Sn vidya mandir

Sn vidya mandir Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sn vidya mandir, Gujrat, Gandhinagar.

અષાઢી બીજ'નું મહાપર્વ - "ભગવાન જગન્નાથજીની પાવનકારી રથયાત્રા"
30/06/2022

અષાઢી બીજ'નું મહાપર્વ - "ભગવાન જગન્નાથજીની પાવનકારી રથયાત્રા"

અષાઢી બીજ'નું મહાપર્વ - "ભગવાન જગન્નાથજીની પાવનકારી રથયાત્રા"

દેશની શાન સમજાવતી ભગવાન જગન્નાથની રથયાત્રા દરવર્ષે અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે. હિન્દુ ધર્મનું પ્રતિક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા નીકળે છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે જગન્નાથ મંદિરમાં વિશેષ તૈયારીની શરૂઆત જોર-શોરથી થઈ ચુકી છે જેમાં મંદિરમાં વિશેષ પ્રસાદથી લઈને મંદિર અને રથનાં રંગ-રોગાન, સમારકામ જેવાં કામથી તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. રથયાત્રા નિમિત્તે હાલમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને મોટાભાગની તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે.

ભગવાન જગન્નાથની આ રથયાત્રા વિશે કેટલીક રસપ્રદ વાતો જે ખરેખર જાણવા જેવી છે
જગન્નાથની નગરયાત્રા જે રથમાં નીકળે છે તેનુ નામ નંદીઘોષ છે. કહેવાય છે કે આ રથ ઈન્દ્ર દ્વારા આપવામાં આવેલ છે, આ રથને સંપૂર્ણ રૂપે પીળા રંગથી શણગારવામાં આવે છે. ભાઈ બળભદ્રને મળેલ રથ તાલવનના દેવતાઓએ આપેલ હોવાથી તેનુ નામ તાલ ધ્વજ છે અને સુભદ્રાના રથનુ નામ પદ્માધ્વજ છે.
રથયાત્રામાં સૌ પહેલા આગળ મોટાભાઈ બલરામ, વચ્ચે બહેન સુભદ્ર અને છેલ્લે શ્રી કૃષ્ણના રથની સવારી નીકળે છે.

દરવર્ષે પરંપરાગત રીતે નીકળતી આ રથયાત્રાના ત્રણેય રથ દર વર્ષે પૂરા નવેસરથી તૈયાર કરવામાં આવે છે.

આ રથયાત્રાને એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે જે નવ દિવસ સુધી ચાલે છે. રથયાત્રા અષાઢ સુધ બીજથી શરૂ થઈને દશમ સુધી ચાલે છે. મુખ્ય મંદિરથી શરૂ થઈ આ યાત્રા કોઈચોક્કસ મંદિરમાં પુરી થાય છે. અહી જગન્નાથ સાત દિવસ વિશ્રામ કરીને દસમના દિવસે પરત ફરે છે.
આ રથયાત્રા કોમી એકતાનુ પ્રતિક પણ છે. રથયાત્રા શરૂ થતા પહેલા મુસ્લીમ સમાજના અગ્રણીઓ મંદિરના મહંતને ભેટ આપી રથયાત્રાની શુભેચ્છા પાઠવે છે.

આપણા મંદિરો ભવ્યતા અને દિવ્યતાથી શોભતા હોય છે. સંજોગની વાત છે કે ભગવાન જગન્નાથના મંદિરમાં આ બંનેનો અનોખો સમન્વય થયો છે. આમ પ્રાચીન એવું આ મંદિર આજે આપણી ઓળખ બન્યું છે.
ધર્મના વિશાળ વડલા તરીકે દીપી રહેલા આ મંદિરમાં ધાર્મિકતાની સાથેસાથે સામાજિક પ્રવૃતિઓ પણ વિકસી રહી છે.

નીજ મંદિરમાંથી અષાઢી બીજે નીકળતી આ રથયાત્રામાં જોડાઇ શ્રધ્ધાળુઓ પોતાની જાતને ધન્ય માને છે. આ દિવસે સમગ્ર શહેર જય રણછોડ...માખણ ચોર સહિતના નાદથી ભગવાન જગન્નાથની રથયાત્રામાં રંગાઇ જાય છે......

ભાવિક ભક્તો્ની ભાળ લેવા ભગવાન જગન્નાયથજીની પાવનકારી રથયાત્રા
અષાઢસુદ બીજએ ‘અષાઢી બીજ'નું મહાપર્વ છે...આ પર્વની રંગેચંગે ઉજવણી કરવા લાખો ભાવિકોમા અનેરો થનગનાટ જણાય છે. રાજયમા અમદાવાદની સુપ્રસિદ્ધ રથયાત્રા સહિત આશરે ૧૩૨થી વધુ સ્થાળેથી રંગેચંગે રથયાત્રા નીકળશે. અનેરૂ અને અદકેરૂ મહાત્મય ધરાવતી આ રથયાત્રાની ઉજવણીમા ગુજરાતના ભાવિકો ઘેલા બન્યા છે. ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત સૌરાષ્ટ્રણમાં ભાવનગર અને રાજકોટ... મધ્યગુજરાતમાં વિરમગામ અને વડોદરા તો દક્ષિણ ગુજરાતમાં સુરત સહિત ૧૩૨ જેટલા સ્થકળોએથી ભગવાન જગન્ના્થજીની રથયાત્રા નીકળે છે.

રથયાત્રાઓ પૈકી અમદાવાદમાથી નીકળતી રથયાત્રાનો દબદબો તો કાંઈક અદ્‌ભૂત જ હોય છે.
આવી અદ્‌ભૂત નઝારો ધરાવતી અમદાવાદની રથયાત્રાના ઈતિહાસમાં ડોકીયુ કરીએ તો...કહેવાય છે કે, ઈ.સ. ૧૮૭૮મા સૌ પ્રથમવાર મહંતશ્રી નરસિંહદાસજીને સ્વસપ્નરમાં આવી ભગવાને કહ્યુ કે, ‘જગન્ના્થ પુરીમા દર અષાઢી બીજે અમારી ભવ્યા રથયાત્રા નીકળે છે તેમ અહીં (અમદાવાદ)માં રથયાત્રા કેમ નથી કાઢતા...?
‘ભાવિકો રોજ અહીં દર્શન કરવા આવે છે પરંતુ અમારે અમદાવાદનગરીમાં ફરી નગરજનોને આશિર્વાદ આપવા એમની સંભાળ લેવા રથમાં બેસીને નીકળવુ છે.
તેમજ અપંગો, રોગીઓ, અશક્તોક, વૃદ્ધો તથા નાના બાળકોને અમારા દર્શનનો લ્હાનવો ઘરે બેઠા આપવો છે. આ અષાઢી બીજે તેનો પ્રબંધ કરો.
બસ ત્યાબરથી અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ થયાનું મનાય છે. સમય આગળ ધપતો ગયો અને ભાવિકોમાં શ્રદ્ધા વધતી ગઇ. રથયાત્રા શરૂ થયાને વર્ષો થઇ વીતી ગયા, પરંતુ શ્રદ્ધાનું ઘોડાપુર વધતુ જ ગયું છે.
આજે આ રથયાત્રા અમદાવાદની એક ઓળખ બની રહી છે. ગુજરાતના ગામડાઓથી લઈ ઓરિસ્સા ના જગન્ના્થ પુરી સહિત દેશના અનેક શહેરોમાં ભગવાન જગન્ના્થજીની રથયાત્રા નીકળે છે.

