પલ્લી નું "ઘી" રોટલી પર ચોપડવા જેવું રહે તો સોનામાં સુગંધ ભળે

  • Home
  • પલ્લી નું "ઘી" રોટલી પર ચોપડવા જેવું રહે તો સોનામાં સુગંધ ભળે
Directions

પલ્લી નું "ઘી"  રોટલી પર ચોપડવા જેવું રહે તો સોનામાં સુગંધ ભળે "ઘી" અભિષેક કરવા આપો પણ સાથે ભાવ રાખો કે "ઘી" અભિષેક થયા પછી કોઈની રોટલી પર ચોપડવા જેવું રહે.

“ગામનો વિવાદ નહીં, વિહારની વિજયગાથા”🌿ભગવાન શ્રી સ્વામિનારાયણ લિખિત શિક્ષાપત્રી શ્લોક ૧૯૯, ૨૦૧, ૨૦૨ (બ્રહ્મચારી અને સાધુન...
13/11/2025

“ગામનો વિવાદ નહીં, વિહારની વિજયગાથા”

🌿ભગવાન શ્રી સ્વામિનારાયણ લિખિત શિક્ષાપત્રી શ્લોક ૧૯૯, ૨૦૧, ૨૦૨ (બ્રહ્મચારી અને સાધુના ધર્મ)

શ્લોક ૧૯૯ – ઈન્દ્રિયજય અને સંયમનો માર્ગ

સાચો સાધુ એ જ — જે મન, વાણી અને દૃષ્ટિ પર વિજય મેળવે
શ્રી સ્વામિનારાયણ ના સાધુ-સંત બ્રહ્મચારી નો ધર્મ
સંયમ એ જ સાધુનો શ્રૃંગાર છે

12/11/2025

વિહારધામમાં આજે અનોખો ઉત્સવ —
ભેંસ માસી પલ્લી ઉત્સવ 2025!
ભક્તિ સાથે સંદેશનો સંગમ —
જ્યાં પાણી છે શુદ્ધિનું પ્રતિક,
અને ઘી છે ભક્તિનું રત્ન!”

ભેંસ માસી પલ્લી ઉત્સવ 2025
વિહારધામ
હૈ માતા વરદાયિની
શું પાંચ પાંડવોએ રૂપાલ ગામના બુધ્ધિ ના બળદિયા પલ્લી મંડળ ની જેમ ઘી અભિષેક કરીને ઘી ગંધાતું કર્યુ હશે ? કે પાંચ દીવા કર્યા હશે ?

જય માં વરદાયિની
મંગાવો માફી મારી પાસે
ગંધાતી ઘી કરવા વાળાઓ
૫૦ કરોડનું ઘી ભક્તોના પગ નીચે કચડવાની પરંપરા
પલ્લી ઉત્સવ એટલે ઘી વેચવાનો મોટો ધંધો
પલ્લી ઉત્સવ એટલે ભક્તોને મૂર્ખ બનાવી ઘી વેચીને ગંધાતું કરવાનું ષડયંત્ર

દુનિયાનું પહેલું મૂર્ખ ગામ રૂપાલ પલ્લી, ગાંધીનગર
એક પણ મંત્રી, મુખ્યમંત્રી, ધારાસભ્ય પણ હાજરી ના આપે તેવો મૂર્ખ પ્રસંગ
પણ
બિહાર નો છઠ પૂજા ઉત્સવમાં દરેક શહેર , રાજ્યમાં ઉજવાતો ઉત્સવ બની ગયો
છઠ પૂજા ઉત્સવમાં મંત્રી, મુખ્યમંત્રી, ધારાસભ્ય પણ હાજરી આપે
વિચારો કેમ ગંધાતા ઉત્સવમાં રાજકારણ આવતું નથી?

રાધેશ્યામ રૂપાલ પલ્લી
7016159450

12/11/2025

વિહારધામમાં ત્રણ નિષ્ઠાવાન ભક્તોએ ‘જય અંબે’ના નાદ ભવ્ય ‘ભેંસ માસી પલ્લી ઉત્સવ 2025’ રંગેચંગે ઉજવાયો!

