Barmati Panth Official

Barmati Panth Official Sree Dhani Matang Dev
established in the community in the 10th century CE. He was born in 887 on the banks of the river at in the present-day Indian state of.

This is the religious channel of Maheshwari (Meghwal) society
The people of Maheshwari (Meghwal) community following the Barmati Panth all over the world have to make a big platform for exposing and propagating the Barmati Panth and its culture....!!! He is discussed by in his writings. Matang Dev was the son of Matrarishi and his mother was Jashdedevi, daughter of Gautama Maharishi

The aim of Ba

rmatipanth is to create a platform that brings people closer to their roots by showcasing the richness of culture and heritage. Including raising awareness of Barmati Panth worldwide, as well as information about the famous pilgrimage places of Maheshwari Samaj, Matang Dev Gyan Vani, religious songs, hymns, Matang scriptures and detailed information about religious leaders etc.

Happy Dipawali & Happy New Year
24/10/2022

Happy Dipawali & Happy New Year

29/07/2022

મહેશ્વરી મેઘવાળ સમાજ, બારમતિ પંથ ને અનુરસતા અનુયાયીઓ ને, ગવરી દેવીઓ, બહેનો ને આજથી શરુ થતા બારમતિ પંથ ના પવિત્ર ગોર ખુડા વ્રત ની હાર્દિક મંગલકામનાઓ.....
આપ સર્વે ની મનોકામના પૂજ્ય શ્રી ધણી માતંગ અને પુજ્ય શ્રી લુણંગ દેવ પુરી કરે એવી શુભકામનાઓ...

અખિલ કચ્છ મહેશ્વરી વિકાસ સેવા સંઘ , સંચાલિત મહેશ્વરી કર્મચારી મહામંડળ દ્વારા નિર્મિત " કરમ " શૈક્ષણિક સંકુલનું જ્યારે ખા...
29/05/2022

અખિલ કચ્છ મહેશ્વરી વિકાસ સેવા સંઘ , સંચાલિત મહેશ્વરી કર્મચારી મહામંડળ દ્વારા નિર્મિત " કરમ " શૈક્ષણિક સંકુલનું જ્યારે ખાત મુહૂર્ત થવા જઇ રહ્યું છે ત્યારે સમસ્ત નાત - ગતને ખુબ ખુબ અભિનંદન . આજે દુનિયા મંગળ ગ્રહ સુધી પહોંચી ગઇ છે , સવાર પડે છે અને સમયરુપી ચક્ર આપણા સૌના જીવનમાં દોડવા લાગે છે, ત્યારે આવા હરીફાઇ યુક્ત યુગમાં આપણે આપણા બાળકોને , આવનારી પેઢીને શું આપ્યું છે અને શું આપવાના છીએ તે બાબતનો ઘડીભર વિચાર કરીએ , ત્યારે અખિલ કચ્છ મહેશ્વરી વિકાસ સેવા સંઘ સંચાલિત મહેશ્વરી કર્મચારી મહામંડળ દ્વારા નિર્મિત " કરમ " શૈક્ષણિક સંકુલ આપણી આવનારી પેઢી માટેની ખરી અને સાચા અર્થમાં આપણી સોગાત હશે .

( U.PS.C ) યુનીયન પબ્લીક સર્વિસ કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવતી સીવીલ સર્વિસની પરીક્ષામાં ઉતીર્ણ થઇ " કરમ " શૈક્ષણિક સંકુલમાંથી જ આપણી મહેશ્વરી સમાજને પ્રથમ આઈ.એ.એસ. , આઈ.પી.એસ. અને આઈ.આર.એસ. મળે તેવી ડાડાશ્રી ધણી માતંગ દેવ સક્ષમ પ્રાર્થના સહ મહેશ્વરી કર્મચારી મહામંડળને સમસ્ત નાત - ગતને અનેક અનેક શુભેચ્છાઓ .

શુભેચ્છક : બારમતિપંથ ઓફિસીયલ ચેનલ / આપણી સંસ્કૃતિ, આપણો વારસો

" સ્નેહભર્યુ જાહેર નિમંત્રણ "શ્રી મડદદાદા સેવા સમિતિ લેડી દ્વારા આયોજિતશ્રી વેલજી દાદાનાં જન્મ દિવસ નિમિત્તે ભવ્ય સંતવાણ...
28/05/2022

" સ્નેહભર્યુ જાહેર નિમંત્રણ "
શ્રી મડદદાદા સેવા સમિતિ લેડી દ્વારા આયોજિત
શ્રી વેલજી દાદાનાં જન્મ દિવસ નિમિત્તે ભવ્ય સંતવાણી
તા : ૦૧/૦૬/૨૦૨૨, બુધવારના શુભ દિવસે

