Brahmavidya Ni College

Brahmavidya Ni College The BAPS Swaminarayan Sanstha strives to better society through individual development and envision a society whose joy lies in the joy of others.

:: Brahmavidya Ni College ::

The BAPS Swaminarayan Sanstha strives to better society through individual development by instilling values, promoting spirituality, cultivating skills, and nurturing growth. We aim to preserve Indian culture and the Hindu ideals of faith, unity, and selfless service in diverse communities around the world. We envision a society whose joy lies in the joy of others. Ba

sed on the teachings of Bhagwan Swaminarayan and under the leadership of Pramukh Swami Maharaj, the BAPS Swaminarayan Sanstha promotes harmony amongst individuals, families, and diverse communities. Understanding that the synergy created from development at the individual level leads to greater societal growth, the BAPS Swaminarayan Sanstha provides for the spiritual, cultural, physical, and emotional needs of people from all walks of life. With over 880 sadhus and 55,000 volunteers, the organization helps 3,850 communities around the world through its various humanitarian services and grassroots initiatives. Through these efforts, the BAPS Swaminarayan Sanstha sustains the universal value of Hindu culture—encouraging devotion to God by imbibing such faith in all aspects of life.

BAPS New Aarti Ashtak with Lyrics – Evening New Aarti, Dhun, Prarthna, Ashtak with Full Lyrics  ,  ,  ,  ,  ,  ,  ,     ...
11/04/2020

BAPS New Aarti Ashtak with Lyrics – Evening New Aarti, Dhun, Prarthna, Ashtak with Full Lyrics

, , , , , , ,


For Daily rituals and Agna Given by HH Mahant Swami Maharaj, here we presenting Aarti with lyrics to sing together.
Video created by www.youtube.com/c/WorldBestReality

https://youtu.be/SNkripp0aDI

, , , , , , BAPS #...

Vachanamrut Gadhada Pratham 1 ॥ ભગવાન સ્વામિનારાયણનાં વચનામૃત - ગઢડા પ્રથમ ૧ અખંડ વૃત્તિનું ॥ by HDH PramukhSwami Mahara...
31/03/2020

Vachanamrut Gadhada Pratham 1 ॥ ભગવાન સ્વામિનારાયણનાં વચનામૃત - ગઢડા પ્રથમ ૧ અખંડ વૃત્તિનું ॥ by HDH PramukhSwami Maharaj

Vachanamrut Audio – Video Book BAPS




Vachanamrut Gadhada Pratham 1 ॥ ભગવાન સ્વામિનારાયણનાં વચનામૃત ગઢડા પ્રથમ ૧ અખંડ વૃત્તિનું ॥ by HDH PramukhSwami Maharaj | Vachanamrut Audio – Video Book BAPS...

Vachanamrut Gadhada Pratham 3ગઢડા પ્રથમ ૩લીલાચરિત્ર સંભારી રાખવાનું by HH MahantSwami Maharaj Vachanamrut Audio – Video ...
30/03/2020

Vachanamrut Gadhada Pratham 3
ગઢડા પ્રથમ ૩લીલાચરિત્ર સંભારી રાખવાનું
by HH MahantSwami Maharaj
Vachanamrut Audio – Video Book BAPS




Vachanamrut Gadhada Pratham 3 ॥ ગઢડા પ્રથમ ૩ લીલાચરિત્ર સંભારી રાખવાનું ॥ by HH MahantSwami Maharaj | Vachanamrut Audio – Video Book BAPS Listen Vachanamrut ...

પ્રસાર માધ્યમો દ્વારા ઘરે બેઠાં રવિ સત્સંગ સભાનો લાભપ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આજ્ઞાથી બી.એ.પી....
28/03/2020

પ્રસાર માધ્યમો દ્વારા ઘરે બેઠાં રવિ સત્સંગ સભાનો લાભ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આજ્ઞાથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દર સપ્તાહે યોજાતી રવિ સત્સંગ સભા તથા અઠવાડિક સત્સંગ સભાનો લાભ ભારત અને વિશ્વના જુદા જુદા દેશોમાં પ્રસાર માધ્યમો દ્વારા ઘરે બેઠાં નીચે મુજબ મળશે. અહીં દર્શાવેલ સમય જે તે દેશોનો

ભારત:
સંયુક્ત સત્સંગ સભા: (ગુજરાતીમાં)
સમય: રવિવાર, સાંજે ૫.૩૦ થી ૭.૦૦

પ્રસારણ માધ્યમ:
જીટીપીઍલ કથા ચેનલ, ચેનલ નંબર ૫૫૫
GTPL KATHA, Channel Number 555

https://sabha.baps.org (બી.એ.પી.એસ. વેબસાઈટ દ્વારા વેબ કાસ્ટિંગ)

Sahajanand Namavali BAPS created by Acharya Sadhu BhadreshdasInspired by:  H.H. Mahant Swami MaharajWith devine blessing...
27/03/2020

Sahajanand Namavali BAPS created by Acharya Sadhu Bhadreshdas
Inspired by: H.H. Mahant Swami Maharaj
With devine blessings of HDH Pramukh Swami Maharaj



Sahajanand Namavali BAPS Created by Acharya Sadhu Bhadreshdas Swami With divine blessing of Mahant Swami Maharaj Inspire: H.D.H. Mahant Swami Maharaj ...

