શ્રી કોઠેશ્વર ગણેશ મંદિર - વલાવડી

  • Home
  • India
  • Kadi
  • શ્રી કોઠેશ્વર ગણેશ મંદિર - વલાવડી

શ્રી કોઠેશ્વર ગણેશ મંદિર - વલાવડી A sacred place of faith, devotion & positivity built by NB Group. Seeking blessings of Lord Ganesha for happiness, prosperity & success.

🪔 શ્રી કોઠેશ્વર ગણેશ મંદિર - વલાવડી 🪔ગણેશ ભક્તો માટે પરમ આનંદના સમાચાર!ગણપતપુરા (કોઠ) ધામથી અખંડ જ્યોત લાવીને આપણા વલાવડ...
16/07/2026

🪔 શ્રી કોઠેશ્વર ગણેશ મંદિર - વલાવડી 🪔

ગણેશ ભક્તો માટે પરમ આનંદના સમાચાર!
ગણપતપુરા (કોઠ) ધામથી અખંડ જ્યોત લાવીને આપણા વલાવડી ગામમાં સ્થાપના કરવામાં આવી છે. આ દિવ્ય જ્યોતના આગમનથી આપણા ગામમાં સાક્ષાત્ વિઘ્નહર્તા પધાર્યા છે, તેથી આ મંદિરનું નામ શ્રી કોઠેશ્વર ગણેશ મંદિર રાખવામાં આવ્યું છે.
દિવ્ય સ્થાપન: કોઠ ગણપતપુરાની પવિત્ર જ્યોત
સ્થળ: વલાવડી ગામ
ચાલો, આપણે સૌ સાથે મળીને દાદાના દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ. બાપા આપ સૌના જીવનના તમામ વિઘ્નો દૂર કરે અને સુખ-સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના!
🙏 બોલો ગણપતિ બાપ્પા મોરિયા! 🙏

॥ આભાર સહ નિમંત્રણ માન ॥ગજાનન મહારાજના આશીર્વાદ અને આપ સૌના સહકારથી, વલા વડી (કડી) સ્થિત ગણપતિ મંદિરે આયોજિત 'મૂર્તિ પ્ર...
28/02/2026

॥ આભાર સહ નિમંત્રણ માન ॥
ગજાનન મહારાજના આશીર્વાદ અને આપ સૌના સહકારથી, વલા વડી (કડી) સ્થિત ગણપતિ મંદિરે આયોજિત 'મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા' મહોત્સવ અંતર્ગત 'બટુક ભોજન' ખૂબ જ ભક્તિમય માહોલમાં સંપન્ન થયું.
અમારા નિમંત્રણને માન આપીને વિવિધ શાળાઓમાંથી પધારેલા ૧૨૦૦ થી વધુ ભૂલકાઓ અને ૧૦૦ થી વધુ વડીલોએ પ્રસાદીનો લાભ લઈ આ પ્રસંગને દિપાવ્યો છે. ભક્તિ અને સેવાના આ સંગમમાં સહભાગી થવા બદલ તમામ શાળાઓના સંચાલકશ્રીઓ, બાળકો અને વડીલોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
ગણપતિ દાદા આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના.
સ્થળ: ગણપતિ મંદિર, NB Re-life પાસે, ગામ: વલાવડી, કડી.
🙏 ગણપતિ બાપ્પા મોરિયા! 🙏

17/02/2026

Address

Valavadi, Near NB Relife
Kadi
382170

Website

Alerts

Be the first to know and let us send you an email when શ્રી કોઠેશ્વર ગણેશ મંદિર - વલાવડી posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category