20/04/2026
MALKTU MUKH PRABHUSHRI NU SHRIMAD LAGHURAJ SWAMI PRABHUSHRIJI VIRAH PADO | AGAS ASHRAM
મલકતું મુખ પ્રભુશ્રીનું, હવે હા! ભાળશું ક્યારે? ઝલકતી જ્યોત આત્માની, હવે નિહાળશું ક્યારે ? ૧
ઊછળતી બોધ ઊર્મિઓ! હવે આસ્વાદશું ક્યારે ? અનાદિ સ્વ્પ્નને ત્યાગી, સ્વરૂપે જાગશું ક્યારે ? ૨
થયા પ્રભુ દૂર નયનોથી, છતાં અંતરથી ક્યાં જાશો ? તમે આત્મા અમર બોધ્યો, અમરતા ક્યાં તજી જાશો ? ૩
તજી સંસાર દુ:ખદાયી, વસ્યા આત્મિક સુખસદને; મળીશું નિશ્ચયે તમને, ક્રમે આરાધી તે પદને. ૪
પ્રકાશ્યો જે ગુરુરાજે, સનાતન માર્ગ મુક્તિનો; દીધો સન્માર્ગ તે અમને, અહો! ઉપકાર પ્રભુશ્રીનો ! ૫
મણિધર મોરલી નાદે, બને તલ્લીન આનંદે ! સુણી પ્રભુ-બોધની બંસી, બન્યા કેઈ લીન નિજાનંદે ! ૬
સકલ જડ દ્રવ્યથી જુદો, ચિદાત્મા જ્ઞાનઘન શુદ્ધો; અનંતા જ્ઞાનીએ જાણ્યો, અનુભવ સૌખ્ય આસ્વાદ્યો. ૭
કૃપાળુ આશ્રયે આપે ચિદાત્મા શુદ્ધ તે માણ્યો; અમારું તે સ્વરૂપ, તેનો અનુભવ એ જ મન માન્યો. ૮
વચન તુજ સાર ત્રિભુવનમાં, વસે જો મુજ અંતરમાં; પછી ભય કે વ્યથા શાની? વિપદ્ વ્યાધિ ભયંકરમાં. ૯
મરણ પણ થાય જ્યાં પરનું, નથી હું નિશ્ચયે મરતો; પ્રભુ તુજ ચરણ આશ્રયથી, અમર પદમાં ગતિ કરતો. ૧૦