21/07/2025
*જય અંબે ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૫*
-----------------------------------
શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા.૦૧/૦૯/૨૦૨૫ થી તા.૦૭/૦૯/૨૦૨૫ સુધી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ યોજાનાર છે. આ મહામેળામાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓની સેવાનું ભગીરથ કાર્ય કરવામાં આવે છે. આગામી ભાદરવી પૂનમ મહામેળો *૨૦૨૫ માં સેવા કેમ્પનું આયોજન કરનાર તમામ આયોજકો સાથે સંકલન થાય તે હેતુથી માન. અધ્યક્ષ શ્રી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી અને કલેક્ટર સાહેબશ્રી બનાસકાંઠા ની અધ્યક્ષતામાં આગામી તા. ૨૨/૦૭/૨૦૨૫ ના રોજ અંબાજી ખાતે બેઠક આયોજિત કરવામાં આવેલ છે.*
તમામ સેવા કેમ્પના પ્રતિનિધિઓએ બેઠકમાં અદ્યતન વિગતો સાથે ઉપસ્થિત રહેવા વિનંતી છે.
*તા.૨૨/૦૭/૨૦૨૫ મંગળવાર l*
*સમય• ૧૧.૦૦ કલાક*
*સ્થળ•કાલિદાસ મિસ્ત્રી ભવન*
*( મેવાડા સુથાર ધર્મશાળા), અંબાજી*
*અંબાજી- દાંતા રોડ*
*🙏🙏🙏 જય અંબે*