BSR બાપા સીતારામ

BSR બાપા સીતારામ Bapa sitaram bagdana photo and videos
all God photo and video 📸📷📸
(2)

27/08/2026
27/08/2026

☀️🌄🧡🕉️🚩🕉️🧡🌄☀️

*_🙏🏻સંત શિરોમણી બજરંગદાસ બાપાને કોટીકોટી વંદન.🙏🏻_*

*_🙏🏻|| બાપા સિતારામ ||🙏🏻_*

*_🏠 બાપાના વડવાઓ-1 🏠_*

*_તુલસી ઐસે કહું કછુ,_*
*_ધન્ય ઘરનિ બહુ સંત ;_*
*_પર કાજે પરમારથી,_*
*_પ્રીતિ લીએ નિબહંત._*

*_બાપાના વડવાઓ મૂળે મેવાડનાં વતની હતાં, મેવાડની ભૂમિમાં બીજું ઘણું હશે ! રાણા પ્રતાપ મેવાડના હતા, હલદીઘાટ જ્યાં "શૂરા બાવીસ હજાર" માભોમ માટે વધેરાઈ ગયેલા, આવું બધું મેવાડમાં ખરું, પણ મેવાડમાં પાણી.... માનવીમાં પાણી ઘણું, પરંતુ પીવાના પાણીની ભારે ખેંચ ! આથી બજરંગદાસ બાપાની પાંચમી પેઢીના દાદા શ્રી. આરતીદાસજી જેઓ રામાનંદી સાધુ હતા તેમને મેવાડ છોડેલું._*

*_"રામાનંદી સાધુ" એ જગતગુરુ સ્વામી રામાનંદજીએ આજથી લગભગ સાતસો વર્ષ પહેલા સ્થાપિત કરેલા સંપ્રદાયના અનુયાયીઓ છે._*

*_શ્રી રામાનંદજીનો જન્મ અગત્સ્ય સંહિતા અનુસાર વિક્રમ સંવત. ૧૩૫૬ (ઈ.સ. ૧૨૯૯ ) માં ભારતના તીર્થરાજ પ્રયાગમાં કાન્યકુબ્જ બ્રાહ્મણમાં થયેલ, પિતાનું નામ પુણ્યસદન અને માતાનું નામ સુશીલા હતું._*

*_એ સમયગાળામાં આપણા દેશમાં પરદેશી શાશને તે સમયના મહાન સંતો અંગેની આધારભૂત નોંધો લેવાયેલ નહિ.અંગ્રેજોના શાસન દરમિયાન એની સિવિલ સર્વિસમાં કેટલાક પુરાતત્વ અને સાંસ્કૃતિક સંશોધનોમાં રસ ધરાવનાર વિદ્વાનો આવ્યા. તેમણે સંશોધન હાથ ધરી આવા મહાપુરુષો વિશે આધારભૂત માહિતીઓ શોધી કાઢી અને પ્રજા સમક્ષ મૂકી._*

*_રામાનંદજીનો જન્મ થયો તે પછી જન્માક્ષર બનાવનાર કુળ જ્યોતિષીએ એવું કહેલું કે આ બાળક અલ્પાયુષી યોગવાળો હોઈ તેને ત્રણ વર્ષનો થાય ત્યાં સુધી દૂધ પર રાખવાનો ઘરની બહાર ન કાઢવાનો અને અરીસામાં મો ન બતાવવાની સૂચના આપેલ. આ સૂચનાનો અમલ માતા-પિતા ચુસ્તપણે કરેલ._*

*_એવું કહેવાય છે કે જનોઈ આપ્યા પછી રામાનંદજીને અભ્યાસ અર્થે કાશી મોકલેલ._*

*_એક વખત પોતાના પિતા વાલ્મિકી રામાયણનું ગાન કરી રહ્યા હતા તે સાંભળતા એ આખા અધ્યાયનું મધુર સ્વરૂપે ગાન કરતા પિતા અને શ્રોતાઓને આશ્ચર્ય થયેલ આ નાના કિશોરે આખો અધ્યાય મોઢે ક્યારે કર્યો હશે ? કિશોર વયે ઘણી વખત તેઓ શાસ્ત્રોના ગુઢ મર્મો ઉચ્ચારતાં ત્યારે પણ સાંભળનારા મંત્રમુગ્ધ બની રહેતા. છતાં વધુ અભ્યાસ અર્થે તેમને વારાણસી મોકલેલ ત્યાં એમણે કોઈ વેદાંતી પાસે શ્રીમદ આધ શંકરાચાર્યજીના અદ્વૈત વેદાંતનો અભ્યાસ શરુ કરેલ._*

*_એક વખત અચાનક તેઓ શ્રીમદ રામાનુજાચાર્યની ગાદી પર બિરાજતા શ્રીરાઘવાનંદ પાસે ગયા,પ્રણામ કર્યા. રાઘવાનંદજીએ સામે જોઈ કહ્યું ; વત્સલ તારા આયુષ્યના હવે માત્ર ત્રણ જ દિવસ બાકી રહ્યા છે. રામાનંદજી આ સાંભળીને થોડા ક્ષુબ્ધ થયા.પોતાના વેદાંતી ગુરુ પાસે જઈ આ વાત કરી ગુરુએ કહ્યું ; રાઘવાનંદજી સમર્થ યોગી છે એની પાસે જા બચવાનો હોય તો એ જ બચાવી શકશે રામાનંદજી તુરત રાઘવાનંદજીને શરણે ગયા અને જે સમયે મૃત્યુનો યોગ હતો તે સમયે રામાનંદજીને સમાધિસ્થિત કરી દઈ મૃત્યુના મુખમાંથી ઉગારી લીધા._*

*_કૃતજ્ઞતા વશ થઈ શ્રી રાઘવાનંદજી પાસે દીક્ષા લીધી. આમ રામાનુજાચાર્યજી પછી પોણા બસોએક વર્ષે એમની શિષ્ય પરંપરામાં રામાનંદજીનો પ્રવેશ થયેલ._*

