BAPS Swaminarayan Mandir, Satellite

BAPS Swaminarayan Mandir, Satellite BAPS Swaminarayan Mandir in Satellite, Ahmedabad, Gujarat - 380015.
(207)

28/09/2016

યોગીચરિતમ્ - ૬૫

ગોંડલ, તા. ૮-૩-'૬૧
સ્વામીશ્રીના સખા સમાન નારણભાઈ શેઠ આવ્યા અને સમાચાર આપ્યા કે એક હરિભક્ત આવવાના હતા, પણ તેમની મોટરની બૅટરી બેસી ગઈ છે એટલે કદાચ નહિ આવી શકે.
આથી હસતાં હસતાં સ્વામીશ્રી કહે : 'આપણી પણ બૅટરી બેસી ગઈ છે તે સાજી થાય ત્યારે ઉઠાશે.' આવા રમૂજી વાર્તાલાપથી ઘણીવાર સ્વામીશ્રી દુઃખદ વાતાવરણને હળવું કરતા.
રાત્રે સૌ સ્વામીશ્રીના પગ દાબતા હતા. કોઈ બોલ્યું : 'હમણાં કોઈને મજા નથી આવતી. આપ માંદા પડ્યા એટલે બધાનો ઉત્સાહ ઊડી ગયો છે.'
'ઇંજિન બંધ પડી ગયું એટલે ડબ્બા છૂટા થઈ ગયા...' સ્વામીશ્રી બોલ્યા. બોલતાં બોલતાં એમના અશક્તિથી મ્લાન બનેલા મુખ ઉપર હાસ્યની આછી રેખાઓ ઊપસી આવી હતી.
કારણ, સ્વામીશ્રી એટલે ઉત્સાહ ! ઉત્સાહનું મૂર્તિમાન સ્વરૂપ-પ્રતીક જોવું હોય તો સ્વામીશ્રીમાં નિહાળવા મળે. એ પણ એમનાં જીવનનું એક અલૌકિક પાસું હતું. ક્ષણે ક્ષણે એમના રોમેરોમમાંથી ઉત્સાહનાં સ્ફુલિંગો વેરાતાં હોય. એમના ચાલવામાં, બોલવામાં, બેસવામાં, ઊઠવામાં દરેક ક્રિયામાં ઉત્સાહ ! ઉત્સાહ !! ભાગ્યે જ એમનું કોઈ એવું પ્રવચન હશે કે જેમાં એમના મુખેથી આ પંક્તિઓ નહિ નીકળી હોય :-
'બળભરી વાતો મુખે કરવી મોળી વાત કે'દિ ન ઉચ્ચરવી;
મુખોમુખ થઈ ઓળખાણ, કોઈ વાતની ન રહી તાણ.'
'મરતી મરતી કાન ન હલાવવી...'
'કટ કટ ક્રિયા કરવી...'
'બળમાં રહેવું...'
'ડંકો વગાડવો છે...'
- આવાં ભારોભાર ઉત્સાહપ્રેરક વચનો એમનાં મુખેથી સૌએ સાંભળ્યા છે. મૂઆને પણ જીવતા કરવાની શક્તિ એમની પ્રોત્સાહિત વાણીમાં હતી. તો પછી કોઈ જીવતા જીવને બળ-આત્મબળ આપવું, ઉત્સાહ પ્રેરવો એમને માટે કેટલું આસાન હશે ? કારણ એ જ કે એ ઉત્સાહનો સ્રોત ભગવત્‌-સાક્ષાત્કારનો હતો !

- સાધુ ઈશ્વરચરણદાસ

સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી જે,"સમૈયો હતો ત્યારે સત્સંગી સર્વે આવેલ તેણે કહ્યું જે, 'અહો ! મહારાજ ! જેવી ગોપી, ગોવ...
21/08/2016

સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી જે,
"સમૈયો હતો ત્યારે સત્સંગી સર્વે આવેલ તેણે કહ્યું જે, 'અહો ! મહારાજ ! જેવી ગોપી, ગોવાળને પ્રાપ્તિ થઈ હતી તેવી અમને થઈ છે.' ત્યારે મહારાજ કહે: 'ના ના, ગોપી ! ગોવાળને જે મળ્યાં હતાં તેને તો આ ભગવાનનાં હજી દર્શન પણ નથી થયાં. ને તમારે તો બહુ મોટી પ્રાપ્તિ થઈ છે...' " (સ્વામીની વાતો - ૬/૩૯)

સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી જે,"બાજરો ભેળો કરીને ભગવાન ભજવા, બીજું કાંઇ ડોળ કર્યે પાર નહીં પડે અને રૂપિયા હશે તે મ...
19/08/2016

સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી જે,

"બાજરો ભેળો કરીને ભગવાન ભજવા, બીજું કાંઇ ડોળ કર્યે પાર નહીં પડે અને રૂપિયા હશે તે મરી જાશું ત્યારે પડ્યા રહેશે, એ કાંઇ ઝાઝા કામના નહીં, જેટલા અવશ્ય જોઈએ તેટલા ભેળા કરીને ભજન કરવું ને ઝાઝા હશે તો ક્યાંયનાં ક્યાંય ઊડી જાશે ને મૂળગી વાસના રહેશે..." (સ્વામીની વાતો - ૬/૩)

19/08/2016
Happy Janmashtami To All...
05/09/2015

Happy Janmashtami To All...

BAPS Shri Swaminarayan Temple, Neasden, London, UK
21/09/2014

BAPS Shri Swaminarayan Temple, Neasden, London, UK

Parabrahm Purushottam Bhagwan Shri Swaminarayan,Akshar Brahm Shri Gunatitanand Swami &Sadguru Gopalanand Swami, London
19/09/2014

Parabrahm Purushottam Bhagwan Shri Swaminarayan,
Akshar Brahm Shri Gunatitanand Swami &
Sadguru Gopalanand Swami, London

Purn Purushottam Bhagwan Shri Swaminarayan,  Swaminarayan Temple, Parsippany, NJ, USA
09/06/2014

Purn Purushottam Bhagwan Shri Swaminarayan, Swaminarayan Temple, Parsippany, NJ, USA

 Swaminarayan Mandir, Satellite.....
25/05/2014

Swaminarayan Mandir, Satellite.....

BAPS Shri Swaminarayan Mandir, Pune
25/05/2014

BAPS Shri Swaminarayan Mandir, Pune

Shri Akshar Purushottam Maharaj,  Swaminarayan Temple, Arusha, Tanzania
30/04/2014

Shri Akshar Purushottam Maharaj, Swaminarayan Temple, Arusha, Tanzania

Shri Akshar Purushottam Maharaj,  Swaminarayan Tempel, Boston, MA, USA
30/04/2014

Shri Akshar Purushottam Maharaj, Swaminarayan Tempel, Boston, MA, USA

Address

Mansi Circle, Judges Bunglow Road, Vastrapur
Ahmedabad
380015

Alerts

Be the first to know and let us send you an email when BAPS Swaminarayan Mandir, Satellite posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category