શ્રી જગજીવન નગર મહેશ્વરી સમાજ - ગાંધીધામ               દ્વારા આયોજીત       ૧૩ હું (તેરમું) સમૂહ લગન મહોત્સવ'' કન્યાવણજ ય...
23/05/2022

શ્રી જગજીવન નગર મહેશ્વરી સમાજ - ગાંધીધામ
દ્વારા આયોજીત
૧૩ હું (તેરમું) સમૂહ લગન મહોત્સવ
'' કન્યાવણજ યજ્ઞ'' સોમવાર , તા: ૨૫-૦૫-૨૦૨૨

🙏 ધર્માચાર🙏 જય ભીમ🙏આપણા મહેશ્વરી મેઘવાળ સમાજ માટે ઐતિહાસિક કાર્ય કહી શકાય તેવું કાર્ય ૨૯/૦૫/૨૦૨૨ ના રોજ ભુજ મધ્યે કરમ શે...
23/05/2022

🙏 ધર્માચાર🙏 જય ભીમ🙏

આપણા મહેશ્વરી મેઘવાળ સમાજ માટે ઐતિહાસિક કાર્ય કહી શકાય તેવું કાર્ય ૨૯/૦૫/૨૦૨૨ ના રોજ ભુજ મધ્યે કરમ શેક્ષણિક સંકુલનું ખાત મુહુર્ત થવા જઈ રહ્યો છે,
" #અખિલ_કચ્છ_મહેશ્વરી_વિકાસ_સેવા_સંઘ " સંચાલિત
#મહેશ્વરી_કર્મચારી_મહામંડળ દ્વારા નિર્મિત કરમ શેક્ષણિક સંકુલનું ખાત મુહુર્ત મીરજાપર તાલુકા ભુજ મધ્યે થસે...

શિક્ષિત દીકરી એક સાથે બે ઘર સંભાળે,
શિક્ષણ એ સિંહણ નું દૂધ છે જે પિસે તે દહાડશે,
જેમ અંધારામાં પ્રકાશ પાડવા આપણે દીવો પ્રગટાવી છીએ તેમ જીવનના અંધારા ને પ્રકાશિત કરવા શિક્ષિત બની જીવનમાં શિક્ષણ નું દીવો પ્રગટાવજો,
શિક્ષિત બનવાનું ઉદ્દેશ્ય માત્ર સારી નૌકરી મેળવવું નથી પરંતુ એક સજ્જન અને પ્રતિષ્ઠિત જીવન જીવવા માટે પણ શિક્ષણ ખૂબ જરૂરી છે,
અખિલ કચ્છ મહેશ્વરી વિકાસ સેવા સંઘ સંચાલિત
મહેશ્વરી કર્મચારી મહામંડળ દ્વારા નિર્મિત કરમ શેક્ષણિક સંકુલમાં તાલીમ મેળવી ભવિષ્યમાં મહેશ્વરી મેઘવાળ સમાજના દીકરા દીકરીઓ ભારતની સર્વોચ્ય પરીક્ષા અને ગુજરાતની સર્વોચ્ય પરીક્ષા પાસ કરી ક્લાસ વનના અધિકારી જરૂર બનશે...

વિદ્યા વિના મતી ગઈ.
મતી વિના નીતિ ગઈ.
નીતિ વિના ગતી ગઈ.
ગતી વિના સંપતિ ગઈ
સંપતિ વિના શુદ્ધ થયો નાસીપાસ.
આટલો બધો અનર્થ વિદ્યા વિન થયો.
મહાત્મા જ્યોતિબા ફૂલે...

શિક્ષણ એ સિંહણ નું દૂધ છે જે પિસે તે દહાડશે,
બાબા સાહેબ આંબેડકર,

#મહેશ્વરી_કર્મચારી_મહામંડળ #અખિલ_કચ્છ_મહેશ્વરી_વિકાસ_સેવા_સંઘ

ગુજરાતનો મોટો વિસ્તાર રોકીને પડેલાં કચ્છનો ભાતીગળ ઈતિહાસ છે.સંત અને શૂરાની આ ભૂમિમાં કંઈ કેટલાય વીર પુરુષોએ ધરા કાજે , ધ...
14/05/2022

ગુજરાતનો મોટો વિસ્તાર રોકીને પડેલાં કચ્છનો ભાતીગળ ઈતિહાસ છે.સંત અને શૂરાની આ ભૂમિમાં કંઈ કેટલાય વીર પુરુષોએ ધરા કાજે , ધર્મ અર્થે કે બહેન- દીકરીઓની ઈજ્જત બચાવવા પોતાની જાતનું બલિદાન આપીને જીવન ઉજળું કર્યું છે . આજે અબડા જામની રિયાસતનું ઘરેણું ગણાતાં એવા ઓરસીયો મેઘવાળની વાત કહેવી છે .