*_માતાપિતા તરફથી આવેલી લગ્ન કરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવાની દરખાસ્તનો અસ્વીકાર તો આ અગાઉ એમણે કરી જ દીધો હતો. દીક્ષા પછી ગંગાકિનારે પર્ણકુટિમાં રહી ઉગ્ર તપ આરંભ્યું અનેક લોકો તેમના દર્શને આવવા લાગ્યા. તેમની પાસે મુસ્લિમ,જૈન,બૌદ્ધ ,વેદાન્તી શાસ્ત્રજ્ઞ, શૈવ,શાક્ત, દરેક સંપ્રદાયના પંડિતો અને જ્ઞાનીઓ તેમની પાસે શંકાઓ લઈ આવવા લાગ્યા અને તેનુ યોગ્ય સમાધાન લઈ આનંદપૂર્વક પાછા ફરતા.તેમાંના કોઈએ સુબાઓના ત્રાસની વાત કરતા શ્રી રામાનંદજી તઘલક ગ્યાસુદીનને મળ્યા અને એમને અલ્લાહ - ઈશ્વર જુદા ન હોવાનું તથા બધા ધર્મના મૂળ ઉપદેશ અને હેતુ એક સરખા હોવાનું તર્કબદ્ધ રીતે ગળે ઉતરાવતાં તેણે સુબાઓને કનડગત ન કરવાના આદેશો આપ્યા._*

*_તઘલખના ત્રાસથી ત્રસ્ત બની અયોધ્યાના રાજવી ગાદી છોડીને ચાલ્યા ગયેલા. રામાનંદજીએ એના ભાઈને હિંમત આપી ગાદી પર બેસાડ્યો. ફૈઝાબાદના મુસ્લિમ સુબેદારે થોડા હિન્દુઓને બળજબરીથી મુસલમાન બનાવેલ તેને શ્રી રામાનંદજીએ ફરી હિન્દુ બનાવેલ. કહેવાય છે કે તે વખતે તેમણે એવો ચમત્કાર બતાવેલકે બધાના ગળામાં તુલસીની માળા, જીભ ઉપર લખાયેલ રામનું નામ અને કપાળમાં સફેદ-લાલ તિલક આપોઆપ પ્રગટ થયેલાં._*

*_આ સમય દરમ્યાન રામાનુજાચાર્ય સંપ્રદાયમાં ખાવા-પીવાના અને અન્ય જાતજાતના ભેદ દાખલ થઈ ગયા હતા શ્રી રામાનંદજીને એ ગમતા નહોતા તેમણે જુદો સંપ્રદાય સ્થાપ્યો. રામાનુજ સંપ્રદાયમાં વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા હતી. રામાનંદે પોતાના સંપ્રદાયમાં સીતા-રામની ભક્તિને મુખ્ય બનાવી અને ધર્મની તત્વચર્ચા માટે સંસ્કૃતને બદલે હિન્દી ભાષાની પસંદગી કરી. આથી તેમના અનુયાયીઓની સંખ્યા ઘણી બહોળી થઈ શ્રી રામાનંદજી સાક્ષાત્કાર સંત તો હતા જ. ઉપરાંત ક્રાંતિકારી સમાજસુધારક પણ હતા. મધ્યકાલીન યુગમાં અધ્યાત્મ અને ધર્મના ક્ષેત્રે એમનું મોટુ પ્રદાન રહ્યું હતું._*

*_એમણે સમજાવ્યું કે શ્રી સીતારામની ભક્તિથી જ જીવ ઈશ્વરની પ્રાપ્તિ કરવાનો અધિકાર બને છે. તેમના મતે જીવ અને ઈશ્વર એક ન હતા._*

*_તુલસીદાસ પણ રામકથામાં પ્રશ્ન ઉઠાવે છે કે "જીવ કી ઈશ સમાન હોઈ શકે ? તુલસીજી પર શ્રી રામાનંદજીની અસરનો આ પુરાવો મનાય._*

*_શ્રી રામાનુજાચાર્યની_*

*_વિશિષ્ટં ચ વિશિષ્ટે ચ, વિશિષ્ટયો: અદ્વૈત વિશિષ્ટાદ્વૈતમ્ |"._*

*_એવી વિશિષ્ટાદ્વૈતની વ્યાખ્યાને બાજુ પર રાખીને શ્રી રામાનંદજીએ નિર્ગુણ- સગુણ અને જ્ઞાન-ભક્તિનો સમન્વય કરી નવો ચીલો પાડેલ. ઉચ્ચ- નીચના ભેદભાવ તો એમના મનમાં હતા જ નહીં. એમની વિચારધારા સંકુચિત નહોતી. વૈષ્ણવ-માતાબ્જ ભાસ્કરમાં એમણે લખ્યું છે:_*

*_"સર્વે પ્રપત્તેધિકારિણ: સદા અશકતા સત્તા અપિ નિત્યરંગિણ:|_*
*_અપેક્ષ્યતે તત્ર કુલં બલં ચ નો ની ચાપિ કાલો ન હિ શુદ્ધતા ચ ||_*

*_ભગવાનના ચરણોમાં અતૂટ અનુરાગવાળા બધા લોકો-ભલે તે સમર્થ હોય કે અસમર્થ સૌ ભગવત્ શરણાગતિના નિત્ય અધિકારી છે. ભગવત્ શરણાગતિ માટે ન તો શ્રેષ્ઠ કુળની આવશ્યકતા છે, ન તો કોઈ પ્રકારના બળની. ત્યાં ન ઉત્તમ સમયની જરૂર છે કે ન કોઈ પ્રકારની શુદ્ધિ અપેક્ષિત છે. બધો જ સમય અને શુચિ-અશુચિ, બધી જ પરિસ્થિતિમાં જીવ પરમાત્માનું શરણ ગ્રહી શકે છે_*

