12/06/2026
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર - ભોયકા ધામ
સુરેન્દ્રનગર જીલ્લાનાં લીંબડી ગામ થી ૧૦ કિ.મી. દૂર આવેલું ભોયકા ગામ જ્યાં હનુમાનજી મહારાજ નું પ્રસાદીનું મંદીર આવેલુ છે જેની મુર્તીની પ્રાણ પ્રતિષ્ઠા આશરે ૧૮૦ વર્ષ પૂર્વે સ્વયં સદ્.ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામી દ્વારા કરેલી તેમજ દેવાનંદ સ્વામી નું બનાવેલું પ્રસાદીનું સ્વામીનારાયણ મંદિર આવેલું છે અને મૂળ ભોયકા નાં વતની માલજી સોની જે સદ્.ગુ. શ્રી ગોપાળનંદ સ્વામી નાં પરમ શિષ્ય હતા તેમજ તેમની ભક્તિને જોઈ ગોપાળાનંદ સ્વામી એ હાજર હજૂર દાદાની મૂર્તિ ની ભોયકા ગામે પ્રાણ પ્રતિષ્ઠા કરી.
માલજી સોની હનુમાનજી મહારાજ ની સેવા પૂજા કરતા અને જે કોઈ પણ આ દાદા પાસે સંકલ્પ કરે છે તે બધાનાં દાદા સંકલ્પ દાદા સિદ્ધ કરે છે એટલે જ કેહવાય છે સંકલ્પ માત્ર થી જ્યાં થાય છે કામ એ છે દાદા નું ભોયકા ધામ....
દર પૂનમે ઘણા હરિભક્તો દાદા નાં દર્શને આવે છે અને ભજન ભક્તિ સાથે દાદાનાં પ્રસાદ નો લાભ પણ મેળવે છે.
જય સ્વામિનારાયણ.
Follow us on :
Facebook
https://www.facebook.com/bhoykahanumanji/?ti=as
Instagram https://www.instagram.com/bhoykahanumanji_official