નથુ તુલસી ઔદીચ્ય ગોહિલવાડી સમાજ

  • Home
  • India
  • Ahmedabad
  • નથુ તુલસી ઔદીચ્ય ગોહિલવાડી સમાજ

નથુ તુલસી ઔદીચ્ય ગોહિલવાડી સમાજ NTAGBS સમાજ એક થાય તેજ ઉદ્દેશ્ય

“માઁ સિધ્ધિદાત્રી”सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि।सेव्यमाना सदा भूयात्‌ सिद्धिदा सिद्धिदायिनी॥  માઁ દુર્ગાજીની નવી શક્...
26/03/2026

“માઁ સિધ્ધિદાત્રી”

सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि।
सेव्यमाना सदा भूयात्‌ सिद्धिदा सिद्धिदायिनी॥

માઁ દુર્ગાજીની નવી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિધ્ધિયોને આપનારી છે. નવરાત્રી-પૂજનના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધના કરવાવાળા સાધકને બધી સિધ્ધિયોની પ્રાપ્તિ થઈ જાય છે. સૃષ્ટિમાં કશુ તેને માટે અગમ્ય નથી રહી જતુ. બ્રહ્માંડ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય તેમાં આવી જાય છે.

માર્કણ્ડેય પુરાણના મુજબ અળિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ - આ આઠ સિધ્ધિયો હોય છે. શ્રીકૃષ્ણ જન્મ ખંડમાં આ સંખ્યા અઢાર બતાવવામાં આવી છે. જેમના નામ આ પ્રકારના છે.

1. અણિમા 2. લધિમા 3. પ્રાપ્તિ 4. પ્રાકામ્ય 5. મહિમા
6. ઈશિત્વ, વાશિત્વ 7. સર્વકામાવસાયિતા 8. સર્વજ્ઞત્વ
9. દૂરશ્રવાણ 10. પરકાયપ્રવેશન 11. વાકસિધ્ધિ 12. કલ્પવૃક્ષત્વ 13. સૃષ્ટિ 14. સંહારકરણસામર્થ્ય 15. અમરત્વ 16. સર્વન્યાયકત્વ 17. ભાવના 18. સિધ્ધિ

માઁ સિધ્ધિદાત્રી ભક્તો અને સાધકોને આ બધી સિધ્ધિયો આપવામાં સમર્થ છે. દેવીપુરાણના અનુસાર ભગવાન શિવે દેવીની કૃપાથીજ આ સિધ્ધિયોને મેળવી હતી. એમના આશીર્વાદથી જ ભગવાન શિવનું અડધુ શરીર દેવીનું બન્યુ હતુ. આ જ કારણે તેઓ સમગ્ર લોકમાં 'અર્ધનારેશ્વર' ના નામે પ્રસિધ્ધિ થયા હતા.

માઁ સિધ્ધિદાત્રી ચાર હાથવાળી છે. તેમનુ વાહન સિંહ છે. તે કમળના ફૂલ પર બિરાજમાન છે. તેમના ડાબા બાજુના નીચેના હાથમાં કમળનું ફૂલ છે.

નવદુર્ગાઓમાં માઁ સિધ્ધિદાત્રી અંતિમ છે. અન્ય આઠ દુર્ગાઓની પૂજા ઉપાસના શાસ્ત્રીય વિધિ-વિધાનના મુજબ કરતા ભક્ત દુર્ગા પૂજાના નવમે દિવસે આ દેવીની ઉપાસના કરે છે. આ સિધ્ધિદાત્રી માઁ ની ઉપાસના પૂરી કર્યા પછી ભક્તો અને સાધકોની લૌકિક, પરલૌકિક બધા પ્રકારની ઈચ્છાઓ પૂરી કરે છે.સિધ્ધિદાત્રી માઁના કૃપાપાત્ર ભક્તોની અંદર કોઈ એવી કામના શેષ બચતી જ નથી, જેને તેઓ પૂરી કરવા માગતા હોય. તે બધી સાંસારિક ઈચ્છાઓ, આવશ્યકતાઓ અને સ્પૃહાઓની ઉપર ઉઠીને માનસિક રૂપથી માઁ ભગવતીના દિવ્ય લોકોમાં વિચરણ કરતા તેમની કૃપા રસનું નિરંતર પાન કરતા, વિષય-ભોગ-શૂન્ય થઈ જાય છે.

માઁ ના ચરણોનું આ સાનિધ્ય મેળવવા આપણે સદા નિયમનિષ્ઠ રહીને તેમની ઉપાસના કરવી જોઈએ. માઁ ભગવતીનુ સ્મરણ ધ્યાન, પૂજન અમને આ સંસારની અસારતાનો બોધ કરાવતા વાસ્તવિક પરમ શાંતિદાયક અમૃત પદની તરફ લઈ જવાવાળી છે.

“માઁ મહાગૌરી” ચૈત્રી નવરાત્રિનો આઠમો દિવસ મા દુર્ગાના સ્વરૂપ મા મહાગૌરીને સમર્પિત માનવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિની આ અ...
25/03/2026

“માઁ મહાગૌરી”

ચૈત્રી નવરાત્રિનો આઠમો દિવસ મા દુર્ગાના સ્વરૂપ મા મહાગૌરીને સમર્પિત માનવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિની આ અષ્ટમી તારીખને મહાષ્ટમી અથવા દુર્ગા અષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે.
આવી સ્થિતિમાં, ચાલો જાણીએ દેવી મહાગૌરીના વ્રતની કથા.

મા મહાગૌરીની કથા
દંતકથા અનુસાર, માતા પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે હજારો વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી. આ દરમિયાન માતા પાર્વતીએ ખોરાક અને પાણીનો ત્યાગ કર્યો હતો, જેના કારણે તેમનું આખું શરીર કાળું થઈ ગયું હતું.

