25/05/2026
વિશ્વ ઉમિયાધામ ખાતે મા ઉમિયાને કેસર કેરીનો પવિત્ર અન્નકૂટ 🙏✨
રવિવારની દિવ્ય સાંજે વિશ્વ ઉમિયાધામ ખાતે ભક્તિ અને શ્રદ્ધાનો અદભૂત સંગમ સર્જાયો. જગત જનની મા ઉમિયા અને ઉમાપતિ મહાદેવની સંધ્યા આરતીના મધુર નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મા ઉમિયાને કેસર કેરીઓનો ભવ્ય અન્નકૂટ (કેરીનો મનોરથ) ધરાવવામાં આવ્યો, જેના દર્શન કરી હજારો ભક્તોએ હૃદયમાં ધન્યતા અનુભવી.
આ પવિત્ર પ્રસંગે સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ શ્રી આર. પી. પટેલ સાહેબે ઉપસ્થિત સૌ ભાવિક ભક્તોને હૃદયપૂર્વક સંબોધન કર્યું હતું.
🚩 ભાવથી બોલો... જય ઉમિયા માતાજી!