*_એમને આવી ઉદારતા અને વિચારસરણીના કારણે એમના શિષ્યોમાં સમાજના બધા જ વર્ગના લોકો હતા એમાંના મુખ્ય શિષ્યોમાં આટલા નામ જાણીતા છે: પીપાજી, સધના, સેન, રઈદાસ, કબીર અને સુરસુરાનંદ આ નામાવલી ભિન્ન ભિન્ન કોમોની છે. એમાં ક્ષત્રિય, ચમાર, વૈશ્ય, જાટ, વાળંદ,જુલાહા અને બ્રાહ્મણો પણ છે._*

*_આમના પીપાજી માળવાના ગેંગરીનગઢના રાજવી હતા તે દંપતિ રામાનંદજી પ્રેરિત ભક્તિથી રંગાઈને રાજ્ય છોડી જુના ભાવનગર રાજ્યના વિક્ટર બંદર પાસે વસેલા ત્યાં આવેલું પીપાવાવ ધામ એમના નામ સાથે જોડાયેલું છે અને પીપાજીએ ત્યાં મંદિર સ્થાપેલું._*

*_સધના કસાઈ હતા. એવા મસ્ત ભક્ત હતા કે તોળવાના ત્રાજવામાં વજનીયાને સ્થાને શાલીગ્રામનો ઉપયોગ કરતા. એક વૈષ્ણવથી આ જોયું ન ગયું તેથી શાલીગ્રામ માગીને લઈ ગયા, પરંતુ રાતમાં એને સ્વપ્નમાં શાલીગ્રામ આવ્યા અને કહ્યું કે ભાઈ ! તે મને બહુ દુઃખી કર્યો, મારા ભક્તની દુકાને હું ત્રાજવામાં જુલ્યા કરતો હતો, તે મને એ સુખથી વંચિત કર્યો, ભલુ ઈચ્છતો હો તો મને પાછો મારા સ્થાને પહોંચાડી દે અને એ વૈષ્ણવ બીજા દિવસે શાલીગ્રામ સધનાને આપી આવ્યા._*

*_ધન્ના જાટ હતા અને સેન નાઈ હતા. રાજાની સેવા કરવા એ રોજ જતા એક દિવસ અતિથિ સાધુઓની સેવામાં એટલા લીન થઈ ગયા કે સમયસર રાજાની સેવામાં જઈ શક્યા નહીં ત્યારે, ભગવાન પોતે સેનનું રૂપ ધારણ કરીને રાજાની સેવા કરવા પહોંચી ગયેલા._*

*_રઈદાસ કાશીના ચમાર હતા. એક સંતે એમને પારસમણિ ઉપયોગ કરવા આપેલ, પરંતુ એ પારસમણિ સાધુ જ્યાં છાપરામાં ભરાવીને ગયા હતા ત્યાં બાર વર્ષે પાછા આવ્યાં ત્યારે પણ ત્યા જોયો ! રઈદાસે પારસમણીની સામુ પણ જોઈલ નહિ._*

*_રામાનંદજી જે હંમેશા સૂર્યોદય પહેલા ગંગાસ્નાન માટે જતા એક વખત અંધારી રાતના ગંગાનદી તરફ જતા માર્ગ પર સુતેલી એક વ્યક્તિ ઉપર એમનો પગ મુકાઈ ગયો, તત્કાળ પગ ઉઠાવી લીધો, સાથે મોંમાંથી કરૂણાભર્યા સ્વરે... રામ...! રામ..!..રામ...! બોલાઈ ગયું, નીચે સૂતેલા માણસેએ શબ્દોને ગુરુ મંત્ર તરીકે પકડી લીધા અને રામાનંદજી તેના ગુરુ બન્યા. અને તે શિષ્ય ભારતના ખ્યાતનામ સંત કબીર. કબીર વિશે તો શું કહેવું ? "હાથમાં કામ અને મનમાં રામ"નો આદર્શ તેઓ આપણને આપતા ગયા છે._*

*_સુરસુરાનંદ બ્રાહ્મણ હતા. ખાન-પાન અંગે તે ઉધાર દ્રષ્ટિવાળા સમાજસુધારક હતા. ભક્ત માળમાં ઉલ્લેખ છે કે એમના મોઢામાં મલેચ્છે આપેલ રોટી પણ તુલસીપત્ર બની બની જતી હતી._*

*_શ્રી રામાનંદજીની ખ્યાતિ ખૂબ ફેલાયેલ ભારતનું પરિભ્રમણ કરતા તેઓ આપણા પ્રદેશ ગુજરાતમાં પધારેલા આબુ અને ગિરનાર પર એમના ચરણો છે._*

*_ભારતમાં પરિભ્રમણ દરમિયાન તેમણે રામાનુજાચાર્યની પરંપરામાં દીક્ષિત હોવા છતાં પોતે પોતાના આત્માના અવાજને અનુસરીને અલગ પંથનું નિર્માણ કરેલ. શ્રીકૃષ્ણ ભક્તિથી ભિન્ન શ્રીરામ ભક્તિનો નવો માર્ગ અપનાવેલ, પદયાત્રા દરમિયાન ગામોગામ ફરીને,સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા,વહેમ,દૂર કરી, દરેક મનુષ્ય સમાન છે,ઈશ્વરને પ્રાપ્ત કરવાનો સમાન અધિકાર છે. તથા રામજીમંદિરના નિર્માણ સંકલ્પ લેવડાવતા તથા શ્રી રામના પરાક્રમોના ઉપદેશ દ્વારા હિન્દુઓને ભય મુક્ત કરતા,હિન્દુ ધર્મ છોડી ગયેલા પુ:ન ધર્મમાં શુદ્ધિકરણ કરી પાછા લાવતા. સમગ્ર ભારત વર્ષમાં રામ નામનો મંત્ર જાગૃત કરી દીધો તેના દ્વારા ભારત વર્ષમાં ભક્તિ આંદોલનની શરૂઆત થઈ સંહારક અને અત્યાચારી તાકાતો સામે ભક્તિ અને કર્મથી નવું બળ મળ્યું. અને લોકોમાં ધાર્મિક સંસ્કારો અને નીતિમત્તાનો સંચાર થયો.રામાનંદાચાર્યના જ્ઞાનની અસર સાધુ-સંતો અને સમાજ ઉપર એટલી બધી હતી કે સમાજમાં જ્ઞાતિ-જાતિના અને સંપ્રદાયના વડાઓ ઢીલા પડવા લાગ્યા. સમાજમાં વૈમનસ્ય ઓછું થવા લાગ્યું. ગુરુનાનક દેવે પણ તેમના ઉપદેશનો સમાવેશ ગુરુ ગ્રંથ સાહેબની "ગુરુવાણી" માં કર્યો છે._*

