07/08/2016
૨૦૫ - ઈસુ કેવો મિત્ર છે !
"What a Friend we have in Jesus"
કર્તા: જોસેફ સ્ક્રીવન,
૧ ઈસુ જેવો મિત્ર કોણ છે? જેને કહી એ શોક ને પાપ !
કેવો મોટો હક કે આપણે કરીએ અરજ પ્રભુ બાપ,
આહા ! એટલી શાંતિ ખોઈએ, વળી વેઠીએ અમથા ત્રાસ!
કેમ કે બધી ચિંતા લઈને જતાં નથી ઈસુ પાસ.
૨ લાલચ તથા પરીક્ષણો અથવા કાંઈ છે સંતાપ,
નાહિમ્મત ના થઈને કદી, પ્રાર્થ વડે જઈ મળીએ બાપ.
એના જેવો મિત્ર ક્યાંથી, દુ:ખોમાં જે લે છે ભાગ !
પ્રાર્થ વડે મળીએ ઈસુને, નિર્બળનો ન કરે ત્યાગ.
૩ નિર્બળ ને શું દબેલ છીએ? ને શું છીએ ચિંતાતુર?
આપણે આશ્રય મૂલવાન તારનાર મદદ કરવા છે આતુર.
શું તુજ મિત્રો ત્યાગે તને? જણાવ ઈસુ પાસે જાઈ,
હાથમાં લઈ તે રક્ષણ કરશે, આરામ તને મળશે તહીં.