વીર શહીદ સેનાપતિ આસો નિંજાર ( મહેશ્વરી ) ની સામાન્ય સૈનિક તરીકે જોડાયેલા આસો નિંજારે પોતાની કુશળતાનાં બળે અબડા અડભંગના વિશ્વાસુ તરીકે સ્થાન મેળવી તેમના સેનાપતિ તરીકે અનેક મહત્ત્વનાં કાર્યો થકી ઈતિહાસમાં સ્થાન મેળવ્યું છે .

અબડાસાનાં વડસરના જામ જખરોજ કે , જે અબડા અડભંગ તરીકે જાણીતા છે ; એમની અનેક વાતો ઈતિહાસમાં નોંધાઈ છે , પરંતુ તેમના સેનાપતિ એવા આસો નિંજારને બહુ ઓછા લોકો જાણે છે .

આસો નિંજાર એ ઓરસિયા મેઘવાળ તરીકે પણ જાણીતા હતા . મહેશ્વરી મેઘવાળ સમાજના ધર્મગુરુ પ.પુજ્ય શ્રી મામૈઇ દેવની તેજઆભાથી તે તેમના રંગે રંગાયા અને પ.પુજ્ય શ્રી મામૈદેવના પરમ ભક્ત બની ગયા . કચ્છની પરંપરા અનુસાર પ.પુજ્ય શ્રી મામૈઇ દેવે જ વડસરના જામ જખરોજીની રાજતિલક વિધિ કરી હતી.

આસા નિંજારને એક વખત શ્રી મામૈઇ દેવ પોતાની સાથે જામ જખરોજી પાસે તેમના દરબારમાં લઈ ગયા અને આસોનો હાથ જખરોજીના હાથમાં સોંપી તેને લશ્કરમાં સ્થાન આપવા ભલામણ કરી . જખરોજીએ આસાને લશ્કરમાં સ્થાન આપી તેને તાલીમબદ્ધ કર્યાં ; આસોએ પણ થોડા જ સમયમાં પોતાની કુશળતા અને શોર્યબળે જખરોજીનું મન જીતી લીધું , આથી થોડી અદેખાઈના પણ તે ભોંગ બન્યા , પણ જામ જખરોજના ચાર હાથ તેના પર હતા .

આસોના એ સમયના પહેરવેશનું વર્ણન કચ્છના જાણીતા લેખક કાનજીભાઈ મહેશ્વરીએ કર્યું છે એ મુજબ કડાબેર ચેણી , તેના પર ધોતિયું , ખમીસ ઉપર કોટ , વટવાળી કચ્છી પાઘડી , પગમાં દેશી અણીવાળા બૂટ , ભેટમાં કટાર અને હાથમાં તલવાર . સાથે આંખમાં શૂરવીરતાનું તેજ અને મૂછોમાં વટ . આમ મરદ મૂછાળો આસો ચાલ્યો આવે તો પણ દુશ્મનના છક્કા છૂટી જાય !

એ અરસામાં એટલે વિક્રમ સંવત ૧૩૫૨ ઈ.સ. ૧૨૯૬ માં સિંધના નગરસમે રાજના ભુંગર સૂમરાનું અવસાન થતાં સિંધની ગાદી માટે ઘોઘા અને ચનેસર વચ્ચે ક્લેશ શરૂ થયો અને સિંધની ગાદી મળી ચનેસરને ધોધાને પોતાને અન્યાય થયો હોવાની લાગણી થતાં તે મદદ માટે દિલ્હીના સુલતાન અલ્લાઉદ્દીન પાસે ગયો . આ સમાચાર કચ્છમાં જામ જખરોજીને મળતાં તેમને પણ આઘાત લાગ્યો , પણ ચનેસરને સમજાવે કોણ ? ચનેસરને પાછો વાળવો એ વાઘની બોડમાં હાથ નાખવા બરાબર હતું . આસો નિંજારે આ વિકટ કાર્ય પાર પાડવા પોતે તૈયાર હોવાનું જણાવ્યું . જામ જખરોજીએ આસાની પીઠ થપથપાવી , શાબાશી આપી અને કામ ફતેહ કરવા આજ્ઞા કરી . જામ જખરોજીએ આસો સાથે એક ગુપ્ત સંદેશો મોક્લાવ્યો . પખીરાણી તેજી ઘોડી પર સવાર થઈ આસો નિંજાર દિલ્હીની વાટ પકડે છે.

