12/04/2026
શ્રી વિશ્વકર્મા વંશી સેના ( સેવા ) ટ્રસ્ટ ના નેજા હેઠળ હાલોલ માં મહિલા અધિવેશન માટે ની મિટિંગ યોજાઈ...
પંચમહાલ જિલ્લા ના હાલોલ માં આવેલ શ્રી ચામુંડા માતાજી ના મંદીરે આજ રોજ શ્રી વિશ્વકર્મા વંશી સેના ગુજરાત રાજ્ય ના અધ્યક્ષ શ્રી પ્રવીણ ભાઈ પંચાલ ના માગૅદશૅન હેઠળ વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા ટૂંક સમય માં યોજાનાર મહિલા અધિવેશન માટે ની એક મિટિંગ નું આયોજન કરવા માં આવ્યું હતું.
આ મિટિંગ માં હાલોલ સહિત સમગ્ર મધ્ય ગુજરાત શ્રી વિશ્વકર્મા સમાજ ની બહેનો અને ભાઈઓ બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા અને આ મિટિંગ દરમ્યાન વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રી સંજય ભાઈ , વિરેન્દ્ર ભાઈ અને સુનિલ ભાઈ મંચ ઉપર થી મહિલા અધિવેશન માટે ની માહિતી આપી હતી
આ કાર્યક્રમ માં શ્રી વિશ્વકર્મા વંશી સેના ના સમસ્ત ટ્રસ્ટી ગણ અને શ્રી વિશ્વકર્મા વંશી સેના ના સભ્યો પણ ઉપસ્થિતિ રહ્યા સાથે સાથે વિશ્વકર્મા સમાજ ના સર્વાંગી વિકાસ માટે શ્રી વિશ્વકર્મા વંશી સેના ના આગેવાનો દ્વારા આહવાન કરવા માં આવ્યું અને ઉપસ્થિત શ્રી વિશ્વકર્મા વંશી સેના ના ગુજરાત રાજ્ય યુપ પ્રમુખ શ્રી દિગીશ ભાઈ પંચાલ, મહા મંત્રી શ્રી હિમેશ ભાઈ પંચાલ , ખજાનચી શ્રી સતીશ ભાઈ પંચાલ,નિશા બેન સોની, મીડિયા પ્રભારી શ્રી ધર્મેશ પંચાલ , સહ મંત્રી શ્રી હિતેષ ભાઈ પંચાલ, સંગઠન મંત્રી પ્રો. હસમુખ ભાઈ પંચાલ અને અલગ અલગ જિલ્લા માં થી આવેલ શ્રી વિશ્વકર્મા વંશી સેના ના પ્રમુખ , મંત્રી અને સમસ્ત ટીમ દ્વારા સમાજ અને સ્ત્રી સશક્તિકરણ માટે ન આહવાન કરવા માં આવ્યું હતું....
www.svvst.org
Dharmesh Vinubhai Panchal Vishvakarma Jaydrathsinhji Parmar Jagdish Panchal PravinBhai Panchal Satish Panchal Hemesh Panchal