આ રથમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા તથા ભાઈ બલભદ્રની મૂર્તિઓ મુકી યાત્રા કરાય છે. રથયાત્રા માટેના જે કોઈ ક્રિયાકાંડો છે એ ઈ.સ. ૧૧૭૫ થી ૧૨૦૨ દરમ્યામન થઈ ગયેલા જગન્નાથને રાજ્ય્ના કુળદેવતા તરીકે જાહેર કરવામાં અનંત વર્મન ચૌડગંગા નામના રાજાના પૌત્ર અનંતભીમના વખતમાં નક્કી થયા હોવા જોઈએ. એમ પોરાણિક માન્યઅતા અનુસાર મનાય છે.

અન્ય યાત્રાઓની સરખામણીમાં આ રથયાત્રા અનન્ય મહાત્મય ધરાવે છે કેમ કે આ એક માત્ર યાત્રા એવી છે જેમા સ્વ્યં જગતનો નાથ સામે ચાલીને પોતાના ભાવિક ભક્તો્ના સમુદાયને ઉમળકાભેર મળવા વાજતેગાજતે નગરના રસ્તે નીકળી પડે છે.

જ્યાગરે સામે ચાતક નજરે રાહ જોઈ રહેલા હજારો લાખો ભાવિકો ભગવાનને ‘જય રણછોડ... અને જય જગન્નાથજી'ના નારા સાથે વધાવી લે છે. અષાઢી બીજના શુભ દિને બ્રહ્મમુહુર્તમાં જ સવારે ૪ વાગ્યે મંદિરમાં મંગલા આરતી બાદ ખીચડીનો મહાભોગ ધરાવવામાં આવે છે.

તેમજ પ્રજાની વિશેષ વિધિ બાદ ભકતજનો સવારે ૬ વાગ્યેભ ભગવાન જગન્નાથજી અને બલરામજી તેમજ બેન સુભદ્રાજીના રથમા પરંપરા અનુસાર પૂજા કરી બિરાજમાન કરાય છે.

ત્યારબાદ રાજ્યરના મુખ્યઆમંત્રી સવારે ૭ વાગ્યે પરંપરા અનુસાર પહિંદ વિધી એટલે કે માર્ગ સફાઈ વિધિથી રથનો સન્મુખ રસ્તો સુવર્ણ ઉપકરણથી સાફ કરી રથ પ્રયાણની અંતિમવિધિ પૂર્ણ કરાય છે.

ત્યા.રબાદ જય રણછોડ... જય માખણચોરના જયકારા સાથે વિશેષ દોરડાના સહારે ખાસ કોમ દ્વારા ખેંચાતા આ ત્રણેય રથ ભવ્ય મંદિર દ્વારથી પટાંગણની બહાર લવાય છે. અહીં લાખો ભાવિકો તેને વધાવી હોંશે હોંશે આ રથયાત્રામાં જોડાય છે.

બસ આ ભવ્ય રથયાત્રા પ્રારંભ થાય છે. આ અદ્‌ભૂત નજારાને જોવા તો કદાચ ખૂદ ભગવાન જગન્નાથજી પણ તરસતા હશે...

સમગ્ર દેશ બનશે જન્ના્થજીમય..જય રણછોડ..જય માખણચોર....

मेरे और कई नमस्कार “पुलिस, डॉक्टर, नर्स, स्वास्थ्यकर्मी और सफाईकर्मी, बैंक अधिकारी, सरकारी अधिकारी व कर्मचारी सबके लिए ज...
03/05/2020

मेरे और कई नमस्कार “पुलिस, डॉक्टर, नर्स, स्वास्थ्यकर्मी और सफाईकर्मी, बैंक अधिकारी, सरकारी अधिकारी व कर्मचारी सबके लिए जो खुद को जोखिम में डालकर कोरोना वायरस (COVID-19) की महामारी के चलते सामने आकर लोगों की मदद कर रहे हैं यह सब कोरोना महामारी के असली हीरो है. धन्यवाद

#नमस्ते / #नमस्कार / #प्रणाम /
नमस्ते दो हाथों को जोड़ने से बनती एक भावमुद्रा है. जो किसी के आदर, सम्मान, सत्कार, आभार प्रकट करने का विशिष्ट शिष्टाचार है, एक संस्कार है, हमारे दैनिक जीवन में नमस्ते शब्द का प्रयोग किसी से मिलने या विदा लेते समय शुभकामनाएं प्रदर्शित करने या अभिवादन करने हेतु किया जाता है, नमस्ते के अतिरिक्त हम नमस्कार और प्रणाम शब्द का भी प्रयोग करते हैं, नमस्ते आपके विनम्र होने के भाव को भी प्रकट करता है, दो व्यक्तियों के बीच आत्मीय संबंध बनाता है. वैसे तो यह परंपरा हमारे हिंदू संस्कृति के अंदर सदियों से चली आ रही है. ऐसा कोई भी प्रसंग नहीं है जहां इस शिष्टाचार का प्रयोग ना हुआ हो.

नमस्ते या नमस्कार - यह शब्द संस्कृत के नमस शब्द से निकला है,

संस्कृत व्याकरण की दृष्टि से इसकी उत्पत्ति इस प्रकार है- नमस्ते= नमः+ते अर्थात् तुम्हारे लिए प्रणाम इसे "तुमको प्रणाम" या "तुम्हें प्रणाम" भी कहा जा सकता है.

इसके कुछ और रोचक तथ्य भी आपके सामने रखने का प्रयास कर रहा हूं, नमस्ते शब्द अब विश्वव्यापी हो गया है, विश्व के अधिकांश स्थानों पर इसका अर्थ और तात्पर्य समझा जाता है और प्रयोग भी करते हैं. इन दिनों कोरोना वायरस (COVID-19) की महामारी के चलते हमें कई जगह यह शिष्टाचार देखने को मिला, हम सब जानते ही होगे कि अचानक से ही इसका इस्तेमाल क्यों होने लगा, इसमें कई लोग ऐसे होंगे जो आदर, सम्मान देने के लिए यह प्रयोग करते होंगे, और काकी लोग डर के कारण इसका प्रयोग कर रहे हैं, अभिवादन की इस पद्धति में शारीरिक सम्पर्क न होने के कारण संक्रमित करने की संभावना और भी कम हो जाती हैं एक व्यक्ति से दूसरे व्यक्ति में संक्रमण फैलता नहीं है. और बिना छुए है किसी भी व्यक्ति का स्वागत, और आभार प्रकट हो जाता है.

