Hazrat Pir Saiyed Imamuddin - kufreshikan Pirana-Dargah,Ahmadabad

Hazrat Pir Saiyed  Imamuddin - kufreshikan Pirana-Dargah,Ahmadabad Saiyed Pir Imamuddin Kufr-e-Sikan
Hussaini,Jafari Saiyed Sadat
Email:[email protected]

ફરમાનજી
બિસ્મિલ્લાહ હિર્રરહેમાન નિર્રરહીમ.

સરકારી પરીક્ષાઓ માં ઘણી વખત પૂછયેલો પ્રશ્ન "ગુજરાત નો હિન્દૂ મુસ્લિમ એકતા નો સ્થળ કયો? અને તેનો જવાબ આવે પીરાણા. ઘણા સમય થી ચર્ચાઓ માં રહેલો નાનકડું ગામ, તો જાણીએ આજે પીરાણા અને પીરાણા માં આવેલા પીર સૈયદ ઇમામુદ્દીન કૂફરેશિકન(ર.અ.) ઉર્ફે પીર ઇમામશાહબાવા વિશે.

હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા નું મૂળ નામ સૈયદ ઇમામુદ્દીન અબ્દુરહીમ ઈબ્ને હસન કબીરુદ્દીન છે, તેઓ ને પીર ઇમામશાહબાવા, સૈયદ ઇમામુદ્દીનબાવા, કૂફરેશિકન, ઇમામુદ્દીન કૂફરેશિકન, ઇમામશાહ મહારાજ, સદગુરુ, બાવાજી તથા અન્ય ઘણા નામો દ્વારા ઓળખવામાં આવે છે. હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા નો જન્મ હાલ ના પાકિસ્તાન ના પંજાબ ના ભાવલપુર જિલ્લા ના ઉચ્ચ પ્રદેશ માં થયો હતો, જેને આજે ઉચ્ચ શરીફ અથવા ઉચ્ચ તરીકે જાણવામાં આવે છે. હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા નો વંશવેલો પયગંબર સાહેબ સુધી મળતો આવતો હોવાથી તેઓ ને સાદાત તરીકે પણ ઓળખવામાં આવે છે. હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા નો જન્મ શુક્રવાર ના રોજ ૨૭ રબીઉલ આખીર હિજરી 834 એટલે કે 12 જાન્યુઆરી 1431 ના રોજ ઉચ્ચ શરીફ માં થયો હતો. જન્મ પછી હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ને તેમની માતા બીબી સિહતી બીબી દ્વારા સાફ સફેદ રંગ ના વસ્ત્રો માં તેમના પિતા ને આપવામાં આવ્યા, તેમના પિતા હઝરત પીર સૈયદ હસન કબીરુદ્દીન ઈબ્ને સદર અલ દિન હતા. હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ને તેમના પિતા દ્વારા ખોળા માં લઇ મહાન સિદ્ધિ માટે જન્મતા જ દુઆ આપવામાં આવી હતી. હઝરત પીર સૈયદ ઇમામશાહ બાવા ના પિતાશ્રી હઝરત પીર સૈયદ હસન કબીરુદ્દીન ઈબ્ને સદરુદ્દીન નું જીવન ચરિત્ર વાંચતા તેમના પ્રેમાળ સ્વભાવ, ઇમાનદારી, ઉચ્ચ ચિંતન, શાંત સ્વભાવ ના વ્યક્તિત્વ ની ઝલક મળે છે. હઝરત પીર સૈયદ હસન કબીરુદ્દીન તેમના પિતા હઝરત પીર સૈયદ સદર અલ દિન ઉર્ફ પીર સદરુદ્દીન અને તેમના ગુરુ હઝરત પીર સૈયદ ઇસ્લામશાહ(ર.અ.) પાસે થી ધાર્મીક જ્ઞાન મેળવ્યું હતું અને ઔલિયા તરીકે સિદ્ધ થાયા હતા, હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ને તેમના પિતા દ્વારા રુહાની ઇલ્મ શીખવવામાં આવ્યો હતો.

હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ઉપર લખાયેલા પુસ્તકો અને કાવ્યો પર થી જાણવા મળે છે કે તેઓ એ નાનપણ માં જ માત્ર ૧૨ વર્ષ ની ઉંમરે રુહાની જ્ઞાન મેળવી લીધું હતું, તેઓને નાનપણ માં જ સર્વ ધર્મ વિશે જ્ઞાન પ્રાપ્ત થઈ ચૂક્યો હતો. યુવાવસ્થામાં તેમને ઇસ્લામ ના પ્રચાર માટે તેમના પિતા હઝરત પીર સૈયદ હસન કબીરુદ્દીન દ્વારા ગુજરાત તરફ રવાના કરાયા, સાથે સાથે ઇસ્લામ ના પ્રચાર માટે સતપંથ નો પ્રચાર કરવા આદેશ અપાયું. ગુજરાત રવાના થયા ના થોડા જ સમય માં હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ના પિતા હઝરત પીર સૈયદ હસન કબીરુદ્દીને ફાની દુનિયા થી પરદો કર્યો અને વફાત પામ્યા, ત્યારે હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ગુજરાત નો રસ્તો બદલી ને પાછા ઉચ્ચ તરફ રવાના થયા. પિતાશ્રી ના વફાત ના સમાચાર હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ને રુહાની તાકાત થકી માલુમ થયા હતા. પોતે સફર માં ઘણા આગળ નીકળી ગયા હોવા છતાં તેઓ ચમત્કારિક રૂપે ઉચ્ચ માં પાછા આવી પોહોંચ્યાં. તે વખતે તેમના પિતાશ્રી નો જનાઝા લઇ લોકો કબ્રિસ્તાન તરફ જઈ રહ્યા હતા, તે સમયે હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા દ્વારા તેઓને રોકવામાં આવ્યા અને જનાઝા પાસે રુહાની ફૈઝ ની માંગણી કરી, ત્યારે લોકો એ તેમને આ સમય ફૈઝ માંગવાનો ન હોઈ કહી રોક્યા પરંતુ હઝરત પીર સૈયદ ઇમામશાહ બાવા દ્વારા જણાંવામાં આવ્યું કે તેઓ ને આમજ ફૈઝ માંગવાની વસિયત છે, વાત પૂર્ણ ન થઇ હતી અને જનાઝા માંથી તેમના પિતાશ્રી હઝરત પીર સૈયદ હસન કબીરુદ્દીન દ્વારા હાથ લંબાવાઈ ને ઘણી ખરી નેમતો રુહાની ફૈઝ તરીકે આપવામાં આવી. પિતાશ્રી ની વફાત બાદ ચાલીસ દિવસ સુધી માતાશ્રી હઝરત સૈયદ સિહતી બીબી પાસે રોકાયા. ત્યાર બાદ તેઓ ગુજરાતમાં ઇસ્લામ ના પ્રચાર પેહલા ઈરાન જવા નીકળ્યા અને ઈરાનના કિરમાન પ્રદેશ માં હઝરત શૈખ સૈયદ ગુલામ મોહોમ્મદ(ર.અ) ને મળ્યા, જેઓ તેમના પિતાશ્રી હઝરત પીર સૈયદ હસન કબીરુદ્દીન ના સાથીદાર હતા. ત્યાર બાદ કિરમાન થી થોડે દુર હઝરત પીર સૈયદ નૂરશાહ બુઝુર્ગ(ર.અ) પાસે થી સતપંથ પ્રચાર માટે જ્ઞાન પ્રાપ્ત કર્યું. ઈરાન માં હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ની મુલાકાત હઝરત હાઝરબેગ એટલે કે મિરઝા અબ્દુલ રહીમ સાથે થઈ. હઝરબેગ તે વખતે ઈરાન ના શાહી વંશજો માંથી એક હતા. કિરમાન ના સફરે આવેલા હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા થી પ્રભાવિત થઈ તેઓ એ રાજપાટ અને શાહી જીવન છોડી ઇમામશાહબાવા ના શિષ્ય તરિકે ફકીરી ઇખતીયાર કરી અને હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ના ખલિફા તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું.

કિરમાન માં રહી પિતાશ્રી ના સાથીદારો પાસેથી ઇસ્લામ ના પ્રચાર નું ઇલ્મ મેળવી તેઓ સાઉદી અરબ તરફ રવાના થયા, હજ પૂર્ણ કરી મદીના પોહોંચી ને પયગંબર મોહોમ્મદ (સ અ વ) સાહેબ પાસેથી ફૈઝ પ્રાપ્ત કર્યું, ત્યાર બાદ જન્નતુલ બકી માં પોતાના પૂર્વજ અને ઇસ્લામ ધર્મ ના ઇમામ હઝરત ઇમામ જફર સાદિક(ર.અ) પાસે થી પિતા હઝરત પીર સૈયદ હસન કબીરુદ્દીન ની વસિયત પ્રમાણે સંપૂર્ણ જ્ઞાન અને રુહાની ફૈઝ હાસિલ કર્યો.