વિહારધામના ત્રણ નિષ્ઠાવાન ભક્તોએ ‘ભેંસ માસી પલ્લી’ પર ચઢ્યા વગર —
યોગ્ય સગવડ સાથે, સન્માનપૂર્વક,
‘જય અંબે’ના ગુંજતા નાદ વચ્ચે શુદ્ધ પાણીથી અભિષેક કર્યો.

અહીં 20 ડોલ શુદ્ધ પાણી ઉપયોગ થયું —
કોઈ છબછબિયાં નહિ, કોઈ બગાડ નહિ.
અડધું પાણી જમીનમાં ઉતરી ગયું, અડધું વાદળ બનીને ફરી વરસાદ બનશે!

પણ રૂપાલધામમાં?
ત્યાં માતા વડેચીનું ‘ઘી અભિષેક’ —
30 થી 50 કરોડ રૂપિયાનું ઘી —
કીચડમાં ફેરાઈ જાય છે!

રોટલી પર ચોપડવાનું ઘી હવે રસ્તા પર ચોપડાય છે…
પવિત્ર ઘી ગંધાતું બને છે,
ભક્તો ચાલે છે, થૂકે છે,
અને એ જ ઘી પછી ખોબે ખોબે ભેગું થાય છે.

1000 રૂપિયાનો શુદ્ધ ઘી —
અભિષેક પછી 100 રૂપિયાનો બની જાય છે!

વિચાર કરો ભક્તો…
ક્યાં વધુ પવિત્રતા છે —
રૂપાલધામના ઘીમાં કે વિહારધામના પાણીમાં?

કોમેન્ટમાં લખજો —
કયા ગામે સાચી પરંપરા જાળવી?”

“રૂપાલમાં ઘીનો અભિષેક…
વિહારધામમાં પાણીનો સંયમ 🙏

શુદ્ધતા ક્યાં છે? ભાવ ક્યાં છે?
કોમેન્ટમાં જણાવો —
કયા ગામે સાચી પરંપરા જાળવી?

”

🎥 રાધેશ્યામ રૂપાલ પલ્લી –
મોબાઈલ સિનેમેટોગ્રાફીનો નવો ચહેરો.
તમારી ક્ષણોને પ્રસંગથી સ્મૃતિમાં ફેરવવાનું વચન!
📞 70 1615 9450

02/11/2025

“સ્મશાનનું સત્ય”
જ્યાં શાંતિ છે, ત્યાં સત્ય છુપાયેલું છે…
આ સ્મશાન છે — જ્યાં અહંકારનું અંતિમ સંસ્કાર થાય છે.

જે કાલ સુધી દુનિયા ચલાવતો હતો…
આજે અહીં એક મુઠ્ઠી રાખ બની ગયો છે.

સ્મશાન કહે છે —
જીવવું છે તો પ્રેમથી જીવો,
યાદગાર થવું છે તો સેવા, સમાજ સુધાર, સારા કામ કરીને થાઓ.
(અંતિમ લાઇન ધીમેથી)
અહંકાર અહીં નથી ટકે…
ફક્ત સત્ય ટકે છે —
અને શાંતિ ટકે છે.

હું માનું છું કે રૂપાલ પલ્લીનું પરંપરા પ્રમાણે ઘી અભિષેક કરવું જોઈએ
પણ શું પાંડવોએ ડોલે ડોલે ઘી ઢોળી
ગૌ માતાના ઘી પર ચાલીને
અન્નનો અનાદર ના કરનાર પાંડવોએ અન્નપૂર્ણા માતાનું અપમાન કર્યું હશે ?
અમૂલ્ય લક્ષ્મી સ્વરૂપ ઘી ગંધાતું કર્યું હશે ?

