Rang Darshan Nareshwar

Rang Darshan Nareshwar गुरुदेव दत्त

શ્રી રંગ અવધૂત મહારાજનો જન્મ 21 નવેમ્બર 1898, કારતક સુદ નોમનાં રોજ ગુજરાતના ગોધરા મુકામે થયો હતો. જન્મ સમયે તેમનું નામ પાંડુરંગ વિઠ્ઠલ વળામે હતું. તેમનાં પિતાનું નામ વિઠ્ઠલ પંત અને માતાનું નામ કાશીબેન હતું.તેઓ હિંદુ ધર્મના દત્તપંથ (દત્તાત્રેયની ગુરૂચરિત્ર પરંપરા)ના સંત કવિ હતા. તેમને ગુજરાતમાં દત્ત પંથના વિસ્તરણનો શ્રેય આપવામાં આવે છે. તેમના અનુયાયીઓ તેમને ‘બાપજી’ તરીકે બોલાવે છે.

તેઓ બાળપણથી

જ ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા. તેમણે મેટ્રિક પછી અસહકારની ચળવળમાં ભાગ લેવા માટે અભ્યાસ છોડી દીધો હતો. થોડો સમય તેમણે શિક્ષક તરીકે સેવા આપી અને તેઓ સામાજીક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય હતા. ઈ સ. 1923માં તેમણે નોકરી છોડી દીધી અને સંન્યાસી જીવન સ્વીકાર્યું. તેઓ નર્મદા નદીના કાંઠે નારેશ્વર ખાતે સ્થાયી થયા. વાસુદેવાનંદ સરસ્વતી તેમના આધ્યાત્મિક ગુરૂ હતા.

તેમના અનુયાયીઓ તેમની પૂજા દત્તાત્રેયના અવતાર તરીકે કરે છે. ગુજરાતમાં દત્તાત્રેયના દત્ત પંથનો ફેલાવો કરવામાં તેમણે મહત્વનો ફાળો આપ્યો હતો. તેમનો આશ્રમ નારેશ્વર ખાતે આવેલો છે.

બાળપણમાં લોકોને મરતાં અને મૃતદેહોને બળતા જોઈ તેમણે એમનાં પિતાને પ્રશ્ન પૂછ્યો, “તમે આ લોકોને બાળી દો છો તે એમને દાઝતું નહીં હોય?” આ સાંભળી એ બાળકનાં પિતાએ એને રામ નામનો જપ કરવા કહ્યું. ત્યારથી પાંડુરંગને પ્રભુ લગની લાગી ગઈ અને તેઓ પરંપરાગત અભ્યાસ કરવા લાગ્યા.

એ દરમિયાન સ્વતંત્રતા ચળવળનો પણ એમને રંગ લાગ્યો. તેઓ ગાંધીજીને મળ્યા અને એમને પણ આઝાદી મેળવવાનું ઝનૂન ચડ્યું. તેમણે પણ આઝાદીની લડતમાં ઝુકાવ્યું. ગાંધીજીના કહેવાથી તેઓ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ માટે દાખલ થયા. તે છતાં પણ તેમનું મન તો રામનામમાં જ લાગેલું રહેતું. ગુરુ ચરિત્રની પોથીનું વાંચન તો એમનું એમનાં કડક નિયમો સાથે ચાલુ જ હતું. તેમણે પોતાની રીતે આસન, ધ્યાન, યોગ, પ્રાણાયામ બધું ચાલુ જ રાખ્યું હતું. આ બધું તેઓ સવારે ખૂબ વહેલા ઊઠી કરતા હતા, આથી ઘણાં લોકોને એમની આ પ્રવૃત્તિઓની ખબર જ ન્હોતી પડતી. અંદરથી તો તેઓ અધ્યાત્મને માર્ગે જ ચાલતા હતા.

