દર્ભાવતી ડભોઇ જૈન મહાતિર્થમાં સૌથી પ્રાચીન શ્રી શામળા પાર્શ્વનાથ શ્રી લોઢણ પાર્શ્વનાથ, શ્રી જુના શાંતિનાથ શ્રી આદિશ્વર શ્રી મુનિ સુવ્રત તથા નવા શાંતિનાથ બધા મળીને છ દેરાસરો આવેલા છે. જૈન શાસનમાં ત્રણસો ઉપરાંત સાધુ ભગવંતો અને સાધ્વીજી મહારાજ થયા છે. જો ભારતભરમાં જૈન શાસનના ગુણગાન ગાય છે. આ જૈન તિર્થ ડભોઇમાં પર્વાધિરાજ પર્યુષણના દિવસોમાં ડભોઇમાં વસતા અને ગુજરાતભરમાંથી જૈનો દર્શન કરવા આવે છે. તેમાં ય
શોવાટીકા મહાતિર્થ બની દાર્શનીક છે. આ તિર્થમાં બિરાજમાન શ્રી લોઢણ પાર્શ્વનાથનું તો ઇતિહાસ અતિ રોમાંચક છે. આ મૂર્તિ જે હાલમાં મહાલક્ષ્મી માતાજી મંદિર નજીક કૂવામાંથી સ્વપ્ન દ્વારા માત્ર દોરીના તાંતણે બહાર આવી હતી. જેને જૈન વગામાં આવેલા શ્રી લોઢણ પાર્શ્વનાથ દેરાસરમાં પધરાવવામાં આવી છે. આ લોઢણ પાર્શ્વનાથ મૂર્તિના દર્શન કરવા ગુજરાતભરમાં વસતા જૈનો આવી ધન્ય બને છે. તો ડભોઇમાં વસતા જૈન પરિવારજનો રોજેરોજ દર્શન કરી થાકતા નથી. પર્યુષણ પર્વ નિમિત્તે છ દેરાસર તથા યશોવાટીકાના દર્શન ઉપરાંત સાધુ ભગવંતોના ઉપદેશ સાંભળવા જુદા જુદા વ્રત દ્વારા ઉજવણી કરી છે. આ પર્યુષણ પર્વની ઉજવણી કરવા ડભોઇ જૈનોની બધા જ દુકાનો બંધ રાખી મહામહોત્સવની શ્રધ્ધા અને ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરતા રહ્યા છે.
Alerts
Be the first to know and let us send you an email when Shri Darbhavati tirth, dabhoi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.