તમે પલ્લી માટે શું કહેવા માંગો છો ?
તે કોમેન્ટમાં જરૂર લખશો
મારો સંપર્ક જરૂર કરશો
રાધેશ્યામ રૂપાલ પલ્લી
70 1615 9450
રૂપાલ ની પલ્લી | 📍Rupal, Gandhinagar
#પરંપરા_સાચવો
#રૂપાલપલ્લી #પલ્લી #ગાંધીનગર #કલોલ

01/11/2025

“ધાર્મિકોને દુશ્મન નહીં, મિત્ર બનાવો”
“ધાર્મિક લોકોને ક્યારેય દુશ્મન ના સમજો...
તેઓ પણ આપણા જેવા જ મનુષ્ય જ છે —
ભક્તિમાં વિશ્વાસ ધરાવે છે, પ્રેમમાં જીવે છે.
શું તમે 1500 અધાર્મિક લોકો મળી
15 લાખ ધાર્મિકોને કહી શકશો કે — ‘તમે ખોટા છો’?
શક્ય નથી...
કારણ કે શ્રદ્ધા શબ્દોથી નહીં,
અનુભવો થી જન્મે છે.
એક પાણીનો અડધો ભરેલો ગ્લાસ છે
ધાર્મિક કહે છે અડધો ભરેલો છે
અધાર્મિક કહે છે અડધો ખાલી છે
પણ ફર્ક શું પડ્યો? — બંને સાચા છે.
કોઈ ધર્મની પરંપરા માં સુધાર કરવો એનો અર્થ ધર્મનો વિરોધ નથી,
સુધાર એટલે — ભાવના ને સમજ સાથે જોડવી.
જેમ રૂપાલ પલ્લી પરંપરામાં અમૂલ્ય દ્રવ્ય ઘી બરબાદ થાય,
જેમાં કોઈનું અપમાન થતું હોય —
ત્યાં વિચારવાની જરૂર છે, લડવાની નહીં.
સાચો સુધારક એ છે,
જે પ્રેમથી ધાર્મિક લોકોને સમજાવીને બદલાવ લાવે
વિરોધથી નહીં

🌸 કેહવત છે “કાદવમાં કમળ ખીલે છે”
“કાદવમાં કમળ ખીલે છે” — આ કહેવત ધર્મ અને અધર્મની સરખામણી માટે નથી.
એ જીવનની એક મોટી વાત કહે છે —
ગમે તેવી પરિસ્થિતિ હોય, તમે તમારા મનમાં શુદ્ધતા રાખી શકો છો.
જો તમને ધાર્મિક વ્યક્તિની પરંપરા ન ગમતી હોય,
તો પણ તમે તેમની વચ્ચે રહીને, કમળની જેમ સુગંધ ફેલાવી શકો છો.
કારણ કે સાચો સુધાર — દૂર રહીને નહીં, નજીક રહીને થાય છે.

બીજી ⚙️ કેહવત છે “લોઢું લોઢાને જ કાપે”
“લોઢું લોઢાને જ કાપે” — એ અર્થ છે કે
જે રીતે લોખંડને કાપવા લોખંડ જ જરૂરી છે,
તેમ ધાર્મિક વ્યક્તિને સમજાવવા માટે પણ ધાર્મિક ભાવ જ જરૂરી છે.
જો તમે તર્કના શસ્ત્રથી જ જશો,
તો સામેવાળો રક્ષણમાં જશે. તમને સંભાળશે પણ નહિ
તમારા થી દૂર રહેશે
તમે નાસ્તિક છો તમે કહેશે
પણ જો તમે ભક્તિના ભાવથી જશો,
તો એના દિલ સુધી વાત પહોંચશે.
કારણ કે ધાર્મિક પરંપરામાં સુધાર પ્રેમથી જ સંભવ છે
સમજદારી થી શક્ય છે
ટકરાવથી નહીં.
દર વર્ષે એકવાર ટોળા થઈને કલેક્ટર શ્રીને આવેદન પત્રો આપવાથી નંહિ થાય.
પણ દિલ જીતીને — સમજાવીને પરિવર્તન લાવવાથી થશે.

