Methodist Church Sector 23, Gandhinagar

Methodist Church Sector 23, Gandhinagar https://maps.app.goo.gl/2P3Fny4gquXN8Q7f6
Methodist Church in Gandhinagar founded in 1971

માન. રેવ. સ્મીતાબેન રોઝીયા, ડી.સુ., અમદાવાદ ડીસ્ટ્રીક્ટ વેસ્ટ દ્વારા અમદાવાદ ડીસ્ટ્રીક્ટ વેસ્ટની વિવિધ મંડળીઓના સુવાર્તા...
24/06/2024

માન. રેવ. સ્મીતાબેન રોઝીયા, ડી.સુ., અમદાવાદ ડીસ્ટ્રીક્ટ વેસ્ટ દ્વારા અમદાવાદ ડીસ્ટ્રીક્ટ વેસ્ટની વિવિધ મંડળીઓના સુવાર્તા પ્રચાર અને મીશન સમિતિઓના પ્રમુખશ્રીઓનો પરિચય કરાવ્યો અને તેઓના દ્વારા આ વર્ષમાંં કરવા ધારેલ આયોજનો વીશે ચર્ચા કરી.

24/06/2024
06/02/2024

આગામી તા.૧૪-૦૨-૨૦૨૪ના ભસ્મ બુધવારથી ૪૦ દિવસની ઘર ઘરની મીટીંગોનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રથમ તથા છેલ્લી મીટીંગ ચર્ચમાં મળશે અને બાકીની મીટીંગો જે પણ વ્યક્તિ તેમના ઘરે આમંત્રણ આપશે તેમના ઘરે મળશે. આપ આપના ઘરે મીટીંગ થાય એમ ઈચ્છો છો તો આપને ફાવતી તારીખ પાળક સાહેબને લખાવશો.

૪૦ દિવસોની મીટીંગોનો સમય રાત્રે ૦૮.૦૦ થી ૦૮.૪૫ સુધીનો રહેશે જેમાં પાળક સાહેબ જેમને સોંપશે તેઓ મનન કરાવશે.

06/02/2024

આગામી સમયમાં બાયબલ કવિઝનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોરાંથીની ૧લો પત્ર તથા યાકુબના પત્ર ઉપર થી કવિઝના પ્રશ્નો પુછાશે.

અત્યારથી તૈયારી શરૂ કરી શકાય તે માટે ખાસ આ જાહેર કરવામાં આવ્યું છે.

04/02/2024

તા. ૦૪-૦૨-૨૦૨૪

અમદાવાદ વેસ્ટ ડિસ્ટ્રીકટના સન્ડે સ્કૂલ બોર્ડ દ્વારા લેવાયેલ વાર્ષિક પરિક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું.

ડિસ્ટ્રીકટમાં નીચે મુજબના બાળકોના નંબર આવેલ છે.

બાળ વર્ગ
એદ્રિયન જેકશન ક્રિસ્ટી
૧૦૦/૧૦૦ પ્રથમ નંબર
શેંનન સંજય ખ્રિસ્તી
૧૦૦/૧૦૦ પ્રથમ નંબર
અન્સલ એસ પટેલ
૧૦૦/૧૦૦ પ્રથમ નંબર
બ્લેસ આર. પરમાર
૯૯/૧૦૦ દ્વિતીય નંબર

પ્રાથમિક વિભાગ

માનાં ઇરેન ક્રિશ્ચિયન
૧૦૦/૧૦૦ પ્રથમ નંબર
ઇથન ડેનિસ મેકવાન
૧૦૦/૧૦૦ પ્રથમ નંબર
સાંના સ્તવન ક્રિશ્ચિયન
૯૯/૧૦૦ દ્વિતીય નંબર

જુનિયર વિભાગ
સિયાન એસ ક્રિસ્ટી
૧૦૦/૧૦૦ પ્રથમ નંબર
શિફા એસ. ક્રિસ્ટી
૧૦૦/૧૦૦ પ્રથમ નંબર
આરનોન નિલેશ ક્રિશ્ચિયન
૯૮/૧૦૦ તૃતીય નંબર

મધ્યમ વિભાગ
કેવિન એસ ક્રિશ્ચિયન
૧૦૦/૧૦૦ પ્રથમ નંબર

સિનિયર વિભાગ
સેલા પીટર મેકવાન
૯૯/૧૦૦ પ્રથમ નંબર
સાનાં પીટર મેકવાન
૯૮/૧૦૦ દ્વિતીય નંબર

અમદાવાદ વેસ્ટ ડિસ્ટ્રીકટમા બાળવર્ગ થી સિનિયર વિભાગ સુધીના સર્વે વર્ગોમાં કુલ ૧૫ બાળકોના એક થી ત્રણ મા નંબર આવેલ છે જે પૈકી કુલ ૧૩ વિદ્યાર્થીઓ ગાંધીનગર મેથોડીસ્ટ ચર્ચના છે જે ઘણા જ ગૌરવની બાબત છે.
સર્વે બાળકો, શિક્ષકો અને માટે-પિતાઓને હાર્દિક અભિનંદન. 💐💐💐💐

04/02/2024

આજે તા.૪ ફેબ્રુઆરી, ૨૦૨૪.
મહિનાનો પ્રથમ રવિવાર હોવાથી પ્રભુભોજન પળાવવામાં આવ્યું.