*_તેમણે પોતાની વિચારધારામાં ભક્તિ,યોગ અને વેદાંતને અનુપમ ત્રિવેણી સંગમ રચેલ છે. ડાકોરમાંથી "સિદ્ધાંત પટલ" નામનું એક નાનકડું પુસ્તક પ્રકાશિત થયેલ છે જે રામાનંદજીએ લખેલ છે. તેમાં સત્ય નિરંજન, વિભૂતિ પલટન,લંગોટી આડબંધ, તુલસી,તારક્, રામબીજ વગેરે કંઈ એક બાબતોના મંત્રો છે એની ભાષા સાધુકડી કહી શકાય એવી હિન્દી છે, વિભૂતિ ,ધૂની ઝોલી,જેવા શબ્દોની સાથે સાથે તેમાં શાલિગ્રામ, તુલસી,આદી શબ્દોનો આદર કરાયો છે આમાંનો એક અહીં જોઈએ:_*

*_ૐ અર્ધનામ અખંડ છાયા,_*
*_પ્રાણ પુરુષ આવે ન જાયા._*
*_મરે ન પિંડ થકે ન કાય,_*
*_સદગુરુ પ્રતાપ હૃદય સમાય._*

*_શબ્દસ્વરૂપી શ્રી ગુરુ રાઘવાનંદજીને શ્રી રામનંદજી કૂં સુનાયા._*

*_ભરે ભંડાર કાયા બાઢે ત્રિકુટી અસ્થાન જહા બસે શ્રી શાલીગ્રામ._*
*_ૐ કાર હાહાકાર સુનતી સુનતી સંસે મિટે ઈતિ અમર બીજ મંત્ર._*

*_આમાં યોગીની ત્રિકુટીમાં વૈષ્ણવ શાલીગ્રામ બિરાજમાન છે આથી એટલું સ્પષ્ટ માની શકાય કે ; એમણે પોતાના શિષ્યોને વૈષ્ણવ ધર્મ ઉપરાંત યોગની વાત પણ કરી છે. બીજ શબ્દોમાં કહીએ તો એમણે વૈષ્ણવ ભક્તિ અને યોગનો પોતાની વિચારધારા છે સમન્વય કરેલ છે. રામાનંદી સંપ્રદાયના અનુયાયીઓ શ્રી રામાનંદજીને મહાયોગી પણ માને છે."_*

*_શ્રી રામાનંદજીના બીજા બે ગ્રંથો 'રામાર્ચન પદ્ધતિ' અને 'વૈષ્ણવ માતામ્જ ભાસ્કર' છે "આનંદભાષ્ય"નામનું વેદાંત સૂત્ર પરનું એમનું એક ભાષ્ય પણ છે. એમણે હિન્દી પદો પણ રચ્યાં હોય તેવું દેખાય છે. એમનું એક પદ અહીં જોઈએ :_*

*_હરિ બિન જન્મ વૃથા ખોયો રે._*
*_કહા ભયો અતિ માન બડાઈ, ધન મદ અંધ મતિ સોયા રે._*

*_અતિ ઉતંગ તરુ દેખિ સુહાયો,_*
*_સૈવલ કુસુમ સુવા સોયો રે ;_*
*_સોઈ ફલ પુત્ર- કલત્ર વિષૈ સુખ,_*
*_અંતિ સીસ ધૂની ધૂની શેયોરે._*
*_સુમિરન ભજન સાધકી,*
*અંતરિ મન મેલ ન ધોયો રે._*
*_રામાનંદ રતન જમ ત્રાસે,_*
*_શ્રીપતિ પદ કાહે ન જોયો રે._*

*_આવા સમર્થ ગુરુ રામાનંદજી એક માન્યતા અનુસાર ૧૧૦ વર્ષ અને બીજી માન્યતા અનુસાર ૧૪૮ વર્ષ આ ધરા પર રહેલા રહેલા.(ક્રમશ:)_* 🚩

🙏🏻 *_જય સિયારામ_* 🙏🏻
‼ *_બાપા સિતારામ_*‼🚩

*_‼🙏🏻 સુરેશભાઈ. એન. નિમાવત (ગાંધીનગર) નાં સૌને બાપા સિતારામ.🙏🏻‼_*

*_‼🙏🏻 પરમ પૂજ્ય બજરંગદાસ બાપા જીવન જ્યોત પહેલી આવૃત્તિ તા-૨૬-૦૧-૧૯૮૯ માંથી. બાપા સિતારામ.🙏🏻‼_*

બાપા ના આશીર્વાદ  એજ અમારું જીવન બાપા સીતારામ       🙏🙏🙏👌❤️♥️🙏🙏🙏
27/08/2026

બાપા ના આશીર્વાદ એજ અમારું જીવન
બાપા સીતારામ
🙏🙏🙏👌❤️♥️🙏🙏🙏

આજ ના દર્શન શ્રી ગુરૂઆશ્રમ બગદાણા ધામ મહુવા ગુજરાત બાપા ના આશીર્વાદ  એજ અમારું જીવન બગદાણા ધામ મહુવા    #સીતારામ  #બાપા ...
27/08/2026