મદીના થી પાછા ફર્યા બાદ હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ઉચ્ચ માં રોકાયા. થોડા સમય માતાશ્રી અને અન્ય કુટુંબીજનો પાસે રોકાયા બાદ પિતાશ્રીના આદેશ પ્રમાણે ગુજરાત તરફ પ્રયાણ કર્યું. સફર દરમિયાન તેઓ 'અટૂણાં' મુકામે આવી પહોંચ્યા અને અટૂણાં ગામ ની મસ્જિદ માં રોકાયા. કહેવાય છે કે જ્યારે હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા એ નમાઝ અદા કરી ત્યારે મસ્જિદ ના મિનારા પણ તેમની સાથે સઝદા કરવા માંડ્યા, નમાજ પૂર્ણ થયા બાદ મસ્જિદ ના મિનારા હતા તેમ ન તેમ થઈ ગયા. ત્યાંના લોકો દ્વારા જ્યારે આ રુહાની ચમત્કાર જોવામાં આવ્યો તો સેંકડો ની સંખ્યા માં મુસ્લિમો તેમના મુરીદ થયા અને અન્ય ધર્મ ના લોકો ઇસ્લામ ધર્મ માં સતપંથ થકી જોડાયા. આ ઘટના બાદ ઈસ્લામ ધર્મ ના સતપંથ નો બોહોળો પ્રચાર થયો અને 11મી સદી માં થઈ ગયેલા પીર અને તેમના વડીલ હઝરત પીર સૈયદ નૂર સતગુર નૂર (ર.અ) (હાલ નવસારી માં દરગાહ આવેલ છે) ના સતપંથ ને ફરી ઉજાગર થવા નો મોકો મળ્યો.

ત્યાર બાદ ઉલ્લેખવામાં આવે છે કે આગળ સફર માં ગુજરાતમાં અમદાવાદ ની સાબરમતી નદી નો વહેણ તીવ્ર હોવાથી ત્યાંના નવિકે નાવડી ચાલાવી ને સામેની તરફ જવાની હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ને ના પાડી તેથી હઝરત હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા એ રુહાનિ તાકાત થી નદી ના વહેણ ને બે ભાગ માં વહેચી દીધા જે કદી પયગંબર હઝરત મુસા (અ.સ) દ્વારા સમુદ્ર માં ચમત્કાર કરી ને પોતાના અનુયાયીઓ ને દરિયો પાર કરાવાયો હતો તેવી જ રીતે હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા એ પણ સાબરમતી ને બે ભાગ માં વહેચી પોતાના અનુયાયીઓ ને નદી પાર કરાવી. આ ચમત્કારો જોઈ ને તેમના અનુયાયો ની સંખ્યા વધતી ગઈ અને લોકો સતપંથ થકી ઇસ્લામ ધર્મ અપનાવવા લાગ્યા. જે જગ્યા એ સાબરમતી નદી ના વહેણ બે ભાગ માં વહેચાયા હતા અને નદી ના ફાંટા પડ્યા હતા તે સ્થળ ને આજે પણ 'ફાંટા' તરીકે ઓળખવમાં આવે છે. અમદાવાદ થી 12 માઈલ દૂર લગભગ 1459 ના સમય માં હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા તેમના અનુયાયીઓ અને તેમના શિષ્ય હઝરત હઝરબેગ સાથે હાલ દસક્રોઈ તાલુકા ના ગીરમઠા મુકામે આવી પોહોંચ્યાં હતા. ઉલ્લેખવામાં આવે છે કે તે સમયે ગુજરાત ના ગિરમથા ક્ષેત્ર માં દુકાળ પડ્યો હતો, હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ને આ વાત ની જાણ થતાં તરત જ આસમાન સામે હાથ ઉઠાવી ને અલ્લાહ ને વરસાદ માટે દુઆએ કરી અને કુરાન ની આયાતો પઢવા લાગ્યા. થોડી જ વાર માં વાદળો નો ઘેરાવ થયો અને મુશળધાર વરસાદ વરસ્યો અને ચાર વર્ષ ના સતત દુકાળ નો અંત આવ્યો, સાથેજ થોડા સમયમાં જ અનાજ અને પશુઓ માટે નું ઘાસ જમીન માંથી ઉપજી આવ્યું. આવા ભવ્ય ચમત્કારો જોઈ ને ગામ ના લોકો સતપંથ માં જોડાયા અને ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો, ત્યાર બાદ ગામ ના લોકો દ્વારા હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ને ગિરમથા માં જ રોકાઈ જવાનો આગ્રહ કરવામાં આવ્યો પરંતું ઇમામશાહબાવા દ્વારા જણાવાયું કે કિબલા(નમાઝ પડવાની દિશા, પશ્ચિમ) તરફ ફેંકેલો તીર જ્યાં જશે ત્યાંજ મારું મકામ થશે અને જ્યાં તિર પડ્યો એજ જગ્યા એ હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા એ મુકામ કર્યો તેથી આ વિસ્તાર નું નામ "પીરઆના" થયું જે સમય જતાં અપભ્રષ્ટ થઈ "પીરાણા" થયું અને આજે પણ તેને પીરાણા તરિકે ઓળખવામાં આવે છે. અને આજે પણ 550 વર્ષ જૂની ભવ્ય દરગાહ આવેલી છે.

હઝરત પીર ઇમામશાહબાવા ના લગ્ન વિશે વધુ માહિતી મેળવી શકાતી નથી પરંતુ અમુક સાહિત્યો દ્વારા જાણવામાં આવે છે કે હઝરત પીર ઇમામશાહબાવા ના લગ્ન શાહ મોહોમ્મદ શાહ બીજા ની દીકરી હઝરત ફાતિમા ર.અ. જોડે થાયા હતા. શાહ મોહોમ્મદ શાહ બીજો તે વખતે ગુજરાત સલ્તનત નો પૂર્વ સુલતાન તેમજ મહેમુદ બેગડા નો પિતા હતો. દંતકથાઓ અનુસાર જ્યારે તેમના ના પાડવા છતાં તેમને લગ્ન માં દહેજ આપવામાં આવ્યું ત્યારે કિંમતી ખજાના તેમજ હાથી ઘોડા સહિત બધું સમાન હાલ ના ગોમતીપુર વિસ્તાર માં આવેલ હથિખાઈ માં દટાઈ ગયું હતું. આજે પણ હથિખાઈ ગોમતીપુર વિસ્તાર માં છે. પરંતુ આ માહિતી ના કોઈ ઠોસ પુરાવા મળતા નથી, તેથી આ માત્ર દંતકથા પૂરતી સીમિત છે.

હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા અને હઝરત ફાતિમા બીબી ને ચાર દીકરા હતા અને એક દિકરી હતા. જેમાં પ્રથમ સૈયદ મોહોમ્મદશાહ ઉર્ફ નૂર અલી મોહોમ્મદ છે જેને નર અલી મોહોમ્મદ તરીકે પણ ઓળખવામાં આવે છે, બીજા ક્રમે મોહેમ બકીરશાહ છે, ત્રીજા ક્રમે સૈયદ મોહોમ્મદ નિઝારશાહ છે, ચોથા ક્રમે સૈયદ મોહોમ્મદ ખાલીકશાહ છે, અને પાંચમા ક્રમે બીબી અઝીઝા નું નામ આવે છે જે ઇમામશાહબાવા ના એક માત્ર દીકરી હતા.

હઝરત પીર ઇમામશાહબાવા દ્વારા કરવામાં આવેલા ચમત્કારો વિશે ઘણા સાહિત્યઓ મળી આવે છે, જેમાં કાશી જતા સંઘ ને રોકી ને પીરાણા ખાતે દરગાહ થી થોડે અંતરે આવેલા ગંગા કુવા માં કાશી ના દર્શન દેખાડવામાં આવ્યા હતા તે મોખરે છે. જેને બહોળા પ્રમાણ માં ત્યાર ના હિન્દૂ લોકો ના જાહેર અને છુપી રીતે સતપંથ માં જોડાવાનું મુખ્ય કારણ ગણવામાં આવે છે. તેમજ ગામ ના બાળકો ને પુનર્જીવિત કરવાના કિસ્સાઓ, રુહાની શક્તિ ની કથાઓ વગેરે જોવા મળે છે. આ ચમત્કારો ના કારણે સુલતાન મહેમુદ બેગડા દ્વારા હઝરત પીર સૈયદ ઇમામશાહ બાવા ને પોતાના મહેલ માં આમંત્રિત કરાયા હતા અને તેમની કસોટી કરવા માટે બિલાડી નું માંસ અને સરબત માં ઝેર ભેળવી તેમને અપાયો હતો, હઝરત ઇમામશાહબાવા એ જ્યારે ભોજન તરફ જોયું ત્યારે બિલાડી જીવિત થઈ ને ચાલવા માડી અને ઝેર તે પોતે પી ગયા. બેગડા ને તેમના પર વિશ્વાસ આવ્યો અને તેને માફી માંગી તેમજ તેમના મોટા દીકરા હઝરત સૈયદ નૂર અલી મોહોમ્મદશાહ જોડે તેની દીકરી બીબી બુઝુર્ગ ખાતુન ને લગ્ન માં આપ્યા. સાથે જ હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા એ બેગડા ને પાવાગઢ અને જૂનાગઢ જીતવા માટેની દુઆ આપી.

હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ની વફાત રમઝાન માસ ની 26 મી તારીખે હિજરી 926 માં એટલે કે 09 સપ્ટેમ્બર 1520 રવિવાર ના રોજ થઈ હતી. આજે પણ પીરાણા ખાતે લગભગ 550 વર્ષ જૂની હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ની દરગાહ આવેલી છે, જેમાં દરગાહ માં વચ્ચે પીર સૈયદ ઇમામશાહબાવા ની કબર છે, પશ્ચિમ દિશામાં તેમના મોટા દીકરા હઝરત પીર સૈયદ નૂર અલી મોહોમ્મદશાહ ની કબર છે તેમજ પૂર્વ દિશા માં તેમના પવિત્ર પત્ની હઝરત ફાતિમા બીબી ની કબર આવેલી છે. મુખ્ય દરગાહ ની બહાર પહેલી કબર હઝરત નૂર મોહોમ્મદશાહ ના પવિત્ર પત્ની અને મહેમુદ બેગડા ના દીકરી હઝરત બીબી બુઝુર્ગ ખાતુન ની છે.

હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ના દીકરાઓ માં હઝરત નૂર અલી મોહોમ્મદશાહ સિવાય બીજા દીકરા હઝરત પીર સૈયદ મોહિમ બકીરશાહ ની દરગાહ અમદાવાદ સારંગપુર ચાર ટોળા કબ્રિસ્તાન પાસે આવેલી છે, જેનો વહીવટ અમદાવાદ ના નૂરશાહી જમાત ના લોકો કરે છે. ત્રીજા દીકરા હઝરત પીર સૈયદ મોહોમ્મદ નિઝારશાહ ની દરગાહ ખંભાત ના નારંગેસર તળાવ ઉપર આવેલી છે, જેમના અનુયાયી માં મુસ્લિમો ઉપરાંત કુંભાર, ગોલા, કાછીયા, કડીયા વગેર વર્ણ ના લોકો નો સમાવેશ થાય છે. ચોથા દીકરા હઝરત પીર સૈયદ મોહોમ્મદ ખાલીકશાહ ની દરગાહ ગુજરાત ના કડિ પ્રાંત ના પાટણ શહેર માં આવેલી છે, તેમના અનુયાયીઓ માં મુસ્લિમો ઉપરાંત કંદોઈ, ભાવસાર, મોઢ, ઘાંચી વગેરે નો સમાવેશ થાય છે જે બધા સતપંથી હોય છે એટલે કે પોતે અન્ય ધર્મ ના હોવા છતાં હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા એ બતાવેલા ઇસ્લામ ના પંથ માં શ્રદ્ધા રાખનારા હોય છે.

હઝરત પીર ઇમામશાહબાવા ના મોટા દીકરા નૂર અલી મોહોમ્મદશાહ ને ત્રણ પત્નીઓ હતા જેમાં પ્રથમ હઝરત બીબી બુઝુર્ગ હતા જે મહેમુદ બેગડા ના દીકરી હતા. તેમને 9 દીકરા અને 6 દીકરીઓ હતી જેમાંથી અમુક નાની ઉંમરે ગુજરી ગયા હોવાથી તેમના નામ ઓછા જણાય છે, તેમના દીકરા સૈયદ શાહબુદ્દીનબાવા, સૈયદ મુસ્તુફાબાવા, સૈયદ શેરઅલીબાવા, બીબી રાજેઆલમ વગેરે છે.
જેમાં સૈયદ શાહબુદ્દીનબાવા ની દરગાહ ઠીક હઝરત પીર ઇમામશાહબાવા ની દરગાહ ના પૂર્વ દિશામાં આવેલી છે, સૈયદ શાહબુદ્દીનબાવા ના વંશજો જલાલશાહી સૈયદ તરીકે ઓળખાય છે.
સૈયદ મુસ્તુફા બાવા વંશજો નૂરશાહી સૈયદ તરીકે ઓળખાય છે જેમની દરગાહ હઝરત ઇમામશાહબાવા દરગાહ પરિસર માં જ નગીના ઘુમટી ની પૂર્વ દિશા માં આવેલી છે. તેમના દીકરા હઝરત પીર સૈયદ નૂરશાહ, પીર સૈયદ વલનશાહ અને પીર સૈયદ ફતાહઉલ્લાહશાહ છે જેમની દરગાહઓ હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા દરગાહ ની પશ્ચિમ દિશામાં આવેલી છે જે ઇમામશાહબાવા દરગાહ ની જેમજ ભવ્ય છે.
હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ના પુત્ર હઝરત નૂર અલી મોહોમ્મદશાહ ના બીજા પત્ની બીબી પરમાબાઈ હતા જેમને એક દીકરા હતા જેમનું નામ ખાન મોહોમ્મદ હતું, જેમના વંશજો સૈયદખાની સૈયદ તરીકે ઓળખાય છે. તેમની દરગાહ ઇમામશાહબાવા દરગાહ ની ઠીક બાજુ માં પૂર્વ દિશા માં આવેલી છે.
નૂર અલી મોહોમ્મદશાહ ના ત્રીજા પત્ની જમાલ બાઈ ને એક દીકરા હતા જેમનું નામ સૈયદ અલી હતું જેઓ નાની વયે વફાત પામ્યા હતા. બીબી જમાલબાઈ ની કબર મુખ્ય દરગાહ ની બહાર બીબી બુઝુર્ગ ખાતુંન ની બાજુમાં આવેલી છે. તેમજ સૈયદ અલી ની કબર દરગાહ ની બહાર જમણી બાજુ એ આવેલી છે.

દરગાહ ની ઠીક બહાર હઝરત ઇમામશાહબાવા ના શિષ્ય(ખલિફા) હઝરત હઝરબેગ બાવા ની કબર આવેલી છે, જેના માથા ની તરફ પથ્થર ની ત્રણ તકતીઓ લાગેલી છે જેમાં તે સમય ની રાજભાષા ફારસી માં કુરાન ની આયાત, હઝરત ઇમામશાહ બાવા અને હઝરબેગબાવા ની ઉંમરી, દરગાહ ની વિગતો લખેલી છે. જે આજે પણ હઝરત હઝરબેગબાવા ની કબર પર લાગેલી છે. દરગાહ માં અમુક વર્ષો પહેલા સુધી હઝરત નૂર મોહોમ્મદશાહ બાવા ની કબર પાસે કુરાન રાખવામા આવેલું હતું, અરબી ભાષા માં આયાતો રાખવામાં આવેલી હતી જેને કોમી વિખવાદોમાં સંચાલન કર્તાઓ દ્વારા ધીરે ધીરે હટાવી લેવાયું, પરંતુ આજે પણ જુના ફોટોગ્રાફ્સ પર થી તેને સમજી શકાય છે. 2001 સુધી મોહરમ માસ ની નવમી અને દસમી તારીખે તાજીયા નો ભવ્ય જુલુસ તથા ઇસ્લામિક પરચમ એટલે કે અલમ હઝરત ઇમામશાહબાવા દરગાહ પરિસર માં થઈ ને કાઢવામાં આવતા હતા જે 2001 માં થયેલા સૈયદો અને મોમીન એટલે કે સતપંથી સમાજ ના આંતરિક વિખવાદ ના કારણે સ્થગિત કરવામાં આવ્યુ.

દરગાહ ની પશ્ચિમ દિશામાં 17મી સદી માં તે સમય ના ગાદીપતિ કાકા અબ્દુરરહીમ દ્વારા નિર્માણ પામેલી લગભગ 270 થી 300 વર્ષ જૂની મસ્જિદ પણ આવેલી છે, જેને ઇમામશાહી મસ્જિદ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં આજે પણ સૈયદો અને અન્ય મુસ્લિમો નમાઝ અદા કરે છે. હઝરત પીર ઇમામશાહબાવા દરગાહ ની ઠીક દક્ષિણ માં ઇમામશશબાવા ના વંશજો નું કબ્રિસ્તાન આવેલું છે જેને ઇમામશાહી કબ્રિસ્તાન તરીકે ઓળખવામાં આવે છે. દરગાહ પરિસરમાં જ નગીના ઘુમટી આવેલી છે જેનું મુખ દક્ષિણ દિશા તરફ હતું અને હઝરત ઇમામશાહબાવા ગાદી પર બેસી ને લોકો ને જ્ઞાન આપતા હતા.

હઝરત ઇમામશાહબાવા દરગાહ નું સંચાલન ધી ઇમામશાહબાવા રોઝા સંસ્થા ટ્રસ્ટ વડે કરવામાં આવે છે જેનું નિર્માણ 1939 માં થયું હતું. જેનું સંચાલન 1 કાકા અને 10 ટ્રસ્ટીઓ વડે કરવામાં આવે છે જેમાં 3 હઝરત પીર સૈયદ ઇમામશાહ ના વંશજો ટ્રસ્ટી હોય છે જે પીરાણા, કાનમ અને પેટલાદ વિસ્તાર થી ચૂંટાય છે. ઇમામશાહ બાવા ના ત્રણે વંશજ ટ્રસ્ટીઓ ને જ કાકા (ગાદીપતિ) નિમવાનો અધિકાર અપાયેલો છે તથા તમામ વંશજો ને ટ્રસ્ટ ની મિલકત અને ઇમામશાહબાવા દરગાહ ની આવક પર વંશજ તરીકે કબજો કોર્ટ દ્વારા 1939 માં અપાયેલો છે. બીજા સાત સતપંથી ટ્રસ્ટીઓ હોય છે જે માનકુવા, વિથોણ, નેત્રા, કપડવંજ, સુરત, ભાવનગર અને ચરોતર માં થી ચૂંટાય છે જેમના માટે સતપંથ ધર્મ પાળવો ફરજિયાત છે.