તેઓ ક્યાંક ફરવા પણ જતા કે કોઈક જગ્યાએ જતા તો ત્યાં પણ તેઓ એકાંત શોધી લેતા. આ એકાંત સ્થળે શોધીને તેઓ પોતાની સાધના શરુ કરી દેતા. તેમનો નાનો ભાઈને નોકરી મળી જતાં તેમણે પોતાની માતા પાસે સંસાર છોડી સંન્યાસ લેવાની પરવાનગી માંગી. માતાને આ બાબતે સમજાવવા માટે એમણે કહ્યું હતું કે જો તેઓ લગ્ન કરશે તો માત્ર એક જ વહુ તેમની માતાને પગે લાગશે, પરંતુ જો સંન્યાસ લઈને લોક કલ્યાણનાં કાર્યો કરશે તો ઘણી બધી વહુઓ તેમને પગે લાગશે. આખરે તેમની માતાએ તેમને આશિર્વાદ સાથે પરવાનગી આપી દીધી.

તેમણે ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતમાં મોટે ભાગે આધ્યાત્મિકતા અને દત્તાત્રેય ભક્તિ પર સર્જન કર્યું હતું. તેમણે દત્ત બાવનીનું સર્જન કર્યું હતું, જે ૫૨ (બાવન) કડી ધરાવતી દત્તાત્રેયની કવિતા છે અને ગુજરાતમાં લોકપ્રિય છે. પોતાનાં ભક્તની પત્નીની પીડા સહન ન થતાં તેમણે દત્તબાવની રચી હતી. તેમણે અવધૂતી આનંદમાં ભજનોનો સંગ્રહ રચ્યો હતો. તેમનાં અન્ય સર્જનોમાં શ્રી ગુરુ લીલામૃત, રંગતરંગ, રંગહૃદયમ, શ્રી ગુરૂમૂર્તિ ચરિત્ર, પત્ર મંજુશા, દત્ત નામસ્મરણ, વગેરેનો સમાવેશ થાય છે.

બધે ભ્રમણ કરતા કરતા તેઓ કપડવંજ પહોંચ્યા અને ત્યાં બોલ્યા કે બસ આ આપણું છેલ્લું પરિભ્રમણ. ત્યાંથી તેઓ હરિદ્વાર પોતાનાં આશ્રમમાં ગયા હતા. 19 નવેમ્બર 1968 (કારતક વદ અમાસ)ના રોજ હરદ્વારમાં ગંગા તટે તેમનું અવસાન થયું હતું. તેમનો મૃતદેહ નારેશ્વર લાવવામાં આવ્યો હતો તેમની જ ઈચ્છા હતી કે તેમના અંતિમ સંસ્કાર નારેશ્વર ખાતે થાય. ગુરુદેવદત્

26/05/2026

*પુરુષોત્તમ માસમાં પૂજ્ય દાદા ( પરમ પૂજ્ય પાંડુરંગશાસ્ત્રી આઠવલે )ની આ અમૃતવર્ષા માત્ર શબ્દો નથી, પરંતુ સમગ્ર જીવનને દિવ્ય દિશા બતાવતું આધ્યાત્મિક માર્ગદર્શન છે। 🙏🌸*

“પુરુષોત્તમ” એટલે માત્ર મહાન માણસ નહીં, પરંતુ એવો મનુષ્ય જે સંસારની વચ્ચે રહીને પણ પ્રભુમાં સ્થિર રહે, આંતરિક રીતે નિર્મળ રહે અને જીવનને ભગવાનમય બનાવી દે।

૧) “જગતમાં રહીને પણ હલ્યો નહીં તે પુરુષોત્તમ”
આ સંસારમાં દરેક ક્ષણે અનેક પ્રકારના આકર્ષણો, પરિસ્થિતિઓ, સુખ-દુઃખ, લાભ-હાનિ અને માન-અપમાન આવે છે। સામાન્ય માણસ આવી પરિસ્થિતિઓથી હલી જાય છે। સુખ મળે તો અહંકાર આવે અને દુઃખ આવે તો નિરાશા આવી જાય। પરંતુ જે વ્યક્તિ જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે છતાં પોતાના ધર્મ, સંસ્કાર અને પ્રભુપ્રેમમાંથી હલતો નથી — તે સાચા અર્થમાં પુરુષોત્તમ કહેવાય।
જેમ સમુદ્રમાં તોફાન આવે છતાં તેની ઊંડાઈમાં શાંતિ રહે છે, તેમ પુરુષોત્તમ માણસ બહારની પરિસ્થિતિઓ વચ્ચે પણ અંદરથી સ્થિર રહે છે। 🙏