માતા પાર્વતીની આ કઠોર તપસ્યા જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમને પત્ની તરીકે સ્વીકારી લીધા. તેમનું શરીર કાળું થઈ જવાને કારણે ભગવાન શિવે તેમને ગંગાના જળથી શુદ્ધ કર્યું, જેના પછી તેમનું શરીર ફરીથી તેજમય બની ગયું. આ દરમિયાન તેનો રંગ ગોરો થઈ ગયો હતો જેના કારણે તેને મહાગૌરી કહેવામાં આવે છે.

આ મંત્રથી માતા મહાગૌરી પ્રસન્ન થશે.
श्वेते वृषे समरूढा श्वेताम्बराधरा शुचिः। महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा।। देवी सर्वभू‍तेषु मां गौरी रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

એવું માનવામાં આવે છે કે માત્ર દેવી મહાગૌરીની પૂજા કરવાથી ભક્તોના તમામ પાપોનો નાશ થાય છે અને સાધકને શાશ્વત પુણ્યની પ્રાપ્તિ થાય છે. આવી સ્થિતિમાં, ચૈત્રી નવરાત્રિ પર મા મહાગૌરીની પૂજા દરમિયાન આ મંત્રોનો જાપ વિશેષ ફળદાયી છે. તેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે એટલું જ નહીં પરંતુ લગ્ન સંબંધી સમસ્યાઓથી પણ રાહત મળે છે.

“માઁ કાલરાત્રી”…સાતમી ચૈત્રી નવરાત્રી એ કાલરાત્રી દેવીની કેવી રીતે પૂજા કરવી અને ક્યો પ્રસાદ ધરાવવો....? ચૈત્રી નવરાત્રી...
24/03/2026

“માઁ કાલરાત્રી”…
સાતમી ચૈત્રી નવરાત્રી એ કાલરાત્રી દેવીની કેવી રીતે પૂજા કરવી અને ક્યો પ્રસાદ ધરાવવો....?

ચૈત્રી નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. માતા કાલરાત્રી નવદુર્ગાનું સાતમું સ્વરૂપ છે. માતાના આ રૂપને ખૂબ જ ભયંકર માનવામાં આવે છે. તેમનો રંગ કાળો છે અને આ ત્રણ નેત્રધારી છે.. માતા કાળરાત્રીના ગળામાં વિદ્યુતની અદ્દભુત માળા છે. તેમના હાથમાં ખડ્ગ અને કાંટો છે અને તેમનું વાહન ગધેડૉ છે. આ દેવી હંમેશા ભક્તોનું કલ્યાણ કરે છે એટલા માટે તેમને શુભંકરી પણ કહેવાય છે.

તેમની ઉપાસનાથી શું લાભ થાય છે?

શત્રુ અને વિરોધીઓને નિયંત્રિત કરવા માટે માતા કાલરાત્રીની ઉપાસના અત્યંત શુભ હોય છે. તેમની ઉપાસનાથી ભય, દુર્ઘટના તથા રોગનો નાશ થાય છે. તેમની ઉપાસનાથી નકારાત્મક ઊર્જાની અસર થતી નથી. જ્યોતિષમાં શનિ નામના ગ્રહને નિયંત્રણમાં રાખવા માટે તેમની પૂજાથી અદ્દભુત પરિણામ આપે છે.

માતા કાલરાત્રીનો સંબંધ કયા ચક્રથી છે?

માતા કાલરાત્રી વ્યક્તિનું સર્વોચ્ચ ચક્ર, સહસ્તારને નિયંત્રિત કરે છે. આ ચક્ર વ્યક્તિને અત્યંત સાત્વિક બનાવે છે અને દેવત્વ સુધી લઇ જાય છે. આ ચક્ર સુધી પહોંચી જવા પર વ્યક્તિ પોતે ઇશ્વરની અનુભૂતિ કરે છે. આ ચક્ર પર ગુરુનું ધ્યાન કરવામાં આવે છે. આ ચક્રનો કોઇ મંત્ર નથી હોતો. નવરાત્રીના સાતમા દિવસે આ ચક્ર પર પોતાના ગુરુનું ધ્યાન ચોક્કસપણે કરો.

શું છે માતા કાલરાત્રીની પૂજા વિધિ?

માતા સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો. માતાને લાલ ફૂલ અર્પણ કરો, આ સાથે જ ગોળનો ભોગ ચઢાઓ. માતાના મંત્રોનો જાપ કરો અથવા સપ્તશતીનો પાઠ કરો. કાળા વસ્ત્ર ધારણ કરીને અથવા કોઇને નુકશાન પહોંચાડવાના ઉદ્દેશ્યથી પૂજા ન કરો.

શત્રુ અને વિરોધીઓને શાંત કરવા માટે માતા કાલરાત્રીની પૂજા કેવી રીતે કરશો?

શ્વેત અથવા લાલ વસ્ત્ર ધારણ કરીને રાત્રે માતા કાલરાત્રીની પૂજા કરો. માતાની સમક્ષ દીવો પ્રગટાવો અને તેમને ગોળનો ભોગ ચઢાઓ. ત્યારબાદ 108 વખત નવાર્ણ મંત્ર વાંચતા જાઓ અને એક-એક લવિંગ ચઢાવતા જાઓ. નવાર્ણ મંત્ર : "ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे". આ 108 લવિંગને એકત્રિત કરીને અગ્નિમાં નાંખી દો. તમારા વિરોધી અને શત્રુ શાંત થશે.

માતા કાલરાત્રીને શું વિશેષ પ્રસાદ અર્પણ કરશો?