2019 થી આજ સુધી સમારકામ ની આડ માં દરગાહ ના ભૌતિક ઢાંચા માં જંગી ફેરફાર કરાયો છે, જેમાં ઇમામશાહબાવા દરગાહ ની જાળીયો, નકશી વગેરે બદલવામાં આવ્યા છે. સુંદર ઈરાની શૈલી નું અકીક કામ કાઢી ને આરસ લગાવાયા છે, દરગાહ માં હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા, તેમના પૂત્ર હઝરત સૈયદ નૂર અલી મોહોમ્મદશાહ તથા સૈયદ ઇમામશાહ બાવાના પત્ની હઝરત ફાતિમાબીબી ની કબર ઉપર ચાંદી થી મઢેલી અને કુરાની આયાતો કંડારેલી લાકડા ની છત્રી હટાવી ને સાદી છત્રી લાગાવી દેવાઈ છે, ઘુમ્મટ પાસે આવેલી ઈરાની છબી ને બદલી ને જ્યોત ની છબી લગાડવામાં આવી છે, મુખ્ય દરવાજા પર ભારતીય મંદિર શૈલી પ્રમાણે તોરણ લાગવાયું છે. હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ના વંશજ હઝરત નૂરશાહબાવાની દરગાહ, હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા વંશજો નું ઇમામશાહી કબ્રિસ્તાન, ઇમામશાહી મસ્જિદ વગેરે ઇસ્લામિક મિલકતો ને લગભગ 22 ફૂટ ઊંચી દીવાલ થી તારીખ 30 જાન્યુઆરી 2022 ના રોજ ઢાંકી દેવાઈ છે, જેના પાછળ નો ઉદ્દેશ્ય ઇસ્લામિક શૈલી ને છુપાવવાનો છે. હઝરત સૈયદ ઇમામશાહબાવા દરગાહ પરિસર માં આવેલી તમામ કબરો ને ઉંચા કઠેરા અને દીવાલો થી ઢાંકી દેવાઈ છે જે ખરેખર ઇસ્લામિક શૈલી ને ભોળાભાળા હિંદુઓ થી છુપાવવાનો પ્રયાસ છે જેને કદી સાચો સતપંથી સહન કરી શકશે નહીં.

અંબિયા-એ-કિરામ (અલૈહિમુસ્સલામ)ની દાવત અને તેમની ઉમ્મતો વચ્ચેના સંબંધની એક બુનિયાદી ખાસિયત એ રહી છે કે તેમણે પોતાની ખિદમત...
06/09/2026

અંબિયા-એ-કિરામ (અલૈહિમુસ્સલામ)ની દાવત અને તેમની ઉમ્મતો વચ્ચેના સંબંધની એક બુનિયાદી ખાસિયત એ રહી છે કે તેમણે પોતાની ખિદમત-એ-ખુદા અને તબ્લીગના બદલામાં ક્યારેય દુન્યવી માલ કે ઉજરતની માંગણી કરી નથી. કુરઆને મજીદમાં હઝરત નૂહ, હઝરત હૂદ, હઝરત સાલેહ, હઝરત લૂત અને હઝરત શુએબ (અલૈહિમુસ્સલામ)ની ઝબાનથી વારંવાર આ જ અલ્ફાઝ દોહરાવવામાં આવ્યા છે:

"અને હું આના પર તમારી પાસેથી કોઈ અજ્ર (બદલો) માંગતો નથી, મારો અજ્ર તો તમામ જંહાનોના રબના જવાબદારીમાં છે."
(સૂરહ અશ્-શુઅરા)

તમામ અંબિયાના મામલામાં આ ઉસૂલ સામાન્ય રહ્યો કે તેમનો અજ્ર સીધો અલ્લાહ તઆલાને સોંપવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે વાત ખાતિમુલ અંબિયા હઝરત મુહમ્મદ મુસ્તફા ﷺની આવે છે, ત્યારે અલ્લાહ તઆલાએ નબૂવતની આ સિલસિલામાં એક એવી મુનફરિદ અને ખૂબસૂરત રાહ કાઢી, જેણે ઉમ્મતને પોતાના નબી ﷺ સાથે મોહબ્બતનો એક અમલી અને અઝીમ પાયમાનો અતા કર્યો.

અલ્લાહ તઆલાએ સૂરહ અશ્-શુઅરા, આયત 23માં પોતાના મહબૂબ નબી ﷺની ઝબાનથી ઉમ્મત સામે એક એવો મુતાલબો મૂક્યો, જે કોઈ બીજા નબીની શાનમાં નાઝિલ થયો નથી:

"કુલ્ લા અસ્અલુકુમ અલૈહિ અજ્રન ઇલ્લલ મવદ્દતા ફિલ કુર્બા"
અનુવાદ.👇
"તમે કહી દો કે હું આના બદલામાં તમારી પાસેથી કોઈ બદલો માંગતો નથી, સિવાય એ કે મારા કરાબત (ખાનદાન વ ઔલાદ)થી મોહબ્બત રાખો."

આ આયત-એ-મુબારક પોતાના અંદર એક ઊંડો ફિક્રી અને રૂહાની પહેલુ સમેટીને રાખે છે. જ્યાં તમામ અંબિયાએ પોતાની ઉમ્મત પાસેથી કોઈ પણ પ્રકારના સંબંધ કે અજ્રની શરત રાખી નહીં, ત્યાં હુઝૂર ﷺની રિસાલત સાથે આ જોડવામાં આવ્યું કે જો તમે આ અઝીમ એહસાન (હિદાયત)નો કોઈ બદલો ચૂકવવા માંગતા હો, તો તેની સૂરત એ છે કે મારા અહલે-બૈત અને મારી ઔલાદ સાથે મોહબ્બતનો સંબંધ કાયમ રાખો.

તારીખ અને તફસીરના મુતાલિક આ હકીકત પોતાની જગ્યાએ બિલકુલ વાઝેહ છે કે કોઈ બીજા પયગંબરની ઔલાદ અથવા ખાનદાનને 'અજ્રે-નબૂવત' એટલે કે નબૂવતના બદલાના રૂપમાં ઉમ્મત માટે મોહબ્બતનું મરકઝ બનાવવામાં આવ્યું નથી.

હઝરત નૂહ (અલૈહિસ્સલામ)નો દીકરો તેમના દીન પર કાયમ રહી શક્યો નહીં. હઝરત ઇબ્રાહીમ (અલૈહિસ્સલામ)ના વાલિદ અને ખાનદાનનો એક હિસ્સો હકથી દૂર રહ્યો—એટલે કે બીજા અંબિયાના મામલામાં ઔલાદ અથવા ખાનદાનની મોહબ્બતને દીનનો હિસ્સો અથવા અજ્ર કરાર આપવામાં આવ્યો નથી.

આ ફક્ત અને ફક્ત સૈય્યદુલ આલમીન હઝરત મુહમ્મદ મુસ્તફા ﷺનો ખાસૂસી એજાઝ (વિશેષ ગૌરવ) છે કે આપ ﷺની ઔલાદ, આપ ﷺ અને આપ ﷺના ખાનદાન સાથેની મોહબ્બતને ઈમાનની અલામત અને નબી ﷺના હકની અદાયગી કરાર આપવામાં આવી.

અજ્રનો અસલ ફાયદો કોનો છે?

આ આયતના આગલા હિસ્સામાં અલ્લાહ તઆલાએ ખુદ આ વાઝેહ કરી દીધું કે અહલે-બૈતથી મોહબ્બતનો આ હુકમ હકીકતમાં નબી ﷺના ફાયદા માટે નહીં, પરંતુ ખુદ ઉમ્મતની ભલાઈ માટે છે:

"અને જે કોઈ ભલાઈ કમાશે, અમે તેના માટે તેમાં વધુ ભલાઈ વધારી દઈશું."
(સૂરહ અશ્-શુઅરા: 23)

એટલે કે અહલે-બૈતથી મોહબ્બત કરવી, તેમની ઇઝ્ઝત કરવી અને તેમના નકશે-કદમ પર ચાલવું, હકીકતમાં ઉમ્મત માટે પોતાની આખિરતને સંવારવાનો અને જન્નતનો રસ્તો આસાન કરવાનો એક વસીલો છે.

નબી-એ-કરીમ ﷺને અલ્લાહે પોતે જ બધું અતા કરી રાખ્યું છે, પરંતુ ઉમ્મતને એક વસીલો આપી દીધો કે તે પોતાની નસલોને નબી ﷺના ઘરાનાથી જોડીને ઈમાનની મીઠાશ હાંસલ કરે.

આ મુનફરિદ મકામ આ વાતની ગવાહી આપે છે કે હુઝૂર ﷺનું ખાનદાન અને આપ ﷺની ઔલાદ માત્ર લોહીનો સંબંધ નથી, પરંતુ આ ઉમ્મત માટે હિદાયત, તાલીમ અને રૂહાની સુકૂનનું એવું દરિયા છે, જે કયામત સુધી જારી રહેશે.