૨) “જે વિરક્ત છે તે પુરુષોત્તમ”
વિરક્તિનો અર્થ સંસાર છોડવો નથી, પરંતુ સંસારની વસ્તુઓમાં આસક્ત ન થવું। ઘરમાં રહેવું, પરિવાર રાખવો, ધંધો કરવો — આ બધું કરવું છતાં મનમાં “આ બધું પ્રભુનું છે” એવો ભાવ રાખવો એ વિરક્તિ છે।
જે વ્યક્તિ ભોગોમાં ડૂબી જતો નથી, પરંતુ તેનો ઉપયોગ કર્તવ્ય તરીકે કરે છે, તે વિરક્ત કહેવાય। કમળ પાણીમાં રહીને પણ પાણીથી અસ્પર્શિત રહે છે, તેમ વિરક્ત પુરુષ સંસારમાં રહીને પણ અંદરથી પ્રભુમય રહે છે। 🌿

૩) “જે કનક, કાંતા અને કીર્તિથી હલતો નથી તે પુરુષોત્તમ”
કનક એટલે ધન, કાંતા એટલે મોહ-આસક્તિ અને કીર્તિ એટલે પ્રસિદ્ધિ।
આ ત્રણ વસ્તુઓ માણસને સૌથી વધુ હલાવી નાખે છે। પૈસા આવે તો માણસ બદલાઈ જાય, પ્રસિદ્ધિ મળે તો અહંકાર આવી જાય અને મોહમાં ફસાઈ જાય તો વિવેક નષ્ટ થઈ જાય।
પરંતુ જે વ્યક્તિ ધન, વૈભવ, નામના કે પ્રશંસા વચ્ચે પણ નમ્ર રહે, સંતુલિત રહે અને પ્રભુને ન ભૂલે — તે પુરુષોત્તમ કહેવાય।
સાચો મહાન માણસ એ નથી જેને દુનિયા મોટો કહે, પરંતુ એ છે જે મોટું બન્યા પછી પણ અંદરથી નમ્ર રહે। 🌸

૪) “આ સંસારમાં રહીને જેને અહંકાર અને વાસનાને વાપરતાં આવડ્યા તે પુરુષોત્તમ”
અહંકાર અને વાસના માણસને પતનની તરફ લઈ જાય છે। પરંતુ પૂજ્ય દાદા અહીં ખૂબ ઊંડો સંદેશ આપે છે — આ બન્ને શક્તિઓને દબાવવાની નહીં, પરંતુ યોગ્ય રીતે વાપરવાની જરૂર છે।
જેમ અગ્નિ રસોઈ પણ બનાવી શકે અને ઘર પણ બાળી શકે, તેમ અહંકાર અને ઇચ્છાઓ પણ યોગ્ય દિશામાં વપરાય તો જીવનને દિવ્ય બનાવી શકે।
“હું પ્રભુનો છું” એવો અહંકાર અને “મારે પ્રભુપ્રેમ મેળવવો છે” એવી વાસના માણસને આધ્યાત્મિક ઊંચાઈ સુધી લઈ જાય છે।
જે વ્યક્તિ પોતાના મન અને ઇન્દ્રિયોનો માલિક બની જાય છે, તે જ સાચો પુરુષોત્તમ છે। 🙏✨

૫) “પ્રભુ માટે ઘસાય અને પ્રભુનાં રસ્તે લઈ જાય તે પુરુષોત્તમ”
ચંદન પોતે ઘસાય છે, પરંતુ બીજાને સુગંધ આપે છે। દીવો પોતે બળે છે, પરંતુ બીજાને પ્રકાશ આપે છે।
તે જ રીતે જે વ્યક્તિ પોતાના જીવનને પ્રભુકાર્ય માટે સમર્પિત કરે, સમાજમાં પ્રેમ, ભક્તિ અને સંસ્કાર ફેલાવે અને બીજાને પણ પ્રભુના માર્ગે ચાલવા પ્રેરણા આપે — તે પુરુષોત્તમ કહેવાય।
માત્ર પોતાનું કલ્યાણ નહીં, પરંતુ બીજાના જીવનમાં પણ દિવ્યતા લાવવાની ભાવના જ સાચું આધ્યાત્મિક જીવન છે। 🌹

