04/04/2026
રેવ. રાયજી રાઠોડ સાહેબ ને ૧૯૮૨ ના પેશન વીક માં નડિયાદ મેથોડીસ્ટ ચર્ચ માં સંદેશા માટે બોલાવેલ. એ સપ્તાહ ના બુધવારે એમણે જે સંદેશો આપેલો એમાં નો એક સાચો દાખલો મને અસર કરી ગયેલો. એ અત્રે લગભગ એજ શુદ્ધ સ્વરૂપે આલેખું છું.
પોશીના ના જંગલો માં એક સુવાર્તિક પ્રભુ ની સેવા માં હતા. જંગલ માં હિંસક પ્રાણી ઓની સતત અને ભારે બીક.કોઈ હથિયાર વગર બહાર નીકળી જ ના શકાય. આ સેવક પોતાની સાથે કાયમ ભાલો રાખે. એમની સેવા થકી એક આદિવાસી ભાઈ તારણ ના અનુભવ માં આવ્યા. સેવકે પછી એને બાપ્તિસ્મા નું મહત્વ સમજાવ્યું. એ તૈયાર થઈ ગયો. દિવસ અને સમય નક્કી થયો. નકકી કર્યો મુજબ આ સેવક અને આદિવાસી ભાઈ નજીક આવેલ નદી કિનારે ભેગા મળ્યા. પછી કહ્યું કે આપણે થોડા ઊંડા પાણી માં જઈ ને આ વિધિ કરીશું. તું તૈયાર છે? ભાઈ એ ખુશી થી હા કહી. સેવક ભાલો લઈ નેજ આવેલા. ભાલો લઈ ધીરે ધીરે પાણી માં ઉતર્યા. આગળ સેવક અને પાછળ આ ભાઈ.
કમર જેટલા પાણી સુધી પહોંચી સેવકે કહ્યું આ જગ્યા બરાબર છે. પછી ભાઈ ના માથે હાથ મુકી પ્રાર્થના કરી. પછી પોતાની પાસે નો ભાલો પાણી માં જોર થી ઘોંચી દીધો. જેથી ભાલો પડી ના જાય. પછી સેવકે છુટ્ટા થયેલા બંને હાથ વડે એને પાણી માં ડુબાડી બાપ, પુત્ર અને પવિત્ર આત્મા ના નામે બાપ્તિસ્મા આપ્યું. પછી એના માથે હાથ મુકી આશીર્વાદ માટે પ્રાર્થના કરી. પછી સેવકે આંખો ખોલી. જોયું તો એમની આસપાસ નું પાણી લાલ લાગ્યું. થોડી વાર થોભી સેવકે ભાઈ ને ડર સાથે પુછ્યું કે ભાલો તને તો વાગ્યો નથી ને? ભાઈ એ જવાબ આપ્યો કે સાહેબ ભાલો તો મારા પગ ની આરપાર નીકળી ગયો છે. સેવકે ગભરાટ માં કહ્યું પણ તારે તરત કહેવાય નહિ કે ભાલો મારા પગમાં વાગ્યો છે.! એ ભાઈએ જવાબ આપ્યો કે સાહેબ મને એમ કે આ બાપ્તિસ્મા વિધિ નો એક ભાગ છે. મારા ઈસુ ને કૂખ માં ભાલો મારેલો તો આ એના પ્રતિક માં મને પગ માં મારવાનો હશે. તો મારા થી કેમ બોલાય??
🎄આપણે ખ્રિસ્તી પણું ભાજીમૂળા છે🎄
આ વાક્ય પણ રાઠોડ સાહેબ બોલેલા. 🌹