માતા કાલરાત્રીને ગોળનો ભોગ અર્પણ કરો. ત્યારબાદ બધા લોકોમાં ગોળના પ્રસાદનું વિતરણ કરો. તમારા બધાનું સ્વાસ્થ્ય અત્યંત ઉત્તમ થશે.

“કાત્યાયની માઁ” નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ શ્રી કાત્યાયની માઁ જેમના ચરણોમાં નમન કરવાથી પુરુષાર્થ પ્રાપ્ત થાય છે....મા દુર...
23/03/2026

“કાત્યાયની માઁ”
નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ શ્રી કાત્યાયની માઁ જેમના ચરણોમાં નમન કરવાથી પુરુષાર્થ પ્રાપ્ત થાય છે....

મા દુર્ગાજીનાં છઠ્ઠા સ્વરૂપને કાત્યાયની કહેવાય છે. કાત્યાયની નામ કઈ રીતે પડ્યું તેની સુંદર કથા છે. કત નામે પ્રસિદ્ધ મહર્ષિ હતા. તેમના પુત્ર કાત્ય ઋષિ થયા. આજ કાત્યના ગોત્રમાં વિશ્વપ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયા હતા. આ ઋષિએ ભગવતી મા જગદંબાની ઉપાસના કરતા કરતા ઘણા વર્ષો સુધી આકરું તપ કર્યું. કાત્યાયન ઋષિની ખૂબ ઈચ્છા હતી કે મા જગદંબા પોતાના ઘરે પુત્રીરૂપે અવતાર લે.

ભગવતીએ તેમની ઈચ્છાનો સ્વીકાર કર્યો. અમુક સમય વિત્યા બાદ જ્યારે દાનવ મહિષાસુરનો અત્યાચાર ભૂમિ ઉપર વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરના સંયુક્ત તેજથી મા જગદંબા આદ્યશક્તિ ઉત્પન્ન થયાં. દુર્ગા સપ્તસતીના બીજા અધ્યાયમાં આ કથા ખૂબ વિસ્તારથી આપેલી છે. તમામ દેવતાઓ પાસે જે જે વિશિષ્ટ દિવ્યવસ્તુ ઓ હતી, તે ઉત્પન્ન થયેલાં મા જગદંબાને અર્પણ કરી. આ દિવ્યશસ્ત્રો અને ત્રિદેવોના તેજથી પ્રથમ મહિષાસુરના સેનાપતિને અને ખૂબ લાંબાસમય સુધી થઈ રહેલા યુદ્ધને અંતે મહિષાસુરનો વધ કર્યો...

આ કાત્યાયની દેવી ઋષિ કાત્યાયનને ત્યાં મહિષાસુરનો વધ કરવા માટે પ્રગટ થયાં. સહુથી પહેલા તેમની મહાપૂજા ઋષિ કાત્યાયન એ કરી તેથી કાત્યાયની કહેવાયાં. મા કાત્યાયની અમોઘ ફળ આપનારાં છે. ભગવાન શ્રી કૃષ્ણને પતિ તરીકે પામવા માટે વ્રજની ગોપીઓ એ માગશર માસના યમુના સ્નાન સાથે કાત્યાયની વ્રત કર્યું હતું. અને કાત્યાયની માના આશીર્વાદથી શ્રી કૃષ્ણને પતિ તરીકે મેળવ્યાં.

તેઓ વ્રજમંડળના અધિષ્ઠાત્રી દેવી તરીકે પૂજાય છે.તેમનું સ્વરૂપ અત્યંતભવ્ય અને દિવ્ય છે. વર્ણ સુવર્ણ છે. તેમને ચાર ભુજા છે. જમણો ઉપરનો હાથ અભયમુદ્રામાં છે. નીચેનો હાથ વર મુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરના હાથમાં તલવાર અને નીચેના હાથમાં કમળ સુશોભિત છે. તેઓ સિંહના વાહન ઉપર સવાર છે. છઠ્ઠા નોરતે મા કાત્યાયનીની પૂજા ઉપાસના કરવાનું ખૂબ મહત્વ છે. તેનની ઉપાસનાથી સાધકનું મન બે ભ્રમરની વચ્ચે આજ્ઞાચક્રમાં સ્થિર થાય છે. મા કાત્યાયનીના ચરણોમાં સ્થિર થનાર સાધકને ખૂબ સરળતાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થ મળી જાય છે. આ લોકમાં ભક્તનુ તેજ અલૌકિક બને છે. જન્મો જન્માંતરના પાપ નાશ પામે છે. અને પરમપદનો અધિકારી બને છે.

કાત્યાયની ઉપાસના મંત્ર: ૐ કાં કાં કાત્યાયની સ્વાહા ।

માઁ સ્કંદમાતા…ચૈત્રી નવરાત્રિના પાંચમા દિવસે નવદુર્ગાના પંચમ સ્વરૂપ દેવી સ્કંદમાતાનુ પૂજન કરવામાં આવે છે. આ બુધ ગ્રહ પર ...
22/03/2026

માઁ સ્કંદમાતા…
ચૈત્રી નવરાત્રિના પાંચમા દિવસે નવદુર્ગાના પંચમ સ્વરૂપ દેવી સ્કંદમાતાનુ પૂજન કરવામાં આવે છે. આ બુધ ગ્રહ પર પોતાનુ આધિપત્ય રાખે છે.સ્કંદમાતાનું સ્વરૂપ એ મહિલા કે પુરૂષનુ છે જે માતા પિતા બનીને પોતાના બાળકોનુ લાલન પોષણ કરે છે. તેમનુ પૂજન કરવાથી ભગવાન કાર્તિકેયના પૂજનનો પણ લાભ પ્રાપ્ત થાય છે.

