01/02/2025
માનનીય પ્રમુખશ્રી,
અંકલેશ્વર નગરપાલિકા,
અંકલેશ્વર.
વિષય :- અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચૌટાનાકા પાસે સર્કલ બનાવવાનું આયોજન હોય ત્યાં તે સર્કલ ને માર્કડેશ્વર મહાદેવ નું નામ આપી ત્યાં ભગવાન શિવજી ત્રિશૂળ અને ડમરુ મુકવા બાબત.
મહોદયાશ્રી,
જયભારત સાથે અમો ચૌટાબજાર અને માર્કડેશ્વર મહાદેવ મઁદિર ચૌટાબઝાર ના ટ્રસ્ટીઓ ની નમ્ર વિનંતી સાથે જણાવવાનું કે અંકલેશ્વર શહેર મા ચૌટાબજાર સ્થિત પૌરાણિક માર્કડેશ્વર મહાદેવ મઁદિર આવેલ છે આ મઁદિર ની ગાથાઓ પૌરાણિક વેદોમાં પણ વર્ણન કરવામાં આવેલ છે અને આ મઁદિર અંકલેશ્વર શહેર નું સન્માનીય પવિત્ર સ્થળ છે, જ્યાં અંકલેશ્વર શહેર ની પ્રજા આ મઁદિર ની વર્ષો થી ભાવ ભક્તિ કરી રહેલ છે.
હાલમાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોંટાનાકા પાસે સર્કલ બનાવવાનું આયોજન થઈ રહ્યુ છે, ત્યારે અમારી માંગણી છે કે આ સર્કલ મા ભગવાન શિવજી નું ત્રિશૂળ અને ડમરુ સ્થાપિત કરીને આ સર્કલને માર્કડેશ્વર મહાદેવ સર્કલ નામ આપીને આમારી ધાર્મિક લાગણી ને માન આપવા વિનતી છે. અમો આશા રાખીયે છીએ કે આપ અમારી માંગણી અને લાગણી ને માન આપીને અમારી માંગ પૂર્ણ કરવા વિનતી છે.
આપના વિશ્વાશુ
નકલ સવિનય રવાના :-
1)માનનીય ઈશ્વરસિંહ ટી. પટેલ ધારાસભ્યશ્રી, અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તાર,
2) અંકલેશ્વર નગર પાલિકા પ્રમુખ શ્રી,
3) અંકલેશ્વર નગપાલિકા ચીફ ઓફિસર, તરફ જાણ સારુ તથા યોગ્ય થવા સારુ.