अपने विचार

अपने विचार Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from अपने विचार, Religious organisation, Dahod.

28/01/2026

પરિવાર એટલે માત્ર એક જ ઘરમાં સાથે રહેતા લોકો નહીં, પણ એવા લોકોનો સમૂહ જ્યાં પ્રેમ, વિશ્વાસ અને સુરક્ષાનો અનુભવ થાય.

22/04/2025

22/04/2025

21/07/2024

જીવન માંથી કેવાં લોકો ને કાઢી નાખવા જોઈએ

જિંદગીમાં એવા લોકોને કાઢી મૂકવાના જેની પાછળ તમારો કિંમતી સમય વેડફાયા કરતો હોય. જે વ્યક્તિ ગમે તેટલું સમજાવવા ઉપરાંત કંઈ સમજતો ન હોય અને એની મૂર્ખતાને કારણે આપણને નુકસાન થતું હોય એનો ત્યાગ કરી નાંખવાનો. જે તમારું ખાઈને તમારું ખોદે એવાં લોકોને પણ કાઢી નાખવાના. બનાવટી લોકો જે તમારી સામે દેવ હોય અને પાછળથી દાનવ જેવા કૃત્યો કરે એવાં લોકોને કાઢી નાખવાના.

ઘણાં કિસ્સાઓમાં આર્થિક અસમાનતા ધરાવતાં લોકોમાં જે પૈસાપાત્ર વ્યક્તિને લીધે બીજાને એનામાં ખેંચવું પડતું હોય એને કાઢી નહીં નાખવા પણ થોડું દૂર રહેવું. જે લોકો તમને ખુલ્લા દિલે આવકારી ન શકતાં હોય એની પાછળ સમય ન બગાડવો.

ઉપર લખ્યું એ તો સામાન્ય વાત છે પણ સાથે સાથે સબંધો પણ જોવા, સમાધાન પણ વિચારવું અને ના છૂટકે જ એવી toxic વ્યક્તિઓને જીવનમાંથી કાઢવાની. અને હા,…એક વખત તમારાં જીવનમાંથી કાઢેલી વ્યક્તિ પછી ગમે એટલી ભગવાનની ગાય બનીને પાછી આવે તો પણ નિર્ણય ફેરવવો નહીં ,…નહીતર ફરીથી તમારી જિંદગી નર્ક બની જશે.

10/09/2023

પ્રેમ સ્વભાવમા હોય છેં સબંધો મા નહિં.....!!

23/02/2023

સમય આવ્યે કુટુંબ,પરિવાર,સમાજ,ગામના અને ફળિયા ના વ્યક્તિની જરુર પડી સકે જેથી એમની કદર કરો જલીલ નહિં બેઇજ્જત નહિં..🙏

દરેક સફળ વ્યક્તિની પાછળ કોઈ સ્ત્રી અથવા પુરુષનું બલિદાન છુપાયેલું હોય છે. માણસ ત્યારે જ પોતાના કાર્યમાં સફળ બને છે જ્યાર...
07/02/2023

દરેક સફળ વ્યક્તિની પાછળ કોઈ સ્ત્રી અથવા પુરુષનું બલિદાન છુપાયેલું હોય છે. માણસ ત્યારે જ પોતાના કાર્યમાં સફળ બને છે જ્યારે તેની પાસે પોતાનું કોઈક એવું વ્યક્તિ હોય જે તેને તેના દરેક કાર્યમાં સાથ સહકાર આપે....

આપણા બાબાસાહેબની સાથે પણ આવું જ કાઈક બન્યું હતું. આપણે બધા બાબાસાહેબને આજે આટલું બધું માનીએ છીએ, એમના ચીંધેલા માર્ગ પર ચાલી રહ્યા છીએ, પણ બાબાસાહેબના સંઘર્ષના દિવસોમાં જો માતા રમાબાઈએ તેમને સાથ ન આપ્યો હોત તો બાબાસાહેબ ઘર-પરિવારમાં જ ઉલજીને રહી ગયા હોત. પણ માતા રમાબાઈ બાબાસાહેબની સાથે ખભેથી ખભો મિલાવીને ચાલ્યા હતા...