આજ ના દર્શન શ્રી ગુરૂઆશ્રમ બગદાણા ધામ મહુવા ગુજરાત
બાપા ના આશીર્વાદ એજ અમારું જીવન
બગદાણા ધામ મહુવા #સીતારામ #બાપા 🙏🤣🙏🙏🙏

બાપા સીતારામ બાપા ના આશીર્વાદ  એજ અમારું જીવન બગદાણા ધામ મહુવા  #સીતારામ      #બાપા   🙏🙏🙏
26/08/2026

બાપા સીતારામ
બાપા ના આશીર્વાદ એજ અમારું જીવન
બગદાણા ધામ મહુવા #સીતારામ #બાપા 🙏🙏🙏

બાપા સીતારામ બગદાણા ધામ મહુવા    #સીતારામ
26/08/2026

બાપા સીતારામ
બગદાણા ધામ મહુવા #સીતારામ

જય ગુરુદેવ    #સીતારામ    #બાપા
26/08/2026

જય ગુરુદેવ
#સીતારામ #બાપા

26/08/2026

*📙"જગતગુરુ રામાનંદાચાર્ય" "શ્રી સંપ્રદાય (રામાવત): વિવિધ આયામ"📙*

*🪷 પંચગંગા અને આચાર્ય રામાનંદ 🪷*

*હરિતશ્યામમાધવ મંદિર પ્રયાગમાં ગંગાના કિનારે છે. આ મંદિરમાં આચાર્ય રામાનંદજી પ્રગટ થયા હતા. તેણે કૃષ્ણનું આ સ્થાન છોડીને કાશીમાં સ્થાન બનાવ્યું. અહીં તેમણે આચાર્ય રાઘવાનંદને પોતાના ગુરુ બનાવ્યા. રામાનંદજી આચાર્ય રાઘવાનંદ દ્વારા દક્ષિણ સાથે જોડાયેલા હતા. રામ જોડાયા. હરિતશ્યામ માધવને પ્રયાગમાં જ રહેવા દીધા. રાઘવાનંદજીના શિષ્યત્વ હેઠળ કાશી આવ્યા અને રામજી સાથે જોડાયા અને રામાનંદ કહેવાયા.*

*તેમના બાળપણના નામ વિશે કંઈ જાણી શકાયું નથી. એક જમાનામાં પંચગંગા પર રાઘવાનંદજીના ગુણગાન ગાવામાં આવતા હતા. સમયે રાઘવાનંદજીને ઈતિહાસના ગર્તમાં સમાઈ ગયા અને આચાર્ય રામાનંદજીને અગ્રણી બનાવ્યા. 'રામાનંદ રામરસ માતે'. તેમને રામનો અવતાર માનવામાં આવે છે. શ્રેષ્ઠતા પોતે જ અવતાર છે. અવતાર જ સર્વસ્વ છે. પણ અવતાર એ જન્મ છે. વિશેષ જન્મ, દિવ્ય જન્મ, કર્મ એ અવતાર છે. અવતારોમાં દિવ્યતા પ્રબળ છે. આચાર્ય રામાનંદજીમાં પણ આવી જ દિવ્યતા હોવી હતી. વારાણસી ગંગામાં ઘણા ઘાટ છે. સિંધિયા, અહલ્યાબાઈ, દરભંગા વગેરે. કેટલાક ઘાટનું નામ દેવતાઓના નામ પરથી રાખવામાં આવ્યું છે. પંચગંગામાં પંચગંગાની કલ્પના કરવામાં આવે છે. પંચગંગા ધ્યાન અને પૂજાનું અદ્ભુત કેન્દ્ર છે. તે ભક્તિની પાઠશાળા છે. આચાર્ય રામાનંદનું 'વૈષ્ણવમતજભાસ્કર' અહીં રચાયું હતું. વૈષ્ણમતકમળને ખીલવવાવાળા સૂર્યરૂપી સમગ્ર દેશમાં ભક્તિનું મુખ્ય કેન્દ્ર છે. અહીંના ભક્તિમય સૂર્યકિરણો સમગ્ર દેશની અજ્ઞાનતા દૂર કરી રહ્યા છે.*

*પંચગંગા શા માટે? એક જ ગંગા છે. પ્રવાહમાં ભિન્નતા શક્ય છે. વાત વારાણસીની છે. પ્રયાગમાં ત્રિવેણી અને કાશીમાં પંચગંગા છે. પંચગંગા એ પાંચ દેવોની પૂજા છે. પંચગંગા એ વેદાંતની પાંચ ધારાઓનો સંગમ છે. દ્વૈત, અદ્વૈત, દ્વૈતદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત. આ બધા વિચારો દક્ષિણમાં, દક્ષિણના આચાર્યોએ વિકસાવ્યા છે. ભેદભાવના મુદ્દાનું મુખ્ય કેન્દ્ર ગૌડ પ્રદેશ છે. આ નિમ્બાર્કના દ્વૈતદ્વૈત જેવું જ છે. તેથી તે પંચગંગામાં જ સમાઈ જાય છે.*

*ભક્તિની સમગ્ર ચેતના સમન્વયિત છે. દરેકની પૂજા. દરેકનું સન્માન. પછી એક માટે લક્ષ્ય રાખો. અદ્વૈતનું અદ્વૈત છે. પણ આ અદ્વૈતના અનેક પ્રકાર છે. ગીતામાં માત્ર કૃષ્ણ છે. પરંતુ કૃષ્ણને કોઈ ભગવાન સાથે કોઈ વિરોધ નથી. તેઓ બધા*