આવતા રવિવારે સવારે ૯ વાગે ભજનસેવા મળશે

આવતો રવિવાર મહિનાનો બીજો રવિવાર હોવાથી મિશનરી દાન લેવામાં આવશે.

સને ૨૦૨૪મા ફરીથી પ્રાર્થના સંગત શરૂ થશે જેમાં આવતો શનિવાર મહિનાનો બીજો શનિવાર હોવાથી બપોરે ૧ થી ૪ પ્રાર્થના સગત ચર્ચમાં મળશે.

દર મહિનાની જેમ આ મહિનાના બીજા રવિવારે એટલે કે આવતા રવિવારે મેડિકલ સેવા મળશે

મહિલામંડળની મીટીંગ ૧૧-૦૨-૨૦૨૪ના રવિવારે ચર્ચ છૂટયા પછી મળશે.

ખ્રિસ્તી ઉછેર ને કેળવણી સમિતિ દ્વારા જાહેરખબર -
માર્ચ ૨૦૨૩ થી એક વર્ષમાં નિવૃત્ત થયેલ સભ્યોનું બહુમાન કરવાનું છે.
60% થી વધારે ગુણ મેળવનાર બાળકોનું બહુમાન કરવા માટે ૩ માર્ચ પહેલા ખ્રિસ્તી કેળવણી ઉછેર સમિતિના મંદા બેન અને વેલેન્ટીનાબેનને લેખિતમાં નામો આપવા.

૨૦૨૪મા ધો ૧૦ અને ૧૨ની બોર્ડની પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે ચર્ચની
ભજનસેવામાં પ્રાર્થના કરાશે.

તારીખ ૧૮-૦૨-૨૦૨૪ ના રોજ સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું છે. ભોજનની સંગત પણ રહેશે. ભાગ લેનારે ૫૦ રૂ ભરીને રજીસ્ટ્રેશન ૧૫-૦૨-૨૦૨૪ સુધીમાં કરાવવાનું રહેશે.

ચર્ચ રિનોવેશનના બીજા તબક્કાના કામ દરમ્યાન પાળક સાહેબ તથા કુટુંબ સેકટર ૨૪મા ડો. પોલ ક્રિશ્ચિયન ના ઘરે બે-ત્રણ મહિના રહેવા જશે.

21/01/2024

આજે રવિદિનની ભક્તિસભામાં પાળક રેવ. મનોજ પરમાર દ્વારા પ્રભુનું વચન પીરસવામાં આવ્યું.

સન્ડે સ્કૂલ આજથી નિયમિત ચાલુ થઈ ગઈ છે.

આપણી મંડળીના સભ્ય કીર્તિબેન વિલિયમ પરમારના પતિ શ્રી રવિદત્તનું અવસાન થયું છે.
આજે ડિસ્ટ્રીકટ મહિલા મંડળ દ્વારા જુવાન દિકરીઓનો સેમિનાર અમદાવાદ ડિસ્ટ્રીકટ વેસ્ટ ચર્ચમાં રાખેલ છે જેમાં મંડળી ની દીકરીઓ ભાગ લેવા રવાના થયેલ છે.

આજે ચર્ચ છૂટયા બાદ ૧ લો કોરંથીના પત્ર ઉપર બાયબલ કવિઝ રાખવામાં આવેલ છે.
મહેશ પરમાર વિજાપુર દ્વારા પેપર કાઢેલ છે અને તેઓ જ પેપર તપાસશે અને ભાઈ ઇરેન ક્રિશ્ચિયન પરીક્ષામાં સુપરાવીઝનની જવાબદારી સાંભળશે.

ખબર અંતર

ભાઈ ઓસ્કર અને રશ્મિકાબેન દીકરાની મુલાકાત લઈ ઓસ્ટ્રેલિયાથી પરત આવ્યા છે.
ભાઈ શૈલેષ રશ્મિકાંત ભટ્ટ અને સ્મિતાનો દીકરો સેમી શૈલેષ અમેરિકાથી કુટુંબની મુલાકાતે આવ્યા છે.
ભાઈ શૈલેષ રશ્મિકાંત ભટ્ટની બેન શેલીન સ્મિતા એમની દીકરી સાથે બેંગ્લોરથી આવ્યા છે.
ચર્ચમાં સ્વાગત કરવામાં આવ્યું.

શ્રીમતી રુથબેન કાંતિભાઈ પરમાર અને તેમનો દીકરો ઓલિવર ન્યુમોનિયાના લીધે ગત અઠવાડિયામાં હોસ્પિટલમાં દાખલ થયેલ હતા. હવે રજા આપેલ છે અને સારું છે તે બદલ પ્રભુ નો આભાર.

તા.૨૬ જાન્યુઆરીના રોજ સવારે ૧૦ થી ૩ વાગ્યા સુધી પ્રેયર રિટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે.

આવતો રવિવાર મહિનાનો ચોથો રવિવાર હોવાથી ટી ફેલોશીપ રાખેલ છે.

Address

Plot No 48/1 Sector 23
Sector
382023

Opening Hours

8:30am - 12am

Telephone

+917923222530

Website

Alerts

Be the first to know and let us send you an email when Methodist Church Sector 23, Gandhinagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Methodist Church Sector 23, Gandhinagar:

Share