04/07/2026
અહો જિનશાસનમ્!
સંઘમાતા શ્રીમતી નિર્મળાબેન (ઝવેરબેન) ઝવેરચંદભાઈ દેઢીઆ- ઉમર ૮૨ વર્ષ
વિવિધ આરાધના માટે ખૂબ ખૂબ અનુમોદના
કલ્યાણક ભૂમિઓ સહિત... મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, બિહાર, ઝારખંડ, આદિ રાજ્યોમાં આવેલ પવિત્ર તીર્થસ્થળોની અઢળક યાત્રાઓ.
બધા ઉપધાન
૬૪ પ્રહરી પૌષધો તથા છૂટા પૌષધો.
૫૦ વર્ષથી બ્રહ્મચર્ય વ્રત
પરિગ્રહ પરિમાણ વ્રતમાં ૧૦ તોલાથી વધારે સોનાનો ત્યાગ
૩૫ વર્ષથી નવા કપડાની ખરીદી નથી કરી
નક્કી કરેલ ૧૦ શાક અને ૪ ફૂટ સિવાય અન્યનો ત્યાગ
પ્રાયઃ ૪૦ વર્ષથી બેસાણાથી નીચેનું પચ્ચકખાણ નથી કર્યું
૩૫ વર્ષથી કોઈના પણ લગ્નમાં વાપરવાનો ત્યાગ, ૨૭ વર્ષથી લગ્નમાં જવાનો ત્યાગ.
સિદ્ધગિરિરાજની ૯૯ યાત્રા કરી અને કરાવી.
સિદ્ધગિરિમાં ચોમાસું કર્યું અને કરાવ્યું.
ઉપધાનની આરાધના કરી અને કરાવી.
સ્વદ્રવ્યથી ૬ મુમુક્ષુઓને ભાગવતી પ્રવ્રજયા અપાવી.
પરિવારના ૬-૬ સભ્યોને પણ ઉમળકાભેર દીક્ષા અપાવી.
સિદ્ધગિરિ તીર્થ પર શ્રી જીરાવલ્લા પાર્શ્વનાથ અને કચ્છ ૭૨ જિનાલય તીર્થમાં શ્રી આદિનાથ ભગવાન ભરાવ્યા / પ્રતિષ્ઠા કરાવી.
શ્રી અર્હદ મહાપૂજન સહ અનેક પૂજનોનું આયોજન કરાવ્યું.
સ્વગૃહે શ્રી શાંતિનાથ ભગવાન અને શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનના બે ગૃહજિનાલય કરાવ્યા.
હસ્તલિખિત આગમ લખાવ્યા.
ડુંભોજગિરિથી બેંગલોરનાં છરી પાલિત સંઘમાં મુખ્ય સંઘપતિનો લાભ તથા સંઘમાળ સાથે પ્રવ્રજ્યા મૂર્હુત ગ્રહણ.
સિદ્ધિ તપ, શ્રેણી તપ, મોટો નવકાર તપ, ભદ્ર તપ, મહાભદ્ર તપ, સહસ્ત્રકૂટ તપ, નિગોદ નિવારણ તપ, ૧૩ કાઠિયાનો અક્રમ તપ, ચત્તારિ-અહ-દશ-દોય તપ,
વિવિધ તપશ્ચર્યા
ક્ષીર સમુદ્ર તપ, કર્મસૂદન તપ, સિંહાસન તપ, ધર્મયક તપ, કંઠાભરણ તપ, ૪ વર્ષીતપ, ૨૨૯ છઠ્ઠ તપ, ૧૦૮ અહમ, માસક્ષમણ, ૧૬ ઉપવાસ, ૯ ઉપવાસ, ૧૦ અઠ્ઠાઈ, વર્ધમાન તપની પછ ઓળી, શત્રુંજય તપ, શિખરજી તપ આદિ અનેક તપશ્ચર્યા કરી.
૪૦ વર્ષ દરમ્યાન પ્રાયઃ બે દિવસ સાથે વાપર્યુ નથી.
પરિવારમાંથી દીક્ષિત
૫.પૂ. મુનિરાજ શ્રી પ્રજ્ઞાતભૂષણવિજયજી મ.સા. (પૌત્ર મ.સા.)
૫.પૂ. મુનિરાજ શ્રી માર્ગભૂષણવિજયજી મ.સા. (પુત્ર મ.સા.)
પ.પૂ.સા. શ્રી કર્તવ્યનિધિશ્રીજી મ.સા. (પુત્રવધૂ મ.સા.)
૫.પૂ.સા. શ્રી દિવ્યનિધિશ્રીજી મ.સા. (પૌત્રી મ.સા.)
૫.પૂ.સા. શ્રી જ્ઞાનનિધિશ્રીજી મ.સા. (પૌત્રી મ.સા.)
પ.પૂ.સા. શ્રી જિતનિધિશ્રીજી મ.સા. (પૌત્રી મ.સા.)
આવા પુણ્યશાલી આત્મા પરમાત્મા વીર ના પંથ પર અગ્રસર થયી તારીખ ૭-૭-૨૦૨૬ ના શુભ મૂહર્ત મા પૂજ્ય ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય યુગભૂષણસૂરિશ્વરજી ( પંડિત મ સા ) ના હસ્તે રજોહરણ સ્વીકાર કરવા માટે ઉત્સાહી બન્યા છે.
પુણ્યવંત આત્મા ના પુણ્યવંતા કાર્યોની દેવલોક જિનાલય પાલીતાણા પરિવાર ના સર્વે સભ્યો ભૂરી ભૂરી અનુમોદના કરે છે.
દેવલોક જિનાલય પાલીતાણા
+91 8879145554