આખરે પૂજ્ય દાદાનો સંદેશ એ છે કે —
પુરુષોત્તમ માસ માત્ર ઉપવાસ, પૂજા કે ધાર્મિક ક્રિયાઓનો માસ નથી, પરંતુ પોતાના જીવનને શુદ્ધ, સ્થિર, નિર્મળ અને પ્રભુમય બનાવવાનો પવિત્ર અવસર છે।

આ સંસારમાં રહીને પણ જો આપણે અહંકારથી દૂર રહી શકીએ, મોહમાં ન ફસાઈએ, પ્રભુપ્રેમમાં સ્થિર રહીએ અને બીજાના જીવનમાં પ્રકાશ ફેલાવવાનો પ્રયત્ન કરીએ — તો આપણું જીવન પણ ધીમે ધીમે “પુરુષોત્તમ જીવન” બની શકે। 🙏🌸

*જય શ્રીકૃષ્ણ 🙏*

26/05/2026

💐 નારેશ્વર ધામ સંધ્યા આરતી દર્શન 💐
🌺 મંગળવાર ::: 26.05.2026 🌺

26/05/2026

નારેશ્વર ધામ સંધ્યા દર્શન મંગળવાર....26/05/2026

| |સંઘ્યા દર્શન,નારેશ્વર ધામ|| || 26~05~2026 || મંગળવાર ||   || રંગ દર્શન નારેશ્વર ||
26/05/2026

| |સંઘ્યા દર્શન,નારેશ્વર ધામ||
|| 26~05~2026 || મંગળવાર ||
|| રંગ દર્શન નારેશ્વર ||

26/05/2026
25/05/2026

આજના નારેશ્વર ધામ દર્શન સોમવાર અધિકમાસ
25/05/2026

25/05/2026
🌸 પ્રવાસી અવધૂત -૨🌸ક્રમાંક-૧     નડીયાદની શ્રી દત્તજયંતી :यस्मात्क्षरमतीतोऽहमक्षगदपि चोत्तमः । अतोऽस्मि लोके वेदे च प्रथ...
25/05/2026

🌸 પ્રવાસી અવધૂત -૨🌸
ક્રમાંક-૧
નડીયાદની શ્રી દત્તજયંતી :

यस्मात्क्षरमतीतोऽहमक्षगदपि चोत्तमः । अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः ।।

“હું ક્ષરને આળંગી ગયો છું, તથા અક્ષરથી પણ ઉત્તમ છું. તેથી લોકમાં અને વેદમાં 'પુરુષોત્તમ' એ નામથી પ્રસિદ્ધ છું.”

શ્રી ભગવાને પોતાના તાત્વિક સ્વરૂપની ઓળખ આપતાં કહ્યું કે પોતે પ્રકૃતિ જે ક્ષર છે તેનાથી તો શ્રેષ્ઠ છે જ, પણ કૃટસ્થ એટલે જીવ જે અક્ષર છે તેનાથી પણ હું ઉત્તમ છું. તેથી લોકો તો મને પુરુષોત્તમ કહે છે જ. પણ વેદેમાં પણ મને પુરુષોત્તમ તરીકે જ વર્ણવવામાં આવ્યો છે. એટલે પ્રકૃતિ અને જીવથી જે શ્રેષ્ઠ છે તે પુરુષોત્તમ છે. જેમ કરોળિઓ પોતાનામાંથી જાળું રચે છે અને તે જ જાળું પોતે જ ગળી જાય છે તેમ પરમ તત્ત્વના ચૈતન્ય વડે જ એ ક્ષર પ્રકૃતિનું સર્જન થાય છે અને 'જીવ બ્રહ્મ જ છે' એવા શાસ્ત્રવચન અનુસાર જીવનું અધિષ્ઠાન પણ બ્રહ્મ જ છે. પ્રકૃતિ અને જીવનું કાર્યક્ષેત્ર અમર્યાદિત છે અને તેથી તે પુરુષોત્તમ છે બધા ય અવતારોનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે અને તેથી એ કાર્ય પૂર્ણ થતાં બધા ય અવતારોનુ તિરોધાન પણ શાસ્ત્રોમાં વર્ણવાયું છે. એટલે એ બધાય અવતારોના આવિર્ભાવ અને તિરોધાનનું વર્ણન શાસ્ત્રોમાં મળે છે. શ્રીદત્તાવતારના આવિભાવનું વર્ણન ઠેકઠેકાણે મળે છે, પણ તેમના તિરોધાનનો ક્યાંય ઉલ્લેખ નથી.

