Shree Panchmukhi Mahadev Charitable Trust

Shree Panchmukhi Mahadev Charitable Trust This Temple Started in 2006 by Members of Shree Panchmukhi Mahadev Charitable Trust,

શ્રી પંચમુખી મહાદેવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી શિવ શક્તિ મંદિર સેક્ટર નં-૫એ ઞાધિનગર માં આવેલ છે,આ મંદિર માં આધશક્તિ શ્રી અંબાજી મા બિરાજમાન છે અને માના ગર્ભગૃહમાં શ્રી યંત્રની સ્થાપના કરવામાં આવી છે,છે તાંબુ, ચાંદી, સોનું અને ડાયમંડ થી ૯ કિ.ગ્રામ વજન માં ૯ x ૯ ની સાઈઝ માં બનાવેલ છે, સાથે શ્રી પંચમુખી મહાદેવ નું શિવલિંગ સ્થાપિત કરવા માં આવ્યું છે તેની જોડે શ્રી સોમનાથ મહાદેવ નું શિવલિંગ સ્થા

પિત કરવા માં આવ્યું છે, મંદિર માં દાખલ થતા જમણી બાજુ શ્રી પંચમુખી હનુમાન દાદા ની સ્થાપના કરવામાં આવી છે અને ડાબી બાજુ શ્રી સાંઈબાબા ની સ્થાપના કરવામાં આવી છે.આ મંદિર ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં માં આવેલ છે, મંદિર માં વિવિધ ઉત્સવો ઉજવવામાં આવે છે, નવા વર્ષમાં દેવદિવાળીના પુનમના દિવસે અન્નકૂટ ધરાવવામાં આવે છે અને દેવઉઠી અગિયારસના શ્રી તુલસી વિવાહ નું આયોજન કરવામાં આવે છે,મહામહિનામા શિવરાત્રી ચાર પ્રહર ની પુજા હોય છે અને દિવસે વહેલી સવારથી ૧૦૦ લીટર દૂધ માં ભાંગ નો ઉત્સવ બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી ચાલે છે.ચૈત્ર નવરાત્રી પ્રારંભ થતાં ઘટસ્થાપન કરવામાં આવે છે અને જવારા રોપવામાં આવે છે અને નવ દિવસ શ્રધ્ધા ભક્તિ થી આધશકિત માં અંબાજીની આરાધના કરવા માં આવે છે, અને શ્રી રામચંદ્ર ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને ચૈત્રી પૂનમના રોજ શ્રી હનુમાનજી પ્રાગટ્ય ના મારૂતિ યજ્ઞ કરવામાં આવે છે વૈશાખ માસમાં પાટોત્સવ ઉજવવામાં આવે છે,અષાઠ માસમાં હિંડોળા ઉત્સવ નું આયોજન કરવામાં આવે છે જે શ્રાવણ માસ સુધી ચાલે છે અને શ્રાવણ માસની શરૂઆત થતાં મહાદેવ ના ભક્તો ના બંમ બંમ ભોલે ના નાદથી મંદિર ગુંજી ઉઠે છે, તહેવારો ની આ મોસમમાં બોળચોથ, નાગપાંચમ, શિતળા સાતમ અને જન્માષ્ટમી ની ઉજવણી શ્રાવણ માસ સમાપ્ત થાય છે અને અને તરતજ મહાદેવ ના પુત્ર શ્રી ગણેશજી નો ઉત્સવ ચાલુ થઈ જાય છે,જે ગણેશ ચતુર્થી ના દિવસે શરૂ થાય છે અને અંનતચૌદશ ના શ્રી ગણેશજી ને ૧૦૦૮ લાડુ નો ભોગ ધરાવીને શ્રી ગણેશ યજ્ઞ કરી વિસર્જન કરવામાં આવે છે, ભાદરવા માસમાં શ્રાધ્ધ પક્ષ માં ભજનો ગવાય છે અને આસો માસની શરૂઆત થતાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, મંદિર ને શણગારવામાં આવે છે અને સંગીત પાર્ટિઓને બોલાવી માના ગરબા મહોત્સવ ઉજવણી કરવામાં આવે છે, ધનતેરસ ના રોજ શ્રી યંત્રની પૂજા અભિષેક કરવામાં આવે છે અને કાળી ચૌદશે સુંદરકાંડ કે મારૂતિ યજ્ઞ કરવામાં આવે છે,આમ વિવિધ ઉત્સવો અને તહેવારો થી આ મંદિર બારે માસ ધમધમતું રહે છે.

Address

Gandhinagar
382006

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 10pm
Sunday 9am - 9pm

Telephone

+919327159998

Alerts

Be the first to know and let us send you an email when Shree Panchmukhi Mahadev Charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Shree Panchmukhi Mahadev Charitable Trust:

Shortcuts

Share

Category