ચાલો, આપણે દુશ્મન નહીં, મિત્ર બનીએ —
શ્રદ્ધા ને સમજ સાથે જોડીએ,
અને સમાજને પ્રકાશ તરફ દોરીએ.
રાધેશ્યામ રૂપાલ પલ્લી
📞 70 1615 9450

01/11/2025

“સ્મશાનનું સત્ય અને પલ્લીનો પ્રકાશ”

“મિત્રો…
આજે આપણે સ્મશાનમાં 1500 લોકો સાથે ભેગા છીએ.
જ્યાં શાંતિ છે — ત્યાં સત્ય છુપાયેલું છે.
કોઈ કહે છે, ભગવાન નથી, ચમત્કાર નથી, દૈવી શક્તિ નથી…
અને એ સાબિત કરનારને — પિયુષભાઈ જાદુગરે બે કરોડનું ઇનામ જાહેર કર્યું છે!
તેમના પિતા — ચતુરભાઈ ચૌહાણે —
છેલ્લા 60 વર્ષથી અંધશ્રદ્ધા સામે મશાલ જલાવી છે.
તેઓ દેશભરમાં ફર્યા — પાલિતાણા થી વડોદરા સુધી,
ભૂતપ્રેત, ચમત્કાર, અંધવિશ્વાસના ખોટા નાટકને ખુલ્લું પાડ્યું.
પણ હું પૂછું છું —
આજે અહીં 1500 લોકોમાં કોઈ છે જે એ ઇનામ લેવા જશે?
ના.
કારણ કે — માન્યતા પૈસાથી સાબિત થતી નથી, એ હૃદયથી જીવાતી છે.
શ્રદ્ધા વ્યક્તિગત છે —
પણ સુધાર સામાજિક છે.
રૂપાલ પલ્લી જેવી પરંપરામાં પણ એ જ જરૂરી છે.
હું ત્રણ વર્ષથી અભ્યાસ કરી રહ્યો છું —
ઘી અભિષેકની પરંપરાનો વિરોધ નથી,
પણ એની બરબાદીનો પ્રશ્ન છે.
અભિષેક પછી જે ઘી કાદવમાં મળે છે,

📜 अथर्ववेद માં સંસ્કૃતમાં લખેલું છે કે
“घृतं मे मधु मधुमत्, घृतं मे मधु मधुमतम्।”
(Atharvaveda 9.5.6)
તેનો ગુજરાતીમાં અર્થ:
“ઘી અમૃત સમાન છે, તેમાં મધુરતા અને દિવ્યતા વસે છે.”
👉 એટલે વેદો ઘીને દૈવી પદાર્થ માને છે —
જે અન્ન, યજ્ઞ અને સમૃદ્ધિનું પ્રતિક છે।

તે મા વરદાયિનીની પૂજાની પવિત્રતા સાથે યોગ્ય નથી.
અમે ધર્મના વિરોધી નથી,
અમે ધર્મની ગંદકી દૂર કરવાના પક્ષમાં છીએ.
યાદ રાખો —
ધર્મમાં સુધારો કરવા ધર્મની અંદરથી જ ઊભા થવું પડે,
બહારથી પથ્થર ફેંકવાથી નહીં.
હું જાણું છું — રૂપાલ ગામના લોકોની શ્રદ્ધા ઊંડી છે,
પણ એ ભૂલી ગયા છે કે
અભિષેક પછી કરોડો રૂપિયાનું પવિત્ર ઘી
પગ નીચે કચડાઈને બરબાદ થાય છે.
કેટલાએ આ વાત બોલતાં માર ખાધો,
કેમેરા તૂટી ગયા, પણ સત્ય બોલવાની ઇચ્છા ન તૂટી.
કારણ કે —
સત્ય દબાય છે, હારતું નથી.