हमें गर्व है अपने प्राचीन हिन्दू धर्म और परंपरा पर जिसमें हर एक चीज़ का कोई न कोई वैज्ञानिक आधार रहा है. देर से ही सही पूरी दुनिया को आज यह समझ आ रहा हैं.

नमस्ते करने के और भी ऐसे कारण है जिसमें हम इस भावमुद्रा का इस्तेमाल करते होंगे, कई सालों से हम यह सिर्फ मंदिरों में और उनके प्रतिनिधित्व करने वाले लोगों के सामने या फिर मृत व्यक्ति को श्रद्धांजलि देने के लिए ही इस्तेमाल करते आए हैं, इसको सरलता से समझने के लिए नमस्ते को दो मुख्य प्रकार में बांटते है. और इसको समझने का प्रयास करते हैं.

{०१}. पहला नमस्ते करने वाला और

{०२}. दूसरा नमस्ते स्वीकार करने वाला.

आइए जानते हैं पहले एक इंसान वह है जो किसी को इज्जत देने के लिए उसका आदर, सत्कार करने के लिए नमस्ते करता है. और कई डर के कारण वश या फिर याचक के रूप में अपना कार्य पूर्ण करवाने के हेतु से व्यक्ति को नमस्ते करते हैं. जो नमस्ते की मुद्रा के साथ अपना सिर भी थोड़ा आगे झुकाता है. दूसरा प्रतिउत्तर देने के लिए नमस्ते करता है. पर इसमें भी थोड़ा फर्क है. क्योंकि इसमें यह निश्चित नहीं है कि जिनको आपने नमस्ते किया है वह भी आपको नमस्ते करेगा, कई लोग सिर्फ गर्दन को हल्का झुका के, या फिर नमस्ते के साथ गर्दन को हल्का झुकाएंगे कई बार इनमें से कुछ भी देखने को नहीं मिलता. पर यहा एक बात सामने आती है की व्यक्ति की नमस्ते की भाव मुद्रा को समझ कर लोग उनके स्वभाव को पहेचान का प्रयत्न करते हैं, इस तरह नमस्ते उसके व्यक्तित्व को समझने का एक जरिया भी बनता है या फिर यह भी कह सकते हैं कि यह एक मनोविज्ञान भी है जो सामने वाले की मन की बातो को कुछ हद तक समझने का प्रयत्न करता है.

कुछ इस से जुड़ी बातें संक्षेप में करते हे. जैसे एक सेवक अपने मालिक को नमस्ते करता है,(राजा और सेवक) गुरु शिष्य जिसमें शिष्य अपने गुरु को नमस्ते करता है. कुछ ऐसे भी तथ्य है जिसमें हाथ जोड़कर माफी मांगना यह भी उस में जोड़ा जा सकता है.

किसी की मदद लेने के बाद करने वाला नमस्ते जिसे हम पश्चिमी संस्कृति में थैंक्स { } कहते हैं, नमस्ते के साथ आभार व्यक्त करते हैं.

किसी को पहली बार मिलने पर करने वाला नमस्ते जिसे हम पश्चिमी संस्कृति में हाय { } कहते हैं कई बार किसी से अलग होते हुए बड़ों का आदर करने करते हुए किया गया नमस्ते साथ ही में अपना बाया हाथ उठाते हुए किया गया नमस्ते जिन्हें हम पश्चिमी संस्कृति में बाय{ } कहते हैं. कुछ लोग दाया हाथ भी उठाते हैं,

वहीं दूसरी ओर कई प्रतिभाशाली लोगों को शुभकामनाएं प्रदर्शित करने के लिए किया जाने वाला सम्मान जिसमें सम्मान पाने वाला दिल से नमस्कार, [नमस्ते] करते हुए सिर को झुकाते हैं और उस सम्मान को स्वीकार करता है और आभार व्यक्त करता है. और वह कोई भी हो सकता है देश का खिलाड़ी, देश के रक्षक[सैनिक], लेखक, नेता, या अभिनेता.

और अब अंत में बात करते हैं. हमारे चुनावी नेताकी, चुनावी इस कारण क्योंकि चुनाव के समय पर ही वो हमें इस मुद्रा में ज्यादा देखने को मिलेंगे खासतौर पर उनके पोस्टर पर तो वह मिलेंगेहीं मिलेंगे फिर….. शायद वो आपको दिखाई दे या ना दे,

तो फिर चलो, फिर मिलेंगे ऐसे ही कुछ बातो पर गौर करेंगे, अगर आपको भी ऐसी बातें याद आए तो बताइएगा. नमस्ते का यह लेख आपको कैसा लगा यह बताना. आज मैं यह लेख ०१ में रात के ११:३० बजे {०१/०५/२०२०} लिख रहा हूं .किसी कारणवश इस लेख को ‘२ मे २०२०’ {०२/०५/२०२०} को सोशल मीडिया पर साझा{ Shared} नहीं कर पाया, तो आज दिनांक ०३/०५/२०२० को इस लेख को साझा{ Shared} कर रहा हूं. वैसे तो मैं हमेशा गुजराती में ही लिखता हूं पर आज यहां हिंदी में लिखने का खास कारण यह है कि यह लेख ज्यादा से ज्यादा लोगों तक पहुंच सके. अंत में मेरा भी नमस्ते स्वीकार कीजिएगा धन्यवाद.

13/01/2020

ઉત્તરાયણ ના પર્વ માં સૌ કોઈ સલામત રીતે ઉજવણી કરે અને પોતાને કે બીજાને હાનિ ન પહોંચે તેની તકેદારી રાખે ‘હેપી સેફ ઉત્તરાયણ’
આપ સૌ મિત્રો ને મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ....

11/01/2020

‘સૂર્ય દેવ જે નિરંતર કાર્યશીલતામાં માને છે’ મકર સંક્રાંતિ નામ આવતા જ સ્વાભાવિક છે કે લોકોના મનમાં સાહજિક રીતે પત.....

