08/01/2020
#મોડાસામાં ગેંગરેપ અને હત્યાના બનાવમાં દીકરી દલિત છે માટે ચૂપ છે ગુજરાત ?
નાત - જાત નેવે મૂકી ગુજરાતની મહિલા અસ્મિતાની લડાઈ ક્યારે ?
સાથીઓ મોડાસામાં દલિત દીકરીનું અપહરણ, ગેંગ રેપ અને કરપીણ હત્યાનો બનાવ ખૂબ દર્દનાક છે, પણ દીકરી દલિત હોઈ ગુજરાતની બહેરી મૂંગી સરકારનજ પોલીસ તંત્ર કે જેણે FIR લેવામાં બે દિવસનો સમય લીધો તેની પાસે વધારે શુ અપેક્ષા રાખીએ પણ ગુજરાતનો કહેવાતો સભ્ય સમાજ, કહેવાતા નારી વાદી આંદોલન ચલાવતા લોકોએ પણ આ મુદ્દાને ઓછો આંકવો જોઈએ નહીં.
આપડે નિર્ભયા અને ઉનાવ કાંડ, હૈદરાબાદ ના બનાવ સમયે જે સંવેદના રાખીએ છીએ તેટલી જ સંવેદના મોડાસાની દલિત દીકરી માટે શું ન રાખી શકીએ,
તો સહુ સાથીઓ, નારીવાદીઓ, કર્મશીલો, માનવ અધિકારની લડત લડતા સંગઠનો, યુવા સંગઠનો, વિધાર્થી સંગઠનો અને રાજકીય અને બિન રાજકીય નેતાઓ, વિરોધ પક્ષ અને છેલ્લે ગુજરાતની છ કરોડ લોકોને ખાસ અપીલ કે આ બનાવના તમામ આરોપીઓને ફાંસી આપવાની માંગણી કરો, અને પોલિસ અધિકારીને સસ્પેન્ડ કરો, આ બનાવમાં સ્પે. મહિલા સરકારી વકીલની નિમણૂક થાય, સ્પે. કોર્ટમાં કેસનો છ મહિનામાં નિકાલ કરી આરોપીઓને ફાંસીની સજા આપો, મુખ્યમંત્રી રાહતફંડમાંથી પીડિત પરિવારને રાજ્ય સરકાર ૨૫ લાખનું વળતર આપે, *રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આ બનાવ અંગે જાહેર નિવેદન આપે ને પીડિત પરિવાર ની મુલાકાત લે તેવી માંગણીનું આવેદનપત્ર આપો,*
કેન્ડલ માર્ચ યોજો, રેલી, પ્લે કાર્ડથી વિરોધ કરો