Jay Swaminarayan All,Thank you for connected with  , we hereby putting Harikrishna Maharaj & Mahant Swami Maharaj Shayan...
13/03/2020

Jay Swaminarayan All,

Thank you for connected with , we hereby putting Harikrishna Maharaj & Mahant Swami Maharaj Shayan Mansi video which is useful to follow daily ahnik.

https://www.youtube.com/watch?v=sX4Up4aSmuw

You can subscribe our YouTube channel: WorldBest

Jay Swaminarayan All, Bochasanwasi Akshar Purushottam Sanstha (BAPS) Bocāsanvāsī Akshar Purushottam Sansthā, is a Hindu denomination within the Swaminarayan ...

30/10/2016
::અક્ષરધામનું સુખ::ગોંડલમાં બપોરે કથા કરતાં વાત નીકળી કે પ્રમુખસ્વામી બધે વિચરણ કરતા હશે. 'યોગીબાપા, આપ અહીં બિરાજો છો એ...
25/09/2016

::અક્ષરધામનું સુખ::

ગોંડલમાં બપોરે કથા કરતાં વાત નીકળી કે પ્રમુખસ્વામી બધે વિચરણ કરતા હશે. 'યોગીબાપા, આપ અહીં બિરાજો છો એટલે ગઢપુરની (સમૈયાની) જવાબદારી બધી એમને માથે.' કોઈએ કહ્યું. તે સાંભળી યોગીજી મહારાજ તુરત બોલ્યા : 'આપણે અહીં ધૂન કરવા માંડીએ. તે વાયરલેશ (શક્તિ) છૂટશે, એટલે ત્યાં કામ થવા માંડશે.' આ રીતે પોતે ત્યાં પ્રમુખસ્વામી પાસે પ્રગટ જ છે એમ સ્વામીશ્રીએ મરમમાં જણાવ્યું.

આજે સવારે પૂજા કરતી વખતે પૂજામાં બધી મૂર્તિઓ આગળ સુંદર રીતે પુષ્પો ગોઠવ્યાં. ફૂલદાનીમાં એક નાનકડો મોગરાનો હાર વધારાનો પડ્યો હતો. સૌને થયું કે સ્વામીશ્રી આ હારનું શું કરશે ? ધીરેથી સ્વામીશ્રીએ એ હાર લીધો ને પૂજામાં જ્યાં શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ મૂકી હતી તેની આજુબાજુ ફરતો સરસ રીતે તે હાર ગોઠવી દીધો - પહેરાવ્યો અને ગુરુભક્તિનું સૌને દર્શન કરાવ્યું.
પ્રાતઃકાલે પોતાની નિત્ય પૂજા કરતા સ્વામીશ્રી કલાત્મક રીતે મૂર્તિની આસપાસ પુષ્પો ગોઠવતાં. મુંબઈમાં હરિભાઈ સોની રોજ તાજાં-સારાં સુગંધીમાન પુષ્પો વહેલી સવારે લઈ આવે તે સ્વામીશ્રી દરેક મૂર્તિની નીચે વચમાં ગુલાબનું પુષ્પ મૂકે ને ફરતાં મોગરાનાં પુષ્પો ગોઠવે. કારણ પોતાના ઈષ્ટદેવ શ્રીજી મહારાજને મોગરો ને ગુલાબ જ વહાલાં હતાં !