દુર્ગાજીના પાંચમાં સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે. તેમની ઉપાસના ચૈત્રી નવરાત્રિ-પૂજાના પાંચમા દિવસે કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન 'વિશુધ્ધ' ચક્રમાં અવસ્થિત થાય છે. તેમના વિગ્રહમાં ભગવાન સ્કંદજી બાળરૂપમાં તેમના ખોળામાં બેસેલા હોય છે.

ભગવાન સ્કંદ 'કુમાર કાર્તિકેય' ના નામે પણ ઓળખાય છે. આ પ્રસિધ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા. પુરાણોમાં તેમને કુમાર અને શક્તિ કહીને તેમની મહિમાનું વર્ણન કરવામા આવ્યું છે. આ જ ભગવાન સ્કંદની માતા હોવાને કારણે માઁ દુર્ગાજી આ સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે.

સ્કંદમાતાના ચાર હાથ હોય છે. તેમના જમણા હાથમા નીચેનો હાથ જે ઉપરની તરફ ઉઠેલો છે તેમાં કમળનું ફૂલ છે. ડાબા તરફના ઉપરનો હાથ આશીર્વાદ મુદ્રામાં અને નીચેનો હાથ જે ઉપરની બાજુ ઉઠેલો છે તેમાં પણ કમળનુ ફૂલ છે. તેમનું રંગ સંપૂર્ણ ગોરો છે. આ કમળના આસન પર વિરાજેલા રહે છે. તે જ કારણે તેમને પદમાસના દેવી પણ કહે છે. તેમનુ વાહન સિંહ પણ છે. ચૈત્રી નવરાત્રિ-પૂજનના પાંચમાં દિવસનું શાસ્ત્રોમા
ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ ચક્રમાં અવસ્થિત મનવાળા સાધકોની સમસ્ત બાહ્ય ક્રિયાઓ અને ચિત્તવૃતિયોનો લોપ થઈ જાય છે.

સાધકનું મન બધી લૌકિક, સંસારિક, બંધનોમાંથી મુક્ત થઈને સ્કંદમાતાના સ્વરૂપમાં પૂરી રીતે તલ્લીન થઈ જાય છે. આ સમયે સાધકે પૂરી સાવધાનીની સાથે ઉપાસનાની તરફ અગ્રેસર રહેવું જોઈએ. તેમણે પોતાની બધી ધ્યાન-પ્રવૃત્તિયોને એકાગ્ર રાખી સાધના ના રસ્તે આગળ વધવું જોઈએ.

માઁ સ્કંદમાતાની ઉપાસના થી ભક્તની બધી ઈચ્છાઓ પૂરી થાય છે. આ મૃત્યુલોકમાં જ તેને પરમ શાંતિ અને સુખનો અનુભવ થવા માંડે છે. તેને માટે મોક્ષનો દરવાજો ખુલી જાય છે.
સ્કંદમાતાની ઉપાસનાથી બાળસ્વરૂપ સ્કંદ ભગવાનની ઉપાસના પણ આપમેળે થઈ જાય છે. આ વિશેષતા ફક્ત આમને જ મળી છે. આ માતાનું પૂજન-અર્ચન કરવાથી બધા મનોરથ સિધ્ધ થાય છે. અને પરિવારમાં સુખ, શાંતિની સ્થાપના થાય છે. પુત્ર-સંતાનની ઈચ્છા ધરાવનારને તે પણ થાય છે.

સૂર્ય મંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાને કારણે તેમનો ઉપાસક અલૌકિક તેજ અને ક્રાંતિથી સંપન્ન થઈ જાય છે. એક અલૌકિક પ્રભામંડળ અદ્રશ્ય રીતે હંમેશા તેની આસપાસ ફરતું રહે છે.
આપણે એકાગ્રભાવથી મનને પવિત્ર રાખીને માઁની શરણમાં જવું જોઈએ. આ ભવસાગરના દુ:ખોથી મુક્તિ મેળવી મોક્ષનો માર્ગ સરળ બનાવવા આનાથી ઉત્તમ ઉપાય બીજો કોઈ નથી.

“માઁ કૂષ્માંડા”… 🙏ચોથા નોરતે મા કૂષ્માંડાની પૂજા, શુભફળ મેળવવા કરો આ મંત્રનો જાપ.... ચોથા દિવસે દુર્ગા માં ના ચોથા સ્વરૂ...
21/03/2026

“માઁ કૂષ્માંડા”… 🙏
ચોથા નોરતે મા કૂષ્માંડાની પૂજા, શુભફળ મેળવવા કરો આ મંત્રનો જાપ....
ચોથા દિવસે દુર્ગા માં ના ચોથા સ્વરૂપને માં કૂષ્માંડા તરીકે પૂજા થાય છે. છે. માતાનું આ સ્વરૂપ અત્યંત શાંત, સૌમ્ય અને મોહક છે. તેમને આઠ ભુજાઓ છે, પરિણામે તેમને અષ્ટભુજા કહે છે. તેમના સાત હાથોમાં ક્રમશઃ કમંડળ, ધનુષ, બાણ, કમળ-પુષ્પ, અમૃત કળશ, ચક્ર તથા ગદા છે.
આઠમાં હાથમાં તમામ સિદ્ધિ ઓ અને નિધિઓને દેનારી જપ માળા છે. આ દેવીનું વાહન સિંહ છે. આજે મા કૂષ્માંડા દેવીની પૂજા કરવામાં આવે છે. કૂષ્માંડા દેવી સૂર્ય સમાન તેજસ્વી સ્વરૂપ અને એમની આઠ બાજુઓ આપણને કર્મયોગી જીવન અપનાવી ફળ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે. એમની મધુર મુસ્કાન આપણા જીવની શક્તિનું સંવર્ધન કરતાં આપણને કઠીન માર્ગમાં પણ હસતા હસતા ચાલી સફળતા પ્રાપ્ત કરવા પ્રેરિત કરે છે.

