14/10/2016
શ્રીજી મહારાજ કહે છે જે આપણા સત્સંગમાં બાઈ,ભાઈ પરમહંસ એ સર્વેને અમારી ઉપર હેત છે,તો મોટેરી બે ત્રણ બાઈઓ છે,તે બરોબર બીજી સર્વે બાઈઓ વર્તમાન પાળે છે.
કેમ જે,મનમાં એમ જાને છે જે'જો અમે ખબરદાર થઈને
વર્તમાન નહીં પાળીએ, તો મહારાજનું હેત અમારી ઉપર નહીં રહે
ને કુરાજી થશે.તથા પરમહંસમાં પણ એમ છે તથા બીજા જે
સત્સંગી તથા બ્રહ્મચારી તથા પાળા એ સર્વેમાં પણ એમ છે;તથા
દેશદેશના હરિભક્ત બાઈ ભાઈ છેટે રહયા છે,તે પણ વર્તમાનમાં
ખબડદાર વર્તે છે;ને એમ જાને છે જે'જો આપણ સારી પેઠે નહીં
વર્તીએ તો મહારાજ કુરાજી થાશે.માટે અમારે વિષે હેતે કરીને
બંધાણા થકા સર્વે ધર્મમાં દ્રઢપણે વર્તે છે.પણ વૈરાગ્ય તો કોઈકને
થોડો હશે,ને કોઈકને ઝાઝો હશે,તેની કોઈ મેળ છે નહીં.અને અમે
પંચાળામાં મોરે માંદા થયા હતા,ને તેમાંથી જો કાંઈક થયું હોત, તો જેમ હમણે સર્વેની વૃત્તિઓ છે,તેવી ન રહેત. ત્યારે તો જે તીવ્ર વૈરાગ્ય વાલાહોય,તે ધર્મમાં રહે;તથા જે સત્સંગનો યોગ
રાખે,ને ભગવાનને અંતર્યામી જાણીને પોત પોતાના નિયમ કહ્યા
છે,તે પ્રમાણે વર્તે તો ધર્મમાં રહે.અને એ વિના બીજાનું તો કાંઈ
ઠીક રહે નહીં.(ગ.અં.૨૯)