Om Shri Siddhisurishwarji Sadgurubhyo Namah:

Om Shri Siddhisurishwarji Sadgurubhyo Namah: Jas Name Siddhi, Kame Siddhi, Siddhi ke Bhandar Hai, Jas Darshan e Siddhi hue, Siddhi Surishwar Naam

વિદ્યાશાળા, અષ્ટાપદ જૈન દેરાસર, દોશીવાડા ની પોળ, ટંકશાળ રોડ, અમદાવાદ. તથા બાપજી મહારાજ ની સમાધિ જમાલપુરથી દાણી લીમડા જવાનાં રસ્તા પર એસ ટી ડેપોના સર્વિસ સેન્ટર ની સામે પેટ્રોલ પંપની બાજુમાં આવેલી છે.

આજે ભાદરવા વદ ૧૪. પૂજ્ય ગુરુદેવ શ્રી સિધ્ધિ સુરીશ્વરજી દાદાનો સ્વર્ગવાસ દિવસ. ૐ શ્રી સિધ્ધિ સુરીશ્વરજી સદ્દગુરુભ્યો નમઃ
20/09/2025

આજે ભાદરવા વદ ૧૪. પૂજ્ય ગુરુદેવ શ્રી સિધ્ધિ સુરીશ્વરજી દાદાનો સ્વર્ગવાસ દિવસ.

ૐ શ્રી સિધ્ધિ સુરીશ્વરજી સદ્દગુરુભ્યો નમઃ

27/05/2025

સમ્યક્ તપ કોને કહેવાય?

જ્યાં આગળ છુટકારો નથી અને કેવળ કરવાની વાત છે, એટલે નિવૃત્તિનું ઉદ્દેશ નથી પણ કેવળ પ્રવૃત્તિનું જ લક્ષ્ય છે તો નિવૃત્તિ વિનાની પ્રવૃત્તિ એ ધર્મ પુરુષાર્થ હોઈ શકે નહીં.

દરેક ધર્મ છૂટકારા માટે છે, છૂટવા માટે છે, રાગથી જે બંધાયેલા છીએ તે બંધનને તોડવા માટે છે.

બંધનને તોડવાનું કાર્ય ન થાય તો વ્યક્તિ જે કરી રહ્યો છે તે તો કેવળ યોગના વ્યાપાર જ છે. કેવળ યોગના વ્યાપરથી ધર્મ નથી થતો. જ્યારે યોગના વ્યાપરથી ઉપયોગનું ઘડતર થાય ત્યારે જ ધર્મ થાય છે.

તો હવે તપ કરવો છે, તો શું તપ એ કેવળ આહાર અને શરીરના સંયોગનાં ત્યાગરૂપ છે? તપને આપણે કયા સ્વરૂપે માનીયે છીએ? આહાર અને શરીર, આ બંનેના સંયોગના ત્યાગને તપ કહેવાય? કે આહાર અને આત્મા, આ બંનેનાં સંબંધનાં સેતુનો વિચ્છેદ, એને તપ કહેવાય?

એટલે કે શરીરને ખોરાક ન મળે તેને તપ કહેવાય? કે પછી એ ખોરાક તરફ આત્મા વિચારો ન કરે તેને તપ કહેવાય? જો શરીરથી એ ખોરાક સાથેનો સંબંધ ઉભો રાખો અને આત્મા, શરીરના માધ્યમે એ સંબંધ ઉભો રાખીને એના વિચારો કર્યા કરે છે. એટલે જ્યાં સુધી વ્યવહારથી શરીર દ્વારા ખોરાક સાથેના સંબંધનો ત્યાગ ના કરે, આયંબિલ ન કરે, ઉપવાસ ન કરે ત્યાં સુધી એ વિષયનો સંપર્ક હોવાના કારણે અંદરથી એના વિકલ્પો થયા જ કરવાનાં.

ખોરાક, સ્ત્રી, ભોગ-ઉપભોગની દરેક અનુકૂળતાઓનો સંયોગ જ્યાં સુધી શરીર સાથે છે ત્યાં સુધી એ અનુકૂળતાઓનાં વિકલ્પો થયા જ કરવાનાં.

તો વ્યવહારના સ્તરે તપ, એ નિમિત્તના ત્યાગનો માર્ગ છે. પણ વિચારનાં સ્તરે તપ, એ વિતરાગતાનો માર્ગ છે.

આપણે વસ્તુ છોડીએ છીએ પણ વસ્તુ ખરાબ છે એવી માન્યતા નથી છોડતા.

આપણી દ્રષ્ટિ ક્યાં બંધાયેલી છે? ઍટલે વ્યક્તિ વ્યવહારથી એ વસ્તુઓથી છૂટો પડે પણ રાગસંજ્ઞા, મોહસંજ્ઞાઓથી છૂટો ન પડે. ઇન્દ્રિયોના અનુકૂળ વિષયો પ્રાપ્ત થાય અને એમાં જે સુખ મળે છે એવી માન્યતાઓથી છૂટો ન પડે તો વ્યવહારથી કરેલો ત્યાગ એના માટે લાભ દાયક થતો નથી.