આવા અવિનાશી અવતાર વિગ્રહની જયંતી નડીયાદમાં શ્રી અવધૂતજીના સાંનિધ્યમાં ઉજવવાનો સંકલ્પ મૂળ ભાદરણનો વતની પણ આફ્રિકામાં વેપારધંધાર્થે વસનાર શ્રી મણિભાઈ હાથીભાઈનાં પત્ની શ્રી કાશીબાઈ (મૂળ નડીઆદનાં વતની ) એ કર્યો. પોતે નિશ્ચય કરી શ્રી અવધૂતજી પાસે પ્રસ્તાવના કરી એમના અતિ ભાવભર્યા આગ્રહથી શ્રી અવધૂતજીએ એનો સ્વીકાર કર્યા. એ પ્રસંગને લક્ષમાં રાખીને શ્રી અવધૂતજીએ લીંચથી પોતાનો મુકામ ઉપાડયો અને નડીયાદ તરફ પ્રયાણ કર્યું...

અને ૧-૧૨-૬૨ના શુભદિને શ્રી. અવધૂતજી લીંચથી નડી-આદ જવા માટે સવારે જગુદણ સ્ટેશન ઉપર પધાર્યા. આગળ શ્રી અવધૂતજીનો રથ અને પાછળ ભકતોનું ટોળું. લીંચથી છેક જગુદણ સ્ટેશન સુધી ભકતોએ ભજનની ધૂન મચાવી. જગુદણ સ્ટેશનના સ્ટેશન માસ્તરના મકાનમાં શ્રી. અવધૂતજી પધાર્યા. ત્યાં પણ ગાડી મોડી હોવાને લીધે એકાદ કલાક ભજનનું વાતા-વરણુ જામ્યું.
જગુદણથી ગાડી ઉપડી. નાનાં મોટા સ્ટેશનોએ શ્રી અવધૂતજીનાં દર્શન અર્થે પોતાની જાણ મુજબ જનતા ભેગી થતી. એમ કરતાં સાબરમતી સ્ટેશન આવ્યું. અમદાવાદ સ્ટેશને તો શ્રી અવધૂતજીનાં દર્શન અર્થે લોકો સારી સંખ્યામાં આવેલા હતા. અહીં ગાડી બદલવાની હતી.

શ્રી અવધૂતજીએ બીજી ગાડીના પ્રથમ વર્ગના ડબ્બામાં સ્થાન લીધા બાદ સહપ્રવાસીઓએ પિતપોતાની જગા શોધી લીધી. શ્રી મણીભાઈ એ તેમનાં પુત્રી જ્યોત્સનાબેન તથા બીજા એક ભાઈને પણ અમદાવાદ સ્ટેશને મોકલ્યા હતા. સમય થતાં ગાડી ઉપડી ત્યારે 'અવધૂત ચિંતન શ્રીગુરુદેવદત્ત' ના ગગનભેદી જયનાદો થયા. અમદાવાદ અને નડિઆદની વચમાં પ્રત્યેક સ્ટેશને ઓછી વત્તી પરિચિત્ ભક્તિોની દર્શનાર્થે ભીડ રહી જ. આમ કરતાં નડિયાદનું સ્ટેશન આવ્યુ.