કહેવાય છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું ત્યારે આ દેવીએ જ બ્રહ્માંડની રચના કરી હતી. આ જ સૃષ્ટિના આદિ સ્વરૂપા આદ્યશક્તિ છે. એમનો નિવાસ સૂર્યમંડળમાં છે. ત્યાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ કેવળ એમનામાં જ છે. એમના શરીરની ક્રાંતિ અને પ્રભા પણ સૂર્યની જેમ જ દેદીપ્યમાન છે.

માં કૂષ્માંડાની ઉપાસનાથી ભક્તોના તમામ રોગ, શોક મટી જાય છે. એમની ભક્તિથી આયુ, યશ, બળ અને આરોગ્યની વૃધ્ધિ થાય છે. માં, કૂષ્માંડા અત્યલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થાય છે. આજના દિવસે પ્રથમ માંનો ધ્યાન મંત્ર બોલી એમનું આહવાન કરવામાં આવે છે અને પછી એમના મંત્રજાપ કરી એમની આરાધના કરવામાં આવે છે.

આ શ્લોકથી કરો માતાની પૂજા

માતા કૂષ્માંડાને પ્રસન્ન કરવા અને શુભફળ મેળવવા તેમની પૂજા નિમ્ન લિખિત મંત્ર દ્વારા કરવી જોઈએ.

या देवी सर्वभू‍तेषु मां कूष्माण्डा रूपेण संस्थिता।

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

રોગોનો નાશ

કહેવાય છે કે, જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન્હોતુ, ત્યારે આ જ દેવીએ બ્રાહ્માંડની રચના કરી હતી. પરિણામે તેઓ જ સૃષ્ટિની આદિ-સ્વરૂપા, આદિશક્તિ છે. માતા કૂષ્માન્ડાની ઉપાસનાથી ભક્તોન તમામ રોગ-શોક મટી જાય છે. તેમની ભક્તિથી આયુ, યશ, બળ અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે.

માઁ ચંદ્રધંટા… આજે ચૈત્રી નોરતાનો ત્રીજો દિવસ છે. આજના દિવસે માતા ચંદ્રઘંટા એટલે કે દુર્ગામાતાના ત્રીજા સ્વરૂપની પૂજા કર...
20/03/2026

માઁ ચંદ્રધંટા…
આજે ચૈત્રી નોરતાનો ત્રીજો દિવસ છે. આજના દિવસે માતા ચંદ્રઘંટા એટલે કે દુર્ગામાતાના ત્રીજા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.
દેવી ભાગવત પુરાણ મુજબ આ દિવસે આદ્યશક્તિના ત્રીજા સ્વરૂપની પૂજા કરવાનું વિધાન છે. દેવી ચંદ્રઘંટાના મસ્તક પર રત્નજડિત મુઘટ છે જેના પર અર્ધચંદ્રમાની આકૃતિ જોવા મળે છે અને તેમાં એક ઘંટી લટકે છે.

પોતાના આ અદભૂત મુઘટના કારણે દેવી પોતે ચંદ્રઘંટાના નામે ઓળખાય છે. માતા ચંદ્રઘંટાની પૂજા કરતી વખતે દુર્ગા સપ્તશતીના પાઠના પાંચમા અધ્યાયનું જરૂર પઠન કરવું જોઈએ અને માતાને દૂધનો ભોગ ચઢાવવો જોઈએ.

પૂજા બાદ તમે દૂધનું દાન પણ કરી શકો છો. આમ કરવાથી તમામ પ્રકારના દુખોથી મુક્તિ મળે છે. કહેવાય છે કે માતા ચંદ્રઘંટાની સાચા મનથી પૂજા કરવાથી તમામ જન્મોના કષ્ટો અને પાપોથી મુક્તિ મળે છે.

માતાની ઉપાસનાથી ભક્તોને ભૌતિક, આત્મિક, આધ્યાત્મિક સુખ શાંતિ મળે છે અને ઘર પરિવારથી નકારાત્મક ઉર્જા એટલે કે કલેશ અને અશાંતિ દૂર થાય છે.

માતાની ઉપાસના માટે આ મંત્રનો જાપ અવશ્ય કરો.

पिण्डजप्रवरारूढ़ा चण्डकोपास्त्रकेर्युता। प्रसादं तनुते मह्यं चंद्रघण्टेति विश्रुता॥

માતા ચંદ્રઘંટાના ત્રીજા દિવસે પૂજા કરવા પાછળ કારણ એ છે કે માતાનો પહેલો અને બીજો અવતાર તો ભગવાન શંકરને પામવા માટે છે, પરંતુ જ્યારે માતા ભગવાન શંકરને પતિ સ્વરૂપે પામી લે છે ત્યારબાદ તે આદ્યશક્તિ સ્વરૂપે આવી જાય છે.

દેવી પાર્વતીના જીવનની ત્રીજી સૌથી મોટી ઘટના તરીકે તેમને તેમનું પ્રિય વાહન વાઘ મળે છે. આ જ કારણે માતા વાઘ પર સવાર છે અને ભક્તોને દર્શન આપીને અભય પ્રદાન કરે છે.

માતા ચંદ્રઘંટાને પ્રસન્ન કરવા માટે શ્રદ્ધાળુઓએ લાલ રંગના કપડાં પહેરવા જોઈએ. માતાને સફેદ વસ્તુઓ જેમ કે દૂધથી બનેલી ખીર વગેરેનો ભોગ લગાવવો જોઈએ. આ ઉપરાંત મધ પણ ધરાવી શકાય.

