક્રમ સાથે બાળકો અને યુવાનો ના શારીરિક અને બૌદ્ધિક વિકાશ થાય એ માટે રમત - ગમત અને બાલ - ઉત્સવ, બૌદ્ધિક રમતોનું પણ આયોજન કરતા રહે છે.

કોઈ પણ પવિત્ર સ્થળ ત્યારે જ સપૂર્ણ વિકસતું હોય છે જયારે કોઈ મજબુત ઉદેશ્યને ધ્યાનમાં રાખીને કાર્ય કરવામાં આવે. એ માટે કોઈ વિચારશીલ વ્યક્તિની જરૂર પડે છે જે કાર્ય તમામ વ્યક્તિ અને સમાજ ને ઉપયોગી નીવડે. આ વિચારશીલ વ્યક્તિ એટલે ગામ ના વડીલો અને સંતો જેના માર્ગ દર્શન હેઠળ આ સ્થળ નો આટલો વિકાસ શક્ય બન્યો છે.

Address

Mankuva/Kodki Road
Mankuva
370030

Alerts

Be the first to know and let us send you an email when Vicheshwar Mahadev - Mankuva posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Vicheshwar Mahadev - Mankuva:

Shortcuts

Share