અલ્લાઉદ્દીનને ચનેસરને સિંધની ગાદી અપાવવાની લાલચમાં દિલ્હીમાં જ રોકી રાખ્યો અને મોજશોખમાં મસ્ત ચનેસર પાસે અલ્લાઉદ્દીને સિંધની ગાદીના બદલામાં સિંધની રૂપરૂપનો અંબાર સમાન રાજકુંવરીઓ અને અપ્સરા સમાન પોતાની બહેન સુભગા અલ્લાઉદીનને સોંપવા ખાતરી મેળવી લીધી . આ તરફ આસો નિંજાર દિલ્હી આવી પહોંચ્યા અને દિલ્હીની મોલાતની દાસી હસીનાં માધ્યમથી ચનેસરને મળીને જામ જખરોજીનો સંદેશો આપે છે . આ સંદેશામાં જામ જખરોજીએ ચનેસરે સિંધની ગાદી મેળવવા જે માર્ગ અખત્યાર કર્યો છે , તે કેટલો ઘાતક અને અધર્મી છે તેની વાત કરી તેને પાછો ફરવા સમજાવવા પ્રયાસ કર્યો હતો . આમ છતાં ચનેસરે પરત ફરવા ઈન્કાર કરતાં આસો ખાલી હાથે કચ્છ પરત ફર્યા.

અલ્લાઉદ્દીનને પોતાનાં લશ્કરની સાથે કૂચ કરી સિંધનો માર્ગ પકડ્યો અને લાહોરમાં છાવણી નાખી સિંધના ઘોઘારાજને સિંધની ગાદી ખાલી કરી ચનેસરને રાજ આપવા અથવા યુદ્ધ માટે તૈયાર થવાનો આખરી સંદેશ મોક્યો ; આથી ક્રોધે ભરાયેલા ઘોઘારાજે પોતાના દૂત નાગરદેવને મોક્લી અલ્લાઉદ્દીનની તમામ માંગ ઠુકરાવી દીધી . નાગરદેવ એ ચનેસરનો જ પુત્ર હતો. નાગરદેવે અલ્લાઉદીનને સમજાવવા પ્રયાસ કર્યો , પરંતુ સુલતાને ત્યાં જ તેના પ્રાણ હરી લેવાનો આદેશ આપતાં નાગરદેવ પર તલવારનો ઘા કર્યો અને નાગરદેવનું માથું પિતા ચનેસરના ખોળામાં જ જઈ પડ્યું. આ પછી દિલ્હી સુલતાન અને સિંધના ઘોઘારાજ વચ્ચે ભીષણ યુદ્ધ ખેલાયું , જેમાં ઘોઘારાજ તો મરાયા , પણ સુલતાનનાં લશ્કરે ચનેસરને પણ દગાથી મારી નાખ્યો.

ઘોઘારાજ અને ચનેસરની હત્યા કર્યા પછી સુલતાન અલ્લાઉદ્દીન સિંધના રાજમહેલ તરફ આગળ વધી રહ્યો હોવાના વાવડ મળતાં રાજમાતા માયાદેવીએ સુભગા અને અન્ય તમામ સુમરી રાજકુંવરીઓને કચ્છ તરફ રવાના કરી અને પોતે પોતાના પ્રાણ ત્યાગી દીધા .

સુભગા અને અન્ય રાજકુંવરીઓએ કચ્છમાં આવી વડસરમાં જામ જખરોજીનું શરણ સ્વીકાર્યું હોવાની માહિતીથી સુલતાન અલ્લાઉદ્દીન પણ કચ્છ આવવા રવાના થયો. એ દરમ્યાન સુભગા અને જામ જખરોજીના વિવાહ નક્કી કરાયા અને રાતોરાત સુલતાન આવે તે પહેલાં લગ્નની વિધિ આરંભાઈ. બીજી બાજુ આસો નિંજાર લગ્નવિધિ સુખરૂપ સંપન્ન થાય એ માટે તથા વડસર રાજકુંવરીઓની રક્ષા કરવા માટે પોતાના સાથીઓ સાથે સજ્જ થઈ બેઠા હતા. મહેશ્વરી મેઘવાળ સમાજનાં યુવાનો પણ તેને સાથ આપવા આતુર બની બેઠા હતા.