માતાનું સ્વરૂપ
માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ ખુબ જ સુંદર છે અને તેઓ વાઘ પર પ્રસન્ન મુદ્રામાં બિરાજમાન રહે છે. દિવ્ય રૂપધારી માતા ચંદ્રઘંટાની દસ ભૂજાઓ છે અને આ હાથોમાં ઢાલ, તલવાર, ખડગ, ત્રિશુળ, ધનુષ, ચક્ર, પાશ, ગદા અને બાણ ભરેલું તરકશ છે.

માતા ચંદ્રઘંટાનું મુખમંડળ શાંત, સાત્વિક, સૌમ્ય પરંતુ સૂર્યના તેજવાળું છે. તેમના મસ્તક પર ઘંટ આકારનો અડધો ચંદ્રમાં સુશોભિત છે. માતાની ઘંટીની જેમ પ્રચંડ ધ્વનિથી અસુરો હંમેશા ભયભીત રહે છે.

માતા ચંદ્રઘંટાનું સ્મરણ કરતા સાધકો પોતાનુ મન મણિપુર ચક્રમાં સ્થિર કરે છે.

માતા ચંદ્રઘંટા નાદની દેવી છે. તેમની કૃપાથી સાધક સ્વર વિજ્ઞાનમાં પ્રવીણ થાય છે. માતા ચંદ્રઘંટાની જેના પર કૃપા રહે છે તેનો સ્વર એટલો મધુર રહે છે કે દરેક જણ તેની તરફ ખેંચાઈ આવે છે.
માતાની કૃપાથી સાધકને અલૌકિક દિવ્ય દર્શન અને દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. સાધકના બધા પાપ બંધન છૂટી જાય છે. પ્રેત બાધા જેવી સમસ્યાઓથી પણ માતા સાધકની રક્ષા કરે છે. યોગ સાધનાની સફળતા માટે માતા ચંદ્રઘંટાની ઉપાસના ખુબ અસરકારક હોય છે.

“બ્રહ્મચારીણી માઁ”શક્તિ આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રીમાં બીજા દિવસે મા બ્રહ્મચારિણી માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. જ...
19/03/2026

“બ્રહ્મચારીણી માઁ”
શક્તિ આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રીમાં બીજા દિવસે મા બ્રહ્મચારિણી માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે.

જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરનાર બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિમય અને અત્યંત ભવ્ય છે. બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનાર. આમ બ્રહ્મચારિણી એટલે તપનું આચરણ કરનાર દેવી. બ્રહ્મચારિણી માતાના નામમાં જ મર્મ છુપાયેલો છે. બ્રહ્મ એટલે તપ અને ચારિણી એટલે આચરણ કરનાર. આમ તપનું આચરણ કરનારી દેવી એટલે બ્રહ્મચારિણી માતા. શાસ્ત્રો અનુસાર પૂર્વ જન્મમાં તે હિમાલયના ઘરે પુત્રીના રૂપમાં અવતર્યા હતા. નારદથીના ઉપદેશથી ભગવાન મહાદેવને પતિના રૂપમાં મેળવવા માટે તેમણે આકરી તપસ્યા કરી હતી.

એવો ઉલ્લેખ છે કે, એક હજાર વર્ષ સુધી તેમણે માત્ર ફળ ફુલ ખાઇને કઠોર તપ કર્યું હતું. સો વર્ષ સુધી ફક્ત શાકભાજી ખાધા હતા. કેટલાક વર્ષો એમણે આકરા ઉપવાસ કર્યા હતા. આ તપને લીધે મહાદેવ પ્રસન્ન થયા હતા અને એટલે જ તેઓ બ્રહ્મચારિણીના નામથી ઓળખાયા.

પોતાના પૂર્વ જન્મમાં જ્યારે તે હિમાલયના ઘરે પુત્રી બનીને અવતર્યા હતા, ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શંકરજીને પતિના રૂપમાં મેળવવાં માટે ખૂબ કડક તપસ્યા કરી હતી. ખુલ્લા આકાશ નીચે ટાઢ, તડકો અને વરસાદનું કષ્ટ સહન કર્યું હતું. જમીન પર તૂટીને પડતા બિલીપત્રો ખાઇ ભગવાનની આરાધના કરી હતી. બાદમાં તૂટેલા બિલીપત્રનો પણ એમણે ત્યાગ કર્યો હતો જેને લીધે તેઓ બ્રહ્મચારિણીની સાથોસાથ અપર્ણા તરીકે પણ ઓળખાયા. કઠોર તપને લીધે સાક્ષાત ભગવાન બ્રહ્મા પ્રસન્ન થયા હતા અને આકાશવાણી કરી હતી કે, હે દેવી આવું કઠોર તપ કોઇ કરી શક્યું નથી. તમારી મનોકામના પૂર્ણ થશે અને ભગવાન શંકર તમને પતિના રૂપમાં પ્રાપ્ત થશે. તમારા તપના ગુણલાં ત્રણેય લોકમાં ગવાશે.

સદાચાર, સંયમની વૃધ્ધિ
મા બ્રહ્મચારિણીની પૂજા આરાધના કરવાથી ભક્તોને અનંક ફળ પ્રાપ્ત થાય છે. તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃધ્ધિ થાય છે. બ્રહ્મચારિણી મા પ્રત્યેની આસ્થાથી ભક્તનું મન કર્તવ્ય પથથી ભટકતું નથી અને સિધ્ધિ પ્રાપ્ત થાય છે. બ્રહ્મચારિણી માતાની આરાધના કરવાથી શરીર સ્વાસ્થ્ય સારૂ રહે છે તેમજ રોગમાંથી છુટકારો થાય છે.

