22/04/2026
શ્રદ્ધાંજલિ
પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામી ના અક્ષરવાસના સમાચાર
અમે અત્યંત દુઃખ સાથે જણાવીએ છીએ કે પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામી (શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) અમદાવાદ) ૨૨ એપ્રિલ ૨૦૨૬ ના રોજ અક્ષરવાસી થયા છે.
તેઓ શ્રીજી મહારાજના પરમ લાડીલા, પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના કૃપાપાત્ર શિષ્ય અને અનન્ય સેવક હતા. તેમનું જીવન ભજન, ભક્તિ અને સેવામાં વીત્યું હતું. તેઓ બપોરે ૪:૩૫ કલાકે શ્રીજી મહારાજનું સ્મરણ કરતાં અક્ષરધામ સિધાવ્યા છે.
અંતિમ દર્શન અને વિધિ:
તારીખ: ૨૩-૦૪-૨૦૨૬, ગુરુવાર
અંતિમ દર્શન: સવારે ૬:૦૦ કલાકે
અગ્નિસંસ્કાર: સવારે ૭:૦૦ કલાકે
સ્થળ: SGVP કેમ્પસ, અમદાવાદ
ભાવભરી શ્રદ્ધાંજલિ!