16/07/2019

ગુરુપૂર્ણિમા વિશેષ : {વારસો - " એક વૈવિધ્યસભર સસ્કૃતિ "}

ગુરુ - " 'ગુ' શબ્દનો અર્થ છે અંધકાર(અજ્ઞાન) અને 'રુ' શબ્દનો અર્થ છે પ્રકાશ જ્ઞાન. અજ્ઞાનનો નષ્ટ કરનારા જે બ્રહ્મરૂપ પ્રકાશ છે, એ ગુરુ છે."
ગુરુપૂર્ણિમા ઉજવવા પાછળ બે મુખ્ય કારણ હોય છે. એક જેમના જીવનમાં ગુરુ નથી, તેમના માટે ગુરુનાં ચરણ સ્વીકારવા માટે અને જે ગુરુના ચરણમાં છે તેમના માટે પોતાનું સર્વસ્વ સર્મિપત કરવા માટે. ગુરુ, પિતા, માતા, શિક્ષક. કોઈપણ હોઈ શકે.
‘ગુરુપૂર્ણિમા’’- ગુરુનું ૠણ ચુકવવાનો રૂડો અવસર
ભારતીય સંસ્કૃતિ અને આઘ્યાત્મિક પરંપરામાં ગુરુ, ગુરુતત્ત્વ, ગુરુદેવનું મહત્વ-મહાત્મ્ય સર્વોચ્ચ સ્થાન પર છે. તેથી ધાર્મિક પરંપરામાં ગુરુદેવનું સ્થાન સર્વોપરિ છે. આથી જ ‘ગુરુપૂર્ણિમા’નું મહાપર્વ ભાવ વિભાર વાતાવરણમાં રસબસ બની ઉજવવામાં આવે છે. ગુરુની પૂજા, ચરણસ્પર્શ અને યશાશક્તિ ભેટ એ ગુરુપૂર્ણિમાનો મહાભાવ છે. આ પ્રસંગ એવો છે કે તે ઉજવીને ગુરુ પ્રત્યેનું આપણું ૠણ અદા કરવાનું છે. આ તો પવિત્ર પર્વ છે કારણ કે ગુરુ સદાએ શિષ્યના કલ્યાણ માટે વિચારતા હોય છે. અને શિષ્ય એમની કૃપા થકી જીવનને ધન્ય ધન્ય બનાવી શકે છે.

આમ તો આપણા જીવનમાં ઘણા જાણ્યા-અજાણ્યા ગુરુ હોય છે, જેમાં આપણા માતા-પિતાનુ સ્થાન સર્વોપરિ છે, પછી શિક્ષક અને બીજા. પરંતુ અસલમાં ગુરુનો સંબંધ શિષ્ય સાથે હોય છે ન કે વિદ્યાર્થી સાથે. આશ્રમોમાં ગુરુ-શિષ્ય પરંપરાનુ પાલન થતુ રહ્યુ છે.

ગુરુ શુ છે, કેવા છે અને કોણ છે એ જાણવા માટે તેમના શિષ્યોને જાણવા જરૂરી હોય છે અને એ પણ કે ગુરુને જાણવાથી શિષ્યોને જાણી શકાય છે, પરંતુ આવુ ફક્ત એ જ કરી શકે છે જે પોતે ગુરુ કે શિષ્ય છે. ગુરુએ છે જે સમજી-પારખીને શિષ્યને દીક્ષા આપે છે અને શિષ્ય પણ એ છે જે સમજી ઓળખીને ગુરુ બનાવે છે.
ગુરુ શિષ્યના સંબંધને નાત, જાત, ધર્મ, દેશના વાડા નથી નડતા ગુરુ પ્રત્યે ઋણ અદા કરવાનો અવસર એટલે ગુરુપૂર્ણિમા. આપણી સંસ્કૃતિમાં ગુરુનું મહત્વ અદ્વિતિય છે. શિષ્યને સજાગ કરી સંશયોને દૂર કરી ઘડતરનું કામ કરે તે ગુરુ. ગુરુ એટલે જરૂરી નથી કે, શિક્ષણ આપે તે જ ગુરુ. વાસ્તવમાં કોઇ પણ કળા, કારીગરી, સંગીત, ખેલ, જેવા દરેક ક્ષેત્રમાં પારંગત થતો વ્યક્તિ કોઇ એક વ્યક્તિના માર્ગદર્શન હેઠળ શીખે તે ગુરુ. આજે ગુરુપૂર્ણિમા દિને આવા વ્યક્તિઓને યાદ કરીએ...
સ્વામી રામકૃષ્ણ પરમહંસે ઘણા પ્રયત્નો કર્યા કે નરેન્દ્ર(વિવેકાનંદ) મારો શિષ્ય થઈ જાય કારણ કે રામકૃષ્ણ પરમહંસ જાણતા હતા કે આ એ વ્યક્તિ છે જે ફક્ત થોડો ધક્કો આયો કે ધ્યાન અને મોક્ષના માર્ગ પર દોડવા માંડશે.

પરંતુ સ્વામી વિવેકાનંદ બુદ્ધિવાદી વ્યક્તિ હતા અને પોતાના વિચારોના પાક્કા હતા. તેમણે રામકૃષ્ણ પરમહંસ એક એવા વ્યક્તિ જોવા મળ્યા હતા જે કોરી કલ્પનામાં જીવનારા એક મૂર્તિપૂજકથી વધુ કંઈ નહી. તેઓ રામકૃષ્ણ પરમહંસની સિધ્ધિઓને એક મદારીના ચમત્કારથી વધુ કશુ જ નહોતા સમજતા. છતા તેઓ પરમહંસના ચરણોમાં નમી પડ્યા કારણ કે છેવટે તેઓ જાણી ગયા હતા કે આ વ્યક્તિમાં કોઈ એવી વાત છે જે બહારથી જોવામાં નજર નથી આવતી.

ટૂંકમાં એ જાણવુ જરૂરી છે કે આપણે કોણે ગુરુ બનાવી રહ્યા છે, કોઈના વિચારોથી, ચમત્કારોથી કે તેની આસપાસ ભક્તોની ભીડથી પ્રભાવિત થઈને તેને ગુરુ તો નથી બનાવી રહ્યા ને, જો આવુ હોય તો આપ યોગ્ય માર્ગ પર નથી.