અને આજે પણ,
જે કોઈ પ્રેમથી, તર્કથી, અથવા પ્રશ્નપૂર્વક ચર્ચા કરે છે,
તેને ધમકી મળી રહી છે — રૂપાલ માં પગ મુકશો તો હાડકા તોડી નાખશું
પણ હું આ વાત સ્પષ્ટ કરું છું —
હું પરંપરાનો વિરોધ કરતો નથી,
હું બરબાદી અને અંધવિશ્વાસનો વિરોધ કરું છું.
17 અને 18 ઓક્ટોબર, 2022 ના રોજ —
જ્યારે કોઈ મને ઓળખતું પણ નહોતું,
ત્યારે મેં રૂપાલ ગામના દરેક વર્ગને મળ્યો હતો:
ટ્રસ્ટી, સરપંચ, સામાન્ય લોકો,
વાલ્મિકી સમાજ — જેઓ ગામના રસ્તાનું ઘી લેવાના હકદાર છે,
રાવળ સમાજ — જેઓ મંદિરમાં અભિષેક પછીના ઘી લેવાના હકદાર છે,
બધા પાસેથી હાઇડ કેમેરાથી, ખાનગી મોબાઈલ એપ્લિકેશન દ્વારા રેકોર્ડિંગ કર્યું હતું ,
અને આ બધું ફેસબુક અને યુટ્યુબ પર જનહિત માટે જાહેર કર્યું.
કારણ એક જ —
સત્ય છુપાવવાથી પરંપરા બચતી નથી,
તે ખોટી માન્યતાઓના ભાર નીચે દબાઈ જાય છે.

ધર્મ એ પ્રકાશ છે —
અને જે પ્રકાશથી ડરે છે,
તેને અંધકાર જ ગમે છે.
ચાલો, અંધકાર નહીં, પ્રકાશ ફેલાવીએ.
વિવાદ નહીં, સમજણ ફેલાવીએ.
ધમકી નહીં, તર્ક બોલે, શ્રદ્ધા જીતે — એ માર્ગે ચાલીએ.”

સમય હવે સોશિયલ મીડિયાનો છે.
અમે હવે રીલથી પણ ક્રાંતિ કરી શકીએ છીએ —
રીલથી જ સત્ય બતાવી શકીએ છીએ.
એથી હું સૌને કહું છું —
રીલ બનાવો, શેર કરો, ફોરવર્ડ કરો —
માત્ર ક્લિપ નહીં, પણ જાગૃતિ ફેલાવો.
રૂપાલ પલ્લીનો સાચો અર્થ એ છે —
પરંપરા પણ ટકી રહે,
અને ઘી જેવી સંપત્તિ પણ બચી રહે.
સાચી રીત એ જ છે —
સાપ પણ મરે, અને લાકડી પણ ના તૂટે.
સત્ય એ પ્રકાશ છે,
અને જે પ્રકાશથી ડરે છે —
તેને અંધકાર જ ગમે છે.
ચાલો, અંધકાર નહીં, પ્રકાશ ફેલાવીએ.
વિવાદ નહીં, સમજણ ફેલાવીએ.
ધમકી નહીં — તર્ક બોલે, શ્રદ્ધા જીતે એ માર્ગે ચાલીએ.
તમારા વિચાર કોમેન્ટમાં જરૂર લખશો
જય માતા વરદાયિની 🙏