ચૈત્રી નવરાત્રીમાં આ મંત્રનો કરો જાપ

પૂજા કેવી રીતે કરશો?
બ્રહ્મચારિણી માતાની પૂજા માટે લાલ રંગના કપડાં પર માતાજીની મૂર્તિ અથવા માતાજીનો ફોટો રાખવો. જમણા હાથમાં જળ, અક્ષત, ફૂલ લઈ માતાનું આહવાન કળશ પર કરવું જોઈએ. આહવાન પછી ધૂપ, દીપ, અક્ષત, જળ, અને નૈવેદ્યથી માતાનું પંચોપચાર પૂજન અર્પિત કરવું અને ( ૐ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી માઁ બ્રહ્મચારિણી આવાહયામિ સ્થાપયામિ પૂજયામી ચ ) મંત્રનું ઉચ્ચારણ કરવું. મંત્રના ઉચ્ચારણ પછી હાથમાં ફૂલ લઇ 11 વાર ( દધાના કર પદ્દમાભ્યામક્ષ માલા કમંડલું , દેવી પ્રશિદત મયિ બ્રહ્મચારિણી નૂત્તમા ) આ મંત્રનો જાપ કરી લાલ રંગનું ફૂલ કળશ પર અર્પિત કરવું અને ( ૐ માઁ બ્રહ્મચારિણી નમઃ ધ્યાનાર્થે પુષ્પમ સમર્પયામિ ) મંત્રનું ઉચ્ચારણ કરવું...

માઁ શૈલપુત્રી 🙏નવરાત્રીના પ્રથમ દિવસે જાણો મા શૈલપુત્રીની પૂજાવિધિ, પ્રસાદ, મંત્ર અને આરતી વિશે માહિતી...... શૈલપુત્રી ન...
18/03/2026

માઁ શૈલપુત્રી 🙏
નવરાત્રીના પ્રથમ દિવસે જાણો મા શૈલપુત્રીની પૂજાવિધિ, પ્રસાદ, મંત્ર અને આરતી વિશે માહિતી......

શૈલપુત્રી નંદી નામના વૃષભ પર સવારી કરે છે અને તેના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ ધરાવે છે. મા શૈલપુત્રીના ચરણોમાં ગાયનું ઘી અર્પણ કરવાથી ભક્તોને આરોગ્ય અને દીર્ઘાયુ મળે છે
નવરાત્રીના પહેલા દિવસે મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી(Maa Shailputri)ની સ્થાપન પછી પૂજન અર્ચન અને સ્તુતિ કરવામાં આવે છે. શૈલનો અર્થ હિમાલય થાય છે અને હિમાલયમાં તેમના જન્મને કારણે તેમને શૈલપુત્રી કહેવામાં આવે છે. તેમને પાર્વતીના રૂપમાં ભગવાન શંકરની પત્ની તરીકે પણ ઓળખવામાં આવે છે. વૃષભ (બળદ) તેમનું વાહન હોવાને કારણે તેઓ વૃષભારુધા તરીકે પણ ઓળખાય છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ ધારણ કર્યું છે.

મા દુર્ગા સપ્તશતીના દેવી કવચ સ્તોત્રમાં નવદુર્ગાના નામ અનુક્રમે નીચેના શ્લોકોમાં આપવામાં આવ્યા છે.

प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी।

तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति चतुर्थकम् ।।

पंचमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च।

सप्तमं कालरात्रीति महागौरीति चाष्टमम् ।।

नवमं सिद्धिदात्री च नवदुर्गा: प्रकीर्तिता:।

उक्तान्येतानि नामानि ब्रह्मणैव महात्मना ।।

મા શૈલપુત્રીનો મંત્ર

वन्दे वांछितलाभाय, चंद्रार्धकृतशेखराम्।

वृषारूढ़ां शूलधरां, शैलपुत्रीं यशस्विनीम् ॥

અર્થાત્ પોતાના મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરનારી, વૃષભ પર સવારી કરનાર માતા શૈલપુત્રીને હું વંદન કરું છું.

મંત્ર જાપ -

या देवी सर्वभूतेषु मां शैलपुत्री रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः

મા શૈલપુત્રીનું સ્વરૂપ:

શૈલ હિમાલયના ઘરે માતા આદિ શક્તિનો જન્મ થયો હતો, તેથી જ તેમનું નામ શૈલપુત્રી રાખવામાં આવ્યું હતું. શૈલપુત્રી નંદી નામના વૃષભ પર સવારી કરે છે અને તેના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ ધરાવે છે.

મા શૈલપુત્રી માટે ભોગ-પ્રસાદ :

મા શૈલપુત્રીના ચરણોમાં ગાયનું ઘી અર્પણ કરવાથી ભક્તોને આરોગ્ય અને દીર્ઘાયુ મળે છે અને તેમનું મન અને શરીર બંને સ્વસ્થ રહે છે.આ સાથે ગાયના ઘીનો અખંડ દીપ પણ પ્રગટાવવામાં આવે છે.

મા શૈલપુત્રીના આશીર્વાદ:

માતા શૈલ પુત્રીના આશીર્વાદથી વિચારોમાં ગંભીરતા આવે છે અને તમામ પ્રકારના રોગ દૂર થાય છે, દીર્ઘાયુ મળે છે. સાધકનો આત્મવિશ્વાસ પણ જાગૃત થાય છે.