*બધા દેવતાઓની પૂજા કરવાની પરવાનગી આપે છે. કોઈપણ ભગવાનની પૂજા કરો. મને, (કૃષ્ણને) બધું જ મળશે. ભગવાન બધા યક્ષોના ઉપભોક્તા અને સ્વામી છે. દેવતાઓ ભગવાનના વિશેષ સેવકો છે. રાજકર્મચારી દ્વારા આપવામાં આવેલ ધન છેલ્લે રાજાને પૈસા મળે છે. તેવી જ રીતે દેવતાની પૂજા એ પણ ભગવાનની પૂજા છે. દેવતાને આપવું એ ભગવાનને આપવું છે. ભગવાન પણ દેવતાઓના સ્વામી છે. વિશ્વમાં પારસ્પરિકતા છે. સંકલન સંબંધ છે. જો તે ચક્ર શરૂ કરે છે, તો તે તે જ જગ્યાએ પાછો આવશે જ્યાંથી તેણે શરૂઆત કરી હતી. અહીં, ત્યાં, સર્વત્ર એકતા છે. આકાશ સૂર્ય અને વરસાદ દ્વારા સમુદ્રમાંથી પાણી લાવે છે. પછી એ જ પાણી સમુદ્રમાં જાય છે. જમીન મહાસાગરથી આકાશ મહાસાગર સુધી. આકાશ મહાસાગરથી પૃથ્વી મહાસાગર સુધી. આ ચક્ર દુનિયાને ચલાવી રહ્યું છે. જેમ આકાશમાંથી પડતું પાણી સમુદ્રમાં જાય છે, તેવી જ રીતે બધા દેવતાઓને અર્પણ કરેલા નમસ્કાર કેશવને પ્રાપ્ત થાય છે. પંચગંગા એ જ મહાસાગર છે. અહીં તમામ પ્રકારની સાધનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોઈના પ્રત્યે નફરત નથી.*

*સદ્ગુણનું કેન્દ્ર. નિર્ગુણની સ્થાપના. આ સમાનતાની ભાવના આચાર્ય રામાનંદજીની ફિલસૂફી છે. અહીં કબીર છે. રૈદાસ છે. આ પરંપરામાં મહાન સંત લેખક તુલસીદાસ છે જે હાથ જોડીને તમામ દેવતાઓને નમસ્કાર કરે છે. દરેકના આશીર્વાદ માંગે છે.*

*દરેક વ્યક્તિએ પાંચ યજ્ઞ કરવાના હોય છે. પંચગંગા આ યોગની પ્રમુખદેવતા છે. ઋષિ યજ્ઞ, દેવ યજ્ઞ, પિતૃ યજ્ઞ, ભૂત યજ્ઞ, માનવ યજ્ઞ. આ યજ્ઞો સામાજિકતા અને સંસારનો આધાર છે.*

*સ્વામી રામાનંદજીનું વ્યક્તિત્વ વિશાળ હતું. આ કારણોસર તેમને ભક્તિ લાવવાનો શ્રેય આપવામાં આવ્યો હતો. તેઓ પોતે દક્ષિણના ન હતા. તે ઉપરોક્ત પાંચ દર્શન દક્ષિણમાંથી લાવ્યા હતા, જો કે તે કહેવું મુશ્કેલ છે કે દર્શન સંપૂર્ણપણે દક્ષિણી હતા. આચાર્ય શંકર , આ ફિલસૂફીમાં સૌથી પ્રારંભિક, ચોક્કસપણે દક્ષિણના હતા, પરંતુ અદ્વૈતની સ્થાપનાનો શ્રેય આચાર્ય શંકરના દાદા ગુરુ ગૌડપાદને જાય છે. જે દક્ષિણના ન હતા. શંકરના ગુરુ આચાર્ય ગોવિંદપાદ પણ દક્ષિણના હતા. આ પણ કહી શકાય તેમ નથી. આવું સમગ્ર દક્ષિણ સાહિત્ય છે, જેનું મૂળ ભક્તિ સાહિત્ય આચાર્ય અગસ્ત્ય ઉત્તરના હતા. રામ, કૃષ્ણ, શિવ ભક્તિનો આધાર હતા, તેઓ સમગ્ર દેશના હતા.*

*વૈષ્ણવ ભક્તિ અને શિવ ભક્તિ બંને દક્ષિણમાં પ્રચલિત હતા. તો પછી વૈષ્ણવ ભક્તિ કેમ આવી? શિવભક્તિ પણ આવી શકી હોત. જો કે આચાર્ય રામાનંદજીના આગમન પહેલાથી જ ઉત્તરમાં વિષ્ણુ અને શિવની ભક્તિ જોવા મળે છે. ગીત ગોવિંદ, ચંડીદાસ, વિદ્યાપતિ વગેરેની રચનાઓ શૈવ અને વૈષ્ણવ દ્વૈતથી મુક્ત છે. શક્ય છે કે દક્ષિણમાં અવારનવાર ટકરાવ થઈ હોય.*

*ખુદ આચાર્ય શંકરના સૂત્રોમાં ગોપનીયતાનો અભાવ છે. આચાર્ય રામાનંદજીના શિષ્યોમાં પ્રકારોના તફાવત ઉપરાંત તત્વજ્ઞાનમાં પણ તફાવત છે. તુલસીદાસ જેટલા રામ ભક્ત છે તેટલા જ તે બહુદેવી પણ છે. કબીર બહુદેવવાદના ટીકાકાર છે - 'રહી એક કી હુઈ અનેક કી વિશ્વા બહુ ભરતારી.'*

*રૈદાસ પણ રામાનંદ જીના શિષ્ય છે. પણ તેનામાં કબીર જેવી કટ્ટરતા નથી. રૈદાસનો સ્વભાવ સરળ છે. કોઈના પર હુમલો કરવો તેમના સ્વભાવમાં નથી. કબીરવિચાર પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે, જ્યારે રૈદાસ એ સમર્પણ અને ચંદન જળનું સંયોજન છે.*

*અમે કરીએ છીએ. સૂરદાસની ગોપીઓ મહત્વનો સંકેત આપે છે. તે ઉદ્ધવને કહે છે-*

*'જોગ અંગ સાધત જે ઉધો તે સબ બસત ઈસપુર કાસી' અંગ એટલે અષ્ટાંગ યોગથી છે. તેનો અર્થ ભગવાન શંકર છે. કાશી તે સ્પષ્ટ છે કે આ નિવેદનમાં ઘણી વસ્તુઓ છે -એક તો કાશીનો યોગ કાશીમાં છે. બીજું, યોગના દેવતા શિવ છે.*

*કાશીના છે. ઈસપુર કાશી છે. અહીં યોગાભ્યાસ થાય છે. આ પણ કબીર તરફ ઈશારો કરે છે. પુષ્ટિ માર્ગમાં યોગ માટે કોઈ સ્થાન નથી. ઉદ્ધવ ગુણ રહિત છે. નિર્ગુણમાં યોગ મહત્વનું સ્થાન ધરાવે છે. યોગસાધક નિર્ગુણિયા પણ રામાનંદજીના શિષ્યોમાં સામેલ છે. સરળ ભક્તિ સાથે રૈદાસ પણ છે. રૈદાસ રામ ભક્ત છે. પરંતુ તેમની શિષ્યા મીરા કૃષ્ણભક્તિમાં લીન છે.*

*તે મોર મુકુટ પીતામ્બર વાલાની ઉપાસક છે. આ બતાવે છે કે તેઓ સદ્ગુણથી પણ ત્યાં કોઈ ત્યાગ નથી. અંતે તે કૃષ્ણની મૂર્તિમાં સમાઈ ગઈ. આનાથી સ્પષ્ટ થાય છે કે રામાનંદ સમુદાયમાં દુશ્મનાવટ, વિરોધ અને અલગતાવાદ માટે કોઈ સ્થાન ન હતું. કબીર એકાંતવાદી દેખાય છે*

*તેથી રૈદાસને એકાંતવાદી કહેવા મુશ્કેલ છે. કબીરની પૂરાણપરંપરા, સર્વ નિર્ગુણી ભક્તોમાં ઊંડી અને વિસ્તૃત છે. આનાથી તેમના ગંભીર અભ્યાસનું જ્ઞાન મળે છે.કબીર સ્ત્રીને માયા કહીને નિંદા કરે છે. રૈદાસ સ્ત્રીને સન્યાસમાં દીક્ષા આપે છે.*

*દક્ષિણના તમામ આચાર્યો દ્વિભાષી હતા. પરંતુ તેઓ સંસ્કૃતમાં રચના કરતા હતા. ભક્તોની કૃતિઓ દક્ષિણ ભાષાઓમાં છે. આચાર્ય ત્યાંની ભાષાઓ જાણે છે પણ લેખિતમાં સાર્વત્રિક ભાષા સંસ્કૃતનો ઉપયોગ કરો. તેઓ ભારત ભ્રમણ પણ કરતા. રામાનંદજી,ભ્રમણનું કામ શિષ્યોને સોંપવામાં આવ્યું. તેમણે સંસ્કૃતની જગ્યાએ હિન્દીને રચનાના માધ્યમ તરીકે બનાવવાનું પસંદ કર્યું. હિન્દીમાં લખ્યું છે. તેમની શિષ્ય પરંપરાએ ખાસ કરીને લોક ભાષાઓને પ્રભાવિત કરી છે હિન્દીને વૈશ્વિક ભાષા બનાવી.હિન્દી સાહિત્ય અને ભાષાના વિકાસમાં આચાર્ય રામાનંદે અવિસ્મરણીય યોગદાન આપ્યુ. કબીર અને રૈદાસ પછી કાશી અને તેની આસપાસ આચાર્ય રામાનંદની પ્રેરણાથી તુલસીદાસે હિન્દીને સમૃદ્ધ કર્યું. બધા પુરાણોમાં મૂળ તત્વો, વિવિધ પ્રકારના રાગ અને રાગિણીઓ હિન્દીમાં આવી ગયા. તુલસીદાસે રામ, કૃષ્ણ, શિવ, ભગવતી વગેરેની પૂજા અને પ્રાર્થના હિન્દીમાં રચના કરી. કબીરે ભગવતી માયાને જ સ્વીકારી લખ્યું, કૃષ્ણ અને શિવ વિશે મૌન રહ્યા. 'શિવનગરી ઘર મેરા' કહીને શિવના વખાણ પણ કર્યા. કૃષ્ણ કબીરથી દૂર હતા. સ્વામી રામાનંદજી દ્વારા વહેતી પંચજ્ઞાન ગંગાના પ્રવાહે હતાશ ઉત્તર ભારતને આત્મજ્ઞાનની તેજસ્વી શક્તિથી ભરી દીધું. હનુમંત જયંતિ, પૂજા-અર્ચના ફેલાવવાનો શ્રેય પણ સ્વામી રામાનંદજીને જાય છે.*

*ભાગવતની પ્રસ્તાવનામાં, ભક્તિનું મૂળ દ્રવિડિયન કહેવાયું છે. તેની જર્જરિતતાનો પણ ઉલ્લેખ છે. ભક્તિના બે પુત્રો બીમાર છે. તે જ્ઞાન અને ત્યાગ છે. વૃંદાવનમાં આવ્યા પછી ભક્તિને સ્વાસ્થ્ય મળે છે. ભક્તિ નારદ સમક્ષ પોતાનું દુઃખ વ્યક્ત કરે છે. નારદ પુરાણ પુરુષ હતા. રામાનંદ ઈતિહાસના પુરુષ હતા. સંતો, ભક્તો અને કવિઓએ રામાનંદજી સાથે દક્ષિણની ભક્તિને એવી રીતે જોડી છે જે રીતે ભાગવતની પ્રસ્તાવના નારદ સાથે ભક્તિને જોડે છે. આચાર્ય રામાનંદજીએ ભક્તિને માત્ર ઉપાસના કે મોક્ષના માર્ગ તરીકે વર્ણવી નથી. મુક્તિની સાથે તેણે તેને સામાજિક આદર્શો સાથે પણ જોડ્યું. તુલસીદાસની સામાજિકતા પર બધાનું ધ્યાન હતું, પરંતુ ગરીબોમાં પણ એક પ્રકારની સામાજિકતા છે. જોકે નિર્ગુણનો મૂળ સૂર સમાજને ખોટો કે ખોટો કહેવાનો છે. તુલસીદાસની સામાજિકતા પર બધાનું ધ્યાન હતું, પરંતુ ગરીબોમાં પણ એક પ્રકારની સામાજિકતા છે. જોકે નિર્ગુણનો મૂળ સૂર સમાજને ખોટો કે ખોટો કહેવાનો છે. જો સંસાર એક ભ્રમણા છે તો તેમાં કેવા પ્રકારની સામાજિકતા છે? પછી સમાજ છે. સુખ અને દુ:ખ છે, ભૂખ અને તરસ છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને ગરીબોએ પોતાનો ધંધો છોડ્યો ન હતો. ઘર છોડ્યું નથી. ઘરમાં સાધુ રહ્યા. પોતાની ચિંતા કર્યા પછી, તેણે તેના પરિવાર અને સંતના અતિથિની ચિંતા કરી. કુટુંબ માટેની ચિંતા પોતાની ચિંતા કરતાં વધુ સ્વાભાવિક અને વિકસિત છે. સંતની ચિંતા એ આદર્શ સ્થિતિ છે. માત્ર હું જ નહીં, હું તમારી સાથે છું અને આ અને તે પણ. સંતોની સમાજીકતા સંતો બનાવવાની છે. માત્ર પેટ ભરવા માટે નથી. સંત 'જેટલું કરી શકે એટલું જ લે'. ત્યાગ એ સર્વોચ્ચ આદર્શ છે. સંત પરિગ્રહ કરતાં બિન-આક્રમક હોય છે. સંત પોટલું બાંધતા નથી. તેથી જ તે ભીડમાં ચાલતો નથી. આ વિધાન પણ સંત બનાવવાની પ્રક્રિયા છે. સંત એ છે જે આસક્તિથી મુક્ત છે.*

*આનંદ એ પણ એક ભોગવિલાસ છે. વ્યક્તિ તેનો આનંદ છોડી શકે છે, તેમાં ભાગ લે છે. જાતિ વ્યવસ્થામાં બ્રાહ્મણ અપરિગ્રહી હતા. બૌદ્ધ અને જૈનોએ સંન્યાસને અપરિગ્રહી બનાવ્યો. બધા ભક્તોને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો. અપરિગ્રહ જ મુક્ત સમાજનું નિર્માણ કરે છે. દરેકને ભક્તિ કરવાનો અધિકાર છે. દરેક વ્યક્તિએ અપરિગ્રહનો પણ અભ્યાસ કરવો જોઈએ. એ પણ કારણ કે ભક્તિમાં કોઈ ખર્ચ નથી. ધન માટે ત્યાગ અને આસક્તિની જરૂર છે. યજ્ઞ કરવાનું રાજાનું કર્તવ્ય હતું. મઠોનો ખર્ચ શ્રેષ્ઠા જ ચલાવતા હતા. ભક્ત પોતાના શ્રમથી પોતાનો ખર્ચ પૂરો કરે છે. ન્યૂનતમ ખર્ચ સાથે જીવન જીવો. તે પોતાના શ્રમ દ્વારા જે ઉત્પાદન કરે છે તેના કરતાં તેની કિંમત ઓછી છે. ભક્તિ અને ભક્ત સમાજના નિર્માણમાં આચાર્ય જગતગુરુ રામાનંદની મહત્વની ભૂમિકા છે. કૃષ્ણ ભક્તોને છપ્પન પ્રસાદ ચઢાવવાનો વિચાર છે.*

*આઠ સખીઓનું વિસ્તરણ છે. મોર મુગટ અને માળાનું સ્થાન મોંઘા દાગીનાએ લીધું. ગાય ઉછેરનો વિચાર હવે માત્ર એક કલ્પના જ રહી ગયો છે. આચાર્ય રામાનંદે શણગારને બદલે ભગવાન વિગ્રહને આસ્થાનું કેન્દ્ર બનાવ્યું. મૂર્તિ વિનાની નિર્ગુણ સાધનાને પણ સમાન સ્થાન મળ્યું. ભગવાન કૃષ્ણની હવેલીઓ સમૃદ્ધિના કેન્દ્રોમાં વિકસિત થઈ. આ હવેલીઓમાં શું ન હતું? સંગીત, વાજિંત્રો, નૃત્ય, વિવિધ પ્રકારની મીઠાઈઓ અને સ્વયં ભગવાન કૃષ્ણનો માખણ પ્રત્યેનો પ્રેમ ભક્તોમાં જોવા મળ્યો. આચાર્ય રામાનંદે ભવ્યતાને બદલે ભક્તિને દિવ્યતા આપી.*

*1.येऽप्यन्ये देवता भक्ता यजन्ते श्रद्धयान्विताः तेडियमामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम् गीता 9/23*

*2.आकाशत् पतितं तोयं यथागच्छतिसागरम् । सर्वदेवनमस्कारः केशवं प्रति गच्छति ।।*

*3.साईं इतना दीजिए जामे कुटुम समाय। मैं भी भूखा ना रहूँ साधु न भूखा जाय ।।* *कबीर*

*-પ્રો. યુગેશ્વર*

*🚩"જગતગુરુ રામાનંદાચાર્ય" "શ્રી સંપ્રદાય (રામાવત): વિવિધ આયામ"🚩*
*(હિન્દીનું ગુજરાતીમાં - ભાષાંતર સુરેશભાઈ નિમાવત - ગાંધીનગર)🚩*

*🙏🏻જય સિયારામ🙏🏻*
*‼️બાપા સીતારામ‼️🚩*

Address

Mahuva Bandar
Mahuva Bandar
364290

Telephone

+918200553065

Website

Alerts

Be the first to know and let us send you an email when BSR બાપા સીતારામ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to BSR બાપા સીતારામ:

Shortcuts

Share

Category