18/06/2026
Rajopchar Poojan | Adhikmass | 08-06-2026 Highlight | Salangpurdham
અધિક જેઠ માસ' 'પુરુષોત્તમ માસ' નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજન કરાયું
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે પવિત્ર ‘અધિક જેઠ માસ’ એટલે કે ‘પુરુષોત્તમ માસ’ અંતર્ગત જન્માષ્ટમી ઉત્સવ(વદ આઠમ) શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી પ્રેરણાથી તારીખ 08-06-2026, સોમવારના રોજ શ્રીકષ્ટભંનજનદેવ દાદાને મનોહર મોરપિચ્છનો જન્માષ્ટમી થીમ ઉપરનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સવારે 5:45 કલાકે આરતી પૂજારી સ્વામી દ્વારા કારવમાં આવી હતી. ગર્ભગૃહનમા મોરના પીંછા (મોરપિચ્છ)ની કલાત્મક પ્રતિકૃતિ -શ્રીકૃષ્ણ વાંસળી વગાડતા અને ગાયોની વચ્ચે બિરાજમાન હોય તેવું આબેહૂબ દ્રશ્ય ખડું કરાયું છે. મંદિરના પટાંગણમાં પવિત્ર અધિકમાસ નિમિત્તે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા.17 મે થી 15 જૂન 2026 સુધી સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6:30 દરમિયાન કરવામાં આવ્યું છે.
સાંજે 05:00 કલાકે શ્રીકષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું.દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, સાંજે 07:00 કલાકે દાદાની દિવ્ય સંધ્યા આરતી કલાકે કોઠારી શ્રી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં હતી. તેમજ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
ભગવાન શ્રી રામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ પણ એક રાજાની જેમ પોતાનાં ભક્તોના કષ્ટોને નિરંતર દૂર કરે છે, તેથી જ શ્રી સાળંગપુરધામમાં કોઈને કોઈ કારણસર રાજોપચાર પૂજન કરવામાં આવે છે. જે ઉપચારથી રાજા પ્રસન્ન થાય છે તેને રાજોપચાર પૂજા કહે છે. શ્રી હનુમાનજી મહારાજ શાસ્ત્રોમાં પારંગત છે. જેઓ વેદોના રહસ્યો જાણે છે, તેથી જ રાજોપચાર પૂજામાં ચાર વેદના મંત્રો સૌપ્રથમ હનુમાનજી મહારાજને સમર્પિત થાય છે.
ત્યાર બાદ પ્રાન્તિક ભાષામાં લખેલા શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો અને ગાનું પણ હૃદયપૂર્વક પાઠ કરવામાં આવે છે.જેમ રાજાને સંગીત અને નૃત્ય ગમે છે, તેવી જ રીતે હનુમાનજી મહારાજની સામે શાસ્ત્રીય સંગીત સહીત વિવિધ સંગીતનાં સાધનો વડે સંગીત રજૂ કરીને હનુમાનજી મહારાજને પ્રસન્ન કરે છે. વિવિધ વસ્ત્રો, આભૂષણો, સ્વાદિષ્ટ નૈવેદ્ય અને મંગલ નિરાજન પણ હનુમાનજી મહારાજને સમર્પિત છે.100 કિલોથી વધુ ગુલાબની પાંખડીઓ સાથે શ્રી હનુમાનજી મહારાજના ફૂલની વર્ષા કરવામાં આવી હતી.
Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham.
http://salangpurhanumanji.org
શ્રી કષ્ટભંજનદેવના લાઈવ તથા ફોટો દર્શન કરવા માટે આજે જ એપ્સ ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.kastbhanjandev.salangpur&hl=en
🚩 જય શ્રી કષ્ટભંજન દેવ 🚩
🚩 જય શ્રી રામ🚩