પુસ્તકો છાતીએ લગાવવા તો બહુ સહેલા છે,આ આયતોના મફ્હૂમ (અર્થ)ને દિલમાં ઉતારીએ તો ખરી.મક્કા ને મદીના તો બહુ દૂરની વાત છે,પહ...
03/09/2026

પુસ્તકો છાતીએ લગાવવા તો બહુ સહેલા છે,
આ આયતોના મફ્હૂમ (અર્થ)ને દિલમાં ઉતારીએ તો ખરી.
મક્કા ને મદીના તો બહુ દૂરની વાત છે,
પહેલાં ઉંચ-શરીફના પીર હસન કબીરુદ્દીન કુફ્રે શિકનને સમજીએ તો ખરી.

પીર હસન કબીરુદ્દીનને સમજ્યા વિના મદીના કેવી રીતે પામશો?
અહીં જ દિલ ના જાગ્યું તો ત્યાં હાથ મલતા રહી જશો!

આપણે દીનની વાતો કરીએ છીએ, આયતો વાંચીએ છીએ, પુસ્તકો વાંચીએ છીએ અને અઝીમ હસ્તીઓના નામ પણ લઈએ છીએ; પરંતુ જે લોકોએ મોમીન કોમ સુધી દીનનો સંદેશ પહોંચાડવા માટે પોતાની જિંદગી ખપાવી દીધી, તેમના અહસાનને આપણે કેટલું યાદ કરીએ છીએ?

પીર હસન કબીરુદ્દીન કુફ્રે શિકન (રહમતુલ્લાહી અલૈહે) મોમીન કોમ માટે એક અઝીમ હસ્તી છે. તેમની ખિદમતને માત્ર ઇતિહાસના પાનામાં બંધ કરી દેવી નહીં, પરંતુ તેમની મહેનત અને અહસાનને દિલથી સમજવાની જરૂર છે.

મોમીન કોમ સુધી કલિમા-એ-તૈય્યબાનો સંદેશ પહોંચાડવો, લોકોને ઈમાન અને દીનની તરફ દોરવા માટે મહેનત કરવી અને હિદાયતની વાતને આગળ પહોંચાડવી—આ કોઈ નાનું કામ નથી.

કલિમા-એ-તૈય્યબા આપણા ઈમાનની બુનિયાદ છે.
અને જે અઝીમ હસ્તીએ મોમીન કોમને કલિમા-એ-તૈય્યબાનો અમૂલ્ય સંદેશ અતા કર્યો અને તેમને દીનની રાહ સાથે જોડવાની ખિદમત કરી, તેમના આ અહસાન-એ-અઝીમને ભૂલવું ના જોઈએ.

આપણે એક ક્ષણ માટે પોતાના દિલને પૂછીએ:

શું આપણે આપણા મોહસિનને ઓળખીએ છીએ?
શું આપણે તેમના અહસાનને યાદ કરીએ છીએ?
શું આપણે તેમની ખિદમતનો ઝિક્ર કરીએ છીએ?
શું આપણે તેમની મહોબ્બતને પોતાની જિંદગીમાં સ્થાન આપ્યું છે?

અફસોસ એ છે કે આજે અમુક લોકો દુનિયાની નાની-નાની બાબતોને યાદ રાખે છે, પરંતુ પોતાની દીની કોમ માટે મહેનત કરનાર એવી અઝીમ હસ્તી પીર સૈયદ હસન કબીરુદ્દીન (રહમતુલ્લાહી અલૈહે) ને યાદ કરવાનો સમય તેમની પાસે નથી.

આપણે પીર હસન કબીરુદ્દીનને માત્ર નામથી નહીં, તેમના અહસાનથી ઓળખવા જોઈએ.

મહોબ્બતનો તકાજો છે કે જેને આપણે પોતાનો દીની રહનુમા માનીએ, તેની ખિદમતને યાદ કરીએ, તેના નામનો અદબ કરીએ અને તેના દીની વારસાને ભૂલીએ નહીં.

અને જો પીર હસન કબીરુદ્દીન સાથે મહોબ્બત છે, તો તેમની ઔલાદ સાથે પણ મહોબ્બત, અદબ અને સન્માન હોવું જોઈએ.

કારણ કે સાચી મહોબ્બત માત્ર બોલવામાં નથી હોતી;
સાચી મહોબ્બત યાદમાં, અદબમાં, વફાદારીમાં અને અહસાન માનવામાં છે.

આપણે ઘણી વખત મક્કા અને મદીના જવાની ખ્વાહિશ વ્યક્ત કરીએ છીએ. મદીના-એ-મુનવ્વરાની મહોબ્બતની વાત કરીએ છીએ. પરંતુ સવાલ એ છે કે શું આપણા દિલમાં અહીં આપણા દીની મોહસિનોની મહોબ્બત જાગી છે?

દૂરની મંજિલની વાત કરતાં પહેલાં નજીકની જવાબદારી સમજવી પડશે.

મક્કા-મદીના બહુ દૂરની વાત છે,
પહેલાં પોતાના દિલને જગાડીએ.
પહેલાં પોતાના મોહસિનોને ઓળખીએ.
પહેલાં તેમના અહસાનને યાદ કરીએ.
પહેલાં પીર હસન કબીરુદ્દીનને સમજીએ તો ખરી!

કારણ કે જે દિલ પોતાના મોહસિનને ભૂલી જાય, એ દિલમાં મહોબ્બતના દાવાની હકીકત પર વિચાર કરવો જરૂરી છે.

પીર હસન કબીરુદ્દીનની ખિદમતને યાદ કરવી એટલે માત્ર એક પોસ્ટ કરવી નથી.

તેમના અહસાનને સમજવું,
કલિમા-એ-તૈય્યબાની કદર કરવી,
દીનના સંદેશને દિલમાં ઉતારવો,
તેમની મહોબ્બત રાખવી
અને તેમની ઔલાદ પ્રત્યે અદબ અને મહોબ્બત કાયમ રાખવી—
આ જ સાચી યાદની નિશાની છે.

આવો, આપણે આપણા દીની ઇતિહાસને ભૂલીએ નહીં.

જે અઝીમ હસ્તીને મોમીન કોમ માટે મહેનત કરી, તેમના નામને જીવંત રાખીએ.
તેમની ખિદમતનો ઝિક્ર કરીએ.
તેમના અહસાનને દિલથી સ્વીકારીએ.
અને આવનારી પેઢીઓને પણ તેમના વિશે જણાવીએ.

પુસ્તકો છાતીએ લગાવવા સહેલા છે,
પણ તેમના મફ્હૂમને દિલમાં ઉતારવો જરૂરી છે.

મક્કા ને મદીના તો બહુ દૂરની વાત છે,
પહેલાં ઉંચ-શરીફના પીર હસન કબીરુદ્દીન કુફ્રે શિકનને સમજીએ તો ખરી.

પીર હસન કબીરુદ્દીનને સમજ્યા વિના મદીના કેવી રીતે પામશો?
અહીં જ દિલ ના જાગ્યું તો ત્યાં હાથ મલતા રહી જશો!

✍️તાલિબ એ દુઆ શોએબ વારસી..🙏🏻

17 रब्बीउल अव्वल जहूर ए पुरनूर वारिस ए रसूल, नूर ए अली ओ बतूलहसनैन करीमैन के चस्मो चरागजैनुल आबेदीन के राज दुलहारेमहोम्म...
31/08/2026

17 रब्बीउल अव्वल जहूर ए पुरनूर
वारिस ए रसूल, नूर ए अली ओ बतूल
हसनैन करीमैन के चस्मो चराग
जैनुल आबेदीन के राज दुलहारे
महोम्मद बाकिर के बेटे
हुज्जतुल इस्लाम, इमाम उल मोमिनिन, इमाम उल मुत्तकीन
सैयेदिना व मौलाना मोहम्मद जफर अल सादिक (अलैहिस्सलाम) तमाम आशिक ए अहले बैत को और बिल,खुसुस सादात ए इक्राम को बहुत बहुत मुबारक हो,,🙏🏻♥️🌹💐

इमाम जफर अल सादिक (अलैहिस्सलाम) हजरत नोमान बिन साबित अल मारूफ अबू हनीफा (रजी अल्लाह अन्हो) के उस्ताद है, और इमाम अबू हनीफा फरमाया करते थे की इमाम जफर सादिक न होते तो मैं हलाक हो जाता,,

नाम:- मोहम्मद जफर (अलैहिस्सलाम)
लकब:- सादिक, साबिर, ताहिर, फाजिल
कुन्नियत:- अबू अब्दुल्लाह
वालिद:- मोहम्मद बकीर (अलैहिस्सलाम)
वालिदा:- उम्मे फरवाह फातिमा बिन्ते कासिम
वीलादात:- 17 रबीउल अव्वल 83 हिजरी
सहादत:- 25 सव्वाल 148 हिजरी,, अब्बासी खलीफा ने जहर दे कर करवाई
मजार शरीफ:- जन्नतुल बकी कब्रिस्तान (मदीना शरीफ)