ગુરુ અને શિષ્યની પરંપરાના આવા અનેક ઉદાહરણ છે, જેના વિશે જાણીને કહી શકીએ કે ગુરુને શિષ્ય અને શિષ્યને ગુરુ બનાવવામાં કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

પ્રભુ તો પ્રત્યક્ષ દેખાતા નથી. એટલે મનુષ્યના આત્મકલ્યાણ માટે કોઈ માઘ્યમતો જોઈએને ! એટલે ગુરુ પ્રત્યક્ષ દેવ છે. ભગવાને જ ગુરુરૂપી એક માઘ્યમ ઉભુ કરેલ છે શિષ્યનું અંતિમ ઘ્યેય પ્રભુપ્રાપ્તિ છે, જે ગુરુકૃપાથી સાપેક્ષ થાય છે. શિષ્ય જો ગુરુ ઉપર પૂર્ણ શ્રઘ્ધા રાખે અને અટલ-અચળ વિશ્વાસથી ગુરુ શરણમાં જાય તો શિષ્યના ઉત્કર્ષ માટેની સર્વશક્તિ પરમાત્મા ગુરુને પ્રદાન કરે છે. અને ગુરુ શિષ્યનું કાર્ય કરવા શક્તિમગ્ન બને છે. ગુરુ શરણાગત જીવને સાધન બતાવે છે ? જીવનના લક્ષ્યની યાદ આપે છે, જ્ઞાન આપે છે ? તેમની કૃપાથી સુખસંપત્તિ તો મળે જ છે પરંતુ ભક્તિ અને પ્રભુકૃપા પણ મળે છે. માટે સાધક માટે સર્વપ્રથમ ગુરુ શરણાગતિ આવશ્યક છે. આમ ભૌતિક અને આઘ્યાત્મિક ક્ષેત્રોમાં ગુરુની આવશ્યકતા અનિવાર્ય માનેલ છે. અષાઢ માસની પૂર્ણિમાને ‘‘ગુરુપૂર્ણિમા’’ કહે છે અને તે દિવસે મુનિશ્વર વેદવ્યાસની જન્મજંયતિ પણ છે. સદ્ગુરુમાં અનન્ય નિષ્ઠા સિવાય ઉપાસના પૂજા અઘુરાં રહે છે. તેમણે આપેલા ગુરુમંત્રમાં મનની અસ્થિરતા દૂર કરવાની શક્તિ હોય છે. પ્રભુને પ્રભુદેવ કહેવામાં નથી આવતું, જ્યારે ગુરુને ગુરુદેવનું સ્થાન - સન્માન - મોભો - બિરૂદ આપવામાં આવેલ છે.
બાળક જ્યારે પોતાની અબોધ અવસ્થામાં હોય છે ત્યારે માતા-પિતા વગેરે પરિવારજન પ્રેમાવિષ્ટ થઈને એની સંભાળ રાખે છે. એમના સહવાસમાં બાળકને સંસ્કાર મળે છે. બાળક જેમ જેમ મોટું થતું જાય છે, અને પોતાની જાતે રમવા લાગે છે, હાવભાવ કરે છે. આગળ જતાં ઠીક ઠીક બોલવા લાગે છે. આ અવસ્થામાં માતા-પિતા વગેરે પરિવારજન એના માટે ગુરુનું કાર્ય કરે છે ? તેથી ય આગળ જતાં બાળક વિશેષ જ્ઞાન સંપાદન માટે વિદ્યાલયમાં જાય છે. અહીં એના વિદ્યાગુરુ અક્ષર જ્ઞાન કરાવે છે. ધીરે ધીરે તે શિક્ષિત બનીને અનેક વિષયોમાં પારંગત થઈ જાય છે. તંદતર એ પોતાની બુઘ્ધિ વૈભવથી અર્થોપાર્જન વગેરે કાર્યોમાં સફળ થતાં થતાં પોતાના લૌકિક જીવનને સુખમય બનાવવાના કાર્યોમાં લાગી જાય છે.
હૃદયમાં જ્ઞાનનો દીપક પ્રગટાવવાળા સાક્ષાત ભગવાન ગુરુદેવ જ છે. પરંતુ પ્રત્યક્ષ ગુરુને પોતાના માઘ્યમ બનાવે છે.
ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે ગાલોકેમાં પાછા ફરવાના હતા. ત્યારે અર્જુને ભગવાનને કહ્યું કે ‘‘હવે અમારું કોણ ? અમે એકલા પડી ગયા.’’ ત્યારે ભગવાને કહ્યું કે તેઓ શ્રીમદ્ ભાગવતમાં સાક્ષાત સ્વરૂપે રહેશે અને ભગવાનના સહારે મનુષ્યો તેમની કૃપા મેળવી શકશે. આમ ભાગવતમાં તેમની સ્પષ્ટ આજ્ઞા છે કે - ‘‘આચાર્ય ગુરુને મારું જ સ્વરૂપ સમજવું અને કદાપિ પણ એમનો તિરસ્કાર ન કરવો. એમને સામાન્ય મનુષ્ય સમજીને દોષ-દ્રષ્ટિથી ન જોવા, કારણ કે ગુરુદેવ સર્વદેવમય હોય છે.’’ તાત્પર્ય એ છે કે ભગવદ્ કૃપાની પ્રાપ્તિ માટે સાધકે ગુરુ શરણાગત થવું જોઈએ. સાથે સાથે ગુરુદેવમાં ભગવદભાવ પણ રાખવો જોઈએ ત્યારેજ ગુરુ-શિષ્ય સંબંધ પ્રાણવાન બની શકે છે. ભાગવતમાં તો ગુરુનું પ્રમાણ છે પરંતુ વેદ, પુરાણ, શાસ્ત્રોમાં પણ પ્રમાણ છે. ભગવદ્ગીતા કહે છે કે ‘‘કૃષ્ણ વંદે જગદ્ગુરુ.’’ કૃષ્ણ તો આખા જગતના ગુરુ છે જેઓ ગુરુરૂપી માઘ્યમો દ્વારા શિષ્યોનું કલ્યાણ કરે છે.
ભગવાન કૃષ્ણને સાંદીપનિ, શ્રીરામને વસિષ્ઠ ગુરુસ્થાન અને મોટા મોટા મહાત્માઓ, સંતો અને ભક્તોને પણ ગુરુ હોય છે. શિષ્યને જો પોતાના સ્વરૂપ અને કર્તવ્યનો બોધ મળી જાય તો ગુરુનુ દિવ્ય સ્વરૂપ એના હૃદયમાં પ્રગટ થઈ જાય છે. ‘‘સદ્ગુરુ દેવકી જય’’ બોલાય છે. સદ્ એટલે સાચું અને સાચું એટલે સત્ય. વળી સત્ય એટલે પ્રભુ પોતે આમ ગુરુ - ગોવિદ સમાન ગણવામાં આવેલ છે. કેટલાકના મતે તો ગુરુને ગોવંિદથી ઉપર ગણેલ છે. રામ કરતાં રામના નામનાં વધારે શક્તિ છે તેમ ગોવિદ કરતાં તેમના સ્વરૂપે બિરાજતા ગુરુમાં ગોવિદ વઘુ શક્તિ પ્રદાન કરેલ છે.