રાધેશ્યામ રૂપાલ પલ્લી
70 1615 9450

01/11/2025

ચમત્કાર નથી, દૈવી શક્તિ નથી…અને એ સાબિત કરનારને — પિયુષભાઈ જાદુગરે બે કરોડનું ઇનામ જાહેર કર્યું છે!
“સ્મશાનનું સત્ય અને પલ્લીનો પ્રકાશ”
“મિત્રો…
આજે આપણે સ્મશાનમાં 1500 લોકો સાથે ભેગા છીએ.
જ્યાં શાંતિ છે — ત્યાં સત્ય છુપાયેલું છે.
કોઈ કહે છે, ભગવાન નથી, ચમત્કાર નથી, દૈવી શક્તિ નથી…
અને એ સાબિત કરનારને — પિયુષભાઈ જાદુગરે બે કરોડનું ઇનામ જાહેર કર્યું છે!
તેમના પિતા — ચતુરભાઈ ચૌહાણે —
છેલ્લા 60 વર્ષથી અંધશ્રદ્ધા સામે મશાલ જલાવી છે.
તેઓ દેશભરમાં ફર્યા — પાલિતાણા થી વડોદરા સુધી,
ભૂતપ્રેત, ચમત્કાર, અંધવિશ્વાસના ખોટા નાટકને ખુલ્લું પાડ્યું.
પણ હું પૂછું છું —
આજે અહીં 1500 લોકોમાં કોઈ છે જે એ ઇનામ લેવા જશે?
ના.
કારણ કે — માન્યતા પૈસાથી સાબિત થતી નથી, એ હૃદયથી જીવાતી છે.
શ્રદ્ધા વ્યક્તિગત છે —
પણ સુધાર સામાજિક છે.
રૂપાલ પલ્લી જેવી પરંપરામાં પણ એ જ જરૂરી છે.
હું ત્રણ વર્ષથી અભ્યાસ કરી રહ્યો છું —
ઘી અભિષેકની પરંપરાનો વિરોધ નથી,
પણ એની બરબાદીનો પ્રશ્ન છે.
અભિષેક પછી જે ઘી કાદવમાં મળે છે,

📜 अथर्ववेद માં સંસ્કૃતમાં લખેલું છે કે
“घृतं मे मधु मधुमत्, घृतं मे मधु मधुमतम्।”
(Atharvaveda 9.5.6)
તેનો ગુજરાતીમાં અર્થ:
“ઘી અમૃત સમાન છે, તેમાં મધુરતા અને દિવ્યતા વસે છે.”
👉 એટલે વેદો ઘીને દૈવી પદાર્થ માને છે —
જે અન્ન, યજ્ઞ અને સમૃદ્ધિનું પ્રતિક છે।

તે મા વરદાયિનીની પૂજાની પવિત્રતા સાથે યોગ્ય નથી.
અમે ધર્મના વિરોધી નથી,
અમે ધર્મની ગંદકી દૂર કરવાના પક્ષમાં છીએ.
યાદ રાખો —
ધર્મમાં સુધારો કરવા ધર્મની અંદરથી જ ઊભા થવું પડે,
બહારથી પથ્થર ફેંકવાથી નહીં.
હું જાણું છું — રૂપાલ ગામના લોકોની શ્રદ્ધા ઊંડી છે,
પણ એ ભૂલી ગયા છે કે
અભિષેક પછી કરોડો રૂપિયાનું પવિત્ર ઘી
પગ નીચે કચડાઈને બરબાદ થાય છે.
કેટલાએ આ વાત બોલતાં માર ખાધો,
કેમેરા તૂટી ગયા, પણ સત્ય બોલવાની ઇચ્છા ન તૂટી.
કારણ કે —
સત્ય દબાય છે, હારતું નથી.

અને આજે પણ,
જે કોઈ પ્રેમથી, તર્કથી, અથવા પ્રશ્નપૂર્વક ચર્ચા કરે છે,
તેને ધમકી મળી રહી છે — રૂપાલ માં પગ મુકશો તો હાડકા તોડી નાખશું
પણ હું આ વાત સ્પષ્ટ કરું છું —
હું પરંપરાનો વિરોધ કરતો નથી,
હું બરબાદી અને અંધવિશ્વાસનો વિરોધ કરું છું.
17 અને 18 ઓક્ટોબર, 2022 ના રોજ —
જ્યારે કોઈ મને ઓળખતું પણ નહોતું,
ત્યારે મેં રૂપાલ ગામના દરેક વર્ગને મળ્યો હતો:
ટ્રસ્ટી, સરપંચ, સામાન્ય લોકો,
વાલ્મિકી સમાજ — જેઓ ગામના રસ્તાનું ઘી લેવાના હકદાર છે,
રાવળ સમાજ — જેઓ મંદિરમાં અભિષેક પછીના ઘી લેવાના હકદાર છે,
બધા પાસેથી હાઇડ કેમેરાથી, ખાનગી મોબાઈલ એપ્લિકેશન દ્વારા રેકોર્ડિંગ કર્યું હતું ,
અને આ બધું ફેસબુક અને યુટ્યુબ પર જનહિત માટે જાહેર કર્યું.
કારણ એક જ —
સત્ય છુપાવવાથી પરંપરા બચતી નથી,
તે ખોટી માન્યતાઓના ભાર નીચે દબાઈ જાય છે.