*12 इमामो के नाम*
(1) इमाम अली इब्ने अबु तालिब (अलयहिस्सलाम)
(2) इमाम हसन इब्ने अली (अलयहिस्सलाम)
(3) इमाम हुसैन इब्ने अली (अलयहिस्सलाम)
(4) इमाम जैन उल आबेदीन इब्ने हुसैन (अलयहिस्सलाम)
(5) इमाम मोहम्मद बाकिर इब्ने जैन उल आबेदीन (अलयहिस्सलाम)
(6) इमाम जफर इब्ने मोहम्मद बाकिर (अलयहिस्सलाम)
(7) इमाम मूसा काजिम इब्ने जफर (अलयहिस्सलाम)
(8) इमाम अली रीजा इब्ने मूसा काजिम (अलयहिस्सलाम)
(9) इमाम मोहम्मद तकी इब्ने अली रीजा (अलयहिस्सलाम)
(10) इमाम अली अल नकी इब्ने मोहम्मद तकी (अलयहिस्सलाम)
(11) इमाम हसन अल असकरी इब्ने अली नकी (अलयहिस्सलाम)
(12) इमाम महदी इब्ने हसन अल असकरी (अलयहिस्सलाम)

अल्लाहुम्मा सल्ले अला सैय्यदीना मुहम्मदिंव व-अला आले सैय्यदीना मुहम्मदिन व-बारीक व-सलाम..🙏🏻

સરવરે-કૌનૈન હઝરત મુહમ્મદ મુસ્તફા ﷺઆફરીનિશ (સૃષ્ટિની શરૂઆત) માં તમામ અંબિયા અલૈહિમુસ્સલામથી અવ્વલ છે.​અને આપની નુબુવ્વત ત...
26/08/2026

સરવરે-કૌનૈન હઝરત મુહમ્મદ મુસ્તફા ﷺ
આફરીનિશ (સૃષ્ટિની શરૂઆત) માં તમામ અંબિયા અલૈહિમુસ્સલામથી અવ્વલ છે.
​અને આપની નુબુવ્વત તમામ અંબિયાની નુબુવ્વત પર મુકદ્દમ છે.
​ઇબ્ને અબી હાતિમ રહમતુલ્લાહિ અલૈહે પોતાની તફસીરમાં અને અબૂ નુઐમ રહમતુલ્લાહિ અલૈહે "અદ-દલાઇલ" માં બા-તરીક મુતઅદ્દિદા હઝરત કતાદા રહમતુલ્લાહિ અલૈહથી, તેમણે હઝરત હસન રહમતુલ્લાહિ અલૈહથી, તેમણે હઝરત અબૂ હુરૈરા રઝિયલ્લાહુ અન્હુથી અને તેમણે નબી-એ-કરીમ ﷺ થી આ આયત-એ-કરીમા:
​"વ ઇઝ અખઝના મિનન-નબિય્યીના મીસાકહુમ"
(પારો 21, અલ-અહઝાબ)
ની તફસીર હેઠળ રિવાયત કરી કે હુઝૂર અકરમ ﷺ એ ફરમાવ્યું:
​"હું આફરીનિશ (સૃષ્ટિની શરૂઆત) માં અવ્વલુલ-અંબિયા છું અને બઅસ (મોકલવામાં) તેમના પછી છું, પરંતુ મારા મન્સબ-એ-નુબુવ્વતને તેમના પહેલાં ઝાહિર ફરમાવવામાં આવ્યો."
​અબૂ સહલ કત્તાન રહમતુલ્લાહિ અલૈહે પોતાની કિતાબ "અમાલી" માં હઝરત સહલ બિન સાલિહ હમદાની રહમતુલ્લાહિ અલૈહથી રિવાયત કરી. તેમણે ફરમાવ્યું કે મેં હઝરત અબૂ જાફર મુહમ્મદ બિન અલી રહમતુલ્લાહિ અલૈહથી દરિયાફ્ત કર્યું કે હુઝૂર અકરમ ﷺ તમામ અંબિયા અલૈહિમુસ્સલામથી કઈ રીતે મુકદ્દમ છે, જોકે આપ ﷺ સૌના પછી મબઉસ થયા?
​તો તેમણે જવાબ આપ્યો કે અલ્લાહે જ્યારે બની આદમની પુશ્તોમાંથી નીકાળીને તેમની પાસેથી અહદ લીધો અને એકને બીજા પર ગવાહ બનાવીને ફરમાવ્યું:
​"અલસ્તુ બિરબ્બિકુમ"
(શું હું તમારો રબ નથી?)
​તે વખતે રસૂલુલ્લાહ ﷺ એ સૌથી પહેલાં જવાબમાં કહ્યું:
​"બલા"
(હા)
​એક વજહ અંબિયા અલૈહિમુસ્સલામ પર તકદીમની આ પણ છે
​અને એ મહબૂબ! યાદ કરો જ્યારે અમે નબીઓ પાસેથી અહદ લીધો.
(તરજુમા કંઝુલ-ઈમાન)
​આ સિલસિલામાં મુતઅદ્દિદ અહાદીસ વારિદ છે. સરવરે-આલમ ﷺ નું ઇરશાદ છે:
​"કુન્તુ નબિય્યન વ આદમુ બૈનર-રૂહિ વલ-જસદ"
(હું તે વખતે પણ નબી હતો જ્યારે આદમ રૂહ અને જિસ્મની દરમ્યાન હતા.)
​બીજી એક હદીસમાં આવ્યું છે:
"ઇન્ની અબ્દુલ્લાહિ વ ખાતમન્-નબિય્યીન વ આદમુ લમુન્જદિલુન ફી તીનતિહી"
(બેશક હું અલ્લાહનો બંદો અને આખરી નબી છું, એ સમય સુધી કે આદમ પોતાના ખમીરમાં હતા.)

रसूल-ए-अकरम ﷺ ने उम्मत को ऐसी हिदायतें अता फ़रमाईं जो क़यामत तक आने वाले मुसलमानों के लिए रहनुमाई का ज़रिया हैं। उन्हीं ...
24/08/2026

रसूल-ए-अकरम ﷺ ने उम्मत को ऐसी हिदायतें अता फ़रमाईं जो क़यामत तक आने वाले मुसलमानों के लिए रहनुमाई का ज़रिया हैं। उन्हीं में एक अहम हिदायत क़ुरआन और अहले-बैत से वाबस्ता रहने की है।

रसूल ﷺ ने फ़रमाया:
“मैं तुममें दो अज़ीम चीज़ें छोड़कर जा रहा हूँ—अल्लाह की किताब और अपने अहले-बैत। अगर तुम इन दोनों को मज़बूती से थामे रखोगे तो गुमराह नहीं होगे।”

अब ज़रा ठहरकर सोचिए...

जब सहाबा-ए-किराम (रज़ि.) जैसी बरगुज़ीदा हस्तियों के लिए, जो आप ﷺ की सोहबत से मुनअवर थे, क़ुरआन और अहले-बैत दोनों को मज़बूती से थामना लाज़िम और ज़रूरी क़रार दिया गया, तो ज़रा सोचिए कि आज के पुरफ़ितना दौर में हम जैसी कमज़ोर उम्मत पर यह ज़िम्मेदारी कितनी ज़्यादा बढ़ जाती है!

​सहाबा ने अपनी ज़िंदगी में इस हुक्म पर पूरी तरह अमल किया। उन्होंने क़ुरआन को अपनी ज़िंदगी का दस्तूर बनाया और नबी-ए-करीम ﷺ के अहले-बैत से मोहब्बत, एहतराम और अक़ीदत का वह हक़ अदा किया जो उनकी शान के मुताबिक था।

जब रसूल-ए-अकरम ﷺ ने क़ुरआन के साथ अपने अहले-बैत को उम्मत की रहनुमाई का ज़रिया बताया, तो फिर अहले-बैत की मोहब्बत, अदब और इताअत को महज़ एक फ़ज़ीलत या पसंद की चीज़ समझ लेना कैसे सही हो सकता है?

अहले-बैत से मोहब्बत कोई नया ख़याल नहीं। ये तो ख़ुद रसूल ﷺ की तालीम है।

जिस घराने को नबी ﷺ ने अपनी उम्मत के सामने इज़्ज़त और मोहब्बत का मुक़ाम दिया, उस घराने से जुड़ना, उनसे मोहब्बत करना और उनके नक़्श-ए-क़दम को अहमियत देना हर उस शख़्स के लिए ज़रूरी है जो रसूल ﷺ से सच्ची मोहब्बत का दावा करता है।

और अगर कोई यह सवाल करे कि सहाबा का अहले-बैत से क्या रिश्ता था?

तो जवाब साफ़ है:

सहाबा-ए-किराम रसूल ﷺ के जाँनिसार थे और अहले-बैत रसूल ﷺ का अपना घराना। इसलिए सहाबा के लिए भी अहले-बैत का अदब और मोहब्बत कोई मामूली मामला नहीं था।

सहाबा हों या बाद की उम्मत—रसूल ﷺ की हिदायत सबके लिए रहनुमा है।

बल्कि मोहब्बत का तक़ाज़ा तो ये है कि इंसान अपने आपको अहले-बैत की मोहब्बत में ग़ुलाम और ख़ादिम समझे। यहाँ “ग़ुलामी” से मुराद इज़्ज़त, मोहब्बत और इताअत की वो हालत है जिसमें इंसान अपने नफ़्स और अपनी पसंद को पीछे रखकर रसूल ﷺ के घराने से वफ़ादारी को अपने ईमान की ख़ूबसूरती समझता है।

हम अहले-बैत के मुक़ाबले में किसी को खड़ा नहीं करते।

न सहाबा की तौहीन मक़सद है, न किसी मुसलमान की दिल-आज़ारी।

हम तो बस ये पूछते हैं:

अगर रसूल ﷺ ने अपनी उम्मत को क़ुरआन के साथ अपने अहले-बैत से जुड़े रहने की हिदायत दी, तो आज हम अहले-बैत का ज़िक्र करने से क्यों घबराएँ?