પૂજામાં સૌ પ્રથમ સ્વામીશ્રી પોતાની સાથે - હૈયે ને હાથે અખંડ રાખતા હરિકૃષ્ણ મહારાજની ધાતુની મૂર્તિની પૂજા ચંદન-પુષ્પથી કરે. પછી એ પ્રસાદી ચંદનથી પોતે તિલક ને ચાંદલો કરે. પછી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સામે થોડો સમય માળા ફેરવે. પછી પોતાની પૂજાની મૂર્તિઓ (ચિત્ર-પ્રતિમાઓ) વસ્ત્ર ઉપર પધરાવે. પુષ્પ ધરાવે-ગોઠવે. પછી તદ્રૂપ થઈને બે હાથે પ્રસાદ ધરે ને માળા ફેરવે.
(પ્રસાદમાં લગભગ બદામની પુરી તો હોય જ, તેમજ હરિભક્તોએ લાવેલી શુદ્ધ મિઠાઈઓ પણ ખરી. પણ અમારા વર્ષોના અનુભવમાં અમે એ જોયું છે કે સ્વામીશ્રીએ ધરાવેલા પ્રસાદની એક કણીસુદ્ધાં પોતાના મોઢામાં મૂકી નથી. બાળકો, યુવકો તથા હરિભક્તોને જ પ્રસાદ વહેંચાવી દે. ક્યારેક કોઈ ઉપવાસી યુવકને હેત કરતાં પારણાં નિમિત્તે જાતે બદામ પૂરી કે એવો કોઈ પ્રસાદ આપી રાજીપો બતાવે.)

પછી ઊભા થઈને બે હાથ ઊંચા રાખીને માળા ફેરવે. (પહેલાં એક પગે પણ ઊભા રહેતા.) પછી પ્રદક્ષિણા કરી, દંડવત્‌ કરે. પ્રસાદ ધરાવે-વહેંચે. પુષ્પ વહેંચે. છેલ્લે છેલ્લે તો આ પુષ્પ વહેંચવાનો કાર્યક્રમ એટલો તો રસપ્રદ બન્યો હતો કે પૂજામાં દર્શનાર્થે પધારતા સેંકડો હરિભક્તોના સમૂહમાં, સ્વામીશ્રી એક એક પુષ્પ ઉછાળી ઉછાળીને દૂર ઊભેલા હરિભક્તોને આપતા. સૌને સ્મૃતિ આપવા ભક્તો સાથેની સ્વામીશ્રીની આ લીલા, નાના-મોટા સૌને બ્રહ્માનંદમાં તરબોળ કરી દેતી હતી. ત્યાર પછી સેવક પૂજા બાંધે ને સ્વામીશ્રી ચશ્મા પહેરી શિક્ષાપત્રી વાંચે.

પૂજા દરમિયાન સંતો કીર્તનની રમઝટ બોલાવે. ખરેખર ! સ્વામીશ્રીની પૂજાનાં આ દર્શનમાં સૌ અક્ષરધામનું સુખ અનુભવતા હતા.

એક વખત યોગીજી મહારાજે સંતો-હરિભક્તો સમક્ષ પ્રશ્ન કર્યો કે, 'સ્વામીએ વાતુમાં કહ્યું છે કે 'કોટિ તપ કરીને, કોટિ જપ કરીને, ...
21/08/2016

એક વખત યોગીજી મહારાજે સંતો-હરિભક્તો સમક્ષ પ્રશ્ન કર્યો કે, 'સ્વામીએ વાતુમાં કહ્યું છે કે 'કોટિ તપ કરીને, કોટિ જપ કરીને, કોટિ વ્રત કરીને, કોટિ દાન કરીને જે ભગવાન તથા સાધુને પામવા હતા તે આજ આપણને મળી રહ્યા છે.'

આમાં પ્રશ્ન એ થાય છે કે કોટિ તપ કરે, કોટિ વ્રત કરે, કોટિ દાન કરે તેનો મહિમા, પણ આ પ્રાપ્તિ થઈ તેનો મહિમા નહિ. તપ કરે, સૂકું-લૂખું ખાય, પાણીમાં બેઠા રહે, વ્રત-ઉપવાસ કરે, ઈ બધાં સાધનો કરે એની કીર્તિ બહુ થાય. ગંગામાં-ત્રિવેણીમાં સ્નાન કરી હજારો લોકો દાનપુણ્ય કરે તેનો મહિમા. પણ આપણે જેને પામવા હતા તે વગર સાધને મળ્યા. કુશળકુંવરબાએ ઘણાં દાન-પુણ્ય કર્યાં, હતાં પણ બ્રાહ્મણને શું કીધું ? - 'રુકિમણીનું કાંડું ભગવાને પકડ્યું તેમ ભગવાન આપણું કાંડું પકડશે ત્યારે કલ્યાણ થશે !'

ત્યાં ઉપસ્થિત હકાભાઈ કહે, 'અમારું કાંડું આપે પકડ્યું કે નહિ ?'

'ઈ તો પકડ્યું જ છે ને,' યોગીબાપાએ દૃઢતાથી હસતાં હસતાં કહ્યું, 'કોઈને કદાચ શ્રીજીમહારાજનો સંબંધ ન થયો હોય, પણ શાસ્ત્રીજી મહારાજ મળ્યા તે ભેળા શ્રીજીમહારાજ મળી ગયા. ભગવાનના સંતનો સંબંધ થયો તે શ્રીજીમહારાજનો સંબંધ થઈ ગયો.' મુમુક્ષુના કલ્યાણની રહસ્યની વાત યોગીજી મહારાજે સહજમાં જણાવી.