શ્રી અવધૂતજી રંગ જયંતી પ્રસંગે જ્યારે દ્વારકા પધાર્યા ત્યારે નડીઆદના સ્ટેશન ઉપર કેટલાક ઉચ્છુંખલ યુવાનોએ થોડી અવવ્યવસ્થા કરી હતી. શ્રી અવધૂતજીના ડબ્બાના કાચ પણ ફૂટી ગયા હતા. પડાપડી પણ ખુબ થઈ હતી. આમ છતાં શ્રી મણીભાઈ અને તેમનાં ભક્તહૃદય પત્ની સૌ. કાશીબેનના અત્યાગ્રહને લીધે જ શ્રી અવધૂતજીએ નડીઆદ પધારવાનું સ્વીકાર્યું" હતું. નડીઆદનું સ્ટેશન આવતાં જ ત્યાં ભેગી થયેલી માનવમેદની એ 'અવધૂત ચિંતન શ્રી ગુરુદેવદત્ત' ના પ્રચંડ અવાજથી પ્લેટફોર્મ ગજવી મૂક્યું. લોકો દર્શનઘેલા બન્યા. પ્લેટફોર્મ ઉપર જાણે માનવ કીડીઆરૂં ઉભરાયું. કોઈ પણ મનુષ્યની શાંતિનો ભંગ થાય અને અકળામણ થઈ જાય એવી એ મનાવમેદનીને ચીરીને બહાર ની રદકળવું ગમે તેવા પહેલવાનને પણ મુશ્કેળ પડે. કયા સંજોગોમાં શ્રી અવધૂતને પ્લેટફોર્મ પરથી ગાડીમાં લઈ જવા એ કહેવું મુશ્કેલ હતું. તેની કલ્પના તો જેણે એ દૃશ્ય પ્રત્યક્ષ જોયું હોય તેને જ આવી શકે. આમ છતાંય સ્વયં સેવકો અને શાંતિ જાળવનારાઓએ શ્રી. અવધૂતજીના ડખ્ખા આગળ ઊભા રહી અવ્યવસ્થા થતી કુશળતા પૂર્વક અટકાવી અને માર્ગ કર્યો. એ માર્ગે કલેકટરશ્રી શ્રી અવધૂતજીનો સત્કાર કરવાને પધાર્યા અને તેમણે શ્રી અવધૂતજીને પુષ્પમાળા અર્પણ કરી સત્કાર કર્યો. અને સ્વયં સેવકો થી વીંટાળા એલા શ્રી અવધૂતજીએ મોકળા માર્ગે ગાડીમાંથી ઉતરી પ્લેટફોર્મ બહાર પધાર્યા પુષ્પથી શણગારેલી સુંદર ઘોડાગાડીમાં શ્રી અવધૂતજીએ આસન લીધું. બેચાર સ્વયંસેવકો એ ગાડીને ફરતે તકેદારી અર્થે રહ્યા અને ગાડી ધીમે ધીમે આગળ ચાલી નડિયાદની ગલીગલીએ થઈને એ ગાડી જ્યારે આગળ વધતી હતી ત્યારે માર્ગમાં આવતા મકાનોની મેડીઓ, અટારીઓ અને માર્ગ પર હજારો માનવીઓ શ્રી અવધૂતજીના દર્શન અર્થે કાગને ડોળે માર્ગ પર પ્રતીક્ષા કરતા તડકા કે તાપમાં ઊભા રહેલા જણાતા હતા. બધાયની દૃષ્ટિ શ્રી અવધૂતજી તરફ ઠરી હતી. શ્રી અવધૂત બધાયના પ્રણામ સ્મિતવદને સ્વીકારતા હતા અને કૃપા દૃષ્ટિ બધાય કરી એ બધાને કૃતાર્થ કરતા હતા. આપણા જેવા સંકુચિત હૃદયના, સંકુચિત દૃષ્ટિના માનવીઓએ સમુદાયને જોઈ શકતા નથી, પણ જેવું હૃદય આકાશ જેવું વિશાળ છે, જેની દૃષ્ટિ ચારે દિશામાં ફરે છે તે તો સમુદાયને સમુદાય તરીકે અને વ્યક્તિ તરીકે જોઈ શકે છે- જૂએ છે. શ્રી અવધૂતજીનાં દર્શન અર્થે ભેગી થએલી માનવમેદની વિશે પણ એ સત્ય છે. અસ્તુ.
(ક્રમશ)
લે. જમિયતરામ નરભેરામ અધ્વર્યુ
🙏🙏 શ્રી ગુરુ દેવ દત્ત 🙏🙏
Sb
થુવાવી

23/05/2026

नर्मदे हर। हर हर नर्मदे।। नमामि देवी नर्मदे।।
આજના દર્શન નારેશ્વર ઘાટ #અધિકમાસ #ગંગાદશાહરા
શનિવાર :: તારીખ :: 23.05.2026

23/05/2026

💐 સંધ્યા દર્શન નારેશ્વર ધામ શનિવાર 💐 23/05/2026 💐

Address

Nareshwar , નારેશ્વર , नारेश्वर
Karjan

Telephone

+919265342196

Website

Alerts

Be the first to know and let us send you an email when Rang Darshan Nareshwar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Rang Darshan Nareshwar:

Share