Samast Gujarat Bhram Samaj

Samast Gujarat Bhram Samaj શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ : પ્રમુખ - શ્રી શૈલેષભાઈ ઠાકર

18/07/2026

તારીખ ૧૨ મી જુલાઈ ૨૦૨૬ રવિવાર ના દિવસે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પંડિત દીન દયાળ હોલ, અમદાવાદ ખાતે “પરિચય સેતુ “યુવક યુવતી ઓના પસંદગી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું જેની હાઈલાઈટ આપના માટે મૂકવામાં આવી છે.
હર હર મહાદેવ 🙏🏻 જય પરશુરામ 🚩🚩🚩

18/07/2026
15/07/2026

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને પરિચય સેતુ ની કોર કમિટી દ્વારા તારીખ ૧૨ મી જુલાઈ ૨૦૨૬ રવિવારે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે બ્રહ્મ સમાજના દિકરા દિકરી નો પસંદગી મેળો યોજાયો.
જેમાં મીડિયા સેલ ની ટીમ ના પ્રમુખ ડાકોરના શ્રી નીતિનભાઈ ખંભોળજા અને તેમની ટીમ ના પત્રકાર ભાઈઓ દ્વારા આપના બ્રહ્મસમાજના સમચાર ને ઘર ઘર સુધી પહોંચાડવા માટે ના કાર્યને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી શૈલેષભાઈ ઠાકર મહામંત્રી શ્રી અનિલભાઈ શુક્લ મહિલા પ્રમુખ શ્રીમતિ ડો.ધારિણીબેન શુક્લ દ્વારા બિરદાવવામાં આવ્યું.
સાથે સાથે સોશિયલમીડિયા ના શ્રીમતિ વિભાબેન ભટ્ટ દ્વારા આ કાર્ય ને ગુજરાત ભર ના ગામેગામ અને બ્રહ્મ સમાજ ના ઘર સુધી પહોંચાડવામાં આવ્યું.તેમના આ સરાહનીય કાર્ય ને બ્રહ્મસમાજની સમગ્ર કારોબારી ની ટીમ દ્વારા વખાણવામાં આવ્યું.
વધુમાં પ્રોજેક્ટ ચેરમેન શ્રી દેવાંગભાઈ દવે એ જણાવ્યું કે આજના ટેકનોલોજી ના યુગમાં સોશિયલ મિડિયા એક એવું પ્લેટફોર્મ છે કે આપણી બ્રહ્મસમાજ ની દરેક માહિતી આપણે ઘરે ઘર સુધી આપણા બ્રહ્મપરિવારો ને પહોંચાડી શકીએ છીએ જેમાં શ્રી નીતિનભાઈ ખંભોળજા અને તેમની પત્રકારભાઈઓ ની ટીમ નો સિંહફાળો છે.
દરેક સોશિયલ મિડિયા ના ટીમ ના સભ્યો નો શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ની કારોબારી સમિતિ અને ‘પરિચય સેતુ ‘ની કોર કમિટી હાર્દિક આભાર માને છે અને શુભેચ્છાઓ પાઠવે છે.💐💐💐
હર હર મહાદેવ 🙏🏻 જય પરશુરામ 🚩🚩🚩

13/07/2026
તા. ૧૨ જુલાઈ, ૨૦૨૬ રવિવારના રોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પંડિત દીનદયાળ હોલ, અમદાવાદ ખાતે  "પરિચય સેતુ" યુવક ...
13/07/2026

તા. ૧૨ જુલાઈ, ૨૦૨૬ રવિવારના રોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પંડિત દીનદયાળ હોલ, અમદાવાદ ખાતે "પરિચય સેતુ" યુવક યુવતીઓના પસંદગી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં બ્રહ્મસમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા. આશરે ૪૦૦ જેટલા યુવક યુવતીઓના ફોર્મ ભરાયા, જે સમાજ માટે અત્યંત આનંદ અને ગૌરવની બાબત છે.

આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી શૈલેષભાઈ ઠાકર, મહામંત્રી શ્રી અનિલભાઈ શુક્લ, મહિલા પ્રમુખ ડૉ. ધારિણીબેન શુક્લ, પૂર્વ પ્રમુખ શ્રી પિનાકીનભાઈ રાવલ, ઉપપ્રમુખ તથા ઉત્તર ઝોન પ્રભારી શ્રી હરગોવિંદભાઈ શિરવાડિયા, ઝોન પ્રભારી શ્રી રાજુભાઈ રાજગોર, શ્રી જનકભાઈ રાવલ, યુવા પ્રમુખ શ્રી મનોજભાઈ ઉપાધ્યાય, અમદાવાદ શહેર પ્રમુખ શ્રી હિતેશભાઈ ત્રિવેદી, મહિલા પ્રમુખ શ્રીમતી નયનાબેન ઠાકર તેમજ સુરત, ગોધરા, પાલનપુર, પાટણ અને ગાંધીનગરના પ્રમુખશ્રીઓ, મંત્રીઓ તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવવંતો બનાવ્યો.

પરિચય સેતુની કોર કમિટીના પ્રોજેક્ટ ચેરમેન શ્રી દેવાંગભાઈ દવે, શ્રીમતી સ્મિતાબેન દવે, શ્રીમતી વિભાબેન ભટ્ટ, શ્રીમતી પ્રીતિબેન વૈદ્ય, શ્રી ઉદયભાઈ ભટ્ટ અને શ્રી ધીમંતભાઈ દવે સહિત સમગ્ર ટીમે ખૂબ જ આયોજનબદ્ધ અને નિષ્ઠાપૂર્વક આ કાર્યને સફળ બનાવ્યું. તેમના કાર્યને સમગ્ર બ્રહ્મ સમાજ તેમજ ઉપસ્થિત વાલીઓએ હૃદયપૂર્વક બિરદાવ્યું અને આવા સમાજોપયોગી કાર્યક્રમો સતત યોજાતા રહે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી.

આ સમગ્ર અભિયાનના પાયામાં સમાજના સ્વપ્નદ્રષ્ટા અને પૂર્વ પ્રમુખ શ્રી પિનાકીનભાઈ રાવલ, વર્તમાન પ્રમુખ શ્રી શૈલેષભાઈ ઠાકર તથા મહિલા પ્રમુખ ડૉ. ધારિણીબેન શુક્લની સમાજના પરણવાલાયક દિકરા-દિકરીઓ પ્રત્યેની ચિંતા અને દ્રષ્ટિ રહેલી હતી. તે સ્વપ્નને સાકાર કરવાની જવાબદારી પરિચય સેતુની કોર ટીમે નિષ્ઠાપૂર્વક નિભાવી.
આ સમગ્ર કાર્ય ભગવાન મહાદેવ અને ભગવાન પરશુરામજીની કૃપાથી સફળતાપૂર્વક સંપન્ન થયું.

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે દિવ્ય ભાસ્કર ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાજીવ દ્વિવેદી, એડવોકેટ શ્રી કેતનભાઈ વ્યાસ, નિવૃત્ત IAS અધિકારી શ્રી સુનિલકુમાર ઢોલી (જોષી), શ્રી દેવાંગભાઈ ભટ્ટ, શ્રીમતી પ્રીતિબેન ભટ્ટ (જેઓ હવે યુ.એસ.માં પરિચય સેતુની કામગીરી સંભાળશે), શ્રી રાજુભાઈ જાની (વિશ્વ હિન્દુ પરિષદ – ઉત્તર ગુજરાત પ્રાંત સંગઠનમંત્રી) તથા શ્રી રાજુભાઈ ઠાકર (વિશ્વ હિન્દુ પરિષદ ધર્મયાત્રા ક્ષેત્રપ્રમુખ, વિભાગ-૧૧) ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી.

આ પ્રસંગે ભુદેવ જીવનસાથીના શ્રી રાજેશભાઈ દવે, વેડલોક ગ્રુપના શ્રીમતી અંજનાબેન અને શ્રીમતી સોનલબેન જાની, જેઓ સમાજના સંતાનોના લગ્ન માટે વોટ્સએપ ગ્રુપ દ્વારા નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે, તેમના સેવાકાર્યની નોંધ લઈ તેમનું સન્માન કરવામાં આવ્યું.
કાર્યક્રમને આર્થિક સહયોગ આપનાર શ્રી દિલીપભાઈ પાધ્યા, પાણીની બોટલ માટે સહયોગ આપનાર શ્રી ધર્મેશભાઈ પંડ્યા તથા શ્રી દક્ષેશભાઈ, તેમજ સમયદાન અને સહકાર આપનાર તમામ દાતાશ્રીઓ અને સેવાભાવીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની "પરિચય બ્રહ્મવિવાહ" એપ્લિકેશનનું લોન્ચિંગ દિવ્ય ભાસ્કરના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાજીવ દ્વિવેદીના હસ્તે કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં ઉપસ્થિત વાલીઓએ સમગ્ર આયોજન, વ્યવસ્થા અને પરિચય સેતુના આ પ્રયાસને ખૂબ જ બિરદાવ્યો અને તેને સમાજ માટે આશીર્વાદરૂપ પહેલ ગણાવી.

આ કાર્યક્રમની સુંદર ફોટોગ્રાફી અને વિડિઓગ્રાફી શ્રી હાર્દિકભાઈ પંચોલી દ્વારા કરવામાં આવી હતી અને મિડિયા સેલના શ્રી નીતિનભાઈ ખંભોળજા તથા બ્રહ્મસમાજના પત્રકારભાઈઓએ તેમની જવાબદારી સુંદર રીતે નિભાવી.

આ સમગ્ર કાર્યક્રમનું સુંદર અને અસરકારક સંચાલન ઓજસ્વિની ફાઉન્ડેશન, રાજકોટના પ્રમુખ તથા આકાશવાણી રાજકોટના એનાઉન્સર શ્રીમતી હેમલ મૌલેશ દવે દ્વારા કરવામાં આવ્યું.
હર હર મહાદેવ 🙏🏻
જય પરશુરામ 🚩🚩🚩

27/03/2026

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારાતા.૨૮-૩-૨૦૨૬ ના માનવ મહેરામણ સોળ સંસ્કાર વિધી, કોફી સે મિલન તક કે જેમાં દીકરા દીકરી માટે યોગ્ય જીવનસાથી પસંદગી મેળો,અને માનવ મહેરામણ નો કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છેતેની માહિતી આપતા શ્રી મનોજ ઉપાધ્યાય
યુવા પ્રમુખ શ્રી
સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ
✨✨✨
હર હર મહાદેવ 🙏🏻 જય પરશુરામ 🚩🚩🚩

27/03/2026

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારાતા.૨૮-૩-૨૦૨૬ ના માનવ મહેરામણ સોળ સંસ્કાર વિધી, કોફી સે મિલન તક કે જેમાં દીકરા દીકરી માટે યોગ્ય જીવનસાથી પસંદગી મેળો,અને માનવ મહેરામણ નો કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે તેની માહિતી આપતી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ સમાજ ના ભાઈ શ્રી હરગોવિંદ ભાઈ શિરવાડિયા🌸🌸🌸
હર હર મહાદેવ 🙏🏻જય પરશુરામ 🚩🚩🚩

27/03/2026

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારાતા.૨૮-૩-૨૦૨૬ ના માનવ મહેરામણ સોળ સંસ્કાર વિધી, કોફી સે મિલન તક કે જેમાં દીકરા દીકરી માટે યોગ્ય જીવનસાથી પસંદગી મેળો,અને માનવ મહેરામણ નો કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છેતેની માહિતી આપતી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ સમાજ ની બહેનો 🌸🌸🌸
હર હર મહાદેવ 🙏🏻જય પરશુરામ 🚩🚩🚩

26/03/2026

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારાતા.૨૮-૩૨૦૨૬ ના માનવ મહેરામણ સોળ સંસ્કાર વિધી, કોફી સે મિલન તક કે જેમાં દીકરા દીકરી માટે યોગ્ય જીવનસાથી પસંદગી મેળો,અને માનવ મહેરામણ નો કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છેતેની માહિતી આપતી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ સમાજ ના ભાઈઓ
✨✨✨
હર હર મહાદેવ 🙏🏻 જય પરશુરામ 🚩🚩🚩

Address

Gandhinagar

Telephone

+919925002191

Website

Alerts

Be the first to know and let us send you an email when Samast Gujarat Bhram Samaj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Samast Gujarat Bhram Samaj:

Shortcuts

Share