આજે પૂ સિદ્ધિ સૂરીશ્વરજી ગુરુદેવની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા ગોરેગાંવ, મુંબઈ ખાતે પૂ ગુરુદેવ શ્રી ભક્તિયોગાચાર્ય યશોવિજય...
21/11/2024

આજે પૂ સિદ્ધિ સૂરીશ્વરજી ગુરુદેવની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા ગોરેગાંવ, મુંબઈ ખાતે પૂ ગુરુદેવ શ્રી ભક્તિયોગાચાર્ય યશોવિજયજી દ્વારા સંપન્ન થઈ. તેના એડ્રેસ ની લીંક આ પ્રમાણે છે. https://maps.app.goo.gl/foxgxJW8DUKgxQwY6

01/10/2024
ૐ શ્રી સિધ્ધિસૂરીશ્વરજી સદ્દગુરુભ્યો નમઃ
01/10/2024

ૐ શ્રી સિધ્ધિસૂરીશ્વરજી સદ્દગુરુભ્યો નમઃ

👑 *પૂ.આ.વિજય સિદ્ધિ સૂરીશ્વરજી મ.સા.*🙏       *આજે પૂજ્ય શ્રી ની સ્વર્ગારોહણ તિથિ, વિ. સં.૨૦૧૫)*    *ભાદરવા વદ ૧૪, અમદાવા...
13/10/2023

👑 *પૂ.આ.વિજય સિદ્ધિ સૂરીશ્વરજી મ.સા.*🙏
*આજે પૂજ્ય શ્રી ની સ્વર્ગારોહણ તિથિ, વિ. સં.૨૦૧૫)*
*ભાદરવા વદ ૧૪, અમદાવાદ ,ગુજરાત*

આજે શ્રાવણ સુદ પૂનમ, પૂ બાપજી મહારાજનાં ૧૬૮માં જન્મ દિવસે કોટી કોટી વંદન... 🙏🙏🙏જય જય સિદ્ધિ! જય જય બાપજી!
31/08/2023

આજે શ્રાવણ સુદ પૂનમ, પૂ બાપજી મહારાજનાં ૧૬૮માં જન્મ દિવસે કોટી કોટી વંદન... 🙏🙏🙏

જય જય સિદ્ધિ! જય જય બાપજી!

ૐ શ્રી સિદ્ધિસૂરીશ્વરજી સદ્દગુરુભ્યો નમઃ
23/06/2023

ૐ શ્રી સિદ્ધિસૂરીશ્વરજી સદ્દગુરુભ્યો નમઃ

22/04/2023

'જે લેવાથી મનનો સંગ્રહ વધે તેને "માહિતી" કહેવાય અને જે લેવાથી મનનો સંગ્રહ ઘટે તેને "વિદ્યા" કહેવાય.' મનનો એ સંગ્રહ, કે જે પરાપૂર્વથી સાચવી રાખેલો છે. જુદા જુદા સંયોગ, પરિસ્થિતિ, ઘટના અને સંબંધોમાં નવું નવું ભેગુ કરીને જે એકદમ સમૃદ્ધ બનાવી રાખેલું છે. જેમાં અનેક લોકોની અનેક પ્રકારની ઝીણામાં ઝીણી એવી માહિતી છે કે જેનાં બલબુદ્દે પોતાના મોહના સામ્રાજ્યને એટલો બધો રસ પાવી શકે છે, મોહના નિબિડ વૃક્ષને એટલું બધું સિંચન આપી શકે એમ છે, એટલું બધું એને નવપલ્લવિત કરી શકે એમ છે કે જે માહિતીઓના આધારે એ વ્યક્તિ ઉહાપોહ કરી શકે, સમીક્ષા કરી શકે, સમાલોચના કરી શકે. એ કેવા છે? એમના આવા વ્યવહારોથી હું કેવો છું? મારી આસ્થા એમના પર શું હતી? એમની મારા પરની આસ્થા શું હતી? મારા પ્રતિભાવ એમના પ્રત્યે કેવા છે? એમના પ્રતિભાવ મારા પ્રત્યે કેવા છે? હું એમના પ્રત્યે કેવું કરું છું? અને એ મારા પ્રત્યે કેવું કરે છે? અને આ બધી ગણતરીઓમાં, સમીકરણોમાં, નોંધમાં જીવ અટવાઈ જાય છે. એને શાસ્ત્રકારો વ્યવહારથી માહિતીઓ કહે છે. પરમાર્થથી આ તો મારકજ્ઞાન છે. એ તો જેમ જેમ તમે જાણો છે તેમ તેમ તમે દુઃખી થાઓ છો. જેટલું વધુ જાણો છો તેટલુ વધુ દુઃખી થાઓ છો. જેટલું અલ્ટિમેટ જાણી જાઓ છો તેટલી સુખની આશા જ સમાપ્ત થઈ જાય છે. આવા પ્રકારના મારક જ્ઞાન કે જે અંદરથી તમને દુઃખી જ કરે છે, એવા પ્રકારની જે માહિતી છે એને ક્યારેય વિદ્યા ન કહી શકાય. વિદ્યા તો એ છે જે અંદરથી આપણા સંગ્રહ ને ઘટાડે, ઓછો કરે, ખાલી કરે.

Address

Vijay Siddhisurisvarji Maharaj Jain Samadhi Sthal, Narol Road, Calico Mills, Behrampura
Ahmedabad
380022

Opening Hours

Monday 7am - 8pm
Tuesday 7am - 8pm
Wednesday 7am - 8pm
Thursday 6am - 10pm
Friday 7am - 8pm
Saturday 7am - 8pm
Sunday 7am - 8pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Om Shri Siddhisurishwarji Sadgurubhyo Namah: posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category