क्यों उनकी फ़ज़ीलत बयान करने में हिचकिचाएँ?

क्यों उनके मसायब पर बात करने को फ़ितना समझें?

क्यों उनके नाम पर सलाम और दरूद भेजने वालों को सवालों के घेरे में खड़ा करें?

जिस नबी ﷺ ने अपनी उम्मत को अपने घराने की मोहब्बत की तरफ़ मुतवज्जेह किया, उस घराने की मोहब्बत को ज़िंदा रखना कोई फ़िर्क़ापरस्ती नहीं—बल्कि मोहब्बत-ए-रसूल ﷺ का एक अहम तक़ाज़ा है।

हमें ये भी समझना होगा कि अहले-बैत की मोहब्बत सिर्फ़ ज़बान का नारा नहीं।

ये अदब है।
ये वफ़ादारी है।
ये मोहब्बत है।
ये उनके ज़िक्र को ज़िंदा रखना है।
ये उनकी सीरत को समझना है।
ये उनके सब्र, इल्म, इबादत और क़ुर्बानियों से सबक़ लेना है।

क़ुरआन हाथ में हो और अहले-बैत की मोहब्बत दिल में हो—यही वो विरासत है जिसे रसूल ﷺ ने अपनी उम्मत तक पहुँचाया।

इसलिए अहले-बैत की मोहब्बत को किसी एक गिरोह की पहचान न बनाइए।

इसे मोहब्बत-ए-मुस्तफ़ा ﷺ का हिस्सा समझिए।

क्योंकि जो दिल रसूल ﷺ से मोहब्बत करता है, वो रसूल ﷺ के घराने की मोहब्बत को अपने लिए बोझ नहीं, बल्कि नसीब समझता है।

अहले-बैत हमारे लिए सिर्फ़ तारीख़ के किरदार नही वो मोहब्बत, अदब, सब्र, इल्म और क़ुर्बानी की रौशन मिसाल हैं।

और हमारा फ़र्ज़ है कि हम उनकी मोहब्बत को अपनी नस्लों तक पहुँचाएँ।

अहले-बैत का ज़िक्र रोकने से मोहब्बत ख़त्म नहीं होगी,
बल्कि हर दौर में कोई न कोई आशिक़-ए-अहले-बैत उठेगा और कहेगा:

हमारा सर झुक सकता है,
हमारी आवाज़ दबाई जा सकती है,
मगर अहले-बैत की मोहब्बत हमारे दिलों से नहीं निकाली जा सकती।

اللّٰهم صلِّ على محمدٍ وآلِ محمد ﷺ

तालिब-ए-दुआ शोएब वारसी..🙏🏻








🇮🇳 15 August🧡🤍💚 Independence day
14/08/2026

🇮🇳 15 August🧡🤍💚 Independence day

મુસલમાનોની તારીખમાં કેટલીક એવી પીડાઓ છે, જેને માત્ર ઔપચારિક તારીખ સમજીને ભૂલી શકાય નહીં, પરંતુ તે આપણા ઈમાનની કસોટી હોય ...
13/08/2026

મુસલમાનોની તારીખમાં કેટલીક એવી પીડાઓ છે, જેને માત્ર ઔપચારિક તારીખ સમજીને ભૂલી શકાય નહીં, પરંતુ તે આપણા ઈમાનની કસોટી હોય છે. આજે જ્યારે આપણે આ વિષય પર વિચાર કરીએ છીએ, ત્યારે દિલનો એક ખૂણો ખૂબ જ રંજ અને નિરાશાથી ભરાઈ જાય છે.

આ એક કડવી હકીકત છે કે આપણા સમાજમાં મહબૂબ-એ-સુભાની, કુત્બ-એ-રબ્બાની, ગૌસ-એ-આઝમ મોટા પીર અબ્દુલ કાદિર જીલાની (રહમતુલ્લાહિ અલૈહ)ના નામે મહેફિલો સજાવનારા, લંગર અને બિરયાનીના મોટા મોટા એહતેમામ કરનારા અને તેમના નામના નારા લગાવનારા લોકો ઘણી વખત તેમના અઝીમ જદ્દ-એ-પાક (દાદા) હઝરત ઈમામ હસન (અલૈહિસ્સલામ)ના ઝિક્રથી ગાફિલ નજર આવે છે, જેમની શહાદતનો મહિનો કે દિવસ આ ઉમ્મત માટે બેહદ મહત્વ ધરાવે છે.

આ વાત કોઈથી છુપાયેલી નથી કે મોટા પીર સરકાર ગૌસ-એ-આઝમ (રહમતુલ્લાહિ અલૈહ)ને આ વાત પર સૌથી મોટો ફખ્ર અને નાઝ હતો કે આપ નસબન અને હસબન હઝરત અલી (કર્રમલ્લાહુ વજ્હહૂ) અને સૈય્યદતુન્નિસા અહલુલ જન્નત હઝરત ફાતિમા તુઝ-ઝહરા (સલામુલ્લાહિ અલૈહા)ના લાડલા પુત્ર ઈમામ હસન મુજતબા (અલૈહિસ્સલામ)ની ઔલાદ-એ-પાકમાંથી છે.

આપનું વિલાયતનું મકામ અને આપની તાલીમ આ વાતની ગવાહી આપે છે કે આપ પોતાના જદ્દ-એ-પાકના નકશ-એ-કદમ પર ચાલનારા સાચા આશિક-એ-રસૂલ હતા. પરંતુ અફસોસ! આજે ગૌસ-એ-આઝમના નામે મોટા મોટા દસ્તરખાન સજાવનારા, તેમની નિયાઝ વહેંચનારા અને તેમના દરબારોમાં હાજરી આપનારા ઘણા લોકોને એ પણ યાદ રહેતું નથી કે હઝરત ઈમામ હસન (અલૈહિસ્સલામ)ની શહાદતનો દિવસ ક્યારે આવે છે. શું મોહબ્બત માત્ર નિસ્બતનો દાવો કરવા અને ખાવા-પીવા સુધી મર્યાદિત રહી ગઈ છે? શું એ હસ્તીઓની યાદ સાથે જોડાવું જરૂરી નથી, જેમના સદકામાં આપણને વિલાયતના આ ચિરાગ મળ્યા?

આ આપણા જમાનાનું એક મોટું દુઃખદ ની વાત બની ગઈ છે કે આપણે કોઈ બુઝુર્ગ અથવા વલીના નામથી તો ઊંડી અકીદત રાખીએ છીએ, પરંતુ તે સિલસિલાની અસલ રૂહ અને તેમના બુઝુર્ગોની કુર્બાનીઓને ભૂલી જઈએ છીએ.

ગૌસ-એ-આઝમના નામે મહેફિલો થાય છે, દેગ ચઢે છે, બિરયાની અને લંગર વહેંચાય છે અને ચારે તરફ ખુશીનો માહોલ હોય છે. આ બધું તેમની અકીદતનો હિસ્સો છે અને તેમાં કોઈ હરજ નથી, પરંતુ જ્યારે વાત હઝરત ઈમામ હસન (અલૈહિસ્સલામ)ના ગમ અને તેમની શહાદતની આવે છે, તો ખામોશી છવાઈ જાય છે. શું જે ઈમામે ઇસ્લામની બકા અને ઉમ્મતમાં ઇત્તેહાદ માટે ઝેરનો જામ પીધો અને પોતાની જાનનું નઝરાણું પેશ કર્યું, તેમનો ઝિક્ર કરવો આપણા દિલોને સુકૂન આપી શકતો નથી?

એક ઇબરતનાક સવાલ અને બેદારીની જરૂરિયાત👇

અલ્લાહના નેક બંદાઓ અને ઔલિયા-એ-કિરામની મોહબ્બતનો તકાજો એ છે કે તેમના રસ્તા અને તેમની અઝમતને સમજવામાં આવે. જો કોઈ શખ્સ ગૌસ-એ-આઝમ સાથે મોહબ્બતનો દાવો કરે અને તેમના જદ્દ-એ-પાકને ભૂલી જાય, જેમની ગોદમાં ઇસ્લામના હુસ્નની પરવરિશ થઈ અને જેમણે કરબલા પહેલાં હકની રાહમાં બેમિસાલ સબરનો મુઝાહિરો કર્યો, તો આવી મોહબ્બત પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે.

પોતાના દિલ પર હાથ રાખીને ખુદને આ સવાલ પૂછો:
શું આપણે માત્ર નામના આશિક છીએ કે તેમના પૈગામ અને તેમના બુઝુર્ગોના દર્દના પણ વારિસ છીએ?

આપણે આપણી મહેફિલો અને તર્જ-એ-અમલમાં તબદીલી લાવીએ. માત્ર જાયકાઓ અને લંગર સુધી પોતાની અકીદતને મર્યાદિત ન રાખીએ, પરંતુ હઝરત ઈમામ હસન (અલૈહિસ્સલામ)ની સીરત, તેમની મઝલૂમિયત અને તેમની શહાદતના પૈગામને પણ પોતાની યાદો અને મજલિસોનો હિસ્સો બનાવીએ. ત્યારે જ આપણી નિસ્બત સાચી અને આપણી મોહબ્બત મુકમ્મલ માનવામાં આવશે.