ધર્મ એ પ્રકાશ છે —
અને જે પ્રકાશથી ડરે છે,
તેને અંધકાર જ ગમે છે.
ચાલો, અંધકાર નહીં, પ્રકાશ ફેલાવીએ.
વિવાદ નહીં, સમજણ ફેલાવીએ.
ધમકી નહીં, તર્ક બોલે, શ્રદ્ધા જીતે — એ માર્ગે ચાલીએ.”

સમય હવે સોશિયલ મીડિયાનો છે.
અમે હવે રીલથી પણ ક્રાંતિ કરી શકીએ છીએ —
રીલથી જ સત્ય બતાવી શકીએ છીએ.
એથી હું સૌને કહું છું —
રીલ બનાવો, શેર કરો, ફોરવર્ડ કરો —
માત્ર ક્લિપ નહીં, પણ જાગૃતિ ફેલાવો.
રૂપાલ પલ્લીનો સાચો અર્થ એ છે —
પરંપરા પણ ટકી રહે,
અને ઘી જેવી સંપત્તિ પણ બચી રહે.
સાચી રીત એ જ છે —
સાપ પણ મરે, અને લાકડી પણ ના તૂટે.
સત્ય એ પ્રકાશ છે,
અને જે પ્રકાશથી ડરે છે —
તેને અંધકાર જ ગમે છે.
ચાલો, અંધકાર નહીં, પ્રકાશ ફેલાવીએ.
વિવાદ નહીં, સમજણ ફેલાવીએ.
ધમકી નહીં — તર્ક બોલે, શ્રદ્ધા જીતે એ માર્ગે ચાલીએ.
તમારા વિચાર કોમેન્ટમાં જરૂર લખશો
જય માતા વરદાયિની 🙏

રાધેશ્યામ રૂપાલ પલ્લી
70 1615 9450

રૂપાલ ની પલ્લી | 📍Rupal, Gandhinagar
#પરંપરા_સાચવો
#રૂપાલપલ્લી #પલ્લી #ગાંધીનગર #કલોલ

C94  https://www.instagram.com/kalluraja14/ભાઈ,“નંબર પ્લેટ પર ભગવાન, પણ રસ્તે નિયમ ભુલાન — એ ભક્તિ નહીં, ભ્રમ છે.”તમે દે...
22/10/2025

C94 https://www.instagram.com/kalluraja14/
ભાઈ,

“નંબર પ્લેટ પર ભગવાન, પણ રસ્તે નિયમ ભુલાન — એ ભક્તિ નહીં, ભ્રમ છે.”

તમે દેશનો તિરંગો લહેરાવો છો — એ ગર્વની વાત છે.
પણ એટલો જ ઉત્સાહ દેશના કાયદા માટે પણ રાખો.

તમારા વાહન પર લખ્યું છે — “મા વરદાયિની”,
ખૂબ સરસ ભાવ છે,
પણ એ નામનો માન પણ સાચવો.

કૂતરું મૂંગું છે, અબુધ છે,
તેને ખબર નથી કે એ નામ માતાનું છે.
તે ગમે ત્યાં મૂતરી શકે છે…

પણ જો એ જ માતાના નામની પાસે મૂતરી જાય,
તો તમારું હૃદય શું કહેશે?