જેમ ભક્ત અને ભગવાનનો સંબંધ નિષ્ઠા અને અનન્યતા પર નિર્ભર છે તેમ ગુરુ અને શિષ્યના સંબંધનું પણ છે. નિષ્ઠા અને અનન્યતા શુ કરી શકે છે તેનો સુંદર દાખલો છે કે શ્રી કૃષ્ણની બંસરીના અવતાર શ્રી હિતહરિવંશ મહાપ્રભુજીની પ્રશંસા સાંભળીને શ્રીદામોદારદાસ સેવકજી મહારાજે તેમને જોયા નહોતા- મળ્યા નહોતા- દર્શન કર્યો નહોતાં છતા અનન્ય નિષ્ઠાથી મનોમન મહાપ્રભુજીને સેવકજીએ ગુરુ તરીકે સ્વીકારી લીધા. થોડા સમય પછી જ્યારે શ્રીસેવકજી મહાપ્રભુજીને વૃન્દાવનમાં તેમને મળવા ગયા ત્યારે મહાપ્રભુજી શ્રીરાધારાણીની સેવામાં નિકુંજમાં પધારી ગયા હતા. પરંતુ સેવકજી તો પૂર્ણ નિષ્ઠાથી ગુરુભક્તિમાં બેસી ગયા. પરિણામ સ્વરૂપ શ્રીહરિવંશ નિકુંજમાંથી આવીને, શ્રીસેવકજીને સ્વપ્નમાં દર્શન આપી, ગુરુમંત્ર આપ્યો, અને વાણી રચનાની શક્તિ પણ આપી. જેના આધારે સેવકજીએ ‘‘સેવકવાણી’’ નામક સિઘ્ધાંત ગ્રંથની રચના કરી દીધી. આવી રીતે એકલવ્યજીનો દાખલો પણ જગજાહેર છે. ગુરુ શબ્દમાં ‘ગુ’ કાર એ અંધકાર છે. ‘રુ’ કાર એ રાધેનાર છે. અંધકાર (અજ્ઞાત)નો નાશ કરે છે માટે જ તેઓ ગુરુ કહેવાય છે.
જો કે આ જગતમાં જનની, જનક અને ગુરુનું ૠણ કદી ચુકવી શકાતું નથી. સંસ્કૃતિના ઈતિહાસમાં ગુરુપૂજનનો મહીમા છે. પૌરાણિક ઈતિહાસ મુજબ સૌપ્રથમ ભગવાન વેદવ્યાસનુ પૂજન નૈમિષ્યારણ્મમાં વસતા સૌનક ૠષિએ કહ્યું હતું. વર્ષોની સાધના- ઉપાસના કરવા છતાં સૌનક ૠષિને પ્રભુની અનુભૂતિ નહોતી થતી. વેદવ્યાસે દિવ્યદ્રષ્ટિ આપી. તેથી તેમને આત્મજ્ઞાન થયું. એટલે ૠષિએ તેમને ગુરુમાની પૂજન કર્યું. ત્યારથી ગુરુની મહત્તા વધી ગઈ. ગુરુ આદિ-અનાદિ છે. ગુરુની કૃપાએ મોક્ષનું કારણ છે ગુરુએ શિવનું જીવંત રૂપ છે તથા તેમનાં ચરણ તીથોનો આશ્રય છે. ગુરુના ત્રણ સ્વરૂપ છે. શિષ્યનું અંકુરણ કરે તે પહેલું સ્વરૂપ. પ્યારવાળું જોડવાનું કામ કરે તે વરૂણ બીજુ સ્વરૂપ. ત્રીજુ સ્વરૂપ સોમ સ્વરૂપ છે. ‘સોમસ્તુચન્દઃ,’ સોમ એટલે ચંદ્ર. ભારતીય સંસ્કૃતિના સંરક્ષક અને સંવર્ધક છે સદ્ગુરુ. દત્તાત્રેયે જેમનામાં જે સારું લાગ્યું તે લીઘું અને ચોવીસ ગુરુ કર્યા હતા.
ગુરુ સાકાર ઈશ્વરીય પ્રતિમા છે. ‘‘ગુરુ કીજે જાનકાર ઔર પાની પીજે છાન’’ પ્રમાણે ગુરુ સમજીને કરવા જોઈએ. પરંતુ એક વખત ગુરુ કર્યા પછી તેમનામાં અનન્ય નિષ્ઠા રાખવી જોઈએ. આજના જમાનામાં તો પહેલી દ્રષ્ટિએ ઘણા લોકો ગુરુ-શિષ્યની પરંપરાને માનતા નથી. પરંતુ આઘ્યાત્મિક પરંપરામાં સુદ્દઢ માન્યતા છે કે સમય પાકે ત્યારે સાધકને તેમના ગુરુ મળે જ છે. ગુરુ-શિષ્યનો સંબંધ માત્ર એક જન્મ પૂરતો જ મર્યાદિત નથી હોતો. આ સંબંધ જન્મોજન્મનો હોય છે. ગુરુનું દિલ મોટું હોય છે. ગુરુપૂર્ણિમાએ આશીર્વાદ સહગુરુ તેમની તપસ્યાનો એક અંશ આપે છે જે શિષ્યને માટે અમૂલ્ય બની રહે છે. તેમ ગમે તેટલું કરો પણ ગુરુ વિના પૂર્ણજ્ઞાન ન મળી શકે. સંતોના વચન પ્રમાણે જો હૃદયમાં પૂર્ણ શ્રઘ્ધા અને નિષ્ઠા, વિશ્વાસ હોય તો ગુરુદ્વારા ગોવંિદની સો ટકા અનુભૂતિ થાય છે.
ગુરુના મહત્વની વાત ન્યારી છે. શ્રીકૃષ્ણ ભગવાને પણ ગુરુદક્ષિણમાં ગુરુમાતાને તેમનો પુત્ર (સંસારના નિયમો તોડીને) પાછો લાવી આપ્યો હતો. કોઈ એમ કહેકે હું ગુરુમાં માનતો નથી. પરંતું તમે જ્યારે આપત્તિકાળમાં તમને વિશ્વાસ હોય તેમની પાસે સલાહ લેવા જાવ, અને એ જે સલાહ આપે તે ગુરુકર્મનો એક ભાગ થયો કહેવાય. પરંતુ આઘ્યાત્મિક ગુરુની તો અનિવાર્યતા છે.
ગુરુ છે બ્રહ્મા, વળી ગુરુ જ વિષ્ણુ અને ગુરુ છે દેવ મહેશ્વર
ગુરુ તો ‘સાક્ષાત’ પરબ્રહ્મ છે, તેવા ગુરુજીને કરીએ નમસ્કાર.