સુલતાનનું લશ્કર છેક વડસર નજીક આવી જતાં જ જખરોજીના આદેશની સાથે જ બન્ને સેના વચ્ચે ભીષણ યુદ્ધ ખેલાયું . આ યુદ્ધ સતત ત્રણ દિવસ ચાલ્યું , જેમાં વડસરના જામ હણાયા. આ પછી જખરોજી અબડો અડભંગ ખુદ યુદ્ધનાં મેદાનમાં આવ્યા અને તેમના સેનાપતિ તરીકે આસો નિંજારે સુલતાન અલ્લાઉદ્દીન નાં લશ્કર સાથે ભારે બાથ ભીડી જખરોજીનું રક્ષણ કરવા મથ્યા , પણ સુલતાન અલ્લાઉદ્દીન નાં તલવારનો ઘા જખરોજી પર કર્યો તેને હઠાવવા વચ્ચે પડેલા આસો નિંજારનો પણ સુલતાનનાં લશ્કરે વધ કર્યો. જામ જખરોજી તથા આસો નિંજાર બન્ને સાથે આ યુદ્ધમાં વીરગતિને પામ્યા.

આમ , આસો નિંજાર ઓરસિયાએ પોતાના ધર્મગુરુ પ.પુજ્ય શ્રી મામૈઇ દેવની ભાવનાને ચરિતાર્થ કરવા પૂરી નિષ્ઠાથી જખરોજીનો સાથ આપી એક ઈતિહાસ રચ્યો...!!!

" Four Holy Pilgrimages Of Maheshwari (Meghwar) Community "Located At : Char Dham Yatra : Sindh Pakistan1. Shri Dhani Ma...
06/05/2022

" Four Holy Pilgrimages Of Maheshwari (Meghwar) Community "
Located At : Char Dham Yatra : Sindh Pakistan

1. Shri Dhani Matang Dev ( SEMBH KARAM )
Village : Seni Thar (Maati Dhankna) Sindh Pakistan

2. Shri Lulnag Dev ( JYOT KARAM )
Village : Seni (Tharai) Sindh Pakistan

3. Shri Matai Dev ( SATYAWARI KARAM )
Village : Bhadra (Haji Sawan) Sindh Pakistan

4. Shri Mamai Dev ( NAJ KARAM )
Village : Makli (Nagar Datha) Sindh Pakistan

"મહેશ્વરી મેઘવાળ સમાજના ચાર પવિત્ર યાત્રાધામો"
સ્થળ : ચારધામ યાત્રા , સિંધ પાકિસ્તાન

1. શ્રી ધણી માતંગ દેવનું સ્વધામ (સેંભ કરમ)
ગામ : શેણીથર (માટી ઢંકણા) સિંધ પાકિસ્તાન

2. શ્રી લુણંગ દેવનું સ્વધામ (જ્યોત કરમ)
ગામ : શેણી (ઠરઇ) સિંધ પાકિસ્તાન

3. શ્રી માતૈઇ દેવનું સ્વધામ (સત્યવારી કરમ)
ગામ : ભાદ્રા (હાજી સાવણ) સિંધ પાકિસ્તાન

4. શ્રી મામૈઇ દેવનું સ્વધામ (નજ કરમ)
ગામ : મકલી (નગર ડઠ્ઠા) સિંધ પાકિસ્તાન

"मेश्वरी मेघवार समाज के चार पवित्र तीर्थस्थलों"
स्थान : चारधाम यात्रा, सिंध पाकिस्तान

1. श्री धनी मातंग देव का स्वधाम (सेम्भ करम)
गांव : शेनिथर (माटी ढंकना) सिंध पाकिस्तान

2. श्री लुणंग देव का स्वधाम (ज्योत करम)
गांव : शेनी (ठरई) सिंध पाकिस्तान

3. श्री मातैई देव का स्वधाम (सत्यवारी करम)
गांव : भाद्रा (हाजी सावन) सिंध पाकिस्तान

4. श्री मामैई देव का स्वधाम (नज करम)
गांव : मकली (नगर डठा) सिंध पाकिस्तान




Located At : Shri Lulnag Dham, Luni Tal. Mundra ( Kutch ) Gujarat INDIA. Pin 370421.
04/05/2022

Located At : Shri Lulnag Dham, Luni Tal. Mundra ( Kutch ) Gujarat INDIA. Pin 370421.

Located At : Shri Lulnag Dham, Luni Tal. Mundra ( Kutch ) Gujarat INDIA. Pin 370421.
04/05/2022

Located At : Shri Lulnag Dham, Luni Tal. Mundra ( Kutch ) Gujarat INDIA. Pin 370421.

Address

Bhuj
370001

Alerts

Be the first to know and let us send you an email when Barmati Panth Official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Barmati Panth Official:

Share