પ્રમુખ સ્વામી આવજો રે..પુનઃ પધારજો રે... વસમી ગુરુ ની વિદાય ......પ્રમુખ સ્વામી આવજો રે..પુનઃ પધારજો રે... વસમી ગુરુ ની ...
19/08/2016

પ્રમુખ સ્વામી આવજો રે..પુનઃ પધારજો રે... વસમી ગુરુ ની વિદાય ......

પ્રમુખ સ્વામી આવજો રે..પુનઃ પધારજો રે... વસમી ગુરુ ની વિદાય .......

વિદાય વેણા વસમી આવી.. વિરહનું દુઃખ હૈયે લાવી.. વહેલે આવજો રે...વસમી ગુરુ ની વિદાય.. વસમી ગુરુ ની વિદાય.....

પ્રમુખ સ્વામી આવજો રે..પુનઃ પધારજો રે... વસમી ગુરુ ની વિદાય .......

કૃપા કરીને અમ આગણ આવ્યા .. દુઃખડા તાણી સુખડા આવ્યા.. પ્રેમ વર્ષાવજો રે.. ભક્તિ સ્વીકારીજો રે.. વસમી ગુરુ ની વિદાય.....

પ્રમુખ સ્વામી આવજો રે..પુનઃ પધારજો રે... વસમી ગુરુ ની વિદાય .......

ભૂલો અમારી માફ કરજો .. અવગુણ દોષો પ્રેમે ટાળજો.. જીવન સુધારજો રે.. અખંડ બીરાજજો રે.. વસમી ગુરુ ની વિદાય...

પ્રમુખ સ્વામી આવજો રે..પુનઃ પધારજો રે... વસમી ગુરુ ની વિદાય .......

પ્રેમ વર્ષાવજો રે.. ભક્તિ સ્વીકારજો રે.. વસમી ગુરુ ની વિદાય......

જીવન સુધારજો રે.. અખંડ બીરાજજો રે.. વસમી ગુરુ ની વિદાય ..

પ્રમુખ સ્વામી આવજો રે..પુનઃ પધારજો રે... વસમી ગુરુ ની વિદાય .......

વસમી ગુરુ ની વિદાય .. વસમી ગુરુ ની વિદાય.. વસમી ગુરુ ની વિદાય.. વસમી ગુરુ ની વિદાય... વસમી ગુરુ ની વિદાય...

જ્યાં અંતર ઉઘડે છેએક દિવસ પાંચ સત્સંગી કિશોરો સ્વામીશ્રીને મળવા આવ્યા. તેમણે સ્વામીશ્રી પાસે અંતર ખોલતાં કહ્યું: 'અમને મ...
17/07/2016

જ્યાં અંતર ઉઘડે છે

એક દિવસ પાંચ સત્સંગી કિશોરો સ્વામીશ્રીને મળવા આવ્યા. તેમણે સ્વામીશ્રી પાસે અંતર ખોલતાં કહ્યું: 'અમને માફ કરો, સ્વામી! અમે આજ્ઞા લોપી છે.'
'શું આજ્ઞા લોપી છે ?' સ્વામીશ્રીએ પૂછ્યું.
'બાપા ! અમારો ઉતારો જે મોટેલમાં છે, તે મોટેલમાં ગઈકાલે રાત્રે અમે પીઝા ઓર્ડર કર્યા હતા. બહારનું ન ખવાય છતાં ખાધું.'
સ્વામીશ્રી તેઓને આશ્વાસન આપતાં કહે : 'તમને પશ્ચાત્તાપ થયો છે તે સારું છે. દુઃખ થયું છે તે સારું છે... પણ આપણે શિબિરમાં આવ્યા છીએ. માટે હવે એવું ન થવા દેવું. ભૂલ થઈ ગઈ તો હવે માફ છે.'
ફૂટતી યુવાનીએ પોતાના દોષનું દર્શન થવું, પશ્ચાત્તાપ થવો અને જાહેરમાં નિષ્કપટ થવું... આ બધું અહીંની ભોગભૂમિ માટે તદ્દન વિરુદ્ધ ગતિ કહેવાય ! પરંતુ સ્વામીશ્રીના હેતના કામણ એવાં છે કે કિશોરો પોતાના અંતર એમની પાસે ખોલી શકે છે અને નિર્દોષ થઈ દિવ્યતાની ભૂમિકા પર મહાલતા થઈ જાય છે.

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Brahmavidya Ni College posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share