તાલિબ-એ-દુઆ શોએબ વારસી..🙏🏻

12/08/2026
આજના સમયમાં દીન અને મઝહબના નામે એવા ઘણા ફિરકા અને જૂથો ઊભા થઈ ગયા છે, જેઓએ ઇસ્લામની અસલ રૂહને છોડીને પોતાના મનગમતા વિચાર...
12/08/2026

આજના સમયમાં દીન અને મઝહબના નામે એવા ઘણા ફિરકા અને જૂથો ઊભા થઈ ગયા છે, જેઓએ ઇસ્લામની અસલ રૂહને છોડીને પોતાના મનગમતા વિચારો અને મસલકોને જ દીનનું માપદંડ બનાવી દીધું છે. આ તમામ ફિરકાપરસ્ત હરકતોમાં સૌથી ખતરનાક અને અજ્ઞાનતાથી ભરેલી એક વિચારધારા એ છે કે સૈય્યદ (ખાનદાન-એ-નબૂવ્વતની ઔલાદ) હોવાનો અથવા ન હોવાનો નિર્ણય કોઈ મૌલવી, કોઈ સંસ્થા અથવા કોઈ ખાસ મસલકના માપદંડ પરથી કરવામાં આવે.

આવો વિચાર માત્ર ઇતિહાસ અને હકીકતથી અજાણ હોવાનો પુરાવો નથી, પરંતુ સીધા અર્થમાં નબી-એ-કરીમ ﷺના પાક લોહી અને તેમના મુબારક ખાનદાનની તૌહીન સમાન છે.

1. નસબ-એ-મુબારક: માનવીય માપદંડોથી ઘણો ઊંચો

રસૂલુલ્લાહ ﷺનું નસબ (વંશ) દુનિયાનું સૌથી પવિત્ર, સૌથી ઊંચું અને સૌથી સન્માનિત નસબ છે. હદીસે મુબારકનો મતલબ એ છે કે અલ્લાહ તઆલાએ તમામ મનુષ્યોમાંથી હઝરત ઇસ્માઈલ અલૈહિસ્સલામની ઔલાદને પસંદ કરી, ત્યારબાદ તેમની ઔલાદમાંથી બની કિનાનાને, પછી કિનાનામાંથી કુરૈશને, કુરૈશમાંથી બની હાશિમને અને બની હાશિમમાંથી મને પસંદ કર્યો.

"નિઃસંદેહ અલ્લાહ તઆલાએ ઇબ્રાહીમ અલૈહિસ્સલામની ઔલાદમાંથી ઇસ્માઈલને પસંદ કર્યા, ઇસ્માઈલની ઔલાદમાંથી બની કિનાનાને, બની કિનાનામાંથી કુરૈશને, કુરૈશમાંથી બની હાશિમને અને બની હાશિમમાંથી મને પસંદ કર્યો." એટલે કે રસૂલલ્લાહ ﷺ ને પસંદ કર્યા (સહીહ મુસ્લિમ)

જ્યારે અલ્લાહ અને તેના રસૂલે ﷺ આ મુબારક ખાનદાનની આવી અઝમત અને ફઝીલત સ્પષ્ટ રીતે બયાન કરી છે, ત્યારે શું હવે કોઈ મૌલવી, કોઈ મુફ્તી અથવા કોઈ ફિરકાના પ્રમાણપત્રની જરૂર છે કે અમુક વ્યક્તિ સૈય્યદ છે કે નથી? શું કોઈ મૌલવી આ નક્કી કરશે કે નબી ﷺનું પાક લોહી કોની અંદર છે અને કોની અંદર નથી?

2. મસલકની તરાજૂમાં નસબને તોલવું: ખુલ્લી જહાલત

આજે કેટલાક કહેવાતા ફિરકાપરસ્ત મૌલવીઓ એવો માપદંડ બનાવે છે કે:

"જે અમારા મસલકને માનશે, એ જ સાચો સૈય્યદ છે."
"જે અમારા અકાબિર (બુઝુર્ગો)ની તસ્દીક કરશે, એનું જ નસબ સાચું માનવામાં આવશે."

આ વિચારધારા સંપૂર્ણ રીતે ફિરકાપરસ્તી અને અંધ તઆસ્સુબનું પરિણામ છે. નસબ કોઈ રાજકીય પાર્ટી કે મસલકી સભ્યપદ નથી કે કોઈ ખાસ કચેરીમાંથી પ્રમાણપત્ર મેળવ્યા પછી જ તેને માન્યતા મળે. નસબ તો લોહી અને વંશનો સંબંધ છે, જે પેઢી દર પેઢી સતત ચાલતો આવ્યો છે.

કોઈ મૌલવીની પસંદ કે નાપસંદની તરાજૂમાં નસબને તોલવું એ વાતનો પુરાવો છે કે તે વ્યક્તિને ન તો શરીઅતની સમજ છે અને ન જ ઇતિહાસનું જ્ઞાન.

3. રસૂલુલ્લાહ ﷺના પાક લોહીની ગુસ્તાખી

જ્યારે કોઈ વ્યક્તિ અથવા મૌલવી પોતાના મસલકી દાયરામાં રહીને ખાનદાન-એ-સાદાત (સૈય્યદ પરિવાર)ની તૌહીન કરે છે અથવા રાજકીય કે વ્યક્તિગત દુશ્મનીના આધારે તેમના નસબ પર શંકા વ્યક્ત કરે છે, ત્યારે તે હકીકતમાં રસૂલુલ્લાહ ﷺના મુબારક પાક લોહીની ગુસ્તાખી કરી રહ્યો હોય છે.

અહલે બૈત (નબી ﷺનો પરિવાર) અને સાદાત સાથે મહોબ્બત રાખવી ઈમાનનો એક ભાગ છે.

કુરઆન મજીદમાં સૂરા અશ-શૂરા (આયત 23)માં અલ્લાહ તઆલા ફરમાવે છે:

"કહો કે હું આ (દીનની દાવત) બદલ તમારાથી કોઈ બદલો માંગતો નથી, સિવાય એટલું કે મારા (અહલે બૈત) સાથે મહોબ્બત રાખો."

જે લોકો પોતાના મસલકી અહંકાર (Ego)ના કારણે સાદાત પ્રત્યે બૂગ્ઝ રાખે છે અથવા તેમના નસબને પોતાની પસંદ-નાપસંદના આધારે પરખે છે, તેઓ હકીકતમાં નબી ﷺના ફરમાન અને કુરઆનના હુકમની વિરુદ્ધ જઈ રહ્યા છે.

4. શજરા અને તહકીકના ઇસ્લામી ઉસૂલ

ઇસ્લામમાં નસબની હિફાઝત માટે મજબૂત ઉસૂલ અને કાયદાઓ હાજર છે.

નસબ સાબિત થવું ગવાહો, મુસ્તનદ ઐતિહાસિક પુસ્તકો (જેમ કે તવારીખ અને અન્સાબની કિતાબો) તથા ખાનદાની તવાતુર (પેઢી દર પેઢી સતત ચાલતી આવતી પરંપરા) પર આધારિત હોય છે.

આ બાબતમાં કોઈ એક ખાસ મસલકના મૌલવીનો ફતવો અથવા તેની વ્યક્તિગત પૂર્વગ્રહભરી માન્યતા કોઈ મહત્વ ધરાવતી નથી.

જો કોઈની પાસે એ બાબતના મજબૂત પુરાવા હોય કે કોઈનું નસબ દુરુસ્ત નથી, તો તેના માટે પણ શરીઅત અને કાયદા મુજબના રસ્તાઓ હાજર છે—માત્ર મસલકી વિરોધના આધારે આખા ખાનદાનના નસબ પર કીચડ ઉછાળવાનો કોઈ હક નથી.

આજે જરૂરિયાત એ છે કે મુસ્લિમો ફિરકાપરસ્તીની આવી નીચ હરકતોથી ઉપર ઊઠે. દીનને થોડાક મૌલવીઓની જાગીર અથવા તેમના મસલકનો મોહતાજ ન સમજે.

સૈય્યદ હોવું કે ન હોવું કોઈ મુફ્તીના સર્ટિફિકેટ પર આધારિત નથી. જે લોકો પોતાના મસલકી ચશ્માથી નબી ﷺના ખાનદાનને જુએ છે અને તઆસ્સુબના આધારે તેમના નસબ પર સવાલ ઉઠાવે છે, તેમણે પોતાની આ જહાલતથી તૌબા કરવી જોઈએ.

અહલે બૈત અને સાદાતનો એહતરામ દરેક મુસ્લિમ પર ફરજ છે, ભલે તેઓ કોઈ પણ વિસ્તાર કે પરિસ્થિતિમાં હોય. નબી ﷺના પાક લોહી અને તેમની નિસ્બતનો અદબ જ અસલ ઈમાનની ઓળખ છે.

વલ્લાહુ આલમ બિસ્સવાબ. 🙏🏻

તાલિબ-એ-દુઆ શોએબ વારસી.🙏🏻

Address

Imamshah Bawa Dargah
Ahmedabad
382425

Alerts

Be the first to know and let us send you an email when Hazrat Pir Saiyed Imamuddin - kufreshikan Pirana-Dargah,Ahmadabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Hazrat Pir Saiyed Imamuddin - kufreshikan Pirana-Dargah,Ahmadabad:

Shortcuts

Share