ભક્તિ એ માત્ર નામ લખવામાં નથી,
ભક્તિ એ એ ભાવ જાળવવામાં છે.

ભાવ રાખો — પણ સાથે સમજ પણ રાખો.
કારણ કે સાચી ભક્તિ એ છે જ્યાં ભાવ પણ પવિત્ર રહે, અને વ્યવહાર પણ શિસ્તભર્યો.

જય માતા વરદાયિની 🙏

ધર્મ, પરંપરા અને ભક્તિની સાચી સેવા એ છે કે પ્રસાદ બગડે નહીં, પરંતુ સૌ સુધી પહોંચે. આવો, મળીને આ અભિયાનને સફળ બનાવીએ.

📞 સંપર્ક: રાધેશ્યામ (રૂપાલ પલ્લી)
📱 7016159450

1 #2024રૂપાલપલ્લી #ગાંધીનગર #રૂપાલમંદિર #રાધેશ્યામરૂપાલપલ્લી

જગત જનની માઁ વરદાયિનીને વિનંતી અભિષેક થાય પછીનું ઘી , ભક્તો પલ્લી માઁ નૉ પ્રસાદ ખાઈશકે  તેવી રજા આપોજગત જનની માઁ વરદાયિન...
05/10/2025

જગત જનની માઁ વરદાયિનીને વિનંતી અભિષેક થાય પછીનું ઘી , ભક્તો પલ્લી માઁ નૉ પ્રસાદ ખાઈશકે તેવી રજા આપો

જગત જનની માઁ વરદાયિની ને વિનંતી
અભિષેક થાય પછી નું ઘી , ભક્તો પલ્લી માઁ નૉ પ્રસાદ ખાઈ શકે, સગા સબંધોને આપી શકે તેવી રજા આપો
જય હો માતા વડેચીની

🙏 જય માતાજી 🙏

મિત્રો,
પલ્લી ઉત્સવમાં પ્રસાદ સ્વરૂપે આપવામાં આવતું ઘી એ ગામની શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક છે. પણ દુઃખની વાત એ છે કે આ ઘી કાદવમાં વેડફાઈ જાય છે, જેના કારણે પ્રસાદનો મહિમા ઓછો થાય છે.

આપણે સૌ સાથે મળી એક સંકલ્પ કરીએ –
👉 પલ્લી પર ચડતી વખતે શિસ્ત પાળીએ.
👉 નાના બાળકોને જબરદસ્તી ઉપર ચડાવવાની પરંપરા બદલીએ.
👉 શણગાર વેરવિખેર ના કરીએ.
👉 વૃક્ષ નારાયણની હત્યા બંધ કરીએ.
👉 અને સૌથી મહત્વનું – પવિત્ર ઘીનો સાચો ઉપયોગ કરીએ.

જેમ કાચા રસ્તાથી ડામરના, પછી સિમેન્ટના પાકા રસ્તા બન્યા, અને આજે તો રોડ નીચે ગટર હોવા છતાં પલ્લી ઉત્સવ થઈ શકે છે… તેમ આપણે ખાબોળીયા જેવા નવા પ્રોજેક્ટ બનાવી શકીએ, જેથી ઘી બચી શકે અને પ્રસાદનો મહિમા વધે.

🌸 ઓપરેશન રૂપાલ પલ્લીનું ‘ઘી’ શુદ્ધ રાખો 🌸
આવો, મળીને માતાજીના પ્રસાદનો સાચો આદર કરીએ અને પરંપરાને નવી દિશા આપીએ.

📞 સંપર્ક: રાધેશ્યામ (રૂપાલ પલ્લી અભિયાન)
📱 7016159450

Address

Ambawadi

380006

Website

Alerts

Be the first to know and let us send you an email when પલ્લી નું "ઘી" રોટલી પર ચોપડવા જેવું રહે તો સોનામાં સુગંધ ભળે posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your place of worship to be the top-listed place of worship?

Share