તો આવો ‘‘ગુરુપૂર્ણિમા’’નું મહાપર્વ પૂર્ણ નિષ્ઠા-શ્રઘ્ધા-અનન્યતા- વિશ્વાસથી ભક્તિમાં રસબસ થઈ ઉજવીએ અને ધન્ય ધન્ય બનીએ।

03/07/2019

અષાઢી બીજ'નું મહાપર્વ - "ભગવાન જગન્નાથજીની પાવનકારી રથયાત્રા"

દેશની શાન સમજાવતી ભગવાન જગન્નાથની રથયાત્રા દરવર્ષે અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે. હિન્દુ ધર્મનું પ્રતિક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા નીકળે છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે જગન્નાથ મંદિરમાં વિશેષ તૈયારીની શરૂઆત જોર-શોરથી થઈ ચુકી છે જેમાં મંદિરમાં વિશેષ પ્રસાદથી લઈને મંદિર અને રથનાં રંગ-રોગાન, સમારકામ જેવાં કામથી તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. રથયાત્રા નિમિત્તે હાલમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને મોટાભાગની તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે.

ભગવાન જગન્નાથની આ રથયાત્રા વિશે કેટલીક રસપ્રદ વાતો જે ખરેખર જાણવા જેવી છે
જગન્નાથની નગરયાત્રા જે રથમાં નીકળે છે તેનુ નામ નંદીઘોષ છે. કહેવાય છે કે આ રથ ઈન્દ્ર દ્વારા આપવામાં આવેલ છે, આ રથને સંપૂર્ણ રૂપે પીળા રંગથી શણગારવામાં આવે છે. ભાઈ બળભદ્રને મળેલ રથ તાલવનના દેવતાઓએ આપેલ હોવાથી તેનુ નામ તાલ ધ્વજ છે અને સુભદ્રાના રથનુ નામ પદ્માધ્વજ છે.
રથયાત્રામાં સૌ પહેલા આગળ મોટાભાઈ બલરામ, વચ્ચે બહેન સુભદ્ર અને છેલ્લે શ્રી કૃષ્ણના રથની સવારી નીકળે છે.

દરવર્ષે પરંપરાગત રીતે નીકળતી આ રથયાત્રાના ત્રણેય રથ દર વર્ષે પૂરા નવેસરથી તૈયાર કરવામાં આવે છે.

આ રથયાત્રાને એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે જે નવ દિવસ સુધી ચાલે છે. રથયાત્રા અષાઢ સુધ બીજથી શરૂ થઈને દશમ સુધી ચાલે છે. મુખ્ય મંદિરથી શરૂ થઈ આ યાત્રા કોઈચોક્કસ મંદિરમાં પુરી થાય છે. અહી જગન્નાથ સાત દિવસ વિશ્રામ કરીને દસમના દિવસે પરત ફરે છે.
આ રથયાત્રા કોમી એકતાનુ પ્રતિક પણ છે. રથયાત્રા શરૂ થતા પહેલા મુસ્લીમ સમાજના અગ્રણીઓ મંદિરના મહંતને ભેટ આપી રથયાત્રાની શુભેચ્છા પાઠવે છે.

આપણા મંદિરો ભવ્યતા અને દિવ્યતાથી શોભતા હોય છે. સંજોગની વાત છે કે ભગવાન જગન્નાથના મંદિરમાં આ બંનેનો અનોખો સમન્વય થયો છે. આમ પ્રાચીન એવું આ મંદિર આજે આપણી ઓળખ બન્યું છે.
ધર્મના વિશાળ વડલા તરીકે દીપી રહેલા આ મંદિરમાં ધાર્મિકતાની સાથેસાથે સામાજિક પ્રવૃતિઓ પણ વિકસી રહી છે.

નીજ મંદિરમાંથી અષાઢી બીજે નીકળતી આ રથયાત્રામાં જોડાઇ શ્રધ્ધાળુઓ પોતાની જાતને ધન્ય માને છે. આ દિવસે સમગ્ર શહેર જય રણછોડ...માખણ ચોર સહિતના નાદથી ભગવાન જગન્નાથની રથયાત્રામાં રંગાઇ જાય છે......

ભાવિક ભક્તો્ની ભાળ લેવા ભગવાન જગન્નાયથજીની પાવનકારી રથયાત્રા
અષાઢસુદ બીજએ ‘અષાઢી બીજ'નું મહાપર્વ છે...આ પર્વની રંગેચંગે ઉજવણી કરવા લાખો ભાવિકોમા અનેરો થનગનાટ જણાય છે. રાજયમા અમદાવાદની સુપ્રસિદ્ધ રથયાત્રા સહિત આશરે ૧૩૨થી વધુ સ્થાળેથી રંગેચંગે રથયાત્રા નીકળશે. અનેરૂ અને અદકેરૂ મહાત્મય ધરાવતી આ રથયાત્રાની ઉજવણીમા ગુજરાતના ભાવિકો ઘેલા બન્યા છે. ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત સૌરાષ્ટ્રણમાં ભાવનગર અને રાજકોટ... મધ્યગુજરાતમાં વિરમગામ અને વડોદરા તો દક્ષિણ ગુજરાતમાં સુરત સહિત ૧૩૨ જેટલા સ્થકળોએથી ભગવાન જગન્ના્થજીની રથયાત્રા નીકળે છે.

રથયાત્રાઓ પૈકી અમદાવાદમાથી નીકળતી રથયાત્રાનો દબદબો તો કાંઈક અદ્‌ભૂત જ હોય છે.
આવી અદ્‌ભૂત નઝારો ધરાવતી અમદાવાદની રથયાત્રાના ઈતિહાસમાં ડોકીયુ કરીએ તો...કહેવાય છે કે, ઈ.સ. ૧૮૭૮મા સૌ પ્રથમવાર મહંતશ્રી નરસિંહદાસજીને સ્વસપ્નરમાં આવી ભગવાને કહ્યુ કે, ‘જગન્ના્થ પુરીમા દર અષાઢી બીજે અમારી ભવ્યા રથયાત્રા નીકળે છે તેમ અહીં (અમદાવાદ)માં રથયાત્રા કેમ નથી કાઢતા...?
‘ભાવિકો રોજ અહીં દર્શન કરવા આવે છે પરંતુ અમારે અમદાવાદનગરીમાં ફરી નગરજનોને આશિર્વાદ આપવા એમની સંભાળ લેવા રથમાં બેસીને નીકળવુ છે.
તેમજ અપંગો, રોગીઓ, અશક્તોક, વૃદ્ધો તથા નાના બાળકોને અમારા દર્શનનો લ્હાનવો ઘરે બેઠા આપવો છે. આ અષાઢી બીજે તેનો પ્રબંધ કરો.
બસ ત્યાબરથી અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ થયાનું મનાય છે. સમય આગળ ધપતો ગયો અને ભાવિકોમાં શ્રદ્ધા વધતી ગઇ. રથયાત્રા શરૂ થયાને વર્ષો થઇ વીતી ગયા, પરંતુ શ્રદ્ધાનું ઘોડાપુર વધતુ જ ગયું છે.
આજે આ રથયાત્રા અમદાવાદની એક ઓળખ બની રહી છે. ગુજરાતના ગામડાઓથી લઈ ઓરિસ્સા ના જગન્ના્થ પુરી સહિત દેશના અનેક શહેરોમાં ભગવાન જગન્ના્થજીની રથયાત્રા નીકળે છે.

