24/02/2018
તા. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૧૮ ના રોજ અમદાવાદ ધર્મ પ્રાંત ના નડિયાદ શહેર ખાતે બાળદિન ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ૫૦૦ બાળકો આવ્યા હતા. આ કાર્યક્રમમાં ની શરૂઆત માં બાળકો ને નાસ્તો આપવામાં આવ્યો હતો.ત્યાર બાદ બાળકોને ભેગા કરી મુખ્ય કાર્યક્રમની શરૂઆત નાની બાળકીઓના પ્રાર્થનાથી નૃત્યથી કરવામાં આવી હતી અને ત્યાર બાદ નડિયાદ પેરિસના યુથ અને બાળકો ધ્વારા સર્વ પુરોહિતો અને સીસ્ટરો નું ફુલ આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ નવા નીમાયેલા એવા બીશપ શ્રી રત્નસ્વામીનૂ અમદાવાદના યુથ ડાયરેક્ટર ફા. સંદીપ ધ્વારા કરવામાં આવ્યું હતું. ફા.ચાર્લ્સ ધ્વારા પ્રથમ વક્તવ્ય પ્રાર્થના ઉપર આપવામાં આવ્યું હતું. તેમજ તપઋુતુ દરમિયાન સતત પ્રાર્થના કરવી, પ્રાર્થના પુરી શ્રધ્ધાથી કરવી તે જણાવ્યું હતુ. ત્યાર બાદ બપોરનું ભોજન ૧૨:૩૦ એ આપવામાં આવ્યું હતું. ભોજન બાદ બાળકોને અેકશન સોંગ કરાવામાં આવ્યા હતા. ૨:45 એ ક્રુશના માર્ગની ભક્તિ કરવામાં આવી હતી. ૩:૪૫ એ પુરોહિતો ધ્વારા ખ્રિસ્ત યગ્ય અર્પણ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રભુ પિતાનો ખૂબ ખૂબ આભાર તેમજ આ કાર્યક્રમનું આયોજન કરનાર એવા ફા.સંદીપનો ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને, તેમની સાથે આવેલ તમામ વડીલોનો પણ ખૂબ જ આભાર. આ કાર્યક્રમમાં સ્વયંસેવક તરીકે સેવા આપનાર યુથનો પણ ખૂબ ખૂબ આભાર.