મા શૈલપુત્રીની આરતી

શૈલપુત્રીમાં વૃષભ તારો અસવાર, કરે દેવતા જય જય કાર |

શિવ શંકરની પ્રિય ભવાની, તારી મહિમા કોઈએ ન જાણી |

પાર્વતી તું ઉમા કહેવાય, જો તને સમરે તે સુખી થાય |

રિદ્ધિ સિદ્ધિ મા અપરંપાર, જો કરે તું દયા તો તે થાય ધનવાન |

સોમવારે શિવસંગ પ્યારી, આરતી જેણે ઉતારી તારી |

તેની આશા પુરણ થાય, દુઃખ દારિદ્ર તેના જાય |

ઘીનો દીવો કરી લગાવે ભોગ, તેના પૂરા થાય મનોરથ |

શ્રદ્ધાથી જપે તારું નામ, અંધારે અજવાળે મા તું થાય સહાય |

પ્રેમ સહિત નમાવે શિશ, તે ઘરે ન આવે યમ કેરી રીશ |

જય ગિરિરાજ કિશોરી અંબે, શિવ મુખ ચંદ્ર ચકોરી અંબે |

મનો કામના પૂરણ થાય. સુખ સંપત્તિ ઘર તેના સોહાય |

01/12/2024

શ્રી કૃષ્ણ, રાધે અને સત્યભામા...

એકવાર બપોરે જમ્યા પછી શ્રીકૃષ્ણ બેઠા છે અને પટરાણી સત્યભામાએ શ્યામને સોનાના વરખવાળું પાનનું બીડું આપ્યું. એ પાનબીડું સત્યભામા પાસેથી સસ્નેહ લઈ, મુખમાં મૂકી શ્રીકૃષ્ણએ વામકુક્ષી માટે જરા લંબાવ્યું. સૂતા-સૂતા શ્રી કૃષ્ણએ અર્ધમિલિત ચક્ષુએ પાનનો એકાદ ઘૂંટડો ગળે ઉતાર્યો અને એમના મુખમાથી હૃદયના ઊંડાણમાંથી આવતા શબ્દો સરી પડ્યા, “રાધે, હે રાધે...”

આજુબાજુ રહેલી સૌ પટરાણીઓ આ શબ્દો સાંભળી રહી, ઈર્ષ્યાથી આકુળ-વ્યાકુળ થઈ ગઈ, એમાં બટકબોલા સત્યભામા કૃષ્ણને કહ્યા વિના ના રહી શકયા, “નાથ, આપ તો કમલાપતિ છો , સુંદર કમળાને યાદ કરો એ તો અમને ના ય ખૂંચે, પણ અહી તો આજુબાજુ અમે સૌ હોવા છ્તા આજે એંસી-એંસી વર્ષે તમે પેલી ગામડિયણ રાધાને યાદ કરો છો, એ જાડા ચણિયા પહેરનાર, છાણ-વાંસીદાથી મેલીઘેલી રાધાને તમે આટલા વર્ષે ભૂલી નથી શકતા. પ્રભુ કહો તો ખરા એ રાજેશ્વરી રાધે એવી તો કઈ વાડીનો મૂળો છે જેને આપે જ્યારે ને ત્યારે આમ સ્મરી અમને અષ્ટ પટરાણીઓને ભોંઠા પાડો છો...”

કાનજી પહેલા તો મંદ મંદ મુસ્કાયા, પણ પછી કન્હૈયાએ ખેલ રચ્યો, અચાનક એમના મોંના હાવભાવ બદલાયા, એમણે હાથ પોતાની છાતી પર દાબી દીધો, એમના મુખ પર પારવાર પીડા ઉપસી...પટરાણીઓ ચિંતાતુર થઈ ઘેરી વળી કે, “નાથ, શું થયું...?!”

કૃષ્ણએ પીડામાં વલખાં મારતા કહ્યું કે, “મને છાતીમાં વ્યાધિ ઉપડી છે...”

અષ્ટપટરાણીઓ પ્રભુની પીડાનો ઉપાય શોધવા હાંફળી-ફાંફળી થઈ રહી, પણ કૃષ્ણએ એમણે રોકતા કહ્યું કે, “મારી આ પીડાનો એક જ ઈલાજ છે, જો કોઈ સુંદરી પોતાના ચરણની રજ મારી છાતીએ ચોળવા આપે તો મારી પીડા શમે...”

કૃષ્ણના આ શબ્દો સાંભળી પટરાણીઓ સમસમી ગઈ, સૌ કહ્યું કે, “સ્વામી, એ તો કેમ બને, પતિને ચરણરજ આપવાથી તો નરકગામી થવાય...અમે આ પાપ કેમ કરી શકીએ?!”

કૃષ્ણએ ઉદ્ધવને કોઈ સુંદરીની ચરણરજ લાવવા દોડાવ્યા, ક્રુષ્ણના મનને પામી ચૂકેલા ઉદ્ધવજીએ કોઈ જગ્યાએ ભટકવા કરતાં સીધા જ ગોકુળની વાટ લીધી. રાધેએ ઉદ્ધવજીને હરખભેર ચરણરજ આપી કે ,”મારા કાના માટે હજારો વાર નર્ક મળે તો ય એ તુચ્છ છે, મારા કાનજી માટે યુગો યુગો સુધી નરકગામીની થવા ય રાજી છું.“

ઉદ્ધવજી એ લઈ આવ્યા, રાધેની ચરણરજથી શ્યામનું દર્દ દૂર થયું. રાધાની રજ શ્વાસમાં ભરતાં કૃષ્ણએ પટરાણીઑને કહ્યું, “સુંદરીઓ, બસ આ આટલે જ જ્યારે પાનનો ઘૂંટડો ય મારે ગળે ઉતરી જાય ત્યારે મારી રાધે સ્મરી જવાય છે મારાથી...”

પટરાણીઓ પોતાના નાથ માટે રાધાનો અગાધ અને અવિચલ પ્રેમ પામી એ પ્રેમમુર્તિને નતમસ્તક થઈ રહી...

Address

Sterling City, Bopal
Ahmedabad
380058

Alerts

Be the first to know and let us send you an email when નથુ તુલસી ઔદીચ્ય ગોહિલવાડી સમાજ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share