આ રથમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા તથા ભાઈ બલભદ્રની મૂર્તિઓ મુકી યાત્રા કરાય છે. રથયાત્રા માટેના જે કોઈ ક્રિયાકાંડો છે એ ઈ.સ. ૧૧૭૫ થી ૧૨૦૨ દરમ્યામન થઈ ગયેલા જગન્નાથને રાજ્ય્ના કુળદેવતા તરીકે જાહેર કરવામાં અનંત વર્મન ચૌડગંગા નામના રાજાના પૌત્ર અનંતભીમના વખતમાં નક્કી થયા હોવા જોઈએ. એમ પોરાણિક માન્યઅતા અનુસાર મનાય છે.

અન્ય યાત્રાઓની સરખામણીમાં આ રથયાત્રા અનન્ય મહાત્મય ધરાવે છે કેમ કે આ એક માત્ર યાત્રા એવી છે જેમા સ્વ્યં જગતનો નાથ સામે ચાલીને પોતાના ભાવિક ભક્તો્ના સમુદાયને ઉમળકાભેર મળવા વાજતેગાજતે નગરના રસ્તે નીકળી પડે છે.

જ્યાગરે સામે ચાતક નજરે રાહ જોઈ રહેલા હજારો લાખો ભાવિકો ભગવાનને ‘જય રણછોડ... અને જય જગન્નાથજી'ના નારા સાથે વધાવી લે છે. અષાઢી બીજના શુભ દિને બ્રહ્મમુહુર્તમાં જ સવારે ૪ વાગ્યે મંદિરમાં મંગલા આરતી બાદ ખીચડીનો મહાભોગ ધરાવવામાં આવે છે.

તેમજ પ્રજાની વિશેષ વિધિ બાદ ભકતજનો સવારે ૬ વાગ્યેભ ભગવાન જગન્નાથજી અને બલરામજી તેમજ બેન સુભદ્રાજીના રથમા પરંપરા અનુસાર પૂજા કરી બિરાજમાન કરાય છે.

ત્યારબાદ રાજ્યરના મુખ્યઆમંત્રી સવારે ૭ વાગ્યે પરંપરા અનુસાર પહિંદ વિધી એટલે કે માર્ગ સફાઈ વિધિથી રથનો સન્મુખ રસ્તો સુવર્ણ ઉપકરણથી સાફ કરી રથ પ્રયાણની અંતિમવિધિ પૂર્ણ કરાય છે.

ત્યા.રબાદ જય રણછોડ... જય માખણચોરના જયકારા સાથે વિશેષ દોરડાના સહારે ખાસ કોમ દ્વારા ખેંચાતા આ ત્રણેય રથ ભવ્ય મંદિર દ્વારથી પટાંગણની બહાર લવાય છે. અહીં લાખો ભાવિકો તેને વધાવી હોંશે હોંશે આ રથયાત્રામાં જોડાય છે.

બસ આ ભવ્ય રથયાત્રા પ્રારંભ થાય છે. આ અદ્‌ભૂત નજારાને જોવા તો કદાચ ખૂદ ભગવાન જગન્નાથજી પણ તરસતા હશે...

સમગ્ર દેશ બનશે જન્ના્થજીમય..જય રણછોડ..જય માખણચોર....

21/02/2019

વસંતોત્સવ (સંસ્કૃતિ કુંજ)"

ગાંધીનગર ખાતે સાંસ્કૃતિ કુંજ પરિસરમાં વસંતોત્સવ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. સાબરમતી નદીનાં કિનારે આવેલા પ્રાકૃતિક સ્થળ સાંસ્કૃતિક કુંજમાં ઉજવાતો વસંતોત્સવ દર વર્ષે ફેબ્રુઆરી માસમાં યોજવામાં આવે છે જે નાગરીકોમાં અનેરૂ મહત્વ ધરાવે છે.

સાબરમતી નદીનાં ખીણવાળા વિસ્તારમાં કોતરીને બનાવવામાં આવેલી બેઠક વ્યવસ્થા તથા નીચાળવાળા ભાગમાં બનાવવામાં આવેલા માટીનાં સાદા સ્ટેજ પર જુદા જુદા કલાકારો પોતાની કૃતિઓ રજુ કરી અનેરૂ આકર્ષણ જમાવે છે.

વસંત ઋતુની આહ્લાદક સંધ્યાએ ઢોલ-શરણાઇના સૂરોથી ગુંજીત ગુજરાત સરકાર ના રમત-ગમત વિભાગ દ્વારા આયોજિત "વસંતોત્સવ (સંસ્કૃતિ કુંજ)" દ્વારા ભારત દેશના જુદા જુદા રાજ્યો ના લોકનૃત્યો, નાટકો તથા અન્ય ભાતીગળ કાર્યક્રમો ઉજવવામાં આવે છે. તેમજ ભારતના વિવિધ કલા કારીગરો પોતાની કલાનું પ્રદર્શન કરી ભારત દેશની વિવિધતાનું પથ દર્શન કરાવી તેના મૂલ્યોને અભિવ્યક્ત કરે છે અને દુનિયા સમક્ષ ભારતની કલા ને પોતાની આગવી શૈલી દ્વારા લુપ્ત થતી કલાને પુન:જીવીત કરી તેમાં નવા રૂપરંગને જીવીત રાખે છે. જે ઉત્તમ પ્રકારે સરાહનીય છે.

આઠથી દશ દિવસ ચાલતા આ ક્રાર્યક્રમમાં ગાંધીનગર શહેર તથા આસપાસનાં વિસ્તારનાં નાગરીકો આ વસંતોત્સવને માણવા મોટી સંખ્યમાં ઉમટી પડે છે. પ્રતિ વર્ષ બે થી ત્રણ લાખ લોકો આ કાર્યક્રમ નિહાળે છે.

સંસ્કૃતીકુંજ એ ગાંધીનગર બાયપાસ રાષ્ટ્રિય ધોરીમાર્ગ 147 (8C) ને અડીને આવેલ ઇન્દ્રોડા ગામના ભાગોળે યોજવામાં આવે છે.

આપ સૌ વાચક મિત્રો વસંતોત્સવ (સંસ્કૃતિ કુંજ)" ની મુલાકાત લેવાનું ચુકશો નહી.

https://www.facebook.com/Varsoculture/ વારસો - " એક વૈવિધ્યસભર સસ્કૃતિ "

Address

Gujrat
Gandhinagar
382421

Website

Alerts

Be the first to know and let us send you an email when Sn vidya mandir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share