09/08/2026
" ગગન મંડળ પર સેજ પિયાકી "
**************************
મીરાબાઈ (ગુરુ રોહીદાસ).
સવંત ૧૪૯૮ થી ૧૫૬૮.
( ઈ. સ. ૧૪૪૨ થી ૧૫૧૨)
""""""'"""""""""""'"""""""""""""""""""""""""""
મીરાબાઈનો જન્મ સવંત ૧૪૯૮ માં મેડતા પાસે અાવેલ કુડકી ( રાજસ્થાન) ગામમાં થયો હતો. તે
જયમલ રાઠોડ (રાજપુત )ની પુત્રી અને મેડતાના નરેશ
રાવ દૂદાજી રાઠોડની પૌત્રી થતી હતી. મીરાંની ઉંમર બે વર્ષની હતી , ત્યારે તેની માતાનું મૃત્યુ થયું હતું. મીરાંનું પાલન પોષણ રાવ દુદાજીએ કર્યું હતું. જેઓ
એક યોધ્ધા ઉપરાંત ભકિત ભાવવાળા હતાં. તેથી
મહેલમાં સાધુ મહાત્માઓની આવ જા રહેતી. આથી મીરાં નાનપણથી જ ધાર્મિક વ્યક્તિઓનાં સંપર્કમાં આવી હતી. તે સમયના રાજવંશો ની પરંપરા અનુસાર મીરાને વેદ, પુરાણ ધર્મ ગ્રંથોનું વાંચન , સંગીત, કાંતણ, તીર, તલવાર, ઘોડેસવારી જેવી કલાનું શિક્ષણ આપવામાં આવ્યું હતું.
મીરાંના લગ્ન મેવાડના રાજા રાણા સાંગાના મોટાં પુત્ર યુવરાજ ભોજરાજ સાથે થયાં હતાં. મીરાંના લગ્ન બાદ રાવદૂદાજીનુ મૃત્યુ થયું જેથી મીરાંને મોટો આઘાત લાગ્યો . લગ્નજીવનનાં થોડાં સમયમાં પતિ યુવરાજ ભોજરાજ નું મૃત્યુ થયું પિતા જયમલ પણ એક યુધ્ધમાં મૃત્યુ પામ્યાં. બાબર સામે લડતાં તેનાં સસરા રાણા સાંગાનુ મૃત્યુ થયું. મીરાંના જીવનમાં જે નજીકનાં સગાં હતાં તેનાં અકાળે મૃત્યુ થવાથી સંસાર પ્રત્યેની મમતા ઘટતી ગઈ અને કૃષ્ણ ભક્તિ વધતી ગઈ.
આમતો મીરાં નાનપણથી જ કૃષ્ણના રંગમાં રંગાઇ ગઈ હતી. મીરાને પૂર્વ જન્મનું સ્મરણ થયું, તે કૃષ્ણનાં સમયમાં લલિતા નામે એક ગોપી હતી. મીરાંના જીવનમાં આધ્યાત્મિક ખોજ સતત ચાલું હોવાથી કાશી (યુ. પી.) મા તે વખતે રામાનંદજીના શિષ્ય સંત રોહિદાસના સંપર્કમાં આવ્યાં, ને તેમની પાસેથી દિક્ષા ગ્રહણ કરી.
" નહીં મેં પિયર સાસરે, નહીં પિયાજી રી સાથ,
મીરાંને ગોવિંદ મિલ્યાજી, ગુરુ મિલ્યા રૈદાસ "
મીરાં પ્રભુ ભક્તિ પ્રેમ રંગમાં રંગાઈ ગયાં હતાં.
પણ પોતાનાં ગુરુ શુદ્ર જાતિમાં જમ્યા હોવાથી તે
વખતનાં ચિતોડ ગઢના મીરાંના સગા ત્થા પંડિતો, પુરોહિતો તેમજ રૂઢિચુસ્ત કહેવાતાં ધાર્મિક લોકોનો પ્રકોપ મીરાંએ સહન કરવો પડતો. રાજ કુટુંબની એક વિધવા વહુ સામાન્ય લોકો ત્થા ચમાર જ્ઞાતિના ગુરુ સાથે સત્સંગમાં લોક લજ્જા છોડીને રામસાગર નૈ કરતાલ સાથે ભાવવિભોર બનીજાય
તે રાજ કુટુંબથી કેમ સહન થાય! મીરાંને પજવણી કરનાર તેમનાં દિયર વિક્રમાદિત્ય હતાં.
સાધુ સંતોને મીરાં પ્રેમથી આદરભાવ આપતાં તેથી
રાણા વિક્રમાદિત્યને તે ગમતું નહીં તે મીરાંને કહે છે,
"રાજ ભવનમાં શોભે નહીં મીરાંબાઈ,
સાધુ ફકીર ને બાવા, મેલીદ્યો મીરાં
ગોવિંદના ગુણ ગાવા...... "
હે મીરાબાઈ આ રાજ ભુવન છે સાધુ સંતોનો અખાડો નથી તે તમે આવા બધાને અંહી ભેગાં કરો છો.
કાં'ક તો લજ્જા કરો. મીરાબાઈ કહે છે કે હે રાણાજી,
"કેના રે મલાજા અમે કરીએ,
રાણાજી કહોને કેની રે લાજુ અમે કરીએ"
મીરાબાઈને કલંક રૂપ ગણીને મારી નાખવા માટે દિયર વિક્રમાદિત્ય સાપનાં કરંડિયા, ઝહેરના પ્યાલા વગેરે મોકલે છે . પણ સર્પ મીરાંને કરડી શકતો નથી ને ઝે'રની કોઈ અસર થતી નથી. મીરાંને તો અમીના ઓડકાર આવે છે. ને મીરા રાજદૂતો સાથે કહેવડાવે છે કે , હે ભાઈઓ!!!!
" રાણાજીને કે'જો ફરી ઝે'રની મેકલે,
મીરાબાઈ કરે છે મનવાર,...
ઝે'રને જીરવવા વાલો મારો આવશે,
આત્માને એનો છે એતબાર, રાણાજીને કે'જો.... "
મીરાંબાઈ જીવતાં રહ્યાં જેથી મેવાડના કટ્ટર રુઢિચુસ્ત પંડિતો, પુરોહિતો, ધર્મગુરુંઓ ત્થા કુટુંબીઓના કનડગત ના લીધે મીરાં સવંત ૧૫૩૪મા મેવાડ છોડીને ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા આવી ગયાં.
સવંત ૧૫૪૦મા મેવાડની ગાદી પર રાણા પ્રતાપના પિતા અને મીરાબાઈના નાના દિયર ઉદય સિંહ રાજા તરીકે સતા પર આવ્યાં. રાણા ઉદય સિંહને મીરાબાઈ પ્રત્યે સદ્ ભાવના અને આદર હતો. જેથી મેવાડથી માણસો મોકલી દ્વારકાથી મીરાબાઈને પાછા ચિત્તોડગઢમા લાવવા પ્રયાસ કર્યો પણ મીરાબાઈ પાછા આવ્યાં નહીં.
એક મત મુજબ મીરાબાઈનુ મૃત્યુ કુદરતી રીતે સવંત ૧૫૪૭મા દ્વારકામાં થયુ. અને અગ્નિ સંસ્કાર ગોમતી નદીના કિનારે કરવામાં આવ્યો હતો.
"પાયોજી મૈતો રામ રતન ધન પાયો"....
રાતી માતી પ્રેમ કી, વિષ ભગત કો મોડ,
રામ અમલ રાતી રહે, ધન્ય મીરાં રાઠોડ....