માતા રામાબાઈના જ્યારે લગ્ન થયા ત્યારે તેઓ ફક્ત આઠ જ વર્ષના હતા, અને ખાસ વાત તો એ છે કે રમાબાઈ સાવ નિરક્ષર હતા અને સામે બાબાસાહેબ આટલા પ્રખર જ્ઞાની પરંતુ બાબાસાહેબ પણ હિંમત હાર્યા વગર જ્યોતિરાવ ફુલેની માફક જ જ્યારે જ્યારે સમય મળે ત્યારે માતા રમાબાઈને ભણાવતા હતા, વધારે તો નહીં પરંતુ સહી કરી શકે અને થોડું ઘણું વાંચી શકે એટલા કાબિલ તો કર્યા જ હતા..

એક તરફ બાબા સાહેબ પોતાના ભણતરમાં, નોકરીમાં, સમાજના કાર્યમાં લાગેલા હતા ત્યાં બીજી તરફ રમાબાઈએ પણ પુરા ઘરની જવાબદારી પોતાના માથે ઉપાડી લીધી હતી. વિચારો તો ખરા કે આપણું પોતાનું કોઈક સ્વજન જ્યારે આપણને છોડીને ચાલ્યુ જાય છે ત્યારે કેવો આઘાત લાગે છે ? તો રમાબાઈએ તો પોતાના ચાર-ચાર સંતાનો ગુમાવ્યા હતા, અને એ સમયે તો બાબાસાહેબ પણ તેમની પાસે ના હતા. હવે આવા કપરા સમયમાં પોતાની જાતને સંભાળવું એ જેવા તેવા લોકોનુ કામ નથી, ઘણી હિંમત જોઈએ...

માતા રમાબાઈએ બાબાસાહેબને તેમના ઘણાં સામાજિક કાર્યમાં સાથ-સહકાર આપ્યો. બાબાસાહેબે આપણા માટે જે-જે કાર્ય કર્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક માતા રમાબાઈનો સિંહ ફાળો છુપાયેલો છે, કારણ કે જ્યારે તેમને બાબાસાહેબના કાર્યો વિશે ખબર પડી તો તેમણે ક્યારેય બાબાસાહેબને રોક્યા ના હતા, પરંતુ હિંમત આપી હતી, સાથ આપ્યો હતો અને અહીં સુધી કે જ્યારે તેમણે અંતિમ શ્વાસ લીધો ત્યારે પણ તેમણે બાબાસાહેબને ફક્ત એટલું જ કહ્યું કે " મારા સાત કરોડ અછૂત બાળકોનો ખ્યાલ રાખજો, હું તેઓને આપને સોંપીને જઈ રહી છું"

જેમણે ફક્ત આપણા લોકો માટે આટલું મોટું ત્યાગ અને બલિદાન આપ્યું આવા મહાન મહિલાને શત શત નમન....🙏

એક છોકરો પોતાનો ફોન સ્પીકર કરીને પોતાની ગર્લફ્રેન્ડ સાથે વાત કરે અને બાજુમાં બેઠેલા ચાર દોસ્તો ચટકારા લઇને મજા લે,આવું ક...
10/01/2023

એક છોકરો પોતાનો ફોન સ્પીકર કરીને પોતાની ગર્લફ્રેન્ડ સાથે વાત કરે અને બાજુમાં બેઠેલા ચાર દોસ્તો ચટકારા લઇને મજા લે,આવું કેટલાય લોકો કરતા હોય છે. એ છોકરી ને તો ખબર પણ નથી હોતી કે એ જેના પર અતૂટ વિશ્વાસ કરે છે ખુબજ પ્રેમ કરે છે એજ વ્યક્તિ એમના સંબંધ ની ગરિમાને ચાર લોકો વચ્ચે લજ્જિત કરે છે, હવે તો સ્નેપ, વોટસએપ, ઇંસ્ટાગ્રામ પર શેર થતાં ફોટા કોણ કોણ જુવે છે એ પણ નક્કી નથી હોતું..
આ એક સ્ત્રીના વિશ્વાસનો ગેંગરેપ જ કહેવાય.

26/11/2022

મનુષ્યને પુણ્ય કરવું નથી અને પુણ્યનું ફળ જોઈએ છે,પાપ કરવું છે અને પાપનું ફળ જોઈતું નથી. 🏹

19/11/2022

સ્વચ્છ, સમર્પિત અને આનંદિત મન એક ઉત્કૃષ્ટ વિચારધારાને જન્મ આપે છે.🙌🏻

इसमें चार फ़ोटो हैं१. जो बंदा केवल पैसे पर खड़ा वो दुनिया को नहीं देख पाता है स्वार्थ की वजह से २. जो केवल ज्ञान पर खड़ा...
16/11/2022

इसमें चार फ़ोटो हैं

१. जो बंदा केवल पैसे पर खड़ा वो दुनिया को नहीं देख पाता है स्वार्थ की वजह से
२. जो केवल ज्ञान पर खड़ा है वो भी।

दुनिया बहुत सी चीज़ों से वंचित रह जाता है।

३. जो ज्ञान और धन दोनों का बैलेन्स

बना के रखता है वो दुनिया को सही तरह से देखता है।

४. जिसके पास दोनों में से कुछनहीं वो सभी चीज़ों से वंचित रहेगा।

મિત્રો તમારા પૈસા લઈ જાય એને જ ચોરી કહેવાય એવું નથી. તમારો સમય અને ઉર્જા લઈ જાય તેને પણ ચોરી કહેવાય. સંતાનો ભણતાં હોય ત્...
06/11/2022

મિત્રો તમારા પૈસા લઈ જાય એને જ ચોરી કહેવાય એવું નથી. તમારો સમય અને ઉર્જા લઈ જાય તેને પણ ચોરી કહેવાય. સંતાનો ભણતાં હોય ત્યારે આપણે તેમને સલાહ આપતા હોઇએ છીએ ભાઈબંધો કે બહેનપણીઓ સાથે હરવાફરવામાં ભણવાનું બાજુએ મૂકાઈ ન જાય તે જોજે. મોજમસ્તી અને સંબંધો જરૂરી હોય છે, પરંતુ એ જો તમારા જીવનમાં કોઈ વેલ્યુનો ઉમેરો કરવાના ન હોય, એ જો જીવનને સાર્થક બનાવાના ન હોય અને એ જો તમને ઈંપ્રુવ કરવામાં સહાયક ન થવાના હોય, તો વયસ્ક ઉંમરે પણ સમય અને ઉર્જાની લૂંટ સિવાય કશું નથી. જીવનમાં આપણે જે કામ કરવાનું છે એમાંથી જો રખડી જઈએ, તો એવું કહેવાય કે લોકો આપણા ઉદ્દેશ્યને પણ ચોરી કરી ગયા. ચોરી થઈ ગયેલા પૈસા તો ખેર કદાચ કમાઈ લેવાશે, પરંતુ લોકો તમારો ઉદ્દેશ્ય ચોરી જાય તો તે પાછો નથી આવતો. ગુજરાતીમાં આના માટે જ એક અનોખો શબ્દ છે; રવાડે ચઢવું. તમે મૂળ રસ્તો છોડીને બીજા રસ્તે ચઢી જાવ, તેને રવાડે ચઢવું કહેવાય.

Address

Dahod

Telephone

+919537726180

Website

Alerts

Be the first to know and let us send you an